મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026

શ્રી ચૌધરી સમાજ સેવાટ્રસ્ટ, ડોલવણ” ‘દ્વિતિય સાધારણ સભા’

તા.14/9/2025
ડોલવણ
“શ્રી ચૌધરી સમાજ સેવાટ્રસ્ટ, ડોલવણ” દ્વારા આયોજિત ‘દ્વિતિય સાધારણ સભા’ ભારતીય જનતા પાર્ટી ગુજરાત રાજ્ય પ્રદેશ પ્રમુખ આદિજાતિ મોરચા અર્જુનભાઈ યુ. ચૌધરીની અધ્યક્ષતામાં, વ્યારા ધારાસભ્ય શ્રી મોહનભાઈ ડિ. કોંકણીના મુખ્ય મહેમાન પદે તથા તાપી જિલ્લા ભાજપા મહામંત્રી ડૉ. નિલેશભાઈ ચૌધરી, અંકલેશ્વર કૉલેજ પ્રોફેસર ડૉ. જયશ્રી ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાઈ.

આ સભાનો શુભારંભ પ્રાર્થના અને સ્વાગતગીત દ્વારા થયો. “શ્રી ચૌધરી સમાજ સેવાટ્રસ્ટ, ડોલવણ”ના પ્રમુખ શ્રી શંકરભાઈ એ. ચૌધરીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. મંચસ્થ મહાનુભાવોએ દિપપ્રાગટ્ય કરી સભાનું ઉદઘાટન કર્યું હતું. મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સને 2024-25 હિસાબ મંજૂર કરી બહાલી આપવામાં આવી હતી. વિશિષ્ટ સિદ્ધિ બદલ સમાજના વ્યકતિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી તથા આદિજાતિ મંત્રી શ્રી ડૉ.કુબેરભાઈ ડિંડોરના હાથે જયશ્રી ચૌધરીની નવલકથા “છિલુગરી” પ્રગટ થઈ તેની સરાહના કરવામાં આવી હતી. ડોલવણ તાલુકાના જિલ્લા પંચાયતના શાળાના ધો.7-8માં અભ્યાસ કરતાં તેજસ્વી બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું.


  તાપી જિલ્લા ભાજપા મહામંત્રી ડૉ. નિલેશભાઈ ચૌધરીએ મનનીય પ્રવચન આપ્યું હતું. તેમણે સમાજને સંગઠિત કરવા માટે સૌને આહ્વાન કર્યું હતું. વર્તમાન સમયમાં સમાજ આ એકત્રિત થાય સૌ લાભાન્વિત થાય એ વાત પર ભાર મૂક્યો હતો.
  લેખિકા જયશ્રી ચૌધરીએ “છિલુગરી” નવલકથા સભા પ્રમુખ ભાજપા ગુજરાત રાજ્ય પ્રદેશ પ્રમુખ આદિજાતિ મોરચા અર્જુનભાઈ યુ. ચૌધરી તથા મંચસ્થ મહાનુભાવોની ઉપસ્થિતિમાં વ્યારા ધારાસભ્ય શ્રી મોહનભાઈ ડિ. કોંકણીને અર્પણ કરી હતી. જયશ્રી ચૌધરીએ ડોલવણના ચૌધરી સમાજના પહેલાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અમરસીંગભાઈ ભીલાભાઈ ચૌધરી તથા પૂર્વ ધારાસભ્ય અમરસીગંભાઈ ઝેડ.ચૌધરીને વંદન કરીને વકતવ્યની શરૂઆત કરી હતી. સમાજના પ્રશ્નોને નાથવા અને પ્રગતિ માટે સૌને આર્થિક કે સમયનું યોગદાન આપવા હાકલ કરી હતી. તાજેતરમાં પ્રગટ થયેલી તેમની નવલકથા “છિલુગરી”માં આ પ્રદેશની બોલીઓ, આદિવાસી સંસ્કૃતિ, કલા આદિ વાતોનો ઉલ્લેખ કરીને બાલકોને પોતાની બોલીઓ સંરક્ષિત રાખવા કહ્યું હતું.
  વ્યારાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણીએ કોટલા મહેતા , પૂર્વ મુખ્યમંત્રી અમરસીંગભાઈ ભીલાભાઈ ચૌધરી તથા પૂર્વ ધારાસભ્ય અમરસીગંભાઈ ઝેડ.ચૌધરી તથા જિલ્લા પંચાયત પ્રમુખ માવજીભાઈ ચૌધરીને સ્મર્યા હતા. તેમણે કોટલા મહેતાના પરિવારજનોને રહેણાંક સુવિધા આપવા તથા કોટલા મહેતાનું સ્ટેચ્યુ મૂકવા માટે નક્કર કામગીરીની વાત કરી હતી. વળી, નાની કે મોટી ચૌધરીનો રોટી-બેટી વ્યવહાર હવે શરૂ થઈ ગયો છે જ ; છતાં એ અલગતાનો મનોભાવ છોડી ચૌધરી સમાજ એકત્ર થાય તો એ સમાજ અનન્ય પ્રગતિ કરશે એ વાત કરતાં તેમણે સૌને હકારાત્મક અભિગમ આપ્યો હતો. તેજસ્વી બાળકોને તથા વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારાઓની સરાહના કરી હતી.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત રાજ્ય પ્રદેશ પ્રમુખ આદિજાતિ મોરચા અર્જુનભાઈ યુ. ચૌધરીએ અધ્યક્ષીય પ્રવચન આપતાં સૌને આહ્વાન કર્યું હતું કે સૌ એક થાવ, એકત્રિત થાવ. આપણો આદિવાસી સમાજ સંગઠિત થશે તો અનેકવિધ સામાજિક કે અન્ય પ્રશ્નોનું નિરાકરણ કરવામાં સરળતા રહેશે. તેમણે “શ્રી ચૌધરી સમાજ સેવાટ્રસ્ટ, ડોલવણ” ની આ પહેલને બિરદાવી હતી. તેમણે જુસ્સાદાર, પ્રેરક અને પ્રોત્સાહક પ્રવચન આપ્યું હતું.


સભાનું સફળ સંચાલન શ્રી ચૌધરી સમાજ સેવા ટ્રસ્ટ ડોલવણ પ્રમુખ શ્રી શંકરભાઈ એ. ચૌધરીએ કર્યું હતું. આભારવિધિ ધર્મેશભાઈ બી. ચૌધરીએ કરી હતી. આ સભામાં ડોલવણ તાલુકાના સરપંચશ્રીઓ , ઉપપ્રમુખ તાલુકા પંચાતય ડોલવણ શ્રી સુંદરભાઈ ચૌધરી, તાલુકા પંચાયત સભ્ય ડોલવણ શ્રીમતી કુમુદબેન આર. ચૌધરી, ડૉ. ચિંટુભાઈ ચૌધરી, શ્રી ચૌધરી સમાજ સેવા ટ્રસ્ટ ડોલવણ, ઉપપ્રમુખ શ્રી વિજયભાઈ એમ. ચૌધરી, એ.પી.એમ.સી.માર્કેટ ,વ્યારા શ્રી ગણેશભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સરાષ્ટ્રગાન પછી સભા સંપન્ન થઈ હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો