ગુરુવાર, 25 જાન્યુઆરી, 2024

માનનીય ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી તુષાર ડી. સુમેરા(IAS) દ્વારા STP કૉલેજ અંકલેશ્વર કૅમ્પસ ઍમ્બૅસૅડર શ્રી સેવક પઢિયાર મતદાર જાગૃતિની સહાનીય કામગીરી માટે સન્માનિત

કૅમ્પસ ઍમ્બૅસૅડર સેવક પઢિયાર મતદાર જાગૃતિની સરાહનીય કામગીરી માટે માનનીય ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી તુષાર ડી. સુમેરા(IAS) દ્વારા સન્માનિત 
# જયશ્રી ચૌધરી
@ STP College Ankleshwar

 ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને  કલેક્ટર દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના મતદાતા દિવસ-૨૦૨૪ ઉજવણી સમારંભમાં શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ અંકલેશ્વરના કૅમ્પસ ઍમ્બૅસૅડર  શ્રી સેવક પઢિયારને મતદાર જાગૃતિની સરાહનીય કામગીરી માટે માનનીય ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી તુષાર ડી. સુમેરા(IAS) દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. કૅમ્પસ ઍમ્બૅસૅડર જ્યોત્સના ડોબરીયા પણ  ઉપસ્થિત રહ્યા હતા.
મતદાર જાગૃતિ અંગેની પોસ્ટર સ્પર્ધામાં અંકલેશ્વર તાલુકાના મામલતદાર શ્રી કરણસિંહ રાજપૂત  દ્વારા પોસ્ટર સ્પર્ધામાં પ્રથમ ક્રમે વૈષ્ણવી પ્રજાપતિ,  દ્વિતીય ક્રમે કોમલ રાઠોડ, મોહિની ડોડીયા, હિતીશા પટેલ, તૃતીય ક્રમે અસ્મિતા અરવિંદભાઈ પટેલને  સન્માનિત કરવામાં આવ્યા હતા. 
 કૉલેજના આચાર્યશ્રી ડૉ.કે.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ એનએસએસ પ્રોગ્રામ ઑફિસર પ્રો.રાજેશ પંડ્યા તથા ડૉ. જયશ્રી ચૌધરી અને જ્ઞાનધારા કન્વીનર ડૉ.જી.કે.નંદા, ક્લા કૌશલ્ય ધારા કન્વીનર પ્રો.સોનલ ખંડપુર,  ડૉ. હેમંત દેસાઈ તથા પ્રો. હરેશ પરીખે મતદાતા જાગૃતિ કાર્યક્રમની વિવિધ સ્પર્ધાઓને સફળ બનાવવા માટે સહયોગ આપ્યો હતો.

શુક્રવાર, 19 જાન્યુઆરી, 2024

| સત્સંગની વાતો.| વડીલ વડનો છાંયડો |પ્રત્યેક સ્ત્રી શક્તિ સ્વરૂપા છે| રસોઈ એક યજ્ઞ | અંદરથી નાચતો-ગાતો માણસ સુખી

"સંત પરમ હિતકારી" 
રામકુંડ આશ્રમ, અંકલેશ્વરના મહંત મહામંડલેશ્વર ૧૦૦૮ પરમ 
પૂજ્ય શ્રી ગંગાદાસ બાપુ સાથેના સત્સંગની વાતો...
# જયશ્રી ચૌધરી
@ STP College Ankleshwar
મહામંડલેશ્વર 1008 મહંત શ્રી ગંગાદાસ બાપુ 
⚫પ્રત્યેક સ્ત્રી શક્તિ સ્વરૂપા છે...
 પ્રત્યેક સ્ત્રી શક્તિ સ્વરૂપા છે; અન્નપૂર્ણા છે; ગાયત્રી છે. હું તો એમ કહું છું કે સ્ત્રીએ કોઈ યજ્ઞ કરવાની જરૂર નથી. તમને નવાઈ લાગશે પણ ખરેખર સ્ત્રીઓ દરરોજ રસોઈ રૂપી યજ્ઞ કરે છે. પણ જો સ્ત્રી ખરેખર રસોઈને યજ્ઞ માનતી હોય તો એણે મૌન રહીને પ્રભુ સ્મરણ કરતાં- કરતાં રસોઈ બનાવવી જોઈએ. જો કે આ કામ ઘણું મુશ્કેલ છે. મૌન રહીને, પણ પ્રભુ સ્મરણ કરતાં કરતાં જો રસોઈ બનાવો તો એ રસોઈ પ્રભુનો પ્રસાદ બની જાય છે. ઘરના સભ્યો એ રસોઈ જમશે તો એના અગણિત હકારાત્મક લાભ થશે. આજે તો આ રસોઈની યજ્ઞમાંથી ચલિત કરવા માટેની ઘણી બાબતો  સ્ત્રીઓ સામે છે. જેમ કે, મોબાઈલ કે ટીવી જોતાં જોતાં જે  રસોઈ બનાવો એની નકારાત્મક અસર રસોઈ પર પડે છે. 
⚫ સહનશીલ બનો
માતાઓ, બહેનોએ અને બધાંએ સહન કરવાની ક્ષમતા કેળવવી જોઈએ. કારણ કે, આ સંસાર સુખ અલ્પ દુઃખથી ભરેલો ખૂબ છે. આ સંસાર દુઃખદાયક છે. તેથી દુઃખને સહન કરવાની શક્તિ કેળવવી જોઈએ. 
⚫વડીલ વડનો છાંયડો
'આ જુઓ સામે વડનું ઝાડ. એ કંઈ ન આપે તો મીઠો છાંયડો જરૂર આપશે' રામકુંડ આશ્રમના મધ્યમાં સ્થિત વિશાળ વડના વૃક્ષ તરફ અંગુલિનિર્દેશ કરતાં મહંત શ્રી ગંગાદાસ બાપુએ કહ્યું. 
' ઘરમાં વડીલોનો‌ છાંયો રહેવો જોઈએ.' 
આ વાતની પુષ્ટિરૂપ તેમણે એક વાત કહી...
"વયોવૃદ્ધ માણસની એટલા માટે જરૂર છે કે ભલે ઝાડવું બહુ જૂનું, પચાસ વર્ષનું થયું હોય. ભલે એ ફળ ન આપે પણ છાંયડો જરૂર આપશે. પરિવારમાં બુઝુર્ગ કે ઘડપણવાળા માણસ ભલે કામ ન કરે; પણ એમના આશીર્વાદ જરૂર હોય, એમના આશીર્વાદ મળશે."

અહીં જે જે સંતો આવ્યા છે પરિક્રમાવાસી આવ્યા છે એ ભૂખ્યા પાછા નથી ગયા. 
"અમારું ધ્યેય જ એક જ છે અન્નક્ષેત્ર અને ગૌમાતાની સેવા." 
એમણે ફરી એ વાતનું અનુસંધાન કર્યું, 
 ".....એક માણસ સાહેબ, હા. લગ્ન નક્કી થયા. છોકરીવાળાએ એક શરત મૂકી કહ્યું અને છોકરાવાળાએ પણ એ સ્વીકાર્યું કે અમારી જાનમાં કોઈ ઘરડું માણસ ન હોવું જોઈએ બધા જુવાન આવવા જોઈએ. બધા એ માટે તૈયાર થઈ ગયા કે કોઈ વાંધો નહીં. છોકરાના મામાની બહુ અવસ્થા થઈ ગઈ હતી. તેઓ કહે કે, 'હું તો આવીશ જ.'  
'પણ.. અરે, તમારે ઘરડાઓને તો જાનમાં આવવાનું જ નથી.'
એઓ કહે કે, ' ના હું તો આવીશ જ. ભલે મને ગમે એમ કરીને લઈ જાઓ.' જાનમાં બધાં જુવાન જ ગયા હતા. પણ આમને ડીકીમાં બેસાડીને લઈ ગયા, જેથી સામેના કોઈ માણસ એમને જુએ નહીં. એટલે જાન પહોંચી. એટલે, છોકરીવાળાઓએ જોયું કે બધાં જુવાન જ આવ્યા છે. ઘડપણવાળા કોઈ નથી. એટલે, એમની શરત એની મંજૂર થઈ ગઈ. તમે એક શરતનું પાલન કર્યું. તમે ઘરડું માણસ કોઈ લાવ્યા નથી. પણ, પછી બીજી શરત એ કરી કે, હવે તમારે લગ્ન કરવા છે તો આપણા ગામમાં જે નદી ચાલી જાય છે, એ નદીમાં પાણી દૂધ થઈ જવું જોઈએ તો જ અમે લગ્ન કરીશું.
એ તો શક્ય છે જ નહીં બરાબર ? એટલે શરત પૂરી ન થાય તો લગ્ન ના થયા. જાન પાછી વળવા ગઈ. ડીકીમાંથી એનો મામો  બહાર નીકળ્યો.  પૂછ્યું કે, ' શું થયું ?' 
તો કહે કે, 'આ લોકોએ કીધું છે કે આ જે નદી ચાલી જાય છે; એના પાણીનું દૂધ કરી દો. તો જ લગ્ન થશે.'
 તો એ વયોવૃદ્ધે કહ્યું, 'એમાં શું વાત છે ?'
 'અરે એમાં શું વાત છે, એટલે નદીનું પાણીનું દૂધ કરવાનું છે !'
' શું કરવાનું છે એટલે કહી દો એમને કે પહેલાં તમે નદીનું પાણી બધું  સુકવી નાંખો એટલે  અમે નદી દૂધથી ભરી દઈશું.'
બરાબર ? છોકરાવાળાએ જઈને કીધું કે, ' અમને તમારી શરત મંજૂર છે પણ તમે પહેલાં નદીનું પાણી સુકવી દો. એટલે અમે નદીમાં દૂધ રેડીને નદીને દૂધથી વહેતી કરી દઈશું.'
 છોકરીવાળાએ કીધું કે,' તમારી જાનમાં કોઈ બુઝુર્ગ માણસ આવેલાં લાગે છે. તપાસ કરો. હોય જ કે ! 
અને- છોકરાના મામા આવ્યા.
બુઝુર્ગ માણસ બુદ્ધિશાળી હોય છે. બરાબર ? એમને લગ્ન કરવા પડ્યા ! એમ માણસ ગમે ત્યારે આવી રીતે કામ આવે.'

⚫આકાશી રોજી
અહીં રામકુંડ ખાતે ખાસ કરીને શિયાળામાં પોણા બે મહિના આશરે ૧૫૦૦-૨૦૦૦-૨૫૦૦ જેટલા પરિક્રમાવાસીઓની અવરજવર રહે છે. હા, અમને સેવાનો અવસર મળ્યો છે. આપણા ગુજરાતનું કે અંકલેશ્વરનું નામ ખરાબ ન થાય, એટલા માટે આખા નર્મદા ખંડમાં રામકુંડનું નામ છે ! અહીં નાહવા-ધોવાનું, રહેવાનું અને અન્નક્ષેત્ર બહુ ચાલે છે. બસ અમે કોઈ અપેક્ષા રાખતા નથી.  આનંદ કરો, ખાઈ-પીને વહ્યા જાઓ. કોઈપણ અપેક્ષા નહીં. આપે તો ભલે, ન આપે તો ભગવાન ઓર રાજી થશે. કોઈ આપણો ફંડ ફાળો ફરતો નથી. આને 'આકાશી રોજી' કહેવાય. 'આકાશી રોજી' એટલે ભગવાન મોકલે. રામકુંડનો ફાળો તમે કદી ફરતો જોયો છે ? ક્યાંય ગામમાં ? નહીં ને ? કોઈ દિ' નહીં. અમારે તો હનુમાનજી પૂરું કરે. આ અમારો મહાદેવ જ અહીં બેઠો છે પછી હા પારાનું શિવલિંગ જરૂરી છે પણ...
⚫નંગ ઉપર બહુ વિશ્વાસ નહીં કરવાનો
 નંગ ઉપર બહુ વિશ્વાસ નહીં કરવાનો. નંગ ઉપર વિશ્વાસ હોત તો દુકાનવાળો શા માટે વેચે ? એ પોતે જ નંગ ના પહેરે ? પોતાના ગ્રહ ફેરવી નાખીને એ પોતે કેમ નથી પહેરતો ? લેવાવાળાને વેચવાવાળા બેઉ નંગ જ છે ! તમે તમારા ભાગ્યનું લઈને આવ્યા છો. બેન, તમારા ભાગ્યમાંથી કોઈ ન લઈ શકે. મારા ભાગ્યમાંથી કોઈ ન લઈ શકે. તમારા ભાગ્યમાં નહીં હોય તો હું આપી પણ નહીં શકું. તમે જેટલું ભાગ્યમાં લઈને આવ્યા છો એટલું ભોગવીને જાવ. કોઈ કેળાની લારીવાળો કહે કે મારે રાષ્ટ્રપતિ સાથે ખટપટ ચાલે છે, તો કોઈ માનશે ? ક્યાં રાષ્ટ્રપતિને ક્યાં આ લારીવાળો ?  એવું ગ્રહોનું છે. માણસો એક થોડા છે ? અરબો-ખર્બો માણસો છે, આ ધરતી પર ! આકાશી ગ્રહ કોને કોને નડવા જાય ?

⚫માણસ અંદરથી નાચતો-ગાતો હોવો જોઈએ .
માણસ અંદરથી નાચતો-ગાતો હોવો જોઈએ. નાઝીર સાહેબ, મુસ્લિમ અને સુફી સંત ! તેમની ગઝલો એમની રચનાઓ અદભુત છે ! દાસ સતાર, ગોસ્વામી તુલસીદાસ, કબીર, સૂરદાસ રિતુજીની રચનાઓ સાંભળો. બ્રહ્માનંદ પ્રાપ્ત થાય. સંગીત સાથે પ્રેમ ન હોય તે મૂરખ ઇન્સાન છે. સંગીત કોનામાંથી નથી જન્મતું ? સંગીત બધામાંથી ઉત્પન્ન થાય છે. વાજિંત્રમાંથી જ થાય એવું નથી. તમે હાથે તાળી પાડો તોય એક સંગીત બને છે. સંગીતથી કોઈ પર નથી. માણસ અંદરથી નાચતો-ગાતો હોવો જોઈએ. તમે સ્નાન કરતા હોવને તો માણસ કોણ ગણગણતો હોવો જોઈએ. સંગીતની, ગીતગુંજનથી એક મજા હોય છે.  કંઈ પણ ગાઓ એની એક મજા હોય છે, એક આનંદ હોય છે. સંગીત બધાને રુચે છે, ગમે છે. આપણે કેમ્પ આવશે ત્યારે સારા સારા વિચારો આપીશું. 
⚫આજનું જનરેશન ક્યાં ચાલી રહ્યું છે ?
બધાંને ખબર છે કે, આજનું જનરેશન ક્યાં ચાલી રહ્યું છે ? આપણને ખબર છે. એને આપણે જો કોઈ સાચે રસ્તે કે યોગ્ય દિશા તરફ વાળવું હોય તો આપણે સાધુ-સંતો, તમે અધ્યાપકો- શિક્ષકો, માતાઓ એનો પાયો છે ! જે એમનું-જીવનનું ઘડતર કરે છે. આપણે જ એમને સમજાવવું પડશે. આ સમય એવો છે કે એમને-નવી પેઢીને-બધાંયને સમજાવવા જ પડશે. 
 જય સિયારામ !

મંગળવાર, 16 જાન્યુઆરી, 2024

શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કૉમર્સ કૉલેજ અંકલેશ્વર - નિરાલી મહેશભાઈ પટેલ સન્માન સમારંભ અને વક્તૃત્વ સ્પર્ધા

# જયશ્રી ચૌધરી
@ STP College Ankleshwar

17-1-2024
શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ અંકલેશ્વર ખાતે ઉચ્ચ શિક્ષણ કમિશનર ગાંધીનગર પ્રેરિત વક્તૃત્વ સ્પર્ધા અને યુનિવર્સિટી કક્ષાએ 'ભાષા સાહિત્ય કૌશલ' પ્રથમાંક મેળવનાર નિરાલી મહેશભાઈ પટેલના સન્માન સમારંભનો કાર્યક્રમ આચાર્યશ્રી ડૉ.કે.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ યોજાયો.
સમારંભ શરૂ કરતાં પહેલાં આચાર્યશ્રી ડૉ. કે.એસ. ચાવડાના ભાઈ સ્વ. ભરતભાઈ ચાવડાના પુણ્ય સ્મરણ માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.

કાર્યક્રમનો શુભારંભ પ્રાર્થના દ્વારા કરવામાં આવ્યો હતો પ્રાર્થનાની પ્રસ્તુતિ પ્રયોશા આહીર, વિરાલી આહીર, મિનલ વસાવા, દક્ષા વસાવા રીંકલ પરમારે કરી હતી.
કાર્યક્રમની ભૂમિકા એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડૉ. જયશ્રી ચૌધરીએ બાંધતા જણાવ્યું હતું કે શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કૉમર્સ કૉલેજ એવી કોલેજ છે કે જેમાં મોટાભાગના અધ્યાપકો યુનિવર્સિટી અને જે તે ફેકલ્ટીમાં પ્રથમાંક પ્રાપ્ત કરનારા છે. એટલું જ નહીં પોતપોતાના ક્ષેત્રમાં નામાંકિત પણ છે. વિદ્યાર્થીઓ સદભાગી છે કે તેમને આવા ગુરુજનો મળ્યા, તેમનો વધારેમાં વધારે લાભ વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્તિ દ્વારા મેળવવો જોઈએ.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે ટી.વાય.બી.કોમ સેમેસ્ટર-૫માં "ભાષા સાહિત્ય કૌશલ-૫"માં સર્વાધિક ગુણ મેળવવા બદલ કોલેજનું ગૌરવ વધારનાર નિરાલી મહેશભાઈ પટેલને પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
પૂર્વાચાર્ય ડૉ. હેમંત દેસાઈએ પ્રમુખીય પ્રવચન આપ્યું હતું. યુનિવર્સિટી પ્રથમાંક મેળવનાર વિદ્યાર્થિનીને કોલેજનું ગૌરવ વધારવા બદલ અભિનંદન આપ્યા હતા. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા કહ્યું હતું કે, "સતત પરિશ્રમ અને ગુરુજનોના માર્ગદર્શનથી તમે ધારી સફળતા પ્રાપ્ત કરી શકો
છો. અમે સૌ હંમેશા તમારી સાથે છીએ."
ડૉ. જી. કે. નંદાએ ચાવીરૂપ વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે, " આઈ વિલ ડુ.. આઈ વિલ ડુ...એમ ત્રણવાર કહેશો તો કોઈપણ કામ તમારા માટે અશક્ય નથી. જે તમે મેળવવા ઈચ્છો છો તે તમે પ્રાપ્ત કરો. તમારી ભીતર પરમશક્તિ છે જે કામ તમે દ્રઢ નિશ્ચયથી કરશો તો તમે સફળતા પામી શકશો. એ વિચારો કે આઈ વિલ... આઈ કેન.. આઈ ડુ.. નિરાલી પટેલની આ મુખ્ય શૈક્ષણિક સિદ્ધિ છે. તમારા બધામાં જ આવી સફળતા પ્રાપ્ત કરવાની શક્તિ છે. તમે સૌ તમારા ગુરુજનોની પાછળ પડી જાવ વિદ્યા પ્રાપ્તિ માટે, વ્યક્તિત્વ વિકાસ માટે. તેઓ હંમેશા તમને મદદરૂપ કરવા માટે તૈયાર છે. વૈદિક પરંપરામાં આરુણીએ ગુરુજનના આદેશની મસ્તકે ચઢાવીને વહેતા પાણીમાં પોતાના શરીરની પાળ બાંધી હતી. તેમ ગુરુજીના આદેશનો સહજ સ્વીકાર કરીને સફળતા પ્રાપ્ત કરો."
 નિરાલી મહેશભાઈ પટેલે પોતાનો પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, "અંતરિયાળ વિસ્તારના અમારા જેવા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કૉલેજને ટેક ઓવર કરીને લોકલાડીલા ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલે અમારા પર મોટો ઉપકાર કર્યો છે. મને આ મળેલી સફળતા હું માનનીય શ્રી ઈશ્વરસિંહ પટેલ, મારા માતા-પિતા તથા ગુરુજનોને સમર્પિત કરું છું.
મને મળેલી આ સફળતામાં જયશ્રીમેડમની હું આભારી છું. તેમના માર્ગદર્શન હેઠળ હું આવી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી શકી છું. કૉલેજમાં તમામ ગુરુજનો દ્વારા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે. મને આપવામાં આવેલા સન્માન માટે હું આચાર્યશ્રી તથા સૌની ઋણી છું."
વક્તૃત્વ સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. નિર્ણાયક તરીકે પ્રો.હરેશ પરીખે સેવા આપી હતી.
પ્રથમ ક્રમે પ્રજાપતિ દિવ્યા (એસ.વાય.બી.એ) દ્વિતીય ક્રમે સુરતી કુણાલ (ટીવાયબીએ), તૃતીયક્રમે લુણી શ્રુતિ (એફવાયબીએ)ને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમનું સફળ સંચાલન પ્રયોશા આહીર, કુસુમ બારીયા, કુણાલ સુરતી અને રીંકલ પરમારે કર્યું હતું.
કૅમ્પસ ઍમ્બૅસૅડર સેવક પઢિયારે વિદ્યાર્થીઓને પ્રાસંગિક વાત કરી હતી. ‌
કાર્યક્રમને સફળ બનાવવા માટે સપ્તધારા કોર્ડીનેટર પ્રો. રાજેશ પંડ્યા, કૅમ્પસ એમ્બેસેડર સેવક પઢિયાર, જ્યોત્સના ડોબરીયા, દક્ષા વસાવા, ટ્વિંકલ વાંસદીયા, મિતાલી રાઠોડ, યુસુફ મલેક, અતુલ કિશોરી, ભૂમિકા પટેલ, ચાર્મી પટેલ વગેરેએ સહયોગ આપ્યો હતો.
રાષ્ટ્રગાન પછી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

રવિવાર, 14 જાન્યુઆરી, 2024

|કહેવત |અર્થ|વિલક્ષણતાઓ |પ્રયોજન |ઉદાહરણ|

|કહેવત |અર્થ|વિલક્ષણતાઓ |પ્રયોજન |ઉદાહરણ|
# જયશ્રી ચૌધરી
@ STP College Ankleshwar
|કહેવત |
અર્થ 
⚫કહેવત એટલે શું ?
➡️કહેલી વાત
➡️ કથન
➡️ લોકોક્તિ 
➡️થોડામાં ઘણું કહેવાની રીત

⚫કહેવતની વ્યાખ્યા 
"પરંપરાથી લોકોમાં કહેવાતું આવેલું બોધરૂપ, દ્રષ્ટાંતરૂપ વાક્ય. વિદ્વાનો, ડાહ્યા માણસો, અનુભવી માણસો જે વચન કહી ગયા છે તે કહેવત."
                    - કવિ નર્મદ
 
આમ, કહી શકાય કે,

(૧)રોજબરોજના વ્યવહારમાં દ્રષ્ટાંતરૂપે પ્રચલિત બની ચૂકેલી, અનુભવના પરિપાક રૂપે પરંપરાથી ઉતરી આવેલી, સદબોધ આપતી અને ડહાપણ પ્રેરતી સૂત્રાત્મક ઉક્તિઓ એટલે કહેવત.

(૨) પ્રજા દ્વારા ઘડાયેલી, પ્રજા દ્વારા ઘૂંટાયેલી અને ભાષાબદ્ધ થયેલી ડહાપણ ભરેલી સચોટ અનુભવવાણી કહેવત.

⚫ કહેવતની મુખ્ય વિલક્ષણતાઓ 
૧. કહેવત દૃષ્ટાંતરૂપ કે સૂત્રાત્મક ઉક્તિઓ હોય છે.
૨. કહેવતો લોકમુખે પ્રચલિત થઈને પરંપરાથી ઉતરી આવેલી હોય છે. ૩.કહેવતો વારસાગત રીતે લોક સમુદાયમાં ચલણી બનેલી હોય છે. ૪.કહેવતોમાં ઓછામાં ઓછા શબ્દોમાં વધારે કહેવાની કળા સમાયેલી હોય છે. આમ લાઘવતા એનું બાહ્ય સૌંદર્ય છે.
૫. અર્થઘનતા એ કહેવતનો આંતરિક સૌંદર્ય છે.
૬. સદબોધ, ડહાપણ અને શિખામણ આ ત્રણ કહેવતના સનાતન અંગો છે.
૭. કેટલીક વાર પ્રાસબદ્ધ કે ચમત્કૃતિ પૂર્ણ સચોટ રજૂઆત કહેવતમાં થતી હોય છે.
૮. કહેવતોમાં ડહાપણ, સૂઝ-સમજ લોકરૂચિ અને વ્યવહારિકતા પ્રગટ થતી હોય છે.
૯. પ્રજા દ્વારા ઘડાયેલી, પ્રજા દ્વારા ઘૂંટાયેલી અને ભાષાબદ્ધ થયેલી  ડહાપણ ભરેલી સચોટ અનુભવવાણી  કહેવત પ્રગટ કરે છે.

⚫કહેવતનું પ્રયોજન 

  ➖કહેવતોના વ્યવહારિક ઉપયોગથી ભાષાનું સૌંદર્ય અને અર્થ અને બધું અસરકારકથી ઉપસાવી શકાય છે.
 ➖કોઈપણ વાતની અભિવ્યક્તિ કહેવત રૂપે રજૂ થાય છે ત્યારે તે સચોટ બને છે.
➖ ઓછામાં ઓછા શબ્દોમાં ઘણું બધું કહી દેવાની કે પ્રગટ કરી દેવાની ક્ષમતા કહેવતથી સાધી શકાય છે.
 ➖ કહેવતનું પ્રયોજન વાતને વધુ અસરકારક અને ચોટદાર રીતે રજૂ કરવાનું છે.
 ➖કહેવત માત્ર સૂત્ર નથી; પરંતુ લોકજીવનના અનુભવનો સાર છે. તેથી કહેવતની ભાષાશૈલી સાદી, સરળ અને સંક્ષિપ્ત છે. તેથી કહેવતો જલ્દીથી લોકજીભે રમતી થઈ જાય છે અને તે જનસમુદાયમાં જલ્દી પ્રચલિત બની જાય છે.
 ➖કહેવતો એટલે અનુભવનો સાર. સંક્ષિપ્ત, સૂત્રાત્મક ઉદાહરણ રૂપ ઉક્તિઓ.
➖ કહેવતો સંસારના ડહાપણ, સૂઝ- સમજનો નિચોડ છે. તે બહુ સુગમતાથી સચોટતાથી અને સરળતાથી નીતિ બોધ રજૂ કરે છે અને લોકજીભે ચલણી બની રહે છે.
➖ કહેવતોમાં માનવ સ્વભાવ, લોક વ્યવહાર, જ્યોતિષ, કાલ્પનિક કે પશુ પંખી કે સમાજ વિષયક વિભિન્ન વિષયવસ્તુનું આલેખનરૂપ હોય છે કહેવતો. એ આપણી સામાજિક પરંપરાનો લોક સંસ્કૃતિનો એક વારસાગત ખજાનો છે.

 | ઉદાહરણ|
૧. અણી ચુક્યો સો વર્ષ જીવે - એકવાર ઉગરી જનારને ઝટ ઉપાધિ ન આવે. 
૨. ઉતાવળે આંબા ન પાકે-ધીરજથી કામ સારું થાય.
૩. ઓળખાણ મોટી ખાણ છે- ઓળખાણ અનેક રીતે ઉપયોગી નીવડે.
૪. કુમળું ઝાડ વાડીએ તેમ વળે-નાનપણમાં જેટલી સારી ટેવો પાડવી હોય તેટલી પાડી શકાય.
૫. ખાડો ખોદે તે પડે-કરે તેવું પામે, બીજાનું અહિત કરવા જતાં અંતે પોતાને જ એમાં ફસાવવાનું થાય
૬. ખાતર ઉપર દિવેલ- અર્થહીન કામ કરવું, બિનજરૂરી ખર્ચ કરવો.
૭. ગરજ સરી એટલે વૈદ વેરી- કામ પતી જાય એટલે કોઈ સંબંધ ન રાખવો
૮. ઘરડાં ગાડાં વાળે-અનુભવીઓની સલાહ ખરે ટાણે કામ લાગે, અનુભવી વૃદ્ધો  સમસ્યાઓ ઉકેલી આપે.
૯. ધાણીનો ઘાણીનો બળદ ઠેરનો ઠેર- સતત કાર્યરત છતાં કોઈ પ્રગતિ નહીં ૧૦.ચેતતા નર સદા સુખી-વિચારીને કોઈ પગલું ભરાય તો સારું
૧૧. ચોરનો ભાઈ ઘંટી ચોર-બંને સરખા
૧૨. જાગ્યા ત્યાંથી સવાર-દોષ સમજાય  કે તરત છોડવો
૧૩.  જેવી દૃષ્ટિ  તેવી સૃષ્ટિ-જેવા પોતે તેવા બીજા
૧૪. ઝાઝાં હાથ રળિયામણા-વધારે માણસો હોય તો કામ જલ્દી ને સારું થાય
૧૫. ઝાઝી કીડીઓ સાપને તાણે-ઓછા બળવાળા પણ વધારે માણસો બળવાનને પણ હંફાવે.
૧૬. ડુંગરા દૂરથી રળિયામણા-દૂરથી બધું જ સુંદર દેખાય
૧૭. ડૂબતો માણસ તરણું પકડે-બચવું મુશ્કેલ હોય ત્યારે તુચ્છ વસ્તુ પણ સ્વીકારે
૧૮. તરણા ઓથે ડુંગર-નાની કે નબળી વસ્તુનો આશ્રય લઈને મોટી કે શક્તિશાળી બાબતને છુપાવવાનો અથવા સાચી હકીકતને ઓછી બતાવવાનો પ્રયત્ન કરવો.
૧૯. દયા ડાકણને ખાય :અયોગ્ય અથવા દુષ્ટ વ્યક્તિ પર કરેલી દયા અંતે પોતાને નુકસાન પહોંચાડે છે.
૨૦. દુઃખનું ઓસર દહાડા-શોક દૂર કરવાનો ઉત્તમ ઈલાજ ધીરજથી સમય પસાર કરવો તે છે
૨૧. દૂધનો દાઝેલો છાસ ફૂકીને પીએ-એકવાર કડવો અનુભવ થયા પછી ભય ન હોય ત્યાં પણ ભય દેખાય
૨૨. દોરડી બળે પણ વળ ન છોડે-ગમે તેવી મુશ્કેલીમાં પણ માણસનો અસલ સ્વભાવ ન જાય
 ૨૩.ધીરજના ફળ મીઠાં-ધીરજ રાખવાથી અનેક લાભ થાય છે
૨૪. પાણીમાં રહેવું ને મગર સાથે વેર-જેના હાથ નીચે રહેતા હોઈએ તેની સાથે વેર બાંધવું ઠીક નહીં
 ૨૫.બકરું કાઢતા ઊંટ પેસે-સહેજ સગવડ મેળવવા જતાં મોટી પીડા વહોરવી.
૨૬. બાંધી મુઠ્ઠી લાખની તે ઉઘાડી તે રાખની-અંદરની વાત બહાર ન આવે તો જ આબરૂ સચવાઈ રહે
૨૭. બાર ગાઉએ બોલી બદલાય-અમુક અંતરે ભાષામાં ફેરફાર જણાય 
૨૮.બોલે તેના બોર વેચાય-કહ્યા વિના કોઈ કામ ન બને બીજાની મદદ જોઈએ જ
૨૯. ભલો ભલાઈ ના છોડે અને ભૂંડો ભૂંડાઈ ન છોડે
૩૦. ભાવતું હતું ને વૈદે કહ્યું-પોતાને ગમતું હોય ને હિતસ્વી એ જ સૂચવે 
૩૧.ભેસના શીંગડા ભેંસને ભારે-અમુકને અમુક વસ્તુ કેટલી ભાર રૂપ થતી હશે એવા વિચાર કરવા નકામા
 ૩૨.મીઠા ઝાડના મૂળ ન ખોદાય-ભલાઈનો વધારે દુરુપયોગ ન કરાય
૩૩. મોટા એટલા ખોટા- નામ મોટા દર્શન ખોટા
૩૪. મોરના ઈંડા ચીતરવા ન પડે-સાચી વસ્તુને જાહેરાતની જરૂરત નથી હોતી, અમુક ખાસિયતો વારસાગત ઊતરી આવે.
૩૫. રજનું ગજ કરવું -નાની વાતને મોટું સ્વરૂપ આપવું 
૩૬. રાજાને ગમી તે રાણી, છાણા વીણતી આણી-મોટા માણસને કોઈ પૂછનાર નહીં, એ જે ગમે તે કરી શકે
૩૭. રાત થોડી ને વેશ ઝાઝા-સમય ઓછો ને કામ વધારે 
૩૮.લગ્નના ગીત લગ્ને જ ગવાય-યોગ્ય કાર્ય યોગ્ય જગ્યાએ જ કરાય.
૩૯. લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય- પોતાની કદ કે શક્તિથી વિશેષ શક્તિ ધરાવનારની તોલે ઉતરવાથી થોડું ઘણું નુકસાન જરૂર થાય
૪૦. વાડ વિના વેલો ન ચડે-ઉચ્ચ સ્થાન મેળવવા મોટાની ઓથ હોવી જોઈએ
૪૧. વાતનું વતેસર કરવું-નાની વાતની મોટું સ્વરૂપ આપવું 
૪૨. વિનાશકાળે વિપરીત બુદ્ધિ-નઠારું થવાનું હોય કે પડતી દશા આવવાની હોય ત્યારે માણસને અવળી બુદ્ધિ સૂઝે છે, વિનાશ થવાનો હોય ત્યારે બુદ્ધિ બગડે
૪૩. શેઠની જ શિખામણ ઝાંપા સુધી- ૪૪.શેરને માથે સવા શેર-બળવાનને માથે કોઈ મહાબળવાન જન્મે.
૪૫. સંગ તેવો રંગ- સંગત હોય તેની અસર થયા વગર નહીં રહે
૪૬.સત્તા આગળ શાણપણ નકામું-તાકાતવર લોકો સામે બોલવાથી બોલનારને જ નુકસાન થાય છે, સત્તાધીશો પાસે ડહાપણ ભરી વાતોનો કોઈ અર્થ નહીં
 ૪૭.સાપ ગયા ને લિસોટા રહ્યા-સારી વસ્તુ ગઈ ને નકામી કાયમ થઈ.
 ૪૮.સોના કરતાં ઘડામણ મોંઘી-મૂળ વસ્તુની કિંમત કરતા મહેનતાણું વધારે 
૪૯.હીરાની પરખ ઝવેરી જ જાણે-સાચી પરખ એનો નિષ્ણાત કે જાણકાર જ કરી જાણે. જેમ કે સાચો ફક્ત જ પ્રભુને પારખી શકે.
૫૦. હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા-કોઈ પાસે કામની આશા રાખવી તેના કરતાં જાતે કરી લેવું વધુ સારું

સંદર્ભ 
(૧) સં. ઉપેન્દ્ર ર.ભટ્ટ, રતિલાલ સાં .નાયક, ''નાનો કોશ''-ભાગ ૧-૨, અનડા બુક ડીપો, અમદાવાદ
(૨)  'કૌટિલ્ય', "મોર્ડન એસએસસી ગુજરાતી વ્યાકરણ" ધોરણ 10, સી જમનાદાસ એન્ડ કૂ, અમદાવાદ
(૩) પ્રિ. ભોગીભાઈ શાહ, હર્ષદભાઈ બી. શાહ, "ગુજરાતી વ્યાકરણ વૈભવ" વિભાગ એક, વિભાગ બે અતુલ પ્રકાશન ગાંધી રોડ, અમદાવાદઅણી ચૂક્યો સો વર્ષ જીવે : એક વખત નિષ્ફળતા કે આફતમાંથી ઉગરી જનાર વ્યક્તિ આગળ મોટી સફળતાની પરંપરાનો લાભ પામે છે.  
૨.ઉતાવળે આંબા ના પાકે : ધીરજથી કામ સારું થાય
૩. ઓળખાણ મોટી ખાણ છે-ઓળખાણ સાચવી રાખી હોય તો ધાર્યા કામ મુશ્કેલ કામ પાર પડે
૪. કુમળું ઝાડ વાળીએ તેમ વળે-નાનપણમાં જેટલી સારી ટેવો પાડવી હોય તેટલી પાડી શકાય
 ૫.ખાડો ખોદે તે પડે -કરે તેવું પામે
૬.ખાતર ઉપર દિવેલ -ખર્ચ ઉપર વધુ ખર્ચ
૭.ગરજ સરી એટલે વૈધ વેરી-સ્વાર્થ પૂરો થતાં સંબંધ છૂટે 
૮.ઘરડાં ગાડાં વાળે-અનુભવીઓની સલાહ ખરી ટાણે ખપ લાગે 
૯.ઘાણીનો બળદ ઠેરનો ઠેર-ગોળ ગોળ ભરી તે પ્રગતિ કર્યા વિના હોય ત્યાં જ રહે. 
૧૦.ચેતતા નર સદા સુખી-પહેલેથી બિચારીને પગલું ભરવું સારું 
૧૧.ચોરનો ભાઈ ઘંટી ચોર-બંને સરખા 
૧૨.જાગ્યા ત્યાંથી સવાર -દોષ સમજાય કે તરત છોડવો
૧૩.જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ-જેવા પોતે તેવા બીજા 
૧૪.ઝાઝા હાથ રળિયામણા-વધારે માણસો હોય તો કામ જલ્દી ને સારું થાય
૧૫.ઝાઝી કીડીઓ સાપને તાણે-ઓછા બળવાળા પણ વધારે માણસો બળવાનને પણ હંફાવે 
૧૬.ડુંગરા દૂરથી રળિયામણા-દૂરથી બધું જ સુંદર દેખાય/દુરથી બધુ જ સરખું દેખાય,પૂરો પરિચય ના થાય ત્યાં 
૧૭.ડૂબતો માણસ તરણું પકડે-બચવું મુશ્કેલ હોય ત્યારે તુચ્છ વસ્તુ પણ સ્વીકારે 
૧૮.તરણા ઓથે ડુંગર-સુલકના ની વસ્તુ પાછળ મોટી ઘટના કે બાબત છુપાયેલી હોય 
૧૯.દયા ડાકણને ખાય-
૨૦.દુઃખનું ઓસડ દહાડા-શોક દૂર કરવાનો ઉત્તમ ઈલાજ ધીરજથી સમય પસાર કરવો તે છે 
૨૧.દૂધનો દાઝેલો છાશ ફૂંકીને પીએ-એકવાર કડવો અનુભવ થયા પછી ભય ન હોય ત્યાં પણ ભય દેખાય ૨૨.દોરડી બળે પણ વળ છોડે-ગમે તેવી મુશ્કેલીમાં પણ માણસનો અસલ સ્વભાવ ન જાય / પાયમાલ થઇ જાય તોય અકડાઈ ના છોડે
૨૩.ધીરજના ફળ મીઠાં -ધીરજ રાખવાથી અનેક લાભ થાય છે
૨૪.પાણીમાં રહેવું ને મગર સાથે વેર-જેના હાથ નીચે રહેતા હોઈએ તેની સાથે વેર બાંધવું ઠીક નહીં 
૨૫.બકરું કાઢતા ઊંટ પેસે -નાની મુશ્કેલી જેમ તેમ દૂર કરીએ ત્યાં મોટી મુશ્કેલી કે દુઃખ આવીને ઊભું રહે
૨૬.બાંધી મુઠ્ઠી લાખની ને ઉઘાડી તે રાખની 
૨૭. બાર ગાઉએ બોલી બદલાય-અમુક અંતરે ભાષામાં ફેરફાર જણાય ૨૮. બોલે તેના બોર વેચાય-કયા વિના કોઈ કામ ન બને બીજાની મદદ જોઈએ જ 
૨૯.ભલો ભલાઈ ના છોડે અને ભૂંડો ભૂંડાઈ ન છોડે-સારો માણસ સારો કદી છોડતો નથી ખરાબ માણસ એની ખરાબ આદતો છોડી શકતો નથી
૩૦.ભાવતું હતું ને વૈદે કહ્યું- પોતાને ગમતું હોય ને હિતેચ્છુ એ જ સૂચન કરે 
૩૧.ભેંશના શીંગડા ભેંસને ભારે-અણસમજુને ઉપદેશ આપવો નકામો છે 
૩૨.મીઠા ઝાડનાં મૂળ ન ખોદાય-મદદગાર કે સારી વ્યક્તિની ભલમાન સાઈનો દુરુપયોગ ન કરાય 
૩૩.મોટા એટલા ખોટા- 
૩૪.મોરના ઈંડા ચીતરવાં ન પડે-સદગુણ સદવર્તન વારસામાં જ ઊતરી આવે /સાચી વસ્તુને જાહેરાતની જરૂરત નથી 
૩૫.રજનું ગજ કરવું -નાની વાતને મોટું સ્વરૂપ આપવું
૩૬.રાજાને ગમી રાણી, છાણા વીણતી આણી-મોટા વ્યક્તિ જે ધારે તે કરી શકે 
૩૭.રાત થોડીને વેશ ઝાઝા-સમય ઓછો અને કામ વધારે 
૩૮.લગ્નના ગીત લગ્ને ગવાય -
૩૯.લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય -
૪૦.વાડ વિના વેલો ન ચડે-ઊંચું સ્થાન મેળવવા મોટાની ઓથ હોવી જોઈએ 
૪૧.વાતનું વતેસર કરવું ૪૨.વિનાશકાળે વિપરીત બુદ્ધિ-વિનાશ થવાનો હોય ત્યારે બુદ્ધિ બગડે
૪૩.શેઠની શિખામણ ઝાંપા સુધી ૪૪.શેરને માથે સવાશેર 
૪૫.સંગ તેવો રંગ-સોબત તેવી અસર 
૪૬.સત્તા આગળ શાણપણ નકામું- ૪૭.સાપ ગયાને લિસોટા રહ્યા-સારી વસ્તુ ગઈને નકામી કાયમ થઈ
 ૪૮.સોના કરતા ઘડાંમણ મોંઘી-મુખ્ય બાબત કરતાં ગૌણ બાબત માટે વધારે કિંમત કે મૂલ્યો સમય ચૂકવવો
 ૪૯.હીરાની પરખ ઝવેરી જ જાણે-ગુણની કદર ગુણવાન જ કરી શકે
૫૦.હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા-


કહેવત (Proverb) – ટૂંકા પ્રશ્નો-જવાબો અને વ્યાખ્યા

1. કહેવત એટલે શું?

જવાબ: કહેવત એ લોકજીવનના અનુભવો અને જ્ઞાન પરથી બનેલી એવી ટૂંકી અને તર્કસભર વાત છે, જે જીવનસત્ય અને બોધ આપે છે.

2. કહેવતની વ્યાખ્યા આપો.

જવાબ: કહેવત એ સામાન્ય જીવનમાં સતત પ્રચલિત એવી ટૂંકી, અસરકારક અને અર્થસભર ઉક્તિ છે, જે વિશિષ્ટ પરિસ્થિતિ માટે ઉદાહરણરૂપ હોય છે.

3. કહેવતના લક્ષણો જણાવો.

જવાબ:

1. ટૂંકી અને અસરકારક હોય છે.

2. જીવનસત્ય અને બોધ આપતી હોય છે.

3. લોકજીવનના અનુભવો પરથી ઊભી થયેલી હોય છે.

4. સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિબિંબ હોય છે.

5. સમયાનુકૂળ અને સચોટ અર્થ ધરાવતી હોય છે.



4. કહેવતની વિશેષતાઓ શું છે?

જવાબ:

ભાષાને સુગ્રંથિત અને સમૃદ્ધ બનાવે છે.

બોધપ્રદ અને સુગમ હોય છે.

રોજિંદા જીવનમાં ઉપયોગી હોય છે.

જુદા જુદા સંજોગો અને પરિસ્થિતિઓ માટે અનુકૂળ હોય છે.

સમયાંતરે વિવિધ સંસ્કૃતિઓથી પ્રેરિત થઈ નવી કહેવતો ઉદ્ભવે છે.


5. કહેવત અને મુહાવરામાં શું ફરક છે?

જવાબ:
| લક્ષણ | કહેવત | મુહાવરો |
|-----------|-----------|-------------|
| અર્થ | સંપૂર્ણ અર્થ વ્યક્ત કરે | અધૂરો અર્થ દર્શાવે |
| વાક્યરચના | સ્વતંત્ર વાક્ય તરીકે હોય | વાક્યના ભાગરૂપે આવે |
| ઉદાહરણ | "જેમ કરશો તેમ ભરશો." | "અંધારામાં તીર મારવો." |

6. કહેવતના પ્રકારો કયા કયા છે?

જવાબ:

1. નૈતિક બોધ આપતી કહેવતો – "સાચું બોલો, સાચું ચાળો.
2. અનુભવસিদ্ধ કહેવતો – "જેના ઘરમાં મીઠું નથી, તેને ખાવાનું સ્વાદ નથી."
3. હાસ્યપ્રદ કહેવતો – "ગમે તે કરો, પણ ચાની સોસોવો નહીં!"
4. પ્રેરણાત્મક કહેવતો – "મહેનતનું ફળ મીઠું હોય."
5. લોકજીવન આધારિત કહેવતો – "ઊંટ ને ઊંટની ચામડી નહીં બળે."
7. 5 લોકપ્રિય કહેવતો અને તેમનો અર્થ આપો.
.જાગ્યા ત્યાંથી સવાર -દોષ સમજાય કે તરત છોડવો
.જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ-જેવા પોતે તેવા બીજા 
.ઝાઝા હાથ રળિયામણા-વધારે માણસો હોય તો કામ જલ્દી ને સારું થાય
.ઝાઝી કીડીઓ સાપને તાણે-ઓછા બળવાળા પણ વધારે માણસો બળવાનને પણ હંફાવે 
.ડુંગરા દૂરથી રળિયામણા-દૂરથી બધું જ સુંદર દેખાય/દુરથી બધુ જ સરખું દેખાય,પૂરો પરિચય ના થાય ત્યાં 
.ડૂબતો માણસ તરણું પકડે-બચવું મુશ્કેલ હોય ત્યારે તુચ્છ વસ્તુ પણ સ્વીકારે 
8. કહેવત કઈ ભાષાનો મહત્વનો હિસ્સો છે?

જવાબ: કહેવત કોઈ પણ ભાષાની મુખ્ય રૂઢિપ્રયોગો અને સાહિત્યનો મહત્વનો ભાગ બને છે, જેનાથી ભાષાને વધુ અસરકારક અને સુશોભિત બનાવી શકાય.

9. કહેવતો જીવનમાં કેટલી મહત્વની છે?

જવાબ: કહેવતો દ્વારા આપણે જીવનના વિવિધ પાસાઓ, જીવનના ધોરણો, નૈતિકતા, તર્કશક્તિ અને અનુભવોની સમજ મેળવી શકીએ છીએ. તે જીવન માટે માર્ગદર્શકનું કામ કરે છે.

10. ગુજરાતી ભાષાની કેટલીક લોકપ્રિય કહેવતો કઈ કઈ છે?

જવાબ:
.રજનું ગજ કરવું -નાની વાતને મોટું સ્વરૂપ આપવું
.રાજાને ગમી રાણી, છાણા વીણતી આણી-મોટા વ્યક્તિ જે ધારે તે કરી શકે 
.રાત થોડીને વેશ ઝાઝા-સમય ઓછો અને કામ વધારે 
.લગ્નના ગીત લગ્ને ગવાય -
.લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય -
.વાડ વિના વેલો ન ચડે-ઊંચું સ્થાન મેળવવા મોટાની ઓથ હોવી જોઈએ 
.વાતનું વતેસર કરવું ૪૨.વિનાશકાળે વિપરીત બુદ્ધિ-વિનાશ થવાનો હોય ત્યારે બુદ્ધિ બગડે
.શેઠની શિખામણ ઝાંપા સુધી ૪૪.શેરને માથે સવાશેર 
.સંગ તેવો રંગ-સોબત તેવી અસર 
.સત્તા આગળ શાણપણ નકામું-
 .સાપ ગયાને લિસોટા રહ્યા-સારી વસ્તુ ગઈને નકામી કાયમ થઈ 
.સોના કરતા ઘડાંમણ મોંઘી-મુખ્ય બાબત કરતાં ગૌણ બાબત માટે વધારે કિંમત કે મૂલ્યો સમય ચૂકવવો 
.હીરાની પરખ ઝવેરી જ જાણે-ગુણની કદર ગુણવાન જ કરી શકે
.હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા-






રૂઢિપ્રયોગ

રૂઢિપ્રયોગ
 | અર્થ | લક્ષણો | પ્રયોજન| ઉદાહરણ|
# જયશ્રી ચૌધરી
@ STP College Ankleshwar
પ્રસ્તાવના 
ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવવામાં વિવિધ  પરિબળો ઉપયોગી છે. જેમાં રૂઢિપ્રયોગ અને કહેવત પણ મહત્વનું પરિબળ છે.
ગુજરાતી ભાષામાં ઘણાં શબ્દસમૂહો  તેના મૂળ  એટલે કે કોશગત કે પ્રચલિત અર્થમાં ન વપરાતા બીજા કોઈ વિશિષ્ટ અર્થમાં વપરાતા પરંપરાથી પ્રચલિત કે રૂઢ બનેલા તળપદા શબ્દગુચ્છો કે શબ્દસમૂહો રૂઢિપ્રયોગ તરીકે ઓળખાય છે.

⚫ રૂઢિપ્રયોગ એટલે શું ?

➡️ અસરકારક અને લાક્ષણિક અર્થ પ્રગટ કરતી  વિશિષ્ટ એવી ઉક્તિ એટલે રૂઢિપ્રયોગ 

➡️ બે કે બેથી વધુ શબ્દોનો સમૂહ સાથે મળીને શબ્દોના કોશગત અર્થથી કંઈક જુદો જ અસરકારક અને લાક્ષણિક અર્થ પ્રગટ કરે ત્યારે એવી  વિશિષ્ટ ઉક્તિને રૂઢિપ્રયોગ કહેવામાં આવે છે.
➡️ લોકોક્તિ 
➡️ અનુભવવાણી

રૂઢિપ્રયોગનું  ઉદભવસ્થાન
➡️ લોકમુખેથી જન્મે છે.
➡️લોકશાહીના માધ્યમથી બળકટ રૂપ ધારણ કરે છે.
➡️ થોડામાં ઘણું કહી જાય છે.
રૂઢિપ્રયોગની વિશિષ્ટતા / લક્ષણો
(૧) રૂઢિપ્રયોગ મૂળ અર્થથી કંઈક જુદા જ ભિન્ન અર્થમાં ભાષામાં પરંપરાથી પ્રયોજાય છે.
(૨) રૂઢિપ્રયોગોને બોલવા લખવામાં વાપરવાની રૂઢિ વ્યાપક હોય છે.
(૩) રૂઢિપ્રયોગોની અભિવ્યક્તિ સચોટ અને રસપ્રદ બને છે.
રૂઢિપ્રયોગનું પ્રયોજન 
રૂઢિપ્રયોગથી ચિત્રાત્મક રીતે લાભાર્થી પ્રગટ સરળતાથી કરી શકાય છે. બને છે થવાથી અસ્તિત્વમાં આવે છે

⚫➖◾▪️➡️⬅️▶️↙️↘️⬇️⬆️↖️

 રૂઢિપ્રયોગો
 ૧.અડસઠ તીર્થ કરવાં -બધાં તીર્થોની જાત્રા કરવી
૨.અણસારે સમજવું-  સંકેતથી જાણી જવું
૩.અબોલા લેવા-રિસાઈ જવું  ૪.આભના તારા દેખાડવા- અસંભવ આશાઓ આપવી
૫.ઈડરિયો ગઢ જીતવું-ભારે મોટું પરાક્રમ કરવું 
૬.ઈશ્વરના ઘરની ચિઠ્ઠી આવવી-મૃત્યુ થવું 
૭.એક નજર થવી-આંખો મળવી ૮.કડવું ઝેર જેવું લાગવું- ઘણું જ અપ્રિય લાગવું
૯.કસોટીએ ચડાવવું-કસવું / તાવી જોવું /પરીક્ષા કરવી/ અનુભવ કરી જોવો/ ખાતરી કરવી
૧૦.કાગારોળ કરવું- કાગડાની જેમ શોરબકોર કરવો /દેખાવ કરવો/ કજીઓ કરવો
૧૧.ખણખોદ કરવું- પાછળથી ભૂંડું બોલવું /ભૂલો શોધવી/નિંદા કરવી
૧૨.ગળા સુધી આવી જવું- બહુ કંટાળી જવું / હદ થઈ જવી
૧૩.ગામે ગામના પાણી પીવા-અનેક રીતના અનુભવ થવા- બહુ મુસાફરી કરી હોશિયાર થવું/ ઠેર ઠેર અનુભવ મેળવી પાકા થવું 
૧૪.ઘરનો દીવો- જેના વડે ઘરની આબરૂ શોભી રહેતી હોય તે; સપૂત  
૧૫.ઘીને ઠામ ઘી પડી રહેવું- સારા વાના થવા/ બધું સમુ સૂતરું પાર ઉતરવું
૧૬.ઘડો ફુટવો- છુપી વાત જાહેર થઈ જવી
૧૭.ચાનક ચડવી - તોર ચઢવો / હોંશ જાગવી/પડકારના સામનાનો જોશ પેદા થવો 
૧૮.ચાર હાથ કરવા-હદ થી વધારે ઉતાવળ કરવી / એક માણસને મદદમાં લેવું
૧૯.ચીલે ચીલે ચાલવું-પડેલા રિવાજ મુજબ ચાલવું / આગળના માણસો કરી ગયા હોય તે પ્રમાણે કરવું
 ૨૦.ચૌદ ભુવન એક થવા-એકાએક આફત આવી પડવી / મુસીબત આવી પડવી / અણધારી આફત આવી પડવી
૨૧. છીંડાં શોધવા- દોષ જોવા / છિદ્ર શોધવા
૨૨.છોકરમત કરવી- બાળબુદ્ધિએ વર્તવું/ છોકરા જેવી અણસમજે કાર્ય કર્યા કરવું/હઠ કે આગ્રહ ધરી રાખવો/પોતાના અભિપ્રાયને જ વળગી રહેવું
૨૩.જમણો હાથ હોવું -મુખ્ય મદદગાર હોવું
૨૪.જળકમળવત્ હોવું -પાણીમાં રહેવા છતાં જેમ કમળ પાણીમાં રહે છે તેમ સંસારમાં લોપાયા વિના રહેવું
૨૫.જીભ આડી વાળવી -ટેકો આપવાને બદલે વચ્ચે અડચણ ઊભી થાય એમ વાંકુ બોલવું / અયોગ્ય બોલવું
૨૬.જીવમાં જીવ આવવો -સચેતન થવું શાંતિ થવી
૨૭.ઝડતી લેવી- ધમકાવવું / ઠપકો દઈ શરમિંદુ કરવું/સોંપેલું કામ સખતાઈથી જોવું
૨૮.ઝોલાં ખાવા- અધવચ ટોચાયા કરવું /ફાંફાં મારવા
૨૯.ટલ્લે ચઢાવવું- વાયદા કરવા/ રખડાવવું
૩૦.ટાઢું પાણી રેડવું- ઉશ્કેરણીની અસર ઉપજે નહીં એમ કરવું/શાંત પાડવું /જોર ધીમું પાડવું
૩૧.ટોપી પહેરાવવી -દેવાળુ કઢાવવું/ ભીખ મંગાવવી/ પડાવી લેવું/ મૂર્ખ બનાવવું
૩૨.ઠરીઠામ થવું- સ્થાયી થવું /નિવૃત્ત થવું/ ચંચળતા તજી દેવી 
૩૩.ઠોકર ખાવી -અથડાઈ પડવું/ નસિયત મળે તેવી ભૂલ કરવી/ ખત્તા ખાવા/નુકસાન ખમવું
૩૪.ડહાપણ ડહોળવુ :વિચારવિમર્શ વિના વર્તન કરીને પોતાની બુદ્ધિમત્તા નષ્ટ કરવી.
૩૫.ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવું : અત્યંત નાની મુશ્કેલીમાં હિંમત હારી જવી.
૩૬.તણખા ઝરવા :અતિશય ક્રોધ પ્રગટ થવો.
૩૭.તમાશો જોવો - અર્થ: પરિસ્થિતિમાં સંવેદનશીલતા રાખ્યા વિના મજાકરૂપે બધું જોવું.
૩૮.તલપાપડ થઈ રહેવું :અત્યંત બેચેન થવું; રાહ જોતા વ્યાકુળ થઈ જવું, અર્થ: અત્યંત બેચેન અને વ્યાકુળ અવસ્થામાં રહેવું
૩૯.તાગડધિન્ના કરવા- અર્થ: અનાવશ્યક દેખાડો અથવા અયોગ્ય હરકતો કરવી
૪૦. દહીં દૂધમાં પગ રાખવો -અર્થ: અત્યંત સાવચેતીપૂર્વક આગળ વધવું.
૪૧. દાંત કરડવા -અર્થ: ગુસ્સો હોવા છતાં તેને દબાવી રાખવો.
૪૨.દિલ સાફ હોવું -અર્થ: મનમાં કોઈ કપટ કે દુભાવ ન હોવો.
૪૩.દિવાસળી ચાંપવી -અર્થ: વિવાદ અથવા ઝઘડો શરૂ કરવો.
૪૪.દૂધે ધોઈને આપવું -અર્થ: સંપૂર્ણ નિષ્કળંક રીતે અને સન્માનપૂર્વક આપવું
૪૫.ધજા ઉડાડવી -અર્થ: પ્રતિષ્ઠા અને માનભંગ થવો.
૪૬.ધરમની ગાયના દાંત ના જોવા -અર્થ: ઉપકાર અથવા ભેટમાં ખામી શોધવી નહીં.
૪૭.ધોયેલા મૂળા જેવું -અર્થ: સંપૂર્ણપણે નિરર્થક અથવા મૂલ્યહીન.
૪૮.ધોળામાં ધૂળ પડવી -અર્થ: સારા નામ પર કલંક લાગવો.
૪૯.નજર ન પહોંચવી -અર્થ: સમજ કે કલ્પનાથી બહાર હોવું.
૫૦.નમતો દિવસ થવો -અર્થ: દુઃખદ અને કઠિન સમયનો સામનો કરવો.
સંદર્ભ
(૧) રતિલાલ સાં. નાયક કનૈયાલાલ ગં. જોશી "રૂઢિપ્રયોગ અને કહેવતનો સંગ્રહ" ભાષાનિયામકની કચેરી ગુજરાત રાજ્ય 
(૨) કૌટિલ્ય, મોડર્ન એસ એસસી ગુજરાતી વ્યાકરણ (૧૯૧૩-૧૪), સી. જમનાદાસની કંપની, અમદાવાદ 

રૂઢિપ્રયોગ (Idioms) – ટૂંકા પ્રશ્નો-જવાબો અને વ્યાખ્યા

1. રૂઢિપ્રયોગ એટલે શું?

જવાબ: રૂઢિપ્રયોગ એ એવી બોધપ્રદ અને પ્રચલિત શબ્દયોજના છે, જેનો અર્થ સીધો-સરળ ન હોય પણ ઉક્તિરૂપે ચોક્કસ અર્થ ધરાવતો હોય છે.

2. રૂઢિપ્રયોગની વ્યાખ્યા આપો.

જવાબ: એકથી વધુ શબ્દોનો એવો સમૂહ જે કોઈ ચોક્કસ સંદર્ભમાં નક્કર અર્થ ધરાવતો હોય અને વ્યાકરણની દ્રષ્ટિએ अपरિવર્તનશીલ હોય, તેને રૂઢિપ્રયોગ કહેવાય.

3. રૂઢિપ્રયોગના લક્ષણો જણાવો.

જવાબ:

1. નક્કર અને ચોક્કસ અર્થ ધરાવે છે.

2. શબ્દશઃ અર્થ ન કાઢી શકાય, એ એક અલગ સદ્ભાવ ધરાવે છે.

3. ભાષામાં ભાવનાત્મકતા અને અસર વધારવા માટે ઉપયોગ થાય છે.

4. વાક્યમાં રૂપાંતર વિના એ જ સ્વરૂપમાં ઉપયોગ થાય છે.

5. અનુભવસિદ્ધ અને પ્રચલિત હોય છે.

4. રૂઢિપ્રયોગની વિશેષતાઓ શું છે?

જવાબ:

ભાષાને સજીવ અને પ્રભાવશાળી બનાવે છે.

સંદેશા પ્રસારણને વધુ અસરકારક અને અસરદાર બનાવે છે.

પ્રાચીન જ્ઞાન અને સંસ્કૃતિને વ્યક્ત કરે છે.

અલગ-અલગ સંજોગોમાં અલગ અર્થ દર્શાવે છે.

ઘણીવાર હાસ્યપ્રદ કે વ્યંગાત્મક પણ થઈ શકે છે.


5. રૂઢિપ્રયોગ અને કહેવત વચ્ચે શું ફરક છે?

જવાબ:
| લક્ષણ | રૂઢિપ્રયોગ | કહેવત |
|-----------|--------------|-----------|
| અર્થ | ટૂકો અને ગૂઢ અર્થ ધરાવે | પૂર્ણ વાક્ય અને સંપૂર્ણ અર્થ દર્શાવે |
| વાક્યરચના | વાક્યનો ભાગ બને | સ્વતંત્ર વાક્ય હોય |
| ઉદાહરણ | "અંધારામાં તીર મારવો." | "જેમ કરશો તેમ ભરશો." |

6. રૂઢિપ્રયોગના કેટલા પ્રકાર છે?

જવાબ:

1. વર્તમાન પરિસ્થિતિ દર્શાવતાં – "પાણી માંકતા બેસવું" (વિફળ થવું)

2. વ્યક્તિ કે ગુણ દર્શાવતાં – "સિંહનો જીગરો" (સાહસ અને હિંમત)

3. પ્રવૃત્તિ દર્શાવતાં – "આંખ ઉઘાડી રાખવી" (સાવધ રહેવું)

4. સંપત્તિ અને સંપત્તિહાનિ દર્શાવતાં – "લૂંટાઈ જવાય" (સૌ કોઈ લઈ જાય)

5. સમય અથવા અવસ્થા દર્શાવતાં – "દિવસ રાત એક કરવું" (ખૂબ મહેનત કરવી)

7. 5 લોકપ્રિય રૂઢિપ્રયોગો અને તેમનો અર્થ આપો.

8. રૂઢિપ્રયોગ કઈ ભાષાનો મહત્વનો ભાગ છે?

જવાબ: રૂઢિપ્રયોગ કોઈ પણ ભાષાની શબ્દસંપત્તિ અને અભિવ્યક્તિને મજબૂત બનાવે છે. તે બોલચાલની ભાષામાં વધુ પ્રમાણમાં જોવા મળે છે.

9. રૂઢિપ્રયોગ જીવનમાં કેટલા ઉપયોગી છે?

જવાબ:

ભાષાને જીવંત અને રસપ્રદ બનાવે છે.

સંદેશાને વધુ અસરકારક અને હાસ્યપ્રદ બનાવે છે.

લેખન અને સંવાદને વધુ આકર્ષક બનાવે છે.

જીવનના વિવિધ પરિસ્થિતિઓ માટે યોગ્ય વાક્યરચના પૂરી પાડે છે.


10. ગુજરાતી ભાષાની લોકપ્રિય રૂઢિપ્રયોગો કઈ કઈ છે?

જવાબ:

"ખિસ્સા તંગ છે." (પૈસાની તંગી છે.)

"આંખ ઓશીકું થવી." (નિર્વિકાર થઈ જવું.)

"વાઘે વણખેડી ગયું!" (મોટી મુશ્કેલી આવી.)

"પવન પાંજરે પુરાવવું." (અશક્ય કામ કરવું.)

"અડધી હાડી પાતરખીંચ!" (ખોટી બચત કરવી.)



શનિવાર, 13 જાન્યુઆરી, 2024

ફિલ્મ નિર્માણની પ્રક્રિયા|| ફિલ્મ નિર્માણના કસબીઓ||ફિલ્મના પ્રકાર ||ભારતીય સિનેમાના પિતામહ||પ્રથમ ભારતીય ફિલ્મ||પ્રથમ ગુજરાતી ફિલ્મ |


 |ફિલ્મ  નિર્માણની પ્રક્રિયા|
| ફિલ્મ નિર્માણના કસબીઓ|
|ફિલ્મના પ્રકાર |
|ભારતીય સિનેમાના પિતામહ|
|પ્રથમ ભારતીય ફિલ્મ|
|પ્રથમ ગુજરાતી ફિલ્મ |
# જયશ્રી ચૌધરી
@ STP College Ankleshwar
પ્રસ્તાવના 
⚫ચલચિત્ર ( ફિલ્મ) એટલે શું ?
વિદ્યાર્થી મિત્રો, સામાન્ય વ્યવહારમાં કે વાતચીતમાં આપણે જેને માટે 'ફિલ્મ' 'સિનેમા', 'પિક્ચર' કે 'મૂવી' જેવો શબ્દપ્રયોગ કરીએ છીએ. તે લોકપ્રિય મનોરંજનનું માધ્યમ  છે.  ફિલ્મના નિર્માણની પ્રક્રિયા, તેના પ્રકાર, ઉદભવ અને ઇતિહાસ તથા કૃતિ આધારિત ફિલ્મ અભ્યાસક્રમમાં હોય છે તથા એના વિશે જાણવાની સામાન્યજનને પણ જિજ્ઞાસા હોય છે. સિનેમાના માધ્યમને 'ઉદ્યોગ' એટલે કે  Industryનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે. ફિલ્મનું નિર્માણ એક સમૂહગત ક્રિયા છે.

ચલચિત્ર➡️ચિત્રપટ ➡️સિનેમા➡️
ફિલ્મ➡️મૂવી ➡️પિક્ચર

⚫ચલચિત્ર ( ફિલ્મ) એટલે શું ?
પૅરિસમાં લુમિયર બંધુઓએ સૌપ્રથમ વાર ચલચિત્ર રજૂ કર્યું. તે પછી સાત મહિને 1896ના ડિસેમ્બરમાં મુંબઈની વૉટસન હોટલમાં ભારતમાં સૌપ્રથમ ચલચિત્ર દર્શાવાયું.

દાદા સાહેબ ફાળકેએ એક મૂંગી ફિલ્મ' ધ લાઈફ ઑફ ક્રાઈસ્ટ 'જોઈ તેનાથી પ્રેરિત થઈને એમને સ્ક્રીન/ પડદા ઉપર ભારતીય દેવતાઓની કલ્પના કરી હતી. આ ઘટના એમની કારકિર્દી માટે એક મહત્વપૂર્ણ વળાંક સાબિત થઈ અને ભારતના ફિલ્મ નિર્માણના સ્વપ્નાની શરૂઆત થઈ.

⚫ભારતીય સિનેમા 
ભારતીય સિનેમામાં ભારતભરમાં નિર્માણ થતી ફિલ્મોનો સમાવેશ થાય છે જેમાં મુંબઈના સિનેમાની સંસ્કૃતિ ઉપરાંત આંધ્ર પ્રદેશ, આસામ, કર્ણાટક, કેરળ, પંજાબ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોની સિનેમાની પરંપરાનો સમાવેશ થાય છે. ભારતીય ફિલ્મો સમગ્ર દક્ષિણ એશિયા અને મધ્ય પૂર્વમાં જોવાય છે.
⚫સિનેમા એક લોકપ્રિય માધ્યમ 
સિનેમાને એક માધ્યમ તરીકે દેશમાં લોકપ્રિયતા મળી છે અને દર વર્ષે વિવિધ ભારતીય ભાષાઓમાં લગભગ 1000 ફિલ્મનું નિર્માણ થાય છે. બ્રિટન અને અમેરિકા જેવા દેશમાં વસતા ભારતીયોના કારણે હિંદી ભાષાની ફિલ્મોને આંતરરાષ્ટ્રીય દર્શકો મળી રહે છે.

લંડનમાં લ્યુમિયર ચલચિત્રના પ્રદર્શન (1895) બાદ યુરોપભરમાં સિનેમાએ હલચલ મચાવી દીધી અને જુલાઇ 1896 સુધીમાં લ્યુમિયર ફિલ્મો બોમ્બે (હવે મુંબઈ)માં દર્શાવવામાં આવી હતી.
 ⚫ભારતની પ્રથમ ટૂંકી ફિલ્મ
 ◾ભારતમાં પ્રથમ ટૂંકી ફિલ્મોના નિર્દેશન ➡️હીરાલાલ.
 ◾" ધી ફલાવર ઓફ પર્શિયા "➡️ 1898

⚫ભારતમાં પ્રથમ પૂર્ણ લંબાઇના ચલચિત્રનું નિર્માણ

 ◾ભારતમાં પ્રથમ પૂર્ણ લંબાઇના ચલચિત્રના નિર્માતા ➡️ દાદાસાહેબ ફાળકે
➡️દાદાસાહેબ ફાળકેએ મરાઠીમાં મૂંગી ફિલ્મ "રાજા હરિશ્ચંદ્ર" (1913) બનાવી હતી. 
➡️દાદાસાહેબ ફાળકેએ ભારતીય ભાષાઓ અને સંસ્કૃતના વિદ્વાન હતા. તેમણે સંસ્કૃત મહાકાવ્યો પરથી પ્રેરણા લઇને આ ફિલ્મ બનાવી હતી.
➡️નોંધપાત્ર અને રસપ્રદ વાત : આ  ફિલ્મમાં સ્ત્રીના પાત્રો પુરુષ કલાકારોએ ભજવ્યા હતા.
⚫ ભારતીય સિનેમાના પિતામહ/ જનક/પિતા કોને કહેવાય છે ?
દાદાસાહેબ ફાળકે
◾ધુંડીરાજ ગોવિંદ ફાળકે ➡️  દાદાસાહેબ ફાળકે તરીકે જાણીતા.
▪️ જન્મ : 30 એપ્રિલ 1870 
▪️ મૃત્યુ : 16 ફેબ્રુઆરી 1944
▪️ભારતીય નિર્માતા-નિર્દેશક-પટકથા લેખક 
▪️ " ભારતીય સિનેમાના પિતા " તરીકે જાણીતા  
▪️ તેમની પ્રથમ ફિલ્મ "રાજા હરિશ્ચંદ્ર " 1913માં રિલીઝ થયેલી પ્રથમ ભારતીય ફિલ્મ છે.
▪️ "રાજા હરિશ્ચંદ્ર "ભારતની પ્રથમ પૂર્ણ-લંબાઈની ફીચર ફિલ્મ તરીકે જાણીતી છે.
▪️1937 સુધી સુધીની તેમની કારકિર્દીમાં તેમણે 95 ફીચર-લેન્થ ફિલ્મો અને 27 ટૂંકી ફિલ્મો બનાવી.
▪️સૌથી વધુ જાણીતી ફિલ્મ
➖મોહિની ભસ્માસુર (1913), 
➖સત્યવાન સાવિત્રી (1914)
➖લંકા દહન (1917)
➖ શ્રી કૃષ્ણ જન્મ ( 1917) 1918) 
➖કાલિયા મર્દન (1919)
ચલિત ચિત્રોના માધ્યમને સમજીને પ્રયોજનાર તો હતા દાદાસાહેબ ફાળકે. નાટકના રસિયા, ચિત્રકાર અને સ્થિર તસવીરકલાના એ જાણકાર હતા. એક વાર એમણે ઈસુ ખ્રિસ્તના જીવન વિશેની ફિલ્મ જોયેલી, એનાથી પ્રેરાઈને કૃષ્ણાવતાર ઉપર એક ફિલ્મ બનાવવાનો તેમણે નિર્ધાર કર્યો. પોતાની જીવનવીમાની પૉલિસી અને પત્નીનાં ઘરેણાં ગીરવે મૂકી લંડન જઈ તેઓ ચલચિત્રની કલા શીખ્યા અને ફિલ્મનિર્માણનાં સાધનો અને સાહિત્ય ખરીદી લાવ્યા. બીજે જ વરસે, 1913માં એમણે ‘રાજા હરિશ્ચંદ્ર’ નામની 114.7 મીટર લાંબી ફિલ્મ બનાવી. એ પછી ‘ભસ્માસુર-મોહિની’, ‘લંકાદહન’, ‘કૃષ્ણજન્મ’ વગેરે સોએક જેટલી ફિલ્મો બનાવી. ફાળકેએ અતિ પરિચિત કથાવસ્તુવાળી અને સરળતાથી સમજી શકાય તેવી ફિલ્મોમાં ટ્રિકસીન્સ, ઍનિમેશન વગેરેથી ખૂબ નામના મેળવી.
⚫ભારતમાં સિનેમા થિયેટરની પ્રથમ ચેઇનની માલિક
 ભારતમાં સિનેમા થિયેટરની પ્રથમ ચેઇનની માલિકી કલકત્તાના ઉદ્યોગ સાહસિક જમશેદજી ફ્રામજી મદન પાસે હતી જેઓ દર વર્ષે 10 ફિલ્મના ઉત્પાદન પર દેખરેખ રાખતા હતા અને સમગ્ર ભારતીય ઉપખંડમાં તેનું વિતરણ કરતા હતા.

⚫ ભારતની પ્રથમ બોલતી ફિલ્મ
પ્રથમ બોલતી ફિલ્મ ➡️ "આલમ આરા" 14 માર્ચ 1931 રિલિઝ

અરદેશર ઇરાનીએ 14 માર્ચ 1931ના રોજ ભારતની પ્રથમ બોલતી ફિલ્મ "આલમ આરા" રિલિઝ કરી. ભારતમાં ‘ટોકિઝ’ની શરૂઆત થયા બાદ કેટલાક ફિલ્મ કલાકારોની ભારે માંગ રહેતી હતી અને તેઓ અભિનય દ્વારા સારી એવી આવક મેળવતા હતા. 1930માં સાઉન્ડ ટેકનોલોજીનો વિકાસ થયો તેની સાથે ભારતીય સિનેમામાં સંગીતનું પ્રમાણ વધ્યું અને ઇન્દ્રસભા અને દેવી દેવયાની જેવી સંગીત આધારિત ફિલ્મો બનવા લાગી જેની સાથે ભારતીય ફિલ્મોમાં સંગીત અને નૃત્યનો યુગ શરૂ થયો. ચેન્નાઇ, કોલકતા અને મુંબઈ જેવા શહેરોમાં સ્ટુડિયો બનવા લાગ્યો કારણ કે ફિલ્મ એક કળા તરીકે 1935 સુધીમાં પ્રસ્થાપિત થઇ ચૂકી હતી, દેવદાસ તેનું ઉદાહરણ હતું જેણે દેશભરમાં દર્શકોને મોહિત કર્યા હતા. 1934માં બોમ્બે ટોકિઝની સ્થાપના થઇ અને પૂણેમાં પ્રભાત સ્ટુડિયોએ મરાઠી ભાષાના દર્શકોને ધ્યાનમાં રાખી ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું હતું. ફિલ્મ નિર્માતા આર. એસ. ડી. ચૌધરીએ વ્રેથ (1930)નું નિર્માણ કર્યું જેના પર ભારતમાં બ્રિટીશ રાજએ પ્રતિબંધ મૂક્યો હતો કારણ કે તેમાં કલાકારોને ભારતીય નેતાઓ તરીકે દર્શાવાયા હતા જે ભારતીય સ્વતંત્રતાની ચળવળ દરમિયાન સેન્સરને પાત્ર હતી.
ભારતીય સિનેમાના ‘સુવર્ણયુગ’ 
⚫ ભારતીય સિનેમાના ‘સુવર્ણયુગ’ (1940 થી 1960)

ભારતની સ્વતંત્રતા પછી 1940ના દાયકાથી 1960ના દાયકા સુધીનો યુગ ફિલ્મ ઇતિહાસકારો દ્વારા ભારતીય સિનેમાના ‘સુવર્ણયુગ’ તરીકે ઓળખવામાં આવે છે.
⚫ભારતની કેટલીક શ્રેષ્ઠ ફિલ્મો
 વિવેચકો દ્વારા વખાણવામાં આવેલી ભારતની કેટલીક શ્રેષ્ઠ ફિલ્મોનું નિર્માણ આ ગાળામાં થયું હતું. કોમર્શિયલ હિંદી સિનેમામાં તે સમયની વિખ્યાત ફિલ્મોમાં 
(૧)
ગુરુ દત્તની ફિલ્મો "પ્યાસા" (1957) અને
(૨) "કાગઝ કે ફુલ" (1959) અને 
(૩)રાજ કપૂરની ફિલ્મો "આવારા" (1951) અને 
(૪)
"શ્રી 420" (1955)નો સમાવેશ થાય છે. 
આ ફિલ્મોએ શહેરી ભારતમાં કામદાર વર્ગ પર આધારિત સામાજિક થીમ રજૂ કરી. "આવારા" એ શહેરને એક દુઃસ્વપ્ન અને સ્વપ્ન સમાન રજૂ કર્યું, જ્યારે "પ્યાસા" માં શહેરી જીવનની બનાવટનું નિરૂપણ કર્યું.
⚫ભારતીય સિનેમાની કેટલીક યાદગાર ફિલ્મો
 આ સમયમાં ભારતીય સિનેમાની કેટલીક યાદગાર ફિલ્મોમાં વિદેશી ભાષાની શ્રેષ્ઠ ફિલ્મ તરીકે એકેડેમી એવોર્ડ માટે નામાંકિત થયેલી (૧)મહેબુબ ખાનની "મધર ઇન્ડિયા" (1957) 
(૨) એન કે આસિફની "મોગલ-એ-આઝમ" (1960)નો સમાવેશ થાય છે.
 (૩)વી. શાંતારામની "દો આંખે બારહ હાથ" (1958) પરથી પ્રેરણા લઇને હોલીવૂડની ફિલ્મ ધ ડર્ટી ડઝન (1967) બની હોવાનું માનવામાં આવે છે.
(૪) બિમલ રોય દ્વારા નિર્મિત અને રિત્વિક ઘટક દ્વારા લખાયેલી "મધુમતી" (1958)એ પશ્ચિમી લોકપ્રિય સંસ્કૃતિમાં પુનઃજન્મની થીમને લોકપ્રિય બનાવી હતી. તે સમયે મુખ્યધારાના અન્ય ફિલ્મ નિર્માતાઓમાં કમાલ અમરોહી અને વિજય ભટ્ટનો સમાવેશ થતો હતો.
⚫નવી સમાંતર સિનેમા
કોમર્શિયલ ભારતીય સિનેમાનો વિકાસ થતો હતો ત્યારે નવી સમાંતર સિનેમાની ચળવળ પણ જોવા મળી જેમાં બંગાળી સિનેમાએ મુખ્યત્વે આગેવાની લીધી હતી. આ ચળવળની ફિલ્મોના શરૂઆતના ઉદાહરણોમાં (૧)ચેતન આનંદની "નીચા નગર" (1946), (૨)રિત્વિક ઘટકની "નાગરિક" (1952) અને (૩)બિમલ રોયની ટુ એકર્સ ઓફ લેન્ડ "દો બિઘા જમીન" (1953) સામેલ છે જેણે ભારતમાં નવવાસ્તવવાદનો અને "Indian New Wave".નો પાયો નાખ્યો
⚫ભારતીય સિનેમામાં યાદગાર પ્રવેશ 
(૪) "ધી અપુ ટ્રિલોજી" (1955–1959)ના પ્રથમ ભાગ "પાથેર પંચાલી" (1955) દ્વારા સત્યજિત રેએ ભારતીય સિનેમામાં યાદગાર પ્રવેશ કર્યો. તમામ મહત્વના આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં "ધી અપુ ટ્રિલોજી"ને મોટા એવોર્ડ મળ્યા અને ભારતીય સિનેમામાં સમાંતર સિનેમાનો પાયો મજબુત બન્યો. વિશ્વ સિનેમા પર તેનો પ્રભાવ “પચાસના દાયકાના મધ્યથી કળા ગૃહોને છલકાવતા યુવાનીથી ભરપૂર નવા યુગના ડ્રામા” પર જોવા મળે છે જેણે ”અપુ ટ્રિલોજીની દેન છે”
⚫સરાહનીય આર્ટ ફિલ્મોના નિર્માતાઓ 

ઘણા વિવેચકો દ્વારા વખણાયેલી આર્ટ ફિલ્મોનું નિર્માણ કરનારા નિર્માતા 
 ➡️સત્યજિત રે 
 ➡️રિત્વિવ ઘટક 
 પ્રતિષ્ઠિત ભારતીય સ્વતંત્ર ફિલ્મ નિર્માતાઓ સત્યજિત રે અને રિત્વિવ ઘટકને અનુસર્યા હતા.
➡️મૃણાલ સેન
➡️અદૂર ગોપાલ ક્રિષ્નન
➡️મણી કૌલ  
➡️બુદ્ધદેવ દાસગુપ્તા જેવા પ્રતિષ્ઠિત ભારતીય સ્વતંત્ર ફિલ્મ નિર્માતાઓ તેમને અનુસર્યા હતા.

ભારતના માહિતી અને પ્રસારણ મંત્રી 1960ના દાયકા દરમિયાન ઇંદિરા ગાંધી
 
વાસ્તવમાં ભારતમાં સિનેમા ક્ષેત્રે દાદાસાહેબ ફાળકે અગ્રણી હતા જેઓ 1913માં પોતાની પ્રથમ ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર દ્વારા ભારતમાં ચાલતા ચિત્રોની ક્રાંતિ લાવ્યા હતા. આ ફિલ્મ મરાઠી કલાકારોને લઇને બની હોવાથી IFFI અને NIFD દ્વારા તેને મરાઠી સિનેમાનો હિસ્સો ગણવામાં આવે છે.
ભજવી હતી. 


⚫ પ્રકાર અને શૈલી


મસાલા ફિલ્મો

મસાલા ફિલ્મો ભારતીય સિનેમાની, ખાસ કરીને બોલીવૂડ અને દક્ષિણ ભારતીય ફિલ્મોની શૈલી છે જેમાં એક ફિલ્મમાં વિવિધ શૈલીનું મિશ્રણ થાય છે. ઉદાહરણ તરીકે એક ફિલ્મમાં એક્શન, કોમેડી, ડ્રામા, રોમાન્સ અને મેલોડ્રામા એક સાથે જોવા મળે છે. આમાંની ઘણી ફિલ્મો મ્યુઝિકલ હોય છે જેમાં નયનરમ્ય સ્થળો પર ગીતોનું ફિલ્માંકન કરવામાં આવે છે જે બોલીવૂડની ફિલ્મોમાં બહુ સામાન્ય છે. આવી ફિલ્મોની વાર્તા અજાણ્યા દર્શકો માટે બિનતાર્કિક અને માનવામાં ન આવે તેવી હોય છે. આ પ્રકાર માટે મસાલા શબ્દ વપરાય છે જે ભારતીય વાનગીઓમાં વપરાતા મરીમસાલા માટે વપરાતો શબ્દ છે.

સમાંતર સિનેમા/આર્ટ સિનેમા/સમાંતર સિનેમા
"આર્ટ સિનેમા" અથવા "ઇન્ડિયા ન્યુ વેવ" તરીકે ઓળખાતું સમાંતર સિનેમા એ ભારતીય સિનેમાની એક ચોક્કસ ચળવળ છે જે તેની ગંભીર સામગ્રી, વાસ્તવવાદ અને યથાર્થવાદ માટે જાણીતું છે જેમાં જે તે સમયના સામાજિક-રાજકીય વાતાવરણ પર ધ્યાન અપાય છે. આ ચળવળ મુખ્યપ્રવાહની બોલીવૂડ સિનેમા કરતા અલગ છે અને "ફ્રેન્ચ ન્યુ વેવ" અને "જાપાનીઝ ન્યુ વેવ"ની સાથે જ તેની શરૂઆત થઇ હતી. 
શરૂઆતમાં આ ચળવળની આગેવાની બંગાળી સિનેમા (જેનું નિર્માણ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ફિલ્મ નિર્માતાઓ સત્યજિત રે, મૃણાલ સેન, રિત્વિક ઘટક અને અન્ય દ્વારા કરવામાં આવ્યું હતું.)એ લીધી હતી ત્યાર બાદ ભારતમાં અન્ય ફિલ્મ ઉદ્યોગમાં પણ તેને પ્રાધાન્ય મળ્યું. આ ચળવળની કેટલીક ફિલ્મોને કોમર્શિયલ સફળતા મળી જેમાં તે કળા અને કોમર્શિયલ સિનેમા વચ્ચે સફળ સંતુલન જાળવી શકી. બિમલ રોયની ટુ એકર્સ ઓફ લેન્ડ (1953)નું પ્રારંભિક ઉદાહરણ છે જેને કોમર્શિયલ તથા ક્રિટિકલ સફળતા મળી હતી અને 1954માં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મની સફલતાએ ઇન્ડિયન ન્યુ વેવ માટે માર્ગ મોકળો કર્યો હતો.

બંગાળી ફિલ્મ નિર્માતા સત્યજિત રે સૌથી વિખ્યાત ભારતીય નવ-યથાર્થવાદી હતા જેમના પછી રિત્વિક ઘટક, મૃણાલ સેન, શ્યામ બેનેગલ, અદૂર ગોપાલાક્રિષ્નન અને ગિરિશ કસરવલ્લીનો સમાવેશ થાય છે. રેની સૌથી લોકપ્રિય ફિલ્મોમાં ધી અપુ ટ્રિલોજી ની ગણતરી થાય છે જેમાં પાથેર પંચાલી (1955), અપરાજિતો (1956) અને ધ વર્લ્ડ ઓફ અપુ (1959)નો સમાવેશ થાય છે. આ ત્રણેય ફિલ્મોને કાન, બર્લિન અને વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં મોટા એવોર્ડ મળ્યા હતા અને અત્યાર સુધીની સૌથી મહાન ફિલ્મોમાં વારંવાર તેની ગણના થાય છે.

ભારતીય ફિલ્મોનું સંગીત
ભારતીય ફિલ્મોનું સંગીત નોંધપાત્ર આવક પેદા કરે છે, ભારતમાં ફિલ્મ દ્વારા પેદા થતી કુલ ચોખ્ખી આવકમાં સંગીતના હકના વેચાણનો હિસ્સો 4-5% જેટલો હોય છે. ભારતની મુખ્ય ફિલ્મ સંગીત કંપનીઓમાં સારેગામા, સોની મ્યુઝિક વગેરે સામેલ છે. કોમર્શિયલ રીતે જોતા ભારતના કુલ સંગીત વેચાણમાં ફિલ્મ સંગીતનો હિસ્સો 48% છે. ભારતીય ફિલ્મમાં આખી ફિલ્મ દરમિયાન નૃત્યબદ્ધ કરાયેલા ઘણા ગીતો હોઇ શકે છે.

⚫પુરસ્કારો

⚫એવોર્ડ કયારથી
કોના દ્વારા પુરસ્કાર
(૧) "રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર" 1954 ડિરેક્ટોરેટ ઓફ ફિલ્મ ફેસ્ટિવલ્સ, ભારત સરકાર
(૨)"બેંગાલ ફિલ્મ જર્નાલિસ્ટ્સ એસોસિયેશન એવોર્ડ્સ" 1937 બેંગાલ ફિલ્મ જર્નાલિસ્ટ્સ એસોસિયેશન એવોર્ડ્સ, પશ્ચિમ બંગાળ સરકાર
(૩)"ફિલ્મફેર પુરસ્કાર" 1954 ફિલ્મફેર
"સ્ટાર સ્ક્રીન પુરસ્કાર" 1995 સ્ટાર ટીવી (એશિયા)
(૪)"ઝી સિને પુરસ્કાર" 1998 ઝી એન્ટરટેનમેન્ટ એન્ટરપ્રાઇઝિસ
(૫)"આયફા" (IIFA) 2000 
અન્ય એવોર્ડ્સમાં સામેલ છે (૬)ઇન્ટરનેશન ઇન્ડિયન ફિલ્મ એકેડેમી એવોર્ડ્સ
(૭)ઇન્ટરનેશનલ તમિલ ફિલ્મ એવોર્ડ્સ
(૮)બોલીવૂડ મૂવી એવોર્ડ્સ
(૯)ધી નંદી એવોર્ડ્સ  
(૧૦)ધી ગ્લોબલ ઇન્ડિયન ફિલ્મ એવોર્ડ્સ

⚫ભારતમાં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ્સ

કેટલીક સરકારી અને ખાનગી સંસ્થાઓ ફિલ્મનિર્માણના કેટલાક પાસાનું વિધિવત શિક્ષણ પૂરું પાડે છે. તેમાંથી અમુક સામેલ છેઃ
(૧)એમ. જી. આર. ગવર્નમેન્ટ ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ, તારામણી, ચેન્નાઇ
(૨)ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, પૂણે
(૩)એલ. વી. પ્રસાદ ફિલ્મ એન્ડ ટેલિવિઝન એકેડેમી, હૈદરાબાદ
(૪)સત્યજિત રે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ, કોલકતા
(૫)વિશલિંગ વુડ્સ ઇન્ટરનેશનલ
(૬)માઇન્ડસ્ક્રીન ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ
(૭)એશિયન એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન

 ⚫ એક ફિલ્મ કેવી રીતે બને છે? 

નિર્માતા (પ્રોડ્યુસર)  અને દિગ્દર્શક  (ડિરેક્ટર)ના સહયોગ(colo boration) દ્વારા એક ફિલ્મ પ્રોજેક્ટ project શરૂ થાય છે.

 નિર્માતા-પ્રોડ્યુસર  દિગ્દર્શક-ડિરેક્ટર
 નાણાંકીય રોકાણ      નિર્દેશન
       ⬇️                   ⬇️     
        
       સહયોગ (colo boration)
                    ⬇️
           પ્રોજેક્ટ project 

આમ, દિગ્દર્શક (ડિરેક્ટર) અને નિર્માતા (પ્રોડ્યુસર)ની આપસી સમજૂતી(mutual understanding) અને વ્યાપાર સહયોગ (business coloboration) દ્વારા ફિલ્મ પ્રોજેક્ટ શરુ થાય છે.

◾ફિલ્મના  નિર્માતા - Film Producer
નિર્માતા જેમાં પ્રોડ્યુસર ફિલ્મમાં નાણાંકીય રોકાણ (finance invest) કરે છે. નિર્માતા - Film Producer 
ફિલ્મ સર્જન સમયે મોટા ખર્ચની આવશ્યકતા રહે છે, તે કાર્ય નિર્માતાને ફાળે જાય છે. ફિલ્મ નિર્માતા એટલે Film Producer . નાંણા વગર કોઈ પણ ફિલ્મ બનાવવી શક્ય નથી. 
 ◾ફિલ્મના નિર્દેશક / દિગ્દર્શક  Film Director 
ફિલ્મ નિર્માણ કે સર્જનની પાછળ ચોક્કસપણે કોઈ એક વ્યક્તિનું નિર્દેશન હોય છે. એ નિર્દેશન કરનાર તે જ દિગ્દર્શક. દિગ્દર્શક એ અદાકાર, ફોટોગ્રાફર, સંગીતકાર, સંકલનકાર  અને ધ્વનિથી માંડીને પ્રિન્ટ કરનાર સુધીના અનેક ટેકનિશિયનોનો નેતા અથવા સંયોજનકાર બની રહે છે. દિગ્દર્શક ડિરેક્ટરનું કામ છે પોતાના vision, thoughts અને planning પ્રમાણે એક complete ફિલ્મ બનાવવી.
(૧) વાર્તા કે Storyની પસંદગી
સૌપ્રથમ નિર્માતા કે દિગ્દર્શક એક વાર્તા કે Storyની પસંદગી કરે છે.
ક્યારેક દિગ્દર્શક પોતે પણ Story લખતો હોય છે. 

(૨) પટકથા લેખન Screen Play
Story (વાર્તા)  પરથી પટકથા લખવાનું કાર્ય થાય છે. તેને Screen Play- પટકથા લેખન કહેવાય છે. આમાં નિર્માતા અને દિગ્દર્શક કોઈ એક ફિલ્મના સર્જન માટે સૌપ્રથમ કોઈ Story કે વાર્તાની પસંદગી કરે છે. સામાન્ય રીતે આપણે ત્યાં અને પરદેશમાં પણ નવલકથાઓને ફિલ્મ નિર્માણ માટે વધુ પસંદ કરવામાં આવે છે. ક્યારેક કોઈ પ્રસંગ કે ઘટનાને પસંદ કરી તેની આસપાસ વાર્તાની ગૂંથણી કરવામાં આવે છે. આ વાતને સમજીએ.
01. પટકથા વિકાસ Script development: 
પટકથાના વિકાસમાં ત્રણ વિગતો મહત્વની છે : 
1.વાર્તા Story 
2. સંવાદ Dialog 
૩. પટકથા Screenplay (the script of a movie, including acting instructions and scene directions.)
આ પ્રક્રિયાનો અંદાજિત સમયગાળો 10 થી 12 મહિનાનો ગણી શકાય.
Time : 10 to 12 months

ફિલ્મ બનાવવાની શરૂઆત પટકથા લેખનથી થાય છે. દિગ્દર્શક દ્વારા ફિલ્મની ફિલ્મની શૈલી(genre), વિષય(subject), થીમ (theme) પસંદ કરવામાં આવે છે. ત્યારબાદ બાદ સ્ક્રિપ્ટ રાઇટર દ્વારા સ્ક્રિપ્ટ લખવાની શરૂઆત થાય છે. એક ફિલ્મ સ્ક્રિપ્ટ 3 અલગ અલગ તબક્કાઓ(stages) દ્વારા બને છે.

તબક્કો(Stage)-૧ : પટકથા વિકાસ Script development

(1) સૌ પહેલા વાર્તાને આધારે પટ કથા એટલે કે ફિલ્મની storyline લખવામાં આવે છે.
(2) ત્યારબાદ સ્ટોરી મુજબ અલગ અલગ characters બનાવવા આવે છે. 
(3) Storyline ઉપરથી ફિલ્મનો plot લખવામાં આવે છે. આ પટકથામાં દિગ્દર્શકે ઘડેલા એક કલ્પના ચિત્રનું શબ્દરૂપ તે પ્લોટ.
(4)  દિગ્દર્શક કોઈપણ દ્રશ્યને એ જે રીતે પ્રેક્ષકો ને બતાવવા માંગે છે તે રીતનું વર્ણન એ પટ કથામાં લખે છે એના પરથી દ્રશ્યો તૈયાર થાય છે.આ Plot ઉપરથી અલગ અલગ દૃશ્યો   (scene)બનાવવામાં આવે છે. 
(5) વાર્તાને અનુરૂપ સંવાદો લખાય છે. આમ, દૃશ્યો (scene) પ્રમાણે ફિલ્મના dialogues લખવામાં આવે છે.

તબક્કો (Stage)- 2: પટકથા સંપાદન અને સુધારણા (Script editing & Improvement)

(6) સ્ટોરીનો સંપૂર્ણ પ્રવાહ (complete flow) ચેક કરવામાં આવે છે. 
(7) દરેક દૃશ્યો (scene)નો સુધારો (improve) કરવામાં આવે છે. 
(8) દરેક સંવાદ (dialogues) ને સુધારો(improve) કરવામાં આવે છે.

તબક્કો(Stage)- 3:અભ્યાસ અને વિશ્લેષણ (Study & analysis)

(9) છેલ્લે પટકથા(Script)નો અભ્યાસ (study) અને વિશ્લેષણ(analysis) કરવામાં આવે છે. 
(10) પટકથા(Script)ને અભ્યાસ (study) અને વિશ્લેષણ(analysis)ના અનેક સુધારણા (improvisations) બાદ એક ફાઈનલ સ્ક્રિપ્ટ બનીને તૈયાર થાય છે, જેના ઉપરથી એક ફિલ્મ બનાવવામાં આવે છે.

02. Pre-production: ફિલ્મ શૂટ માટેની પ્રિપરેશન
Pre-production: work done on a product, especially a film or broadcast program, before full-scale production begins.

આ સમયગાળો ત્રણ ચાર મહિનાનો હોય છે. Time :3 to 4 months

Songs making

લીરીક્સ રાઈટર દ્વારા ફિલ્મના સોન્ગ્સ લખાયા બાદ મ્યુઝીક ડિરેક્ટર દ્વારા સોન્ગ્સનું music compose કરીને, સિંગર દ્વારા સોન્ગ્સ ગવડાવીને, છેલ્લે સોન્ગ્સના final tracks તૈયાર કરાવવામાં આવે છે.

મેકઅપ, હેર સ્ટાઇલ, કોસ્ચ્યુમ્સ ડિઝાઈનર વર્ક

મેકઅપ-મેન અને હેર ડ્રેસર દ્વારા અલગ અલગ સીન્સ પ્રમાણે એક્ટર્સનો મેકઅપ અને હેર ડિઝાઇન ફાઈનલ કરાવવી. કોસ્ચ્યુમ ડિઝાઈનર દ્વારા અલગ અલગ સીન્સ પ્રમાણે એક્ટર્સના કોસ્ચ્યુમ ફાઈનલ કરાવવા. ફેશન સ્ટાઇલિસ્ટ જોડે ફિલ્મમાં એક્ટર્સનો physical look નક્કી કરવામાં આવે છે.

એક્ટર્સ selection અને વર્કશોપ
દિગ્દર્શક પાત્રની અનુરૂપ અભિનેતા તથા અભિનેત્રી અને અન્ય સહાયક અદાકારોની પસંદગી કરે છે.
ફિલ્મના characters પ્રમાણે suit થતા એક્ટર્સ, એક્ટ્રેસીસ, સપોર્ટીંગ એક્ટર્સને select કરવા. ત્યારબાદ એક્ટર્સ કોસ્ચ્યુમ્સ selection, લૂક ટેસ્ટ અને તેમનો વર્કશોપ લેવામાં આવે છે. જેમાં એક્ટર્સને proper સ્ટોરી સમજાવી, તેનું character સમજાવી, એક્ટર્સને character પ્રમાણે prepare કરાવવા, સ્ક્રિપ્ટ રીડીંગ કરાવવી અને દરેક સીન્સના proper rehearsal કરાવવામાં આવે છે.

03. Production: 
આ સમયગાળો આશરે 25 થી 40 દિવસનું ગણી શકાય. 
Time : શૂટિંગ (25 to 40 days)
શૂટ લોકેશન ઉપર દરેક ટીમ તેમના કામની શરૂઆત કરે છે

શૂટિંગના location ઉપર આવ્યા બાદ દરેક ટેકનિશિયન્સ અને ક્રુ-મેમ્બર્સ ટીમ પોતાના કામની શરુઆત કરે છે. જે લોકેશન ઉપર શૂટ કરવાનું હોય તે લોકેશનને પ્રોડક્શન ડિઝાઈનર દ્વારા decorate કરવામાં આવે છે, ત્યારબાદ સીનની requirement પ્રમાણે લાઈટ સેટ કરવામાં આવે છે. ડિરેક્ટર location પ્રમાણે સીન બ્લોકીંગ કરે છે. એક્ટર્સને કોસ્ચ્યુમ્સ, મેકઅપ અને હેર સ્ટાઈલ દ્વારા તૈયાર કરવામાં આવે છે.

Complete preparation પછી શૂટ start કરવામાં આવે છે

ત્યારબાદ ડિરેક્ટરની instructions પ્રમાણે સીનનુ શૂટ સ્ટાર્ટ કરવામાં આવે છે. સિનેમેટોગ્રાફર દ્વારા સીનને અલગ અલગ કેમેરા શોટ્સ અને અલગ અલગ એન્ગલ દ્વારા શૂટ કરવામાં આવે છે. જ્યાં સુધી final take ઓકે ના થાય ત્યાં સુધી તે સીનને શૂટ કરવામાં આવે છે. સીનના 3 final takes લેવાયા બાદ તે સીન ખત્મ થાય છે. હવે location change કરી બીજો સીન શૂટ કરવામાં આવે છે.

પ્રોડક્શન મેનેજર શૂટિંગનું complete management કરે છે જેમ કે transportation, food, shooting accessories. એક્ઝેક્યુટીવ પ્રોડ્યુસર દરેક ખર્ચનો હિસાબ manage કરે છે.

ફિલ્મનું complete શૂટ ખત્મ થયા પછી ફિલ્મના પોસ્ટર બનાવવા માટે જરૂરી એક્ટર્સના ફોટો સેશન કરવામાં આવે છે.

04. Post production: ફિલ્મ એડીટીંગ અને ડબિંગ (2 to 3 months)
04. Post production: ફિલ્મ એડીટીંગ અને ડબિંગ (2 to 3 months)
ફિલ્મનું શૂટિંગ ખત્મ થયા પછી ફિલ્મનુ એડીટીંગ કરવામાં આવે છે, ફિલ્મ એડીટીંગમાં ઘણી બધી અલગ અલગ technical અને creative process હોય છે.

ફિલ્મ એડીટીંગ

જેમાં સૌ પહેલા ફિલ્મ એડિટર દ્વારા ફિલ્મના અલગ અલગ સીન્સને જોડીને ફિલ્મની એક rough cut તૈયાર કરવામાં આવે છે, તેના પછી ડિરેક્ટર એડિટર સાથે પોતાના vision, thoughts પ્રમાણે professional level નુ ફિલ્મ એડિટ કરાવે છે, જેમાં ફિલ્મની requirement પ્રમાણે cuts and transactions અને જરૂરી visual effect બનાવવામાં આવે છે, જેને director cut કહેવાય છે.

વોઈસ ડબિંગ

ફિલ્મના બધા જ એક્ટર્સ દ્વારા રેકોર્ડીંગ સ્ટુડીઓમાં ફિલ્મનું વોઈસ ડબિંગ કરવામાં આવે છે. આ ઓડીઓને ફિલ્મના વીડિઓ ફાઈલ સાથે merge કરવામાં આવે છે



ફિલ્મની requirement પ્રમાણે તૈયાર background music અથવા તો special background music તૈયાર કરાવીને તેને વીડિઓ ફાઈલ સાથે add કરવામાં આવે છે.

કલર કરેકશન અને કલર ગ્રેડિંગ

Next level માં કલરીસ્ટ દ્વારા color correction માં અલગ અલગ process દ્વારા દરેક સીન્સના વીડિઓને વધુ improve કરવામાં આવશે. તેના પછી છેલ્લે color grading process દ્વારા ફિલ્મને એક cinematic look આપવામાં આવે છે.

Final cut

આટલી process કર્યા બાદ છેલ્લે ફિલ્મની final copy બનાવવામાં આવે છે, જેને final cut કહેવામાં આવે છે. આ copy સિનેમા હોલમાં બતાવાય છે. જેમાંથી અમુક મિનીટનુ ટ્રેઇલર બને છે. આવી રીતે એક complete ફિલ્મ એડિટ થઈને તૈયાર થાય છે.

05. Marketing & promotion (1 month)
Film marketing

ફિલ્મ બની ગયા પછી તેનું માર્કેટિંગ અને પ્રમોશન કરવામાં આવે છે. જેના માટે PR કંપનીને hire કરીને તેમના દ્વારા digital marketing, print marketing, media marketing દ્વારા અલગ અલગ રીતે ફિલ્મનું માર્કેટિંગ અને પ્રમોશન કરાવવામાં આવે છે.

તે સિવાય ફિલ્મ songs, poster અને trailer ને launch કરવામાં આવે છે. સાથે સાથે ફિલ્મ information ને અલગ અલગ social media, websites ઉપર post કરીને માર્કેટિંગ કરવામાં છે.

Film promotion

ડિરેક્ટર, પ્રોડ્યુસર અને જરૂરી એક્ટર્સ દ્વારા અલગ અલગ cities, events, TV shows, અન્ય public places વગેરેમાં માં જઈને ફિલ્મનું માર્કેટીંગ અને પ્રમોશન કરવામાં આવે છે. જેમાં તેઓ અલગ અલગ વ્યક્તિઓ અને મીડિયાને મળે છે, એક્ટર્સના interview અને press conference કરવામાં આવે છે.

06. Pre-release process

Censor certificate

પ્રિ-રીલીઝ પ્રોસેસમાં સૌ પહેલા સેન્સર બોર્ડ મેમ્બર્સને ફિલ્મ બતાવવી, ત્યાર બાદ જો જરૂર પડે તો ફિલ્મમાં minor એડીટીંગ કરાવવું, ત્યારબાદ ફિલ્મને સેન્સર બોર્ડ દ્વારા પાસ કરાવવી અને તેનું censor certificate મેળવવું.

Deal with distributes

ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર્સ સાથે ડીલ કરીને સિનેમા હોલ મેળવવા. ફિલ્મ રિલીઝની date નક્કી કરવી. એક્ઝિબિટર્સ (સિનેમા હોલ) જોડે ડીલ કરીને ફિલ્મના શો મેળવવા. ત્યારબાદ ફિલ્મના અલગ અલગ rights માટે અલગ અલગ કંપનીઓ જોડે ડીલ કરવી.

07. Film release
Premiere show

ફિલ્મ રીલીઝ થવાના પહેલા ફિલ્મના ડિરેક્ટર, પ્રોડ્યુસર, એક્ટર્સ, ટેકનિશિયન્સ, ગેસ્ટ, પત્રકાર, TV channels અને મીડિયાના અન્ય વ્યક્તિઓ માટે ફિલ્મનો એક ખાસ શો રાખવામાં આવતો હોય છે, જેને પ્રીમિયર શો કહેવાય છે.

Film release

પ્રીમિયર શો બાદ ફિલ્મ રીલીઝ date ઉપર સિનેમા હોલમાં ફિલ્મ રીલીઝ થાય છે. ફિલ્મની ટીકીટ જેટલી વધુ સેલ થાય છે ફિલ્મ એટલું વધુ કમાય છે, અને બોક્ષ ઓફીસની આ આવક ઉપરથી જ ફિલ્મ હીટ અથવા ફ્લોપ નક્કી થાય છે.

08. After release

ફિલ્મ બનાવવામાં અત્યાર સુધી invest કર્યું તેની સામે હવે income અને profit મેળવવામાં આવશે. ફિલ્મ રીલીઝ બાદ બોક્ષ ઓફીસ ઉપર ફિલ્મે જેટલો business કર્યો હોય તેમાંથી પ્રોડ્યુસર અને એક્ઝિબિટર્સ વચ્ચે profit sharing થાય છે. આ સિવાય ફિલ્મના અલગ અલગ rights વેચીને પ્રોડ્યુસર તેમાંથી income મેળવે છે.

આમ ડિરેક્ટર, પ્રોડ્યુસર, ટેકનિશિયન્સ અને એક્ટર્સ માટે એક ફિલ્મ એટલે income મેળવવા માટેનો એક business, profession અને audience માટે ફિલ્મ એટલે entertainment, enjoy કરવા માટેનો subject.

એક ફિલ્મને બનતા 1 થી 1.5 વર્ષનો ટાઈમ લાગે છે

એક ફિલ્મ એટલે normally 1 થી 1.5 વર્ષનો પ્રોજેક્ટ. હોલીવુડ, બોલીવુડ અને ગુજરાતી ફિલ્મો અલગ અલગ technical processes, phases અને time period માં બનતી હોય છે.
ક્રેડીટ ટાઈટલ્સ
દિગ્દર્શક પાત્રને અનુરૂપ અભિનેતા, અભિનેત્રી અને અન્ય સહાય કલાકારોની પસંદગી કરે છે. આમ જે ફિલ્મ સર્જવાની હોય તેનું કાર્યક્રમ પ્રમાણે અલગ-અલગ રીતે વિવિધ લોકોને સોંપવામાં આવે છે. આ બધા સહકાર્યકરોના નામો પ્રેક્ષકો ફિલ્મના આરંભે કે અંતે ક્રેડીટ ટાઈટલ્સમાં જેમણે-જેમણે ફિલ્મ નિર્માણનાં સમયે પોતાની કલાનો વિનિયોગ કર્યો છે કે સહયોગ આપ્યો છે. એ બધા જ સહયોગીઓ કે કાર્યકરોના નામ દર્શાવવામાં આવે છે.
પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ 'નરસિંહ મહેતા' કેવી રીતે બની હતી ? તેનું પોસ્ટર કેવું હતું ?

નવમી એપ્રિલે 1932ના રોજ પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ 'નરસિંહ મહેતા' રિલીઝ થઈ હતી.

1932માં જે પ્રથમ ગુજરાતી ફિલ્મ નરસિંહ મહેતા રજૂ થઈ હતી. તેની ઓપેરા બુક બહાર પડી હતી
ફિલ્મ નરસિંહ મહેતાનું પોસ્ટર સુભાષ છેડાના સંગ્રહમાંથી સાભાર..

Questions
1.ફિલ્મ નિર્માણની પ્રક્રિયા વિગતે વર્ણવો 
અથવા
ફિલ્મ નિર્માણની પ્રક્રિયાના વિવિધ તબક્કાઓ વિગતે ચર્ચો. 
2.ફિલ્મ નિર્માણની શરૂઆત ક્યારે  થઈ ?
3.ભારતીય સિનેમાના જનક કોણ ?
4.ભારતીય પ્રથમ ફિલ્મ કઈ ?
5.ગુજરાતી પ્રથમ ફિલ્મ કઈ ?
6.ફિલ્મ નિર્માણની પ્રક્રિયા
7.ફિલ્મના પ્રકાર
8.ફિલ્મ પુરસ્કાર
 

 ફિલ્મની ભેટ એ દુનિયાને મળેલી મનોરંજનની સૌથી મોટી ભેટ છે. આ દુનિયા સ્વપ્નની દુનિયા છે. આજે દુનિયામાં સર્વ લોકોને સિનેમાનું આકર્ષણ છે. ટેલીવિઝનનાં આગમન પછી સિનેમાનું જગત લોકોના ઘરમાં આવી ગયું છે. અને આજે પ્રત્યેક ઉંમરના પ્રત્યેક વર્ગના લોકોને સિનેમા આકર્ષે છે. સિનેમાના જગતમાં અવનવું બન્યા જ કરે છે. વાસ્તવિક જીવનમાં જોવા મળતું કે નહિ જોવા મળતું દરેક પ્રકારનું મનોરંજન ફિલ્મના માધ્યમથી લોકોને આજે ઘર બેઠા જોવા મળે છે. આ ફિલ્મ લોકો પર, લોકોના માનસ પર ગજબનો પ્રભાવ પાડે છે. ફિલ્મના આ બધા દ્રશ્યોને નાટકીય ઢબે ભજવીને યાંત્રિક ઉપકરણોની મદદથી ઝડપવામાં આવે છે. કલાકારો અને કસબીઓની મહેનતનું પરિણામ આપણે દર્શક તરીકે બે-ત્રણ કલાક આ ફિલ્મને માણીએ છીએ. પરંતુ આ સમગ્ર પ્રક્રિયાને જાણવી-જોવી, સમગ્ર દ્રશ્ય નિર્માણની કથાના પ્રોસેસમાંથી પસાર થવું તે ખરા અર્થમાં જાણવાની ઉત્સુકતાતો રહે જ છે. અનેક લોકોને મળતા મનોરંજન પાછળ અનેક લોકોની મહેનત અને આજીવિકા સમાયેલી છે. વ્યવસાયક્ષેત્રે આ માધ્યમ ખુબ જ વિકસ્યું છે. આપણે ત્યાં સિનેમા માધ્યમને ફિલ્મ ઉદ્યોગ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે. આપણને સહજ પણે જ કુતુહલ થાય કે સિનેમાનું આગમન થયે વર્ષો થયા. શતાબ્દિ ઉજવાયી. ભારતીય સિનેમાના પિતામહ તે દાદાસાહેબ ફાળકે એમણે પ્રથમ ૧૯૧૩ માં સૌપ્રથમ ફિલ્મ ‘રાજા હરિશ્ચન્દ્ર’નું નિર્માણ કરીને લોકોને આ સિનેમાનું ઘેલું લગાડ્યું. ત્યારથી લઇ ને આજ દિન સુધી લોકોને ફિલ્મનું ઘેલું રહેલું છે. દિન-પ્રતિદિન તેનું આકર્ષણ વધી રહ્યું છે. ફિલ્મ નિર્માણ સામાન્ય લોકો માટે હંમેશા વિસ્મયનું માધ્યમ રહ્યું છે. આજે કોઈ જગ્યાએ ફિલ્મનું શુટિંગ થતું હોય તો લોકોનાં ટોળેટોળા આ શુટિંગ જોવા ભેગા થતા જોવા મળે છે. લોકોને જાણવું એ હોય કે પડદા પર દેખાતા દ્રશ્યો કઈ રીતે નિર્માણ પામતાં હોય છે.
રતમાં ફિલ્મનિર્માણની શરૂઆત ઇ.સ.૧૯૧૩ આસપાસ થઇ ત્યારે દેશના લોકોમાં અક્ષરજ્ઞાન પ્રમાણમાં ઓછું હતું. ફિલ્મમાં ઉપસતા દ્રશ્યો નિર્માણ પ્રક્રિયાની કઈ લોકોમાં કઈ ખાસ સમજ ન હતી. લોકોમાં કોતુંક હતું. પરિણામે આ ફિલ્મ નિર્માણ પાછળની પ્રક્રિયાને વર્ણવતા લેખો દાદાસાહેબ ફાળકેએ લખ્યાં હતા અને આજે પરિસ્થિતિ બદલાઈ છે. શિક્ષક વર્ગ પણ વધ્યો છે. પરંતુ ફિલ્મ નિર્માણ વિશે જાણવાની ઇન્તેજારી કે ઉત્સુકતા લોકોમાં હજી એવીને એવી જ છે. ફિલ્મ નિર્માણ વિષે લખતા પ્રકાશનોની સંખ્યા પણ પ્રમાણમાં ઓછી છે. લોકો પાસે ફિલ્મ નિર્માણની પ્રારંભિક માહિતી પણ નથી હોતી. આ બધાને ખ્યાલમાં રાખીને એમ.એ.ના અભ્યાસક્રમમાં પણ કૃતિ સાથે ફિલ્મનિર્માણની પ્રક્રિયાની ચર્ચા પણ સમજાવવામાં આવી છે અને એ એટલું
ફિલ્મ નિર્માણ એ સામુહિક કે સમૂહગત પ્રક્રિયા છે. અનેક પ્રકારના કસબીઓ, જાણકારો, કલાકારો એકબીજા પર અવલંબીને અનેક પ્રકારના કાર્યો આ ફિલ્મ નિર્માણની પ્રક્રિયા દરમિયાન કરે છે. તેમાં બધા જે- તે વિષયનાં નિષ્ણાતો હોય છે, અને બધા વિષયની કામગીરી અલગ-અલગ હોય છે. જેથી આ બધી કામગીરીને જાણવી જોઈએ અને સમજવી રહે છે. અનેક લોકોના કાર્ય પર દેખરેખ રાખવાની છે. આમ, દેખરેખ રાખનાર વ્યક્તિ તે દિગ્દર્શક કે ડિરેક્ટર/ડાયરેક્ટર હોય છે. અને આ દિગ્દર્શકની સુચના મુજબ બધા કસબીઓ કે કલાકારો કાર્યો કરે છે. સાચા અર્થમાં જોઈએ તો આ ફિલ્મ દિગ્દર્શકની કલ્પનાનું જ પરિણામ છે. ફિલ્મ નિર્માણ પ્રક્રિયા શીખવી એ અત્યંત પ્રેક્ટીકલ પ્રોસેસ છે. દરેક પ્રેક્ટીકલની એક થીયરી હોય છે. અહીં આપણે પહેલાં થીયરીનો અભ્યાસ કરીશું. પરંતુ થીયરી વાંચવી અને પ્રેક્ટીકલ કરવું એ બંને
ફિલ્મમાં કામ કરવું એટલે યંત્રો સાથે કામ કરવું. આ યંત્રો પર અવલંબતી કલા છે. બીજી બધી કલાઓ કરતા ફિલ્મ અલગ પડે છે. આ બધા પાછળ કોઈ એક વ્યક્તિનું નિદર્શન હોય છે. આ નિદર્શન કરનાર તે દિગ્દર્શક. તે જ બધાનો સંયોજનકાર બની રહે છે. દિગ્દર્શક ફિલ્મની વાર્તાને પસંદ કરે છે. વાર્તાને આધારે પટકથા તેયાર થાય છે. આ પટકથામાં દિગ્દર્શક પોતે જ કલ્પનાનું ચિત્ર ઘડે છે. તેની વાર્તાને અનુરૂપ પછી સંવાદો લખાય છે. દિગ્દર્શક પાત્રને અનુરૂપ અભિનેતા, અભિનેત્રી અને અન્ય સહાય કલાકારોની પસંદગી કરે છે. આમ જે ફિલ્મ સર્જવાની હોય તેનું કાર્યક્રમ પ્રમાણે અલગ-અલગ રીતે વિવિધ લોકોને સોંપવામાં આવે છે. આ બધા સહકાર્યકરોના નામો પ્રેક્ષકો ફિલ્મના આરંભે કે અંતે ક્રેડીટ ટાઈટલ્સમાં જેમણે-જેમણે ફિલ્મ નિર્માણનાં સમયે પોતાની કલાનો વિનિયોગ કર્યો છે કે સહયોગ આપ્યો છે. એ બધા જ સહયોગીઓ કે કાર્યકરોના નામ દર્શાવવામાં આવે છે.
પટકથાને આધારે સેટ ડીઝાઇન દ્રશ્યને અનુરૂપ સેટ સ્ટુડીયોમાં તેયાર કરાવડાવે છે. ક્યારેક વાસ્તવિકતા લઇ આવવા માટે કોઈ એવું સુંદર મકાન કે અન્ય સ્થળો પણ પસંદગી કરે છે. ક્યારેક Outdoor દ્રશ્યો માટે Location પણ શોધી કાઢે છે. અમુક દિગ્દર્શકો વધુ ચોકસાઈના આગ્રહી હોય છે. અમુક દ્રશ્યોને અમુક જાતનો જ ઉઠાવ આપવા માંગતા હોય તો તે પ્રમાણે તેઓ કાળજી લેતા હોય છે. ખાસ કરીને તેનું કામ નિષ્ણાતો દ્વારા જ થતું હોય છે. સેટ તેયાર થાય છે. કલાકારો નિયત કરેલા વસ્ત્રમાં સંવાદો બોલે છે અને દિગ્દર્શકની સુચના અનુસાર અભિનય કરે છે. તે કેમરામેનને સમજાવે છે અને તે મુજબ કેમેરા ગોઠવવાય છે. પ્રકાશ આયોજનની તે પ્રમાણે રચના હોય છે. આ દ્રશ્યોને એક પછી એક કેમેરા વડે ફિલ્મની રાસાયણિક પટ્ટી પર મુદ્રાંકિત કરવામાં આવે છે. ફિલ્મનું શુટિંગ દિગ્દર્શકની સુચના અનુસાર પૂરું થતા ફિલ્મની પટ્ટીને લેબોરેટરીમાં રાસાયણિક પ્રક્રિયા માટે મોકલવામાં આવે છે. આ રાસાયણિક પ્રક્રિયા પૂરી થતા તે પટ્ટી જોવા માટેની પ્રથમ Print તેયાર થાય છે પછી તેનું સંકલન કે Editting થાય છે. ફિલ્મની આ ઘણી જ મહત્વની પ્રક્રિયા થાય છે. અહીં સંકલન કરતી વખતે પટ્ટીની સાથે ધ્વનીને પણ સંયોજવામાં આવે છે. એ સંયોજનથી દ્રશ્ય-શ્રાવ્ય પટ્ટી બને છે. પાછળથી તેમાં દ્રશ્યને અનુરૂપ Back-ground સંગીત અથવા વિશિષ્ટ ધ્વ્નીસંકેતો ઉમેરવામાં આવે છે. આવી સંકલિત કરેલી પટ્ટીને Projectar દ્વારા જોવાથી ફિલ્મ સળગસૂત્ર રૂપે દેખાય છે, અને પ્રેક્ષકો એ ફિલ્મને માણે છે. આ થયું બિલકુલ સામાન્ય ફિલ્મ નિર્માણની પ્રક્રિયાનું ટૂંકું સ્વરૂપ. 

Screen Play- પટકથા લેખન:-
 

  નિર્માતા અને દિગ્દર્શક કોઈ એક ફિલ્મના સર્જન માટે સૌપ્રથમ કોઈ Story કે વાર્તાની પસંદગી કરે છે. સામાન્ય રીતે આપણે ત્યાં અને પરદેશમાં પણ નવલકથાઓને ફિલ્મ નિર્માણ માટે વધુ પસંદ કરવામાં આવે છે. ક્યારેક કોઈ પ્રસંગ કે ઘટનાને પસંદ કરી તેની આસપાસ વાર્તાની ગૂંથણી કરવામાં આવે છે. સત્યજીત રાયે ‘પથેલ પાંચાલી’નું નિર્માણ કરી. આ કૃતિ નવલકથા તરીકે જાણીતી હતી. ‘સતરંજ કે ખિલાડી’- ફિલ્મનું સર્જન થયું, ત્યારે તેની મૂળ વાર્તાની સાથે-સાથે જનરલ ઓતરામો કે વાજીદલી શાહની વાતને પણ જોડવામાં આવેલું છે. પરદેશમાં અનેક પ્રતિષ્ઠિત નવલકથાઓ અને નાટકો પરથી પણ ફિલ્મ નિર્માણ પામે છે. ‘ટાઈટેનિક’ જેવી ફિલ્મ માટે વાસ્તવિક, એતિહાસિક ઘટનાને નજર સમક્ષ રહીને ફિલ્મનું નિર્માણ કરવામાં આવે છે.

 

  તો સૌપ્રથમ નિર્માતા કે દિગ્દર્શક એક વાર્તા કે Storyની પસંદગી કરે છે. તે પરથી પટકથા લખવાનું કાર્ય થાય છે. ક્યારેક દિગ્દર્શક પોતે પણ Story લખતો હોય છે. ફિલ્મ સર્જન સમયે મોટા ખર્ચની આવશ્યકતા રહે છે, તે કાર્ય નિર્માતાને ફાળે જાય છે. જેને આપણે Film Producer કહીશું. નાંણા વગર કોઈ પણ ફિલ્મ શક્ય નથી. નાણાની વ્યવસ્થા કરનાર વ્યક્તિની અતિ-આવશ્કતા રહે છે. ક્યારેક ફિલ્મમાં દિગ્દર્શક અન્ય પાત્રને ઉમેરતું પણ હોય છે. સત્યજીત રાયે ‘સતરંજ કે ખિલાડી’ મુનશી પ્રેમચંદજીની ટૂંકી વાર્તા ઉપરથી Story સર્જેલી છે. પ્રેમચંદજીની વાર્તામાં તો ચારથી વધુ પાત્રો નથી જ્યારે સત્યજીતે તો નાના-મોટા પાત્રોનો વિસ્તાર કર્યો છે. દિગ્દર્શક પોતાની અનુકુલતા પ્રમાણે ફેરફાર પણ કરે છે. જ્યારે નિર્માણ થાય છે ત્યારે ઘણુબધું ઉમેરાય છે અને બાદ પણ થાય છે. સામાન્ય રીતે દિગ્દર્શક પ્રેક્ષકોને ખ્યાલમાં રાખીને ફિલ્મ બનાવે છે, અને પ્રેક્ષકોનું મનોરંજન પૂરું પાડીને કઈ રીતે નાણા કમાવી શકાય એ તેનો મુખ્ય આશય હોય છે. આથી મહદઅંશે ફિલ્મ પ્રેક્ષકોને લક્ષ્યમાં રાખી
પટકથા લેખન પછી બીજું ઉમેરાતું મહત્તવનું અંગ તે સંવાદ લેખન છે. કથાપ્રવાહને આગળ વધારવા માટે ચોટદાર સંવાદો આવશ્યક છે. ક્યારેક ફિલ્મમાં સંવાદ લખવાનું કાર્ય એક જ વ્યક્તિ કરે છે. આપણે ત્યાં ફિલ્મોમાં સંવાદ લેખનનું કામ વિશિષ્ટતા ધરાવતા લેખકો મોટે ભાગે કામ કરે છે, કેમકે સંવાદલેખન એ કુશળતા માંગતું કાર્ય છે. ક્યા પ્રકારના સંવાદો પ્રેક્ષકોને આકર્ષી શકે તે કુશળ સંવાદ્કારે કરવું રહ્યું. કેટલીકવાર વિશિષ્ટ પ્રકારના સંવાદો માટે ખાસ Scren તેયાર કરવામાં આવતા હોય છે. આ રીતે ફિલ્મોમાં સંવાદો ખુબ જ અગત્યના હોય છે. ઉ.દા.- અતિ લોકપ્રિય થયેલી ફિલ્મ ‘શોલે-Sholey’નાં સંવાદો આજે પણ લોકો હજી ભૂલ્યા નથી.

 
ફિલ્મ નિર્માણ તંત્ર 
 નિર્માતા અને દિગ્દર્શકની નીચે સમગ્ર નિર્માણતંત્ર એક મોટો યુનિટમાં ગોઠવાય છે. નિર્માણતંત્રનું કામ બહુ મોટું છે, તેમાં મુખ્ય દિગ્દર્શક, સહાયક અને અન્ય નૃત્ય દિગ્દર્શક, ફોટોગ્રાફર તેને સહાય્કારોમાં તેને સહાયક કેમેરામેન, મુખ્ય અભિનેતા, અભિનેત્રીઓ, એક્સ્ટ્રા કલાકારો, નિર્માણ સહાયક, નિર્માણ મેનેજર, પબ્લિસિટી ડિરેક્ટર, પબ્લિસિટી સેક્રેટરી, કુશળ કેમેરામેન. સાઉન્ડ રેકોર્ડર-નિષ્ઠ, એડિટર, સંગીત સુપરવાઈઝર, સંગીતકાર અને બીજી બાજુ કલા નિર્દેશક તેમાં નિર્માણ, ખરીદ ડ્રાફ્સમેન, ડીઝાઇનમેં, નિર્માણ હિસાબનીશ, સહાયક, કોસ્યુમ ડિઝાયનર, હેર ડ્રેસર, મેક્પમેન અન્ય પ્રકારના સહાયકો આ રીતે ફિલ્મ નિર્માણની તંત્ર નિર્માણ કાર્ય થતું હોય છે.
લૂમિયેએ દર્શાવેલી પહેલી ફિલ્મની અસરો 
લૂમિયેએ ફ્રાન્સમાં એણે પહેલી જ વાર ફિલ્મ બતાવી. સ્ટેશનમાં ધસી આવતી આગગાડીની એવી અસર પડી હતી કે એ ‘મૂંગી’ (ધ્વનિહીન) હોવા છતાંય પ્રેક્ષકો ડરી જઈને બેઠકો છોડીને ભાગવા માંડ્યા હતા ! 

લોકરંજન અને લોકશિક્ષણને લગતું કચકડામાં મઢાતું ર્દશ્ય-શ્રાવ્ય માધ્યમ એટલે ફિલ્મ.

જગતની પહેલી ફિલ્મ બનાવનાર અને બતાવનાર લૂઈ લૂમિયે

જગતની પહેલી ફિલ્મ બનાવનાર અને બતાવનાર લૂઈ લૂમિયેની વાત, ફક્ત કેડી કંડારનાર તરીકે જ નહિ, પણ ફિલ્મના માધ્યમનાં ઘણાં મહત્વનાં પાસાં પ્રયોજનાર તરીકે પણ વિગતે કરવી પડે. 28 ડિસેમ્બર 1895ને દિવસે ફ્રાન્સમાં એણે પહેલી જ વાર ફિલ્મ બતાવી ત્યાં સુધીમાં એણે પચાસ નાની નાની ફિલ્મોના પ્રયોગો તો કરી જોયા હતા. વિષયો હતા કારખાનામાંથી નીકળતા કામદારો, નદીમાં પ્રવાસે નીકળેલી વ્યક્તિઓ, સન્માન-સમારંભો, નટ-બજાણિયાઓના ખેલ, ટ્રામગાડીઓની આવનજાવન, બાળકને ધવડાવતી માતા વગેરે. સ્ટેશનમાં ધસી આવતી આગગાડીની નાની ફિલ્મની એટલી તો અસર પડી હતી કે એ ‘મૂંગી’ (ધ્વનિહીન) હોવા છતાંય પ્રેક્ષકો ડરી જઈને બેઠકો છોડીને ભાગવા માંડ્યા હતા ! લૂમિયેનું આ પહેલું મોટું પ્રદાન – વાસ્તવને ગતિશીલ પણ દસ્તાવેજી રૂપે એણે ઝીલ્યું તે. સ્થિર ચિત્રનો ‘વાસ્તવિકતાનો રેકૉર્ડ રાખવાનો’ ખયાલ એમાં વિસ્તરતો હતો. તેમાં ગતિ વાસ્તવિક અનુભૂતિને નક્કર બનાવતી હતી.

લૂમિયેનું બીજું મોટું પ્રદાન એ કે એણે સિનેમાને એક ઉદ્યોગ તરીકે સ્થાપી આપ્યો. નાની નાની ફિલ્મોનો આખો ‘પ્રોગ્રામ’ બનાવીને એ ભારત સહિત અનેક દેશોમાં ફરી વળ્યો. એ જ્યાં જતો ત્યાંના આવા પ્રસંગો અને ઘટનાઓને કૅમેરામાં કંડારી એમાં આમેજ કરતો રહેતો. એની ખુદની જ પાસે આવી હજારેક ‘આઇટમો’ હતી. બીજા પણ અસંખ્ય કૅમેરામૅન – પ્રદર્શકો લૂમિયેની જેમ જ ગતિશીલ ચિત્રો ઉતારતા અને ડેરાતંબૂ બાંધી કે ખંડો-થિયેટરોમાં એ મૂંગી ફિલ્મોના ‘કાર્યક્રમો’ ગોઠવી પ્રેક્ષકોનું મનોરંજન કરતા.
ફિલ્મના માધ્યમમાં બીજો ખૂબ મહત્વનો તબક્કો તે સંકલન (editing), જુદાં જુદાં ર્દશ્યોને એક પછી એક ‘ગોઠવવાં’, ફક્ત જોડવાં નહિ. પસંદગી અને ગોઠવણી તો શૂટિંગ વખતે જ કૅમેરાથી શરૂ થાય;
ભારત દેશમાં આવાં 37 થિયેટરો હતાં.

પ્રારંભમાં પૌરાણિક અને પછી ઐતિહાસિક કથાવસ્તુવાળી ફિલ્મો બનતી. બીજી બાજુ વિદેશી સ્ટંટ ફિલ્મોનું પણ ભારતમાં અનુકરણ થવા માંડ્યું. ઈ. સ. 1917માં ફાળકેએ ‘હિંદુસ્થાન ફિલ્મ કંપની’ સ્થાપી. તેમણે તો ‘ફિલ્મ કેવી રીતે બને છે’ એ વિશે પણ ફિલ્મ બનાવી હતી. આપણા દેશની એ પ્રથમ શૈક્ષણિક ફિલ્મ છે અને તે પણ ફિલ્મ માધ્યમ વિશે જ !

સંદર્ભ
(૧) લે.અભિજીત વ્યાસ, "ફિલ્મ સર્જન પ્રક્રિયા", યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ ગુજરાત રાજ્ય અમદાવાદ -૬, પ્રથમ આવૃત્તિ 2001
(૨)હસમુખ બારાડી,પીયૂષ વ્યાસ,
બાળકૃષ્ણ માધવરાવ મૂળે
"ચલચિત્ર" -ગુજરાતી વિશ્વકોશ 
(૩) ભારતીય સિનેમા - વિકિપીડિયા
(૪) ગુજરાતી સિનેમા - વિકિપીડિયા
(૫) Rahul Parmar-AUTHOR,Blog writer, Film direction, Filmmaking and Acting @ GujaratiFilmmaking.com   ફિલ્મ વિષયક Blogમાંથી સાભાર.
(૬)તેજસ વૈદ્ય, બીબીસી ગુજરાતી, 'પ્રથમ બોલતી ફિલ્મ 'નરસિંહ મહેતા' કેવી રીતે બની હતી ?' BBC newsમાંથી વિગત અને ફિલ્મ પોસ્ટર ચિત્ર સાભાર

ફિલ્મ નિર્માણ (Film Production) – પ્રક્રિયા, પ્રકારો, કસ્બીઓ અને ટૂંકા પ્રશ્નો-જવાબો


---

1. ફિલ્મ નિર્માણની પ્રક્રિયા (Stages of Film Production)

ફિલ્મ નિર્માણ એક લાંબી અને જટિલ પ્રક્રિયા છે, જે નીચેના પાંચ મુખ્ય તબક્કાઓ દ્વારા થાય છે:

1. પ્રી-પ્રોડક્શન (Pre-Production)

કથાવસ્તુ (Scriptwriting): ફિલ્મની વાર્તા અને સ્ક્રીનપ્લે તૈયાર થાય.

બજેટ નક્કી કરવું: નિર્માતા (Producer) ખર્ચ અને ખર્ચનું આયોજન કરે.

સ્ટોરીબોર્ડ (Storyboard): દ્રશ્યોની ડિઝાઇન અને આયોજન.

લોકેશન સિલેક્શન: શૂટિંગ માટે સ્થાન પસંદ કરવું.

કલાકારો અને સ્ટાફની પસંદગી: અભિનેતાઓ, ટેક્નીશિયન્સ, ડાયરેક્ટર અને અન્ય ટીમ સિલેક્ટ થાય.


2. પ્રોડક્શન (Production - Shooting)

શૂટિંગ: કથા અનુસાર દ્રશ્યોનું ફિલ્માંકન.

સેટ ડિઝાઇન: ફિલ્મ માટે ભવ્ય સેટ બનાવાય.

વિશ્વસનીયતા: દ્રશ્યોને હકીકતમાં ઉતારવાનો પ્રયત્ન.

કૅમેરા વર્ક: કૅમેરા એન્ગલ અને લાઈટિંગનું આયોજન.


3. પોસ્ટ-પ્રોડક્શન (Post-Production)

એડિટિંગ: વિડિયો દ્રશ્યો કાપવા, જોડવા અને સુશોભિત કરવા.

વિશ્વલ ઇફેક્ટ્સ (VFX): જો જરૂરી હોય તો ગ્રાફિક્સ અને એનિમેશન ઉમેરવામાં આવે.

સાઉન્ડ મિક્સિંગ: ડાયલોગ, પાશ્વસંગીત (Background Score) અને સ્પેશિયલ સાઉન્ડ એફેક્ટ્સ ઉમેરવામાં આવે.

રંગ સુધારણ (Color Correction): ફિલ્મની દ્રશ્યપણાને વધુ આકર્ષક બનાવવા.


4. વિતરણ (Distribution)

મલ્ટિપ્લેક્સ અને સિનેમાઘરોમાં રીલીઝ (Theatrical Release): ફિલ્મ સિનેમા ઘરોમાં રીલીઝ થાય.

OTT પ્લેટફોર્મ: અમેઝોન પ્રાઈમ, નેટફ્લિક્સ, હોટસ્ટાર વગેરેમાં રીલીઝ.

પ્રચાર (Marketing): ફિલ્મનું પ્રમોશન અને જાહેરાત.


5. પ્રદર્શન (Exhibition - Audience Response)

બોક્સ ઓફિસ: ફિલ્મના કમાણીની ગણતરી.

પ્રેક્ષકોની પ્રતિક્રિયા: ફિલ્મ સુપરહિટ કે ફ્લોપ છે તે નિર્ધારિત કરવું.

વિમર્શક અને રેટિંગ: ફિલ્મ સમીક્ષકો દ્વારા રેટિંગ અને વિમર્શ.



---

2. ફિલ્મ નિર્માણના કસ્બીઓ (Key Professionals in Film Production)


---

3. ફિલ્મના પ્રકારો (Types of Films)


---

4. ટૂંકા પ્રશ્નો-જવાબો (Short Q&A on Film Industry)

1. ભારતની પહેલી હિન્દી ફિલ્મ કઈ હતી?

જવાબ: "રાજા હરિશ્ચંદ્ર" (1913), દાદાસાહેબ ફાલકે દ્વારા બનાવાઈ.

2. હિન્દી ફિલ્મોના પિતા તરીકે કોને ઓળખાય છે?

જવાબ: દાદાસાહેબ ફાલકે.

3. પહેલી ગુજરાતી ફિલ્મ કઈ હતી?

જવાબ: "નરસિંહ મહેતા" (1932).

4. ભારતની પહેલી ટોકી (વાણીયુક્ત) ફિલ્મ કઈ હતી?

જવાબ: "આલમ આરા" (1931).

5. ભારતની પહેલી રંગીન ફિલ્મ કઈ હતી?

જવાબ: "કિસાન કન્યા" (1937).

6. દુનિયાની પ્રથમ ફિલ્મ કઈ હતી?

જવાબ: "Roundhay Garden Scene" (1888) – લૂઈસ લિપ્રેસ દ્વારા.

7. બોલિવૂડ શબ્દ ક્યાંથી આવ્યો?

જવાબ: "બોમ્બે" અને "હોલીવૂડ"ના સંયોજનથી બોલિવૂડ બન્યું.

8. ઓસ્કાર પુરસ્કાર જીતનાર પહેલી ભારતીય ફિલ્મ કઈ હતી?

જવાબ: "મધર ઈન્ડિયા" (1957) – ઓસ્કાર માટે નામાંકિત.

9. સૌથી લાંબી હિન્દી ફિલ્મ કઈ છે?

જવાબ: "ગાંધિ" (1982) – 191 મિનિટ.

10. સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ કઈ છે?

જવાબ: "Dangal" (2016) – 2,000+ કરોડ કમાણી.


---

5. સમાપ્તિ (Conclusion)

ફિલ્મ નિર્માણ એક કલા અને ટેક્નોલોજીનું સમન્વય છે. તે લેખન, દિગ્દર્શન, અભિનય, સંગીત, સંપાદન અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ જેવા અનેક ક્ષેત્રોને જોડે છે. ભારતીય સિનેમાએ વર્ષો દરમિયાન અનેક ઐતિહાસિક મજિલો પાર કરી છે, અને ગુજરાતી તથા હિન્દી ફિલ્મ ઉદ્યોગે પોતાની અનોખી ઓળખ ઉભી કરી છે.