સોમવાર, 22 જુલાઈ, 2024

શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કૉમર્સ કૉલેજ અંકલેશ્વર ખાતે ઉમાશંકર જોષીની જન્મ જયંતીની ઉજવણી

અત્રેની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કૉમર્સ કૉલેજ અંકલેશ્વર ખાતે ઉમાશંકર જોશીની જન્મ જયંતીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.

જેમાં કૉલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. જી.કે. નંદા તથા પૂર્વાચાર્ય ડૉ. હેમંત દેસાઈએ  ઉપસ્થિત રહીને સૌનો ઉત્સાહ વધાર્યો હતો.
 પ્રસ્તાવિક ઉદબોધન ડૉ. જયશ્રી ચૌધરીએ કર્યું હતું. "વર્ગ એ જ સ્વર્ગ" માનતા ઉમાશંકર જોશીના વર્ગખંડનો પ્રેરક પ્રસંગ તેમણે ટાંક્યો હતો.
 કોલેજના આચાર્યશ્રી ડૉ. જી. કે. નંદાએ પ્રોત્સાહક પ્રસંગિક ઉદબોધન કરતાં કહ્યું હતું કે, "ઉમાશંકર જોશીનું સાહિત્ય મૃત્યુંજય છે. તેમનું સર્જન ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ માટે જીવંત રહેશે." 

પૂર્વ આચાર્ય ડૉ. હેમંત દેસાઈએ "ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા"  ઉમાશંકર જોશીના પ્રસિદ્ધ કાવ્યનું ગાન કર્યું હતું અને વિદ્યાર્થીઓને ઉચ્ચાર શુદ્ધિ ઉપર ભાર મૂકવા જણાવ્યું હતું.

ડૉ. જગદીશ કંથારિઆએ પ્રસંગિક ઉદબોધન કર્યું હતું અને ઉમાશંકર જોશીના પુસ્તકો વિદ્યાર્થીઓ સામે પ્રદર્શિત કરીને તેના વિશે ટૂંકમાં વાત કરી હતી.
પ્રા.શીતલ પટેલે ઉમાશંકર જોશીની પ્રસિદ્ધ પંક્તિઓ સમજાવી હતી.
પ્રાર્થનાની સુંદર પ્રસ્તુતિ વિરાલી આહિર અને પિયુષા આહિરે કરી હતી.
ધોલા આફિયાએ ઉમાશંકર જોશીનું સરસ ચિત્રાંકન કર્યું હતું 
ઉમાશંકર જોશીનો પરિચય તથા વિવિધ કૃતિઓનું પઠન   સના શેખ, યશ્વી બોરસે, ધોલા આફિયા, ઝામિયા પટેલ, વિરાલી આહિર, હિના પટેલ, નિતેશ વસાવા,  પિયુષા આહિર, વિરાંગીની પંડ્યાએ કર્યું હતું.
કાર્યક્રમનું સફળ સંચાલન સના શેખ અને યશ્વી બોરસેએ કર્યું હતું.આભાર વિધિ નિતેશ વસાવાએ કરી હતી. 
કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ નિતેશ વસાવા અને અવિનાશ ચૌધરીએ આપ્યો હતો. રાષ્ટ્રગાન પછી કાર્યક્રમ સંપન્ન થયો હતો.