ગુજરાતી વિભક્તિના પ્રકારો નીચે મુજબ છે:
પ્રથમા વિભક્તિ (કર્તા વિભક્તિ): ક્રિયાનો કરનાર દર્શાવે છે.
પ્રત્યય: - (શૂન્ય), એ.
દ્રિતીયા વિભક્તિ (કર્મ વિભક્તિ): ક્રિયાનું કર્મ દર્શાવે છે.
પ્રત્યય: - (શૂન્ય), ને.
તૃતીયા વિભક્તિ (કરણ વિભક્તિ): ક્રિયાનું સાધન કે રીત દર્શાવે છે.
પ્રત્યય: એ, થી, થકી, વડે, દ્વારા.
ચતુર્થી વિભક્તિ (સંપ્રદાન વિભક્તિ): ક્રિયા કોના માટે થઈ છે (કંઈક આપવાનો ભાવ) તે દર્શાવે છે.
પ્રત્યય: ને, માટે, કાજે, વાસ્તે.
પંચમી વિભક્તિ (અપાદાન વિભક્તિ): છૂટા પડવાનો ભાવ અથવા સરખામણી દર્શાવે છે.
પ્રત્યય: થી, થકી, માંથી, કરતા.
ષષ્ઠી વિભક્તિ (સંબંધ વિભક્તિ): બે પદો વચ્ચેનો માલિકી કે અન્ય સંબંધ દર્શાવે છે.
પ્રત્યય: નો, ની, નું, ના.
સપ્તમી વિભક્તિ (અધિકરણ વિભક્તિ): ક્રિયાનું સ્થાન કે સમય દર્શાવે છે.
પ્રત્યય: એ, માં, પર.
અષ્ટમી વિભક્તિ (સંબોધન વિભક્તિ): કોઈને બોલાવવા કે સંબોધન કરવા માટે વપરાય છે.
પ્રત્યય: હે!, અરે!, ઓ!.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો