વિક્રમ સંવત 2080 પૂનમ તારીખ 23/4/2024 ના રોજ ભગવાન શ્રી હનુમાનજીની જન્મજયંતી શ્રી હનુમાનજીએ સેવા અને સાધનાનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. શ્રી હનુમાનજીની જેમ જ આપણા જીવનમાં સમાજ સેવા અને રાષ્ટ્ર સેવા પ્રગટે આપણી ભારતીય સંસ્કૃતિ પરંપરા જીવન મૂલ્યોને પેઢી દર પેઢી આગળ વધારવી એ આપણા સંસ્કાર છે. એ પરંપરામાં ભગવાન શ્રી હનુમાનજીનું સેવાલક્ષી શ્રેષ્ઠ ચરિત્ર યુવાનોમાં ઉતરે તે હેતુથી અત્રેની કોલેજમાં શ્રી હનુમાનજીની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શ્રી હનુમાનજીની આરતી, હનુમાન ચાલીસા પાઠ અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને પ્રસાદની વહેંચણી કરવામાં આવી હતી.
આચાર્યશ્રી ડૉ.કે.એસ.ચાવડા સહભાગી થયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે કૃપાલી બોરડા અને અવિનાશ ચૌધરીએ સહકાર આપ્યો હતો. એનએસએસ પ્રોગ્રામ ઑફિસર પ્રો. રાજેશ પંડ્યા તથા ડૉ.જયશ્રી ચૌધરીએ જહેમત ઉઠાવી હતી.