ગુરુવાર, 18 ઑક્ટોબર, 2018
વિરામચિહ્નો : જયશ્રી ચૌધરી (GPSC/UPSC/PG)
https://sites.google.com/view/jayshree-bhasha-kosh/student
વિરામચિહ્નો
વિરામચિહ્નો એ કોઈ પણ ભાષાનો શ્વાસ અથવા ઉચ્છ્વાસ છે . કારણકે, વિરામચિહ્નોનો યોગ્ય ઉપયોગ ભાષાના અર્થને સારી રીતે પ્રગટ કરે છે. વિરામચિહ્નોનો યોગ્ય ઉપયોગ ન કરવાથી અર્થનો અનર્થ થવાની સંભાવના રહે.
યાદ રાખો : વિરામચિહ્નો કોઈ શબ્દ નથી. એ માત્ર એક ચિહ્ન કે નિશાની છે. વાક્યમાંમાં જ્યાં વિરામ લેવાનું હોય એટલે કે અટકવાનું હોય ,આરોહ-અવરોહ હોય અથવા શબ્દ પર ભાર મૂકવાનો હોય ત્યારે વિરામચિહ્નોનો ઉપયોગ થાય છે . વિરામચિહ્નો ભાષાનું એક અનિવાર્ય ઉપાદાન છે એમ કહી શકાય.
વિરામચિહ્નોનો ઉપયોગ શા માટે ?
૧. અર્થને વ્યક્ત કરવા માટે
૨.અર્થની વિશેષ એટલે કે સ્પષ્ટ કરવા
૩. લખાણ કે ઉચ્ચારણમાં રજૂઆતમાં સહેજ પણ સંદિગ્ધતા કે અસ્પષ્ટતા ન રહે તે માટે
વિરામચિહ્નોના પ્રાથમિક હેતુ મુખ્યત્વે ચાર છે :
૧. સમાપન
૨. ઉદ્ઘાટન
૩.વિભાજન
૪.સીમાંકન
વિરામચિહ્નો કેટલા પ્રકારના હોય છે ?
વિરામચિહ્નો કુલ ૧૯ છે . જે આ પ્રમાણે છે :
૧.પૂર્ણ વિરામ ચિહ્ન ( . )
૨. અલ્પવિરામ ચિહ્ન ( , )
૩. અર્ધવિરામ ચિહ્ન ( ; )
૪. ગુરુવિરામ ચિહ્ન ( : )
૫.ઉદગાર ચિહ્ન ( ! )
૬. પ્રશ્ન ચિહ્ન ( ? )
૭. લઘુરેખા ( - )
૮.ગુરુ રેખા ( -- )
૯.અવતરણ ચિહ્નો ( ' ' " " )
૧૦. લોપ ચિહ્ન ( ' )
૧૧. એ જ ( ' ' )
૧૨. ટપકાં (... … ... )
૧૩. પોલું મીંડુ ( ૦ )
૧૪. ફુદડી ( * * * )
૧૫. મોર પગલું ( ^ )
૧૬. ત્રાંસી લીટી ( / )
૧૭.કૌંસ [ ] { } ( )
૧૮. વિગ્રહ રેખા ( - )
૧૯.શબ્દતૂટક ( - - -)
( ૧ ) પૂર્ણવિરામ
કોઈ પણ સાદુ વાક્ય પૂરું થાય ત્યારે પૂર્ણવિરામ મુકાય છે. વાક્યની પૂર્ણતા પ્રગટ કરતું ચિહ્ન એટલે પૂર્ણ વિરામ. વાક્યને અંતે પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે.
યાદ રાખો : પૂર્ણવિરામ એક ટપકું છે. લખવામાં તેની વચ્ચે પોલાણ ન હોવું જોઈએ એટલે કે શૂન્ય જેવું ન હોવું જોઈએ.
૧. અંકલેશ્વર એક જાણીતું શહેર છે.
૨. બારડોલી મને ગમતું શહેર છે.
પૂર્ણવિરામનો ઉપયોગ ક્યારે કરી શકાય ?
૧. વાક્યને અંતે પૂર્ણવિરામ મૂકાય છે.
અંકલેશ્વર ભરૂચ જિલ્લામાં આવેલું છે.
૨. શબ્દનું સંક્ષિપ્ત રૂપ લખતી વખતે પણ પૂર્ણવિરામ મુકાય છે.
તા.ક.= તાજા કલમ
લિ. =લિખિતંગ
અ.સૌ.=અખંડ સૌભાગ્યવતી
૩.ક્રમ સૂચક શબ્દો શબ્દો કૌંસ વગર આવે ત્યારે પૂર્ણવિરામ મુકાય છે.
૧. આકાશ ૨. જંગલ ૩. વૃક્ષ ૪. નદી
૪. કક્કાવારીના શબ્દો કૌંસ વગર આવે ત્યારે પૂર્ણવિરામ મુકાય છે.
અ.ગુજરાતી બ.મરાઠી ક.તેલુગુ ડ.અંગ્રેજી
૫. પ્રકરણ કે પુસ્તકના શીર્ષકમાં પૂર્ણ વિરામનો ઉપયોગ થતો નથી.
સેવન ટ્રીઝ. (અશુદ્ધ)
સેવન ટ્રીઝ ( શુદ્ધ ) ✓
( ૨ ) અલ્પવિરામ
જ્યાં અલ્પ કે થોડું અટકવાનું જરૂરી હોય ત્યાં અલ્પવિરામ આવે.
(૧) વાક્યમાં જ્યારે એકીસાથે સાથે ઘણાં નામ, વિશેષણો,અવ્યયો અથવા ક્રિયાપદો એકસાથે આવે ત્યારે છેલ્લા સિવાય દરેકની પછી અલ્પવિરામ મૂકવામાં આવે છે.
ઉદા૦
સત્ય, અહિંસા, નિયમિતતા અને સ્વચ્છતા દરેકે અપનાવવા જેવા સદ્ગુણો છે.
( ૨ ) સંબોધન પછી અલ્પવિરામ આવે.
ઉદા૦
પ્રતિભા, પેન આપ.
( ૩ ) પત્રલેખનમાં સંબોધન અને વિદાયવચન પછી અલ્પવિરામ આવે.
ઉદા૦
પૂજ્ય બાપુજી,
આપના સહ્રદયી,
માનનીય સાહેબશ્રી,
(૪) કારણકે, કેમકે ની પહેલાં અલ્પવિરામ આવે. ઉદા૦
મોસમ બદલાઈ રહી છે, કારણકે વાતાવરણમાં પ્રદૂષણ વધી ગયું છે
(૫) અલબત્ત, ખરેખર, ટૂંકમાં, જેમકે, એટલે કે-જેવા શબ્દો પછી અલ્પવિરામ આવે.
ઉદા૦
અલબત્ત, તમે મને કહી શક્યા હોત
(૬) અવતરણ ચિહ્ન વાપરતાં પહેલાં અલ્પવિરામ આવે છે.
ઉદા૦
આશાએ કહ્યું, ' અનૂપ વિના આ કામ કોઈ નહીં કરે.'
(૭) કેમ, જી, બેશક, હા,ના વગેરે.
ઉદા૦
' હા , હું આવીશ.'
'બેશક, તમે જરૂર સફળ થશો.'
(૮) આજ્ઞાર્થ પછી જો કોઈ આવતું હોય તો આજ્ઞાર્થ પછી અલ્પવિરામ આવે છે.
ઉદા૦
સાંભળો, અવાજ ન કરો.
જુઓ, આ તરફ ધ્યાન આપો.
ધ્યાન આપો, આ જરૂરી વાત નોંધી લો.
અવાજ ન કરો,છોકરાઓ પરીક્ષા આપી રહ્યા છે.
(૯)વાક્ય જ્યારે અને, તેથી, માટે, પણ, પરંતુ વગેરેથી જોડાતું હોય ત્યારે તે અલ્પવિરામથી જુદું પડે છે.
(૧૦) લાંબા વાક્યોમાં પેટા વાક્યો પછી અલ્પવિરામ મુકાય છે.
અલ્પવિરામ વિવિધ રીતે વપરાય છે. જો તે યોગ્ય રીતે વપરાય તો અર્થને વિશદ (સ્પષ્ટ) કરવામાં તે ખૂબ મદદરૂપ થાય છે. અને જો ખોટી રીતે વપરાય કે વધારે પડતું વપરાય તો અર્થ સંદિગ્ધ પણ બની બેસે છે.
જો અલ્પવિરામ યોગ્ય રીતે વાપરતા આવડે તો અભિવ્યક્તિ વિશદ્ (સ્પષ્ટ) અને અસંદિગ્ધ(નિશ્ચિત)બને છે.
(૧) લાંબા પેટા વાક્યોને જુદા પાડવા અલ્પવિરામ (.) વપરાય છે.
ઉદા૦
તમે સાંજે આવજો, અમે રમતના મેદાનમાં જ હોઈશું.
(૨) વાક્યની વચ્ચે કેટલાંક શબ્દો કે શબ્દસમૂહોને જુદા પાડવાને બે અલ્પવિરામ (, , ) વપરાય છે.
ઉદા૦
આ છોકરીઓ તો, તમે જાણો છો કે, ઘણી સારી છે.
(૩) બે-ત્રણ ક્રિયાઓની શ્રેણી આવે ત્યારે તેમને જુદી પાડવા માટે અલ્પવિરામ (,)નો ઉપયોગ થાય છે.
ઉદા૦
તે આવ્યો, થોડીવાર ઊભો રહ્યો, ને વાતો કરવા લાગ્યો.
(૪) ક્યારેક શબ્દ કે શબ્દ સમૂહોને પ્રસ્તાવિત કરવાના હોય ત્યારે અલ્પવિરામ (,) વપરાય છે.
ઉદા૦
એ સમય મને જરૂર હતી એક જ વસ્તુની, હિંમતની.
(૫) મનમાં કોઈ પ્રશ્ન રમી રહ્યો હોય, અને સીધું જ પુછવાનું થાય, મોટેથી વિચારતા હોઈએ એ રીતે, તો અલ્પવિરામ (,) વપરાય છે.
ઉદા૦
તમે તો ના નહીં જ પાડો, ખરુંને ?
(૬) અવતરણ પહેલાં અને અમુક સંજોગોમાં પછી અલ્પવિરામ (,) વપરાય છે.
ઉદા૦
અભિજાતે કહ્યું , " હું આરતને પ્રેમ કરું છું."
" હું આરતને પ્રેમ કરું છું.", અભિજાતે કહ્યું.
(૭) પણ, છતાં વગેરે જેવા અવ્યયો પહેલાં અલ્પવિરામ (,) વપરાય છે.
ઉદા૦
તેમની ઈચ્છા તો ઘણી હતી, પણ હું ગઈ નહીં.
(૮) આંકડા હજાર, લાખ વગેરે જુદા દર્શાવવા અલ્પવિરામ (,) વપરાય છે.
ઉદા૦
રૂ. ૧,૧૧૧
રૂ. ૨૧,૧૫૧
રૂ. ૯,૧૧,૭૭૦
નોંધ : પરંતુ વર્ષ, ફોન નંબર કે ઘર નંબર દર્શાવવા હોય ત્યારે અલ્પવિરામ (,) વપરાય નહીં.
ઉદા૦
શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ નો ટેલીફોન નં.૦૧૨૩૪ ૫૬૭૮૯
શ્રી ઠાકોરભાઈ પટેલનો જન્મ ૧૯૨૬માં થયો.
સોહેલ, ધનલક્ષ્મી ગૃહ સંકુલ, નં.૩૯માં રહે છે. ર
એ જ રીતે વાહનનો નંબર કે બીજા નંબરો દર્શાવવામાં પણ અલ્પવિરામ (,) વપરાતું નથી.
(૯) તારીખ, મહિનો, વર્ષ લખવામાં અલ્પવિરામ નો આ રીતે ઉપયોગ થાય છે.
૧. ઓગસ્ટ ૧૫, ૧૯૪૭ ના રોજ ભારત દેશ આઝાદ થયો.
૨. ઓગસ્ટ ૧૯૪૭ અથવા ઓગસ્ટ,૧૯૪૭
૧૦. કશુંક રહી ગયું છે એવું બતાવવા પણ અલ્પવિરામ (,) વપરાય છે.
(૩) અર્ધવિરામ
અલ્પવિરામ કરતાં વધુ અને પૂર્ણ વિરામ કરતાં ઓછું અટકવાનું થાય ત્યારે અર્ધવિરામ આવે છે. વાક્ય લાંબુ હોય ત્યારે તેમાં ઉપવાકયો સ્વતંત્ર રીતે આવતાં હોય ત્યારે અર્ધવિરામનો ઉપયોગ થાય છે.
એકબીજા સાથે સંબંધ ધરાવતાં વાક્યો વચ્ચે એમને જોડવા ઉભયાન્વયી અવ્યય (સંયોજક) વાપરવામાં આવ્યું હોય કે વાપરવામાં ન આવ્યું હોય ત્યારે અર્ધવિરામ મૂકવામાં આવે છે.
ઉદા૦
હોય ઈરાદો મક્કમ, તો કોણ રોકી શકે ;
હોય ખુદ ધરખમ, તો કોણ રોકી શકે.
(૪) ગુરુવિરામ ( : )
ગુરુવિરામને મહાવિરામ પણ કહે છે. અહીં અલ્પવિરામ અને અર્ધવિરામ કરતાં થોડોક વધુ સમય વિરામની અપેક્ષા રાખવામાં આવે છે.
ગુરુવિરામ વાચકને સાવધ કરે છે કે, " હવે ધ્યાન રાખો શું આવે છે ? " એ વાચકને સંકેત કરે છે.
( 1 ) ગણતરી કરવા ગુરુવિરામ ચિહ્ન આવે છે. ઉદા૦
વર્ણ ચાર છે : બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર.
(૨) અવતરણ માટે ગુરુવિરામ ચિહ્ન આવે છે.
ઉદા૦
ગાંધીજીએ કહ્યું : " સત્ય અને અહિંસાથી આઝાદી મળશે."
(૩) મુખ્ય અને ગૌણ શીર્ષક અલગ કરવા માટે ગુરુવિરામ ચિહ્ન આવે છે.
ઉદા૦
જાતિ : સ્ત્રી અને પુરુષ
(૪) સમજૂતી આપવી હોય ત્યારે ગુરુવિરામ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે.
ઉદા૦
અભ્યાસનો મુખ્ય હેતુ એક જ છે : વિદ્યાપ્રાપ્તિ
(૫) પ્રશ્ન ચિહ્ન ( ? )
પ્રશ્ન ચિહ્નના પ્રયોગથી વાક્યમાંથી પ્રશ્ન ધ્વનિત થાય છે. એટલે જ્યાં પ્રશ્ન પૂછવાનો હોય ત્યાં વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે.
(૧) વાક્યમાં પ્રશ્નાર્થનો ભાવ પ્રગટ કરવા વાક્યના છેડે પ્રશ્નચિહ્ન મુકાય છે.
ઉદા૦
આ શહેર ગમ્યું ?
(૨) મિશ્ર વાક્યમાં મુખ્ય વાક્યમાં પ્રશ્ન હોય તો પણ વાક્યને છેડે પ્રશ્ન ચિહ્ન મુકાય છે.
ઉદા૦
મને શી ખબર કે આજે એ નહીં આવે ?
(૩) પ્રશ્ન પૂછાયો છે એમ બતાવવા પ્રશ્ન ચિહ્ન વપરાય છે.
ઉદા૦
તમે ક્યાં ભણો છો ?
(૪) ક્યાંક શંકા પડતી હોય ત્યાં પણ પ્રશ્ન ચિહ્ન વપરાય છે.
ઉદા૦
ભારત દેશને આઝાદી ઓગસ્ટ ૧૫ (?) ૧૯૪૭ના રોજ મળી હતી.
(૫) ક્યાંક કટાક્ષ બતાવવામાં પણ આ ચિહ્ન વપરાય છે.
ઉદા૦
તમારા વિનમ્ર (?) સ્વભાવથી હું રાજી થયો છું.
તમારી સુંદરતા (?)થી હું ઘવાયો છું.
(૬) ઉદગાર ચિહ્ન કે આશ્ચર્ય ચિહ્ન ( ! )
સાધારણ રીતે, હંમેશાં નહીં ઉદગાર ચિહ્ન સમાપનનું છે. પ્રશંસા, ધિક્કાર, ક્રોધ અને દુઃખ વ્યક્ત કરવા વપરાય છે.
(૧) લાગણીનો ઉભરો બતાવનાર વાક્ય પછી ઉદગાર ચિહ્નનો ઉપયોગ થાય છે. તીવ્ર લાગણી બતાવવા માટે.
ઉદા૦
સવારની તાજગી કેવી આહલાદક છે !
સૂર્યાસ્ત કેવો રમણીય છે !
(૨) કેવળપ્રયોગી અવ્યય સાથે ઉદગાર ચિહ્નનો ઉપયોગ થાય છે.
ઉદા૦
અરે, આ કેવો મૂર્ખ માણસ !
(૩) બળપૂર્વક અને ભારપૂર્વક કંઈ આજ્ઞા કરવી હોય કે સંબોધન પછી ભાર બતાવવા હોય ત્યારે, સંબોધન કરવું હોય ત્યારે ઉદગાર ચિહ્નનો ઉપયોગ થાય છે.
ઉદા૦
અભિજાત ! તું જાણે છે પ્લાસ્ટિકનો છિલુગરીમાં નિષેધ છે.
(૪) કટાક્ષ કે વક્રોક્તિ દર્શાવવા પણ આ ચિહ્નનો ઉપયોગ થાય છે.
ઉદા૦
વાહ ! શી તમારી બહાદુરી ! ઉંદરથી ડરી ગયા ?
નોંધ : ઘણાં લાંબા વાક્યનો અંતે આશ્ચર્ય ચિન્હ વાપરવામાં આવે તો હાસ્યાસ્પદ લાગશે.
લખાણમાં આશ્ચર્યચિહ્નનો અવિવેકથી ઉપયોગ થાય તો લખાણને પોતાને જ હાનિ થાય છે
(૭) લઘુરેખા ( - )
સામાજિક શબ્દોમાં જ્યાં ઘટકો અલગ કરવાની જરૂર હોય ત્યાં લઘુરેખા વપરાય છે.
ઉદા૦
રાજા-રાણી, ઊચ-નીચ
(૨) સંયુક્ત વાક્યમાં શબ્દો જોડવા માટે લઘુરેખા વપરાય છે.
ઉદા૦
રણના અભયારણ્ય-નીલગાયના નિવાસસ્થાનમાં શિકાર કરવાની મનાઇ છે.
(૩)લીટીના અંતે કોઈ શબ્દમાં માત્ર એક બે અક્ષર લખી શકાયા હોય અને બાકીના અક્ષરોનો આરંભ બીજી લીટીમાં લખવામાં આવે ત્યારે અપૂર્ણ રહેલા શબ્દને સૂચવવા માટે લઘુરેખાનો ઉપયોગ કરવામાં આવે છે.
ઉદા૦
સેવંતી-લાલ
પરિ-ણામ
( ૮ ) ગુરુ રેખા (--)
સામાન્ય રીતે લઘુરેખા એક સે.મી. જેટલી લાંબી હોય છે, જ્યારે ગુરુ રેખા બે-અઢી સે.મી. લાંબી હોય છે.
(૧) જુદા જુદા શબ્દો કે વિચાર એક સાથે વ્યક્ત કરવા કે બતાવવા / દર્શાવવા ઘણીવાર વાક્યમાં ગુરુ રેખા મુકવામાં આવે છે.
ઉદા૦
રોટી, કપડા અને મકાન-આ ત્રણ જીવન જરૂરી છે.
બેકારી અને મોંઘવારી-ભારતના સળગતા પ્રશ્નો છે.
(૨) કહેવાનું અધૂરું છોડી દેવામાં આવે ત્યારે તેનો પ્રયોગ થાય છે. અધ્યાહાર માટે.
ઉદા૦
પન્નાલાલ પટેલ વિખ્યાત-
(૩) પર્યાયરુપે કથન કરવાનું હોય ત્યારે દર્શાવવા
ઉદા૦
તે કેવી સુંદર છે- ગુલાબ જેવી !
(૪) કહેતાં કહેતાં વચ્ચે કંઈ ઉમેદવારનું આવે-સ્પષ્ટતા કે ઉમેરણ કરવા માટે
ઉદા૦
તેણે આકાશ સામે-જો કે આકાશ વાદળછાયું હતું-નજર કરી.
સુનીલભાઈ-આપણા પત્રકાર-આજે સમાચાર વાંચવાના નથી.
(૯) અવતરણ ચિહ્ન
સિંગલ એકવડું અવતરણ ચિહ્ન (' ' )
ડબલ બેવડું અવતરણ ચિહ્ન ( " " )
અવતરણ ચિહ્ન હંમેશાં યુગલ(જોડી)માં જ વપરાય. એક જ (એકલું) ક્યારેય ન વપરાય.
(૧) સાહિત્યકૃતિના કે એવાં વિશિષ્ટ નામો દર્શાવવા પુસ્તક, પ્રકરણ, ગ્રંથ નામ કે શબ્દ પર ભાર મૂકવા અવતરણ ચિહ્ન વપરાય છે.
ઉદા૦
'ભગવદગીતા' એક ધર્મગ્રંથ છે.
' કુરાન 'એક ધર્મગ્રંથ છે.
' બાઇબલ' એક ધર્મગ્રંથ છે.
(૨) કોઈ શબ્દ કે શબ્દ સમૂહ તરફ ધ્યાન ખેંચવા કે એના પર ભાર મૂકવા અવતરણ ચિહ્ન વપરાય છે.
ઉદા૦
એમણે એમ કહ્યાનું દુઃખ થયું કે એમની દીકરીનું વર્તન 'અસમાધાનકારક' લાગ્યું.
(૩) ઉક્તિ કે અવતરણ રજૂ કરવા કોઈના બોલેલા શબ્દો કે ઉક્તિ દર્શાવવા અવતરણ ચિહ્ન વપરાય છે.
ઉદા૦
ગાંધીજીએ કહ્યું, 'સત્ય સદા જય થાય છે.'
(૪) કોઈ વાર એકનાં વચનો ચાલુ હોયને બીજાના વચનો આવે ત્યારે પહેલામાં બેવડા અને બીજાં માટે એકવડાં વિરામચિહ્ન વપરાય છે.
અવતરણમાં શરૂ થયેલું લખાણ લાંબુ ચાલે અને તેમાં પેરેગ્રાફ આવે ત્યારે દરેક પેરેગ્રાફની શરૂઆતમાં અવતરણ ચિહ્ન વાપરવું, પણ તે પેરેગ્રાફ પૂરો થાય ત્યાં તે બંધ ન કરવું ; આખું કથન પૂરું થાય ત્યારે જ તે બંધ કરવું.
ઉદા૦
૧.અહીં આખો પ્રશ્ન સુરતિ વિશે કોઈ બીજી વ્યક્તિ પૂછે છે.
સુરતિએ કહ્યું, 'હું જવાની નથી.'
૨.અહીં સુરતિ પોતે જ પ્રશ્ન પૂછે છે.
સુરતિએ કહ્યું, ' હું જવાની નથી ?'
યાદ રાખો :
જો કે એકવડું અવતરણ ચિહ્ન કે બેવડું અવતરણ ચિહ્ન વિશે ખાસ નિયમો નથી.
પરંતુ બધી જગ્યાએ કાં તો એકવડું અથવા બેવડું અવતરણ ચિહ્નનો જ ઉપયોગ કરવો જોઈએ.
(૧૦) લોપ ચિહ્ન ( ' )
અલ્પવિરામ જેવું છે. અલ્પવિરામ શબ્દ પછી નીચેના ભાગમાં લખાય છે , લોપ ચિહ્ન શબ્દ કે આંકડાની પહેલાં ઉપરના ભાગમાં લખાય છે.
શબ્દમાં કોઈ અક્ષર કે આંકડા કે અક્ષરોનો લોપ થયો હોય ત્યારે એ અક્ષર કે આંકડાની પહેલાં લોપ ચિહ્ન મુકાય છે.આમ તે શબ્દની સ્પષ્ટતા માટે લોપ ચિહ્ન વપરાય છે.
લોપ ચિહ્ન એવું દર્શાવે છે કે તે સ્થાને કોઈ અક્ષર કે અંકનો લોપ થયો છે.
આ લોપ ચિહ્ન અંગ્રેજીમાં એપોસ્ટ્રોફીનું ચિહ્ન છે તેના જેવું છે.
ઉદા૦
(૧) આ પુસ્તક મને ગમ્યું'તુ = ગમ્યું હતું.
'હ' નો લોપ
(૨) પત્ર લખ્યા તારીખ : ૯-૧૦-'૯૯ = ૧૯૯૯
'૧૯' નો લોપ
(૧૧) એ જ ( ' ' )
અંગ્રેજીમાં એનો ડિટ્ટો ( ditto ) કહેવામાં આવે છે.
આગળ કહ્યું છે એ જ, એમ સૂચવવા આ ચિહ્ન વપરાય છે.
ચૌધરી હર્ષદ
' ' દીપિકા
' ' ગુંજન
' ' કેશવ
(૧૨ ) કૌંસ [ ] { } ( ) < >
કૌંસનો ઉપયોગ મુખ્યત્વે વાક્યોમાં કે શબ્દોના મધ્યમાં કરવામાં આવે છે. કૌંસ એવા ચિહ્નો છે જે હંમેશા જોડીમાં ઉપયોગમાં લેવાય છે. અને બીજી વસ્તુઓને અલગ કરવા માટે ઉપયોગમાં આવે છે. એનો ઉપયોગ ગણિત, પ્રોગ્રામીંગ ભાષાઓ કે માર્કભાષા( એચટીએમએલમાં અસમતા ચિહ્ન) તરીકે પણ વપરાય છે.
કૌંસ / કોષ્ઠક / બ્રેકેટ્સ આ પ્રકારના હોય છે :
= રેખા કોષ્ઠક / કૌંસ
[ ] = મોટો કૌંસ/ દીર્ઘ કૌંસ / બ્રેકેટ
{ } = મધ્યમ કૌંસ / છગડીયો કૌંસ / બ્રેસ
( ) = નાનો કૌંસ / લઘુ કૌંસ પેરેન્થેસિસ
= કોણીય કૌંસ
< > = અસમતા કૌંસ
(૧) જુદા જુદા ફકરા કે મુદ્દા બતાવનાર આંકડાઓ કે શબ્દો કૌંસમાં મુકાય છે.
ઉદા૦
નામના પ્રકારો
(૧) જાતિવાચક (૨) સંજ્ઞાવાચક
(૨) કોઈ અઘરા શબ્દનો અર્થ એ શબ્દ પછી તરત જ કૌંસમાં મુકાય છે.
ઉદા૦
દેહ (શરીર) અને દેહી(આત્મા)ની પવિત્રતા સાધીને જ મનુષ્ય ઊંચે ચઢે.
(૩) વાક્યલેખનમાં કોઈ નામ કે સર્વનામની વધુ સ્પષ્ટતા દર્શાવવા કૌંસનો ઉપયોગ થાય છે.
ઉદા૦
રામાયણમાં સીતા કરતાં એનો (ઉર્મિલા)નો ત્યાગ મહાન છે.
(૪) વાક્યમાં કોઈ શબ્દના પર્યાય દર્શાવવા કૌંસનો ઉપયોગ થાય છે.
ઉદા૦
તેનાં નેત્ર રાજીવ (કમળ) સમાન છે .
(૫) નાટ્યલેખકમાં પાત્રને સૂચના દર્શાવવા કૌંસનો ઉપયોગ થાય છે.
ઉદા૦
દ્રોપદી : કૌરવ સભામાં કોણ મને ન્યાય આપશે ? ( ભીષ્મ પિતામહ સામે દૃષ્ટિ કરી)
(૧૩) ટપકાં ( …)
અંગ્રેજીમાં એને ઈલિપ્સસ કહે છે. કંઈક છોડી દીધું છે એમ બતાવવા આ વપરાય છે. સાધારણ રીતે ત્રણ ટપકાનો સમૂહ (...) મૂકાય છે.
કોઈ વાર તો ચાર પાંચ ટપકાં, ત્રણ-ત્રણના બે કે ત્રણ સમૂહ મૂકાય છે.
(૧) ગણતરી કે યાદી ચાલુ જ છે એમ બતાવવાને માટે ત્રણ ટપકાં વપરાય છે.
ઉદા૦
એણે મૂળાક્ષરો લખવા માંડ્યા : ક, ખ,ગ… … …
(૨) નાનકડા ટપકાની હારમાળા
આ ચિહ્નોમાં ઉપયોગ સાહિત્યકૃતિમાં ચોક્કસ હેતુસર કરવામાં આવે છે. ભાવની ચોટ સાધવા માટે લેખક વાક્ય અધૂરું છોડી દઈ, વાચકના ચિત્ત પર ચોક્કસ અસર ખડી કરવા માટે વાક્યને અંતે તેને લેખક મૂકે છે.
(૧૪) ત્રાંસી લીટી ( / )
અંગ્રેજીમાં આને બાર કે ઑબ્લિક કહે છે.
એનો સાધારણ ઉપયોગ અને / અથવા જેવા દાખલાઓમાં થાય છે.
ઉદા૦
તારીખ , મહિનો, વર્ષ જુદા પાડવા પણ આ ચિહ્ન વપરાય છે.
ઉદા૦
૧૧/૧૧/૧૯૭૯
(૧૫) પોલું મીંડુ ( ૦ )
આપણે ત્યાં આ શબ્દ ચિહ્ન વપરાય છે.
(૧) શબ્દને ટૂંકાવવામાં તે વપરાય છે.
ઉદા૦ = ઉદાહરણ
(૨) કાવ્યમાં ધૃવપંક્તિનું પુનરાવર્તન થયું હોય ત્યારે એ પંક્તિનો પહેલો શબ્દ લખીને પોલું મીંડુ મૂકવામાં આવે છે.
ઉદા૦
પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ'તી
માં મને દર્શન જે , નંઈ તો મારી પાવલી પાછી દે.
પાવલી લઈને૦
(૧૬) ફૂદડી ( ***)
આ ચિહ્ન સંદર્ભસૂચક છે. એના આકારથી જ વાચકનું ધ્યાન ખેંચે છે. વિશેષ માહિતી માટે પાદટીપ જુઓ, એમ તે સૂચવે છે.
ક્યારેક કશુંક છોડી દીધું હોય ત્યારે પણ આ ચિહ્નનો ઉપયોગ થાય છે.
(૧૭) મોર પગલું ( ^ )
લેખનમાં વાક્યમાં રહી ગયેલું ઉમેરવા મોર પગલું કે કાકપદ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. આ ચિહ્ન ને ઘોડી પણ કહેવામાં આવે છે.
ઉદા૦
ગોવા
પિનુ, પ્રિયા, અંજલિ અને ડિંકી ^ ફરવા ગયા.
બધું ય
પ્રેમ અને યુદ્ધમાં ^ ચાલે
(૧૮) વિગ્રહ રેખા ( - )
વિગ્રહરેખા સામાન્ય રીતે બે માપની આવે છે.
એક, એક એમની
બીજી, અર્ધા એમની
આ રેખાનો ઉપયોગ ખૂબ જાણીતો છે. અર્ધા એમની વિગ્રહ રેખા તારીખ લખવામાં વપરાય છે.
ઉદા૦
તા.૬-૬-૧૯૦૬
(૧૯) શબ્દ તૂટક ( - - - )
સામાજિક શબ્દોમાં આ ચિહ્ન વપરાય છે.
અંગ્રેજીમાં જેને સાઈન કહે છે તે આ ચિહ્ન છે.
(૧) શબ્દની જોડણી સ્પષ્ટ બતાવવા માટે તે વપરાય છે.
ઉદા૦
કા-મિ-ની
(૨) તોતડાતી વાણી દર્શાવવા પણ તેનો ઉપયોગ થાય છે.
ઉદા૦
બ-બ-બ બાળક કેવું સુંદર છે.
(૧૦) લાંબા વાક્યોમાં પેટા વાક્યો પછી અલ્પવિરામ મુકાય છે.
અલ્પવિરામ વિવિધ રીતે વપરાય છે. જો તે યોગ્ય રીતે વપરાય તો અર્થને વિશદ (સ્પષ્ટ) કરવામાં તે ખૂબ મદદરૂપ થાય છે. અને જો ખોટી રીતે વપરાય કે વધારે પડતું વપરાય તો અર્થ સંદિગ્ધ પણ બની બેસે છે.
જો અલ્પવિરામ યોગ્ય રીતે વાપરતા આવડે તો અભિવ્યક્તિ વિશદ્ (સ્પષ્ટ) અને અસંદિગ્ધ(નિશ્ચિત)બને છે.
(૯) તારીખ, મહિનો, વર્ષ લખવામાં અલ્પવિરામ નો આ રીતે ઉપયોગ થાય છે.
૧. ઓગસ્ટ ૧૫, ૧૯૪૭ ના રોજ ભારત દેશ આઝાદ થયો.
૨. ઓગસ્ટ ૧૯૪૭ અથવા ઓગસ્ટ,૧૯૪૭
૧૦. કશુંક રહી ગયું છે એવું બતાવવા પણ અલ્પવિરામ (,) વપરાય છે.
૧. અંકલેશ્વર એક જાણીતું શહેરછે .
૨. બારડોલી મને ગમતું શહેર છે.
પૂર્ણવિરામનો ઉપયોગ ક્યારે કરી શકાય ?
૧. વાક્યને અંતે પૂર્ણવિરામ મૂકાય છે.
અંકલેશ્વર ભરૂચ જિલ્લામાં આવેલું છે.
૨. શબ્દનું સંક્ષિપ્ત રૂપ લખતી વખતે પણ પૂર્ણવિરામ મુકાય છે.
તા.ક.= તાજા કલમ
લિ. =લિખિતંગ
અ.સૌ.=અખંડ સૌભાગ્યવતી
૩.ક્રમ સૂચક શબ્દો શબ્દો કૌંસ વગર આવે ત્યારે પૂર્ણવિરામ મુકાય છે.
૧. આકાશ ૨. જંગલ ૩. વૃક્ષ ૪. નદી
૪. કક્કાવારીના શબ્દો કૌંસ વગર આવે ત્યારે પૂર્ણવિરામ મુકાય છે.
અ.ગુજરાતી બ.મરાઠી ક.તેલુગુ ડ.અંગ્રેજી
૫. પ્રકરણ કે પુસ્તકના શીર્ષકમાં પૂર્ણ વિરામનો ઉપયોગ થતો નથી.
સેવન ટ્રીઝ. (અશુદ્ધ)
સેવન ટ્રીઝ ( શુદ્ધ ) ✓
( ૨ ) અલ્પવિરામ
જ્યાં અલ્પ કે થોડું અટકવાનું જરૂરી હોય ત્યાં અલ્પવિરામ આવે.
(૧) વાક્યમાં જ્યારે એકીસાથે સાથે ઘણાં નામ, વિશેષણો,અવ્યયો અથવા ક્રિયાપદો એકસાથે આવે ત્યારે છેલ્લા સિવાય દરેકની પછી અલ્પવિરામ મૂકવામાં આવે છે.
ઉદા૦
સત્ય, અહિંસા, નિયમિતતા અને સ્વચ્છતા દરેકે અપનાવવા જેવા સદ્ગુણો છે.
( ૨ ) સંબોધન પછી અલ્પવિરામ આવે.
ઉદા૦
પ્રતિભા, પેન આપ.
( ૩ ) પત્રલેખનમાં સંબોધન અને વિદાયવચન પછી અલ્પવિરામ આવે.
ઉદા૦
પૂજ્ય બાપુજી,
આપના સહ્રદયી,
માનનીય સાહેબશ્રી,
(૪) કારણકે, કેમકે ની પહેલાં અલ્પવિરામ આવે. ઉદા૦
મોસમ બદલાઈ રહી છે, કારણકે વાતાવરણમાં પ્રદૂષણ વધી ગયું છે
(૫) અલબત્ત, ખરેખર, ટૂંકમાં, જેમકે, એટલે કે-જેવા શબ્દો પછી અલ્પવિરામ આવે.
ઉદા૦
અલબત્ત, તમે મને કહી શક્યા હોત
(૬) અવતરણ ચિહ્ન વાપરતાં પહેલાં અલ્પવિરામ આવે છે.
ઉદા૦
આશાએ કહ્યું, ' અનૂપ વિના આ કામ કોઈ નહીં કરે.'
(૭) કેમ, જી, બેશક, હા,ના વગેરે.
ઉદા૦
' હા , હું આવીશ.'
'બેશક, તમે જરૂર સફળ થશો.'
(૮) આજ્ઞાર્થ પછી જો કોઈ આવતું હોય તો આજ્ઞાર્થ પછી અલ્પવિરામ આવે છે.
ઉદા૦
સાંભળો, અવાજ ન કરો.
જુઓ, આ તરફ ધ્યાન આપો.
ધ્યાન આપો, આ જરૂરી વાત નોંધી લો.
અવાજ ન કરો,છોકરાઓ પરીક્ષા આપી રહ્યા છે.
(૯)વાક્ય જ્યારે અને, તેથી, માટે, પણ, પરંતુ વગેરેથી જોડાતું હોય ત્યારે તે અલ્પવિરામથી જુદું પડે છે.
(૧૦) લાંબા વાક્યોમાં પેટા વાક્યો પછી અલ્પવિરામ મુકાય છે.
અલ્પવિરામ વિવિધ રીતે વપરાય છે. જો તે યોગ્ય રીતે વપરાય તો અર્થને વિશદ (સ્પષ્ટ) કરવામાં તે ખૂબ મદદરૂપ થાય છે. અને જો ખોટી રીતે વપરાય કે વધારે પડતું વપરાય તો અર્થ સંદિગ્ધ પણ બની બેસે છે.
જો અલ્પવિરામ યોગ્ય રીતે વાપરતા આવડે તો અભિવ્યક્તિ વિશદ્ (સ્પષ્ટ) અને અસંદિગ્ધ(નિશ્ચિત)બને છે.
(૧) લાંબા પેટા વાક્યોને જુદા પાડવા અલ્પવિરામ (.) વપરાય છે.
ઉદા૦
તમે સાંજે આવજો, અમે રમતના મેદાનમાં જ હોઈશું.
(૨) વાક્યની વચ્ચે કેટલાંક શબ્દો કે શબ્દસમૂહોને જુદા પાડવાને બે અલ્પવિરામ (, , ) વપરાય છે.
ઉદા૦
આ છોકરીઓ તો, તમે જાણો છો કે, ઘણી સારી છે.
(૩) બે-ત્રણ ક્રિયાઓની શ્રેણી આવે ત્યારે તેમને જુદી પાડવા માટે અલ્પવિરામ (,)નો ઉપયોગ થાય છે.
ઉદા૦
તે આવ્યો, થોડીવાર ઊભો રહ્યો, ને વાતો કરવા લાગ્યો.
(૪) ક્યારેક શબ્દ કે શબ્દ સમૂહોને પ્રસ્તાવિત કરવાના હોય ત્યારે અલ્પવિરામ (,) વપરાય છે.
ઉદા૦
એ સમય મને જરૂર હતી એક જ વસ્તુની, હિંમતની.
(૫) મનમાં કોઈ પ્રશ્ન રમી રહ્યો હોય, અને સીધું જ પુછવાનું થાય, મોટેથી વિચારતા હોઈએ એ રીતે, તો અલ્પવિરામ (,) વપરાય છે.
ઉદા૦
તમે તો ના નહીં જ પાડો, ખરુંને ?
(૬) અવતરણ પહેલાં અને અમુક સંજોગોમાં પછી અલ્પવિરામ (,) વપરાય છે.
ઉદા૦
અભિજાતે કહ્યું , " હું આરતને પ્રેમ કરું છું."
" હું આરતને પ્રેમ કરું છું.", અભિજાતે કહ્યું.
(૭) પણ, છતાં વગેરે જેવા અવ્યયો પહેલાં અલ્પવિરામ (,) વપરાય છે.
ઉદા૦
તેમની ઈચ્છા તો ઘણી હતી, પણ હું ગઈ નહીં.
(૮) આંકડા હજાર, લાખ વગેરે જુદા દર્શાવવા અલ્પવિરામ (,) વપરાય છે.
ઉદા૦
રૂ. ૧,૧૧૧
રૂ. ૨૧,૧૫૧
રૂ. ૯,૧૧,૭૭૦
નોંધ : પરંતુ વર્ષ, ફોન નંબર કે ઘર નંબર દર્શાવવા હોય ત્યારે અલ્પવિરામ (,) વપરાય નહીં.
ઉદા૦
શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ નો ટેલીફોન નં.૦૧૨૩૪ ૫૬૭૮૯
શ્રી ઠાકોરભાઈ પટેલનો જન્મ ૧૯૨૬માં થયો.
સોહેલ, ધનલક્ષ્મી ગૃહ સંકુલ, નં.૩૯માં રહે છે. ર
એ જ રીતે વાહનનો નંબર કે બીજા નંબરો દર્શાવવામાં પણ અલ્પવિરામ (,) વપરાતું નથી.
(૯) તારીખ, મહિનો, વર્ષ લખવામાં અલ્પવિરામ નો આ રીતે ઉપયોગ થાય છે.
૧. ઓગસ્ટ ૧૫, ૧૯૪૭ ના રોજ ભારત દેશ આઝાદ થયો.
૨. ઓગસ્ટ ૧૯૪૭ અથવા ઓગસ્ટ,૧૯૪૭
૧૦. કશુંક રહી ગયું છે એવું બતાવવા પણ અલ્પવિરામ (,) વપરાય છે.
(૧૦) લાંબા વાક્યોમાં પેટા વાક્યો પછી અલ્પવિરામ મુકાય છે.
અલ્પવિરામ વિવિધ રીતે વપરાય છે. જો તે યોગ્ય રીતે વપરાય તો અર્થને વિશદ (સ્પષ્ટ) કરવામાં તે ખૂબ મદદરૂપ થાય છે. અને જો ખોટી રીતે વપરાય કે વધારે પડતું વપરાય તો અર્થ સંદિગ્ધ પણ બની બેસે છે.
જો અલ્પવિરામ યોગ્ય રીતે વાપરતા આવડે તો અભિવ્યક્તિ વિશદ્ (સ્પષ્ટ) અને અસંદિગ્ધ(નિશ્ચિત)બને છે.
(૩) અર્ધવિરામ
અલ્પવિરામ કરતાં વધુ અને પૂર્ણ વિરામ કરતાં ઓછું અટકવાનું થાય ત્યારે અર્ધવિરામ આવે છે. વાક્ય લાંબુ હોય ત્યારે તેમાં ઉપવાકયો સ્વતંત્ર રીતે આવતાં હોય ત્યારે અર્ધવિરામનો ઉપયોગ થાય છે.
એકબીજા સાથે સંબંધ ધરાવતાં વાક્યો વચ્ચે એમને જોડવા ઉભયાન્વયી અવ્યય (સંયોજક) વાપરવામાં આવ્યું હોય કે વાપરવામાં ન આવ્યું હોય ત્યારે અર્ધવિરામ મૂકવામાં આવે છે.
ઉદા૦
હોય ઈરાદો મક્કમ, તો કોણ રોકી શકે ;
હોય ખુદ ધરખમ, તો કોણ રોકી શકે.
(૪) ગુરુવિરામ ( : )
ગુરુવિરામને મહાવિરામ પણ કહે છે. અહીં અલ્પવિરામ અને અર્ધવિરામ કરતાં થોડોક વધુ સમય વિરામની અપેક્ષા રાખવામાં આવે છે.
ગુરુવિરામ વાચકને સાવધ કરે છે કે, " હવે ધ્યાન રાખો શું આવે છે ? " એ વાચકને સંકેત કરે છે.
( 1 ) ગણતરી કરવા ગુરુવિરામ ચિહ્ન આવે છે. ઉદા૦
વર્ણ ચાર છે : બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર.
(૨) અવતરણ માટે ગુરુવિરામ ચિહ્ન આવે છે.
ઉદા૦
ગાંધીજીએ કહ્યું : " સત્ય અને અહિંસાથી આઝાદી મળશે."
(૩) મુખ્ય અને ગૌણ શીર્ષક અલગ કરવા માટે ગુરુવિરામ ચિહ્ન આવે છે.
ઉદા૦
જાતિ : સ્ત્રી અને પુરુષ
(૪) સમજૂતી આપવી હોય ત્યારે ગુરુવિરામ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે.
ઉદા૦
અભ્યાસનો મુખ્ય હેતુ એક જ છે : વિદ્યાપ્રાપ્તિ
(૫) પ્રશ્ન ચિહ્ન ( ? )
પ્રશ્ન ચિહ્નના પ્રયોગથી વાક્યમાંથી પ્રશ્ન ધ્વનિત થાય છે. એટલે જ્યાં પ્રશ્ન પૂછવાનો હોય ત્યાં વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે.
(૧) વાક્યમાં પ્રશ્નાર્થનો ભાવ પ્રગટ કરવા વાક્યના છેડે પ્રશ્નચિહ્ન મુકાય છે.
ઉદા૦
આ શહેર ગમ્યું ?
(૨) મિશ્ર વાક્યમાં મુખ્ય વાક્યમાં પ્રશ્ન હોય તો પણ વાક્યને છેડે પ્રશ્ન ચિહ્ન મુકાય છે.
ઉદા૦
મને શી ખબર કે આજે એ નહીં આવે ?
(૩) પ્રશ્ન પૂછાયો છે એમ બતાવવા પ્રશ્ન ચિહ્ન વપરાય છે.
ઉદા૦
તમે ક્યાં ભણો છો ?
(૪) ક્યાંક શંકા પડતી હોય ત્યાં પણ પ્રશ્ન ચિહ્ન વપરાય છે.
ઉદા૦
ભારત દેશને આઝાદી ઓગસ્ટ ૧૫ (?) ૧૯૪૭ના રોજ મળી હતી.
(૫) ક્યાંક કટાક્ષ બતાવવામાં પણ આ ચિહ્ન વપરાય છે.
ઉદા૦
તમારા વિનમ્ર (?) સ્વભાવથી હું રાજી થયો છું.
તમારી સુંદરતા (?)થી હું ઘવાયો છું.
(૬) ઉદગાર ચિહ્ન કે આશ્ચર્ય ચિહ્ન ( ! )
સાધારણ રીતે, હંમેશાં નહીં ઉદગાર ચિહ્ન સમાપનનું છે. પ્રશંસા, ધિક્કાર, ક્રોધ અને દુઃખ વ્યક્ત કરવા વપરાય છે.
(૧) લાગણીનો ઉભરો બતાવનાર વાક્ય પછી ઉદગાર ચિહ્નનો ઉપયોગ થાય છે. તીવ્ર લાગણી બતાવવા માટે.
ઉદા૦
સવારની તાજગી કેવી આહલાદક છે !
સૂર્યાસ્ત કેવો રમણીય છે !
(૨) કેવળપ્રયોગી અવ્યય સાથે ઉદગાર ચિહ્નનો ઉપયોગ થાય છે.
ઉદા૦
અરે, આ કેવો મૂર્ખ માણસ !
(૩) બળપૂર્વક અને ભારપૂર્વક કંઈ આજ્ઞા કરવી હોય કે સંબોધન પછી ભાર બતાવવા હોય ત્યારે, સંબોધન કરવું હોય ત્યારે ઉદગાર ચિહ્નનો ઉપયોગ થાય છે.
ઉદા૦
અભિજાત ! તું જાણે છે પ્લાસ્ટિકનો છિલુગરીમાં નિષેધ છે.
(૪) કટાક્ષ કે વક્રોક્તિ દર્શાવવા પણ આ ચિહ્નનો ઉપયોગ થાય છે.
ઉદા૦
વાહ ! શી તમારી બહાદુરી ! ઉંદરથી ડરી ગયા ?
નોંધ : ઘણાં લાંબા વાક્યનો અંતે આશ્ચર્ય ચિન્હ વાપરવામાં આવે તો હાસ્યાસ્પદ લાગશે.
લખાણમાં આશ્ચર્યચિહ્નનો અવિવેકથી ઉપયોગ થાય તો લખાણને પોતાને જ હાનિ થાય છે
(૭) લઘુરેખા (Hyphen) ( - )
સામાજિક શબ્દોમાં જ્યાં ઘટકો અલગ કરવાની જરૂર હોય ત્યાં લઘુરેખા વપરાય છે.
ઉદા૦
રાજા-રાણી, ઊચ-નીચ
(૨) સંયુક્ત વાક્યમાં શબ્દો જોડવા માટે લઘુરેખા વપરાય છે.
ઉદા૦
રણના અભયારણ્ય-નીલગાયના નિવાસસ્થાનમાં શિકાર કરવાની મનાઇ છે.
(૩)લીટીના અંતે કોઈ શબ્દમાં માત્ર એક બે અક્ષર લખી શકાયા હોય અને બાકીના અક્ષરોનો આરંભ બીજી લીટીમાં લખવામાં આવે ત્યારે અપૂર્ણ રહેલા શબ્દને સૂચવવા માટે લઘુરેખાનો ઉપયોગ કરવામાં આવે છે.
ઉદા૦
સેવંતી-લાલ
પરિ-ણામ
( ૮ ) ગુરુ રેખા (Dash) (--)
સામાન્ય રીતે લઘુરેખા એક સે.મી. જેટલી લાંબી હોય છે, જ્યારે ગુરુ રેખા બે-અઢી સે.મી. લાંબી હોય છે.
(૧) જુદા જુદા શબ્દો કે વિચાર એક સાથે વ્યક્ત કરવા કે બતાવવા / દર્શાવવા ઘણીવાર વાક્યમાં ગુરુ રેખા મુકવામાં આવે છે.
ઉદા૦
રોટી, કપડા અને મકાન-આ ત્રણ જીવન જરૂરી છે.
બેકારી અને મોંઘવારી-ભારતના સળગતા પ્રશ્નો છે.
(૨) કહેવાનું અધૂરું છોડી દેવામાં આવે ત્યારે તેનો પ્રયોગ થાય છે. અધ્યાહાર માટે.
ઉદા૦
પન્નાલાલ પટેલ વિખ્યાત-
(૩) પર્યાયરુપે કથન કરવાનું હોય ત્યારે દર્શાવવા
ઉદા૦
તે કેવી સુંદર છે- ગુલાબ જેવી !
(૪) કહેતાં કહેતાં વચ્ચે કંઈ ઉમેદવારનું આવે-સ્પષ્ટતા કે ઉમેરણ કરવા માટે
ઉદા૦
તેણે આકાશ સામે-જો કે આકાશ વાદળછાયું હતું-નજર કરી.
સુનીલભાઈ-આપણા પત્રકાર-આજે સમાચાર વાંચવાના નથી.
(૯) અવતરણ ચિહ્ન
સિંગલ એકવડું અવતરણ ચિહ્ન (' ' )
ડબલ બેવડું અવતરણ ચિહ્ન ( " " )
અવતરણ ચિહ્ન હંમેશાં યુગલ(જોડી)માં જ વપરાય. એક જ (એકલું) ક્યારેય ન વપરાય.
(૧) સાહિત્યકૃતિના કે એવાં વિશિષ્ટ નામો દર્શાવવા પુસ્તક, પ્રકરણ, ગ્રંથ નામ કે શબ્દ પર ભાર મૂકવા અવતરણ ચિહ્ન વપરાય છે.
ઉદા૦
'ભગવદગીતા' એક ધર્મગ્રંથ છે.
' કુરાન 'એક ધર્મગ્રંથ છે.
' બાઇબલ' એક ધર્મગ્રંથ છે.
(૨) કોઈ શબ્દ કે શબ્દ સમૂહ તરફ ધ્યાન ખેંચવા કે એના પર ભાર મૂકવા અવતરણ ચિહ્ન વપરાય છે.
ઉદા૦
એમણે એમ કહ્યાનું દુઃખ થયું કે એમની દીકરીનું વર્તન 'અસમાધાનકારક' લાગ્યું.
(૩) ઉક્તિ કે અવતરણ રજૂ કરવા કોઈના બોલેલા શબ્દો કે ઉક્તિ દર્શાવવા અવતરણ ચિહ્ન વપરાય છે.
ઉદા૦
ગાંધીજીએ કહ્યું, 'સત્ય સદા જય થાય છે.'
(૪) કોઈ વાર એકનાં વચનો ચાલુ હોયને બીજાના વચનો આવે ત્યારે પહેલામાં બેવડા અને બીજાં માટે એકવડાં વિરામચિહ્ન વપરાય છે.
અવતરણમાં શરૂ થયેલું લખાણ લાંબુ ચાલે અને તેમાં પેરેગ્રાફ આવે ત્યારે દરેક પેરેગ્રાફની શરૂઆતમાં અવતરણ ચિહ્ન વાપરવું, પણ તે પેરેગ્રાફ પૂરો થાય ત્યાં તે બંધ ન કરવું ; આખું કથન પૂરું થાય ત્યારે જ તે બંધ કરવું.
ઉદા૦
૧.અહીં આખો પ્રશ્ન સુરતિ વિશે કોઈ બીજી વ્યક્તિ પૂછે છે.
સુરતિએ કહ્યું, 'હું જવાની નથી.'
૨.અહીં સુરતિ પોતે જ પ્રશ્ન પૂછે છે.
સુરતિએ કહ્યું, ' હું જવાની નથી ?'
યાદ રાખો :
જો કે એકવડું અવતરણ ચિહ્ન કે બેવડું અવતરણ ચિહ્ન વિશે ખાસ નિયમો નથી.
પરંતુ બધી જગ્યાએ કાં તો એકવડું અથવા બેવડું અવતરણ ચિહ્નનો જ ઉપયોગ કરવો જોઈએ.
(૧૦) લોપ ચિહ્ન ( ' )
અલ્પવિરામ જેવું છે. અલ્પવિરામ શબ્દ પછી નીચેના ભાગમાં લખાય છે , લોપ ચિહ્ન શબ્દ કે આંકડાની પહેલાં ઉપરના ભાગમાં લખાય છે.
શબ્દમાં કોઈ અક્ષર કે આંકડા કે અક્ષરોનો લોપ થયો હોય ત્યારે એ અક્ષર કે આંકડાની પહેલાં લોપ ચિહ્ન મુકાય છે.આમ તે શબ્દની સ્પષ્ટતા માટે લોપ ચિહ્ન વપરાય છે.
લોપ ચિહ્ન એવું દર્શાવે છે કે તે સ્થાને કોઈ અક્ષર કે અંકનો લોપ થયો છે.
આ લોપ ચિહ્ન અંગ્રેજીમાં એપોસ્ટ્રોફીનું ચિહ્ન છે તેના જેવું છે.
ઉદા૦
(૧) આ પુસ્તક મને ગમ્યું'તુ = ગમ્યું હતું.
'હ' નો લોપ
(૨) પત્ર લખ્યા તારીખ : ૯-૧૦-'૯૯ = ૧૯૯૯
'૧૯' નો લોપ
(૧૧) એ જ ( ' ' )
અંગ્રેજીમાં એનો ડિટ્ટો ( ditto ) કહેવામાં આવે છે.
આગળ કહ્યું છે એ જ, એમ સૂચવવા આ ચિહ્ન વપરાય છે.
ચૌધરી હર્ષદ
' ' દીપિકા
' ' ગુંજન
' ' કેશવ
(૧૨ ) કૌંસ [ ] { } ( ) < >
આ વિરામચિહ્નો વિશે વિડીયોની લિંક છે.
https://sites.google.com/view/jayshree-bhasha-kosh/student
વોચ માય વેબસાઇટ..
Pls...Share , Like & Comment ...
for this useful blog
