શુક્રવાર, 12 ડિસેમ્બર, 2025

લોકકથા સંજ્ઞા, સ્વરૂપ અને લક્ષણો

લોકકથા (Folktale) એ લોકસાહિત્યનો એક મહત્વનો ગદ્ય પ્રકાર છે, જે લોકો દ્વારા, લોકો માટે લોકબોલીમાં રચાયેલી અને મૌખિક પરંપરાથી ચાલી આવતી કથા છે. તેનો કોઈ એક નિશ્ચિત સર્જક હોતો નથી, પરંતુ તે લોકોનું સહિયારું સર્જન ગણાય છે. 
લોકકથાનાં લક્ષણો (Characteristics)
લોકકથાના મુખ્ય લક્ષણો નીચે મુજબ છે: 
મૌખિક પરંપરા: લોકકથાઓ લેખિત સ્વરૂપમાં નહીં, પરંતુ પેઢી દર પેઢી મૌખિક રીતે (કંઠોપકંઠ) ચાલી આવે છે.
અજ્ઞાત કર્તા: તેનો રચયિતા (લેખક) કોણ છે તે નિશ્ચિત હોતું નથી. તે લોકસમુદાય દ્વારા સામૂહિક રીતે ઘડાયેલી હોય છે.
લોકજીવનનું પ્રતિબિંબ: તેમાં જે તે પ્રદેશ, સમાજ કે સંસ્કૃતિના લોકોનું સામાજિક જીવન, રીતરિવાજો, માન્યતાઓ, અને મૂલ્યોનું પ્રતિબિંબ જોવા મળે છે.
સરળ અને સહજ ભાષા: તેની ભાષા સાદી, સરળ અને પ્રાદેશિક બોલીથી ભરપૂર હોય છે, જે આમ જનતાને સહેલાઈથી સમજાય છે.
પરિવર્તનશીલતા: મૌખિક પરંપરાને કારણે દરેક વખતે કથક (કહેનાર) પોતાની અનુકૂળતા મુજબ તેમાં થોડા ફેરફારો કે ઉમેરણો કરી શકે છે, જેથી તેમાં વૈવિધ્ય જોવા મળે છે.
મનોરંજન અને બોધ: લોકકથાઓ માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી હોતી, પરંતુ તેમાંથી કોઈક નૈતિક બોધ અથવા જીવનલક્ષી સંદેશ પણ મળતો હોય છે. 
લોકકથાના પ્રકારો (Types)
ગુજરાતી સાહિત્યના વિદ્વાનોએ લોકકથાના વિવિધ પ્રકારો દર્શાવ્યા છે. ઝવેરચંદ મેઘાણી અને દિનેશચંદ્ર સેન દ્વારા સૂચવાયેલા કેટલાક મુખ્ય પ્રકારો આ મુજબ છે: 
પરીકથા (Fairy Tales): આ કથાઓમાં પરીઓ, રાક્ષસો, જાદુઈ શક્તિઓ અને અદ્ભુત ઘટનાઓનું વર્ણન હોય છે.
પશુકથા (Animal Fables): આ કથાઓના કેન્દ્રમાં પશુ-પંખીઓ હોય છે, જે મનુષ્ય જેવું વર્તન કરે છે અને વાર્તાના અંતે બોધ આપે છે.
વ્રતકથા (Vrat Kathas): ધાર્મિક માન્યતાઓ અને વ્રતો સાથે જોડાયેલી કથાઓ, જે સામાન્ય રીતે સ્ત્રીઓ દ્વારા ચોક્કસ તહેવારો પર કહેવામાં કે સાંભળવામાં આવે છે.
દંતકથા (Legends): ઐતિહાસિક અથવા અર્ધ-ઐતિહાસિક પાત્રો, સ્થળો કે ઘટનાઓ સાથે જોડાયેલી કથાઓ, જેમાં કાલ્પનિક તત્વો પણ ભળેલા હોય છે.
રંજનકથા (Entertaining Tales): મુખ્યત્વે મનોરંજનના હેતુથી કહેવાતી કથાઓ, જેમાં ટુચકાઓ અને હાસ્યરસનું પ્રમાણ વધુ હોય છે.
ગીતકથા (Ballads): જે કથાઓ ગીત અથવા પદ્ય સ્વરૂપે ગવાય છે. 
લોકવિદ્યા

ગુજરાતના લોકવારસા વિશે વિચારતા હોઈએ ત્યારે કેટલીક બહુમૂલ્ય જણસ આપણા એ વારસામાં સચવાઈ છે જેમાંથી એક લોકવિદ્યા છે. સામાન્ય રીતે લોકવિદ્યા એટલે લોકની સાંસ્કૃતિક પ્રક્રિયા. આ લોક શબ્દ વિશેની વિભાવનાઓ ક્રમશઃ વિસ્તરતી ગઈ ને પરિષ્કૃત થતી ગઈ છે. જેમ કે આરંભે લોક એટલે માત્ર જનજાતિ પછીથી એમાં ઉમેરો થતો ગયો.. આદિવાસીઓ, પછી ગ્રામજનો, પછી અર્ધશિક્ષિતો, પછી શિક્ષિતો. આમ, ક્રશમઃ વિસ્તરતી ગઈ અને પરિશ્કૃત થતી ગઈ છે. જેમ કે આરંભે લોક એટલે માત્ર જનજાતિ પછીથી અર્ધશિક્ષિતો પછી શિક્ષિતો આમ ક્રમશઃ લોક વિશેનો ખ્યાલ પરિપક્વ થયો. ટૂંકમાં, આ સમગ્ર એટલે કો અને એમના સમગ્ર સાંસ્કૃતિક સંદર્ભો અને આ લોક જે જીવન જીવે છે એસમગ્ર ઘટના એ લોકવિદ્યા. આ લોકવિદ્યાને ટકાવનારું તત્ત્વ મુખ્યત્વે તો જીવન સાથેનો સંબંધ અને સંદર્ભ બને છે. જે જીવન સંદર્ભ ગુમાવે તે કાળક્રમે લુપ્ત થાય જ્યારે તે વિદ્યામાં શ્રદ્ધા તેમજ ઉપયોગિતા અને મનોરંજન આ ત્રણ તત્ત્વો પડ્યા હોય ત્યારે તે લોકવિદ્યા જ સમય બદલાવા છતાં ટકે છે.
લોકસાહિત્ય

આપણું લોકસાહિત્ય એ લોકવિદ્યાનો જ એક પ્રકાર છે. આપણાં આ લોકસાહિત્યમાંથી એક વાત અંકે કરી છે કે અભદ્ર, અશિક્ષિત, અસંસ્કૃત કે અર્ધ સંસ્કૃત મનાતી જાતિઓને પણ પોતાની આગવી દૃષ્ટિ છે-આગવી સંસ્કૃતિ છે. તેમની આ સંસ્કૃતિ કંઠ પરંપરામાં સચવાઈ છે ને તે પછીથી તેની અભિવ્યક્તિ કથાઓ અને કવિતાઓના રૂપમાં થયા કરી છે. અત્યાર સુધી એમ મનાતું હતું કે અક્ષરજ્ઞાનથી જ સંસ્કૃતિ સિદ્ધિ થાય, પછી સમજાયું અક્ષરજ્ઞાનથી જ્ઞાન મળે, સંસ્કૃતિ નહીં. માણસ સંસ્કારથી સમૃદ્ધ બનતો હોય છે. માત્ર જ્ઞાનથી નહીં. વળી, આ સંસ્કૃતિનાં કોઈ પ્રકારો નહીં, પરંતુ તેના જુદા જુદા સ્તરો હોઈ શકે. બાકી તો માણસની મૂળભૂત સંસ્કૃતિ એક જ હોય છે. એ નવાનવા સ્વરૂપે માણસની સાથે જ રહે છે-છૂટતી નથી. આ મૂળભૂત સંસ્કૃતિની જ્યાં સાદી-સરળ શૈલીમાં અભિવ્યક્ત તઈ હોય છે. એ લોકસાહિત્યમાં કાળક્રમે થોડા ફેરફારો પણ થાય છે. પણ અહીં જે કંઈ જૂનું કે પરંપરાગત છે તે વર્તમાનનો સંદર્ભ સિદ્ધ કરીને આવે છે. ટૂંકમાં, માણસ મૂળ સંસ્કૃતિ સાથે હંમેશા જોડાયેલો જ રહે છે.
લોકકથા

આ લોકસાહિત્યના એક ઉપકાર લેખે લોકકથાની ચર્ચા આ અભ્યાસલેકમાં કરી છે. લોકકથા એ ઘટના –પાત્રો પ્રસંગ વગેરે કલ્પિત હોય કે ઐતિહાસિક કે અર્થ ઐતિહાસિક હોય, પરંતુ લોકકથા ત્યારે જ થાય જ્યારે એ પરંપરાગત હોય. પરંપરાગતતા એ એનું આગવું લક્ષણ છે. કંઠોપકંઠ અને દર પેઢી એ વહેતી રહે છે. લોકકથા એ કહેવા-સાંભળવા માટેની જ કથા છે. એટલે કહેનારે-કહેનારે અને જમાને-જમાને કે જૂથે-જૂથે, સમાજે-સમાજે એ જુદા જુદા રૂપમાં જોવા મળે છે. મૂળભૂત રીતે એ મૌખિક કળા છે. કોઈ દેશ, કોઈ લોક, કોઈ સંસ્કૃતિ એવી નથી કે જેની પાસે પોતીકી લોકકથાઓ ન હોય. આપણી બહુવિધ સંસ્કૃતિમાં તો આવી લોકકથાઓનો વિશાળ રાશિ છે. આ ક્થાઓ આપણો અદ્ભુત વારસો છે.

લોકકતા શબ્દપ્રયોગ આપણે ત્યાં પ્રથમવાર કરનાર પારસી સજ્જન રુસ્તમ ખુરશેદ ઈરાની છે. આપણે ત્યાં પારસીઓ દ્વારા શરૂઆતમાં થયેલા લોકકથાઓના સંપાદનો-સંકલનો જેવા કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન એન્ટિક્વેરીના અંકોમાં પૂતળીબાઈએ કરેલી કથાના સંપાદન, ફરામજી બહમનજીનું સંપાદનકાર્ય, કવિ રુસ્તમ ઈરાનીનું સંપાદન કાર્ય વગેરે... તેમજ ગુજરાત અને કાઠિયાવાડ દેશની વાર્તા ભાગ 1 થી 3 તથા બિન પારસીઓમાં સૌ પ્રથમ મહિપતરામ નીલકંઠ, હરજીવન પુરુષોત્તમ શુક્લ, જીવરામ ગોર, આ બધા દ્વારા સંકલન થયેલી લોકકથાઓએ આપણો મેઘાણી પૂર્વેનો સારો એવો સંચિત વારસો છે.

એક ચમત્કૃતિસભર ઘટના એ લોકકથાનો પ્રાણ છે. એ કહેવા સાંભળવા માટેની છે. કથા પ્રધાનતા એનું પ્રથમ લક્ષણ છે અને આગળ કહ્યું તેમ કલ્પિત ઐતિહાસિક હોવા છતાં પરંપરાગત હોવી જરૂરી છે. વળી કંઠોપકંઠે વહેતી હોવાથી એમાં મૌલિકતા ન હોય એ ભિન્ન-ભિન્ન રીતે કહેવાતી હોઈ અર્થાત્ કહેનારની પોતીકી છટાથી એ અભિવ્યક્તિ થતી હોય તેમજ સમયે સમયે ફેરફારો પણ થાય છે. પરિણામે લોકસાહિત્યના અન્ય સ્વરૂપોની જેમ અહીં પણ પાઠ્યભેદ જોઈ શકાશે. ટૂંકમાં, લોકકથા તો બદલાતી રહે, કહેવાતી રહે, વહેતી રહે...

લોકકથાના અનેક પ્રકારો સૂચવાયા છે. છતાં એ કેવી રીતે ઉદ્ભવતી હશે અને વ્યાપી હશે ? આદિકથાઓનો સ્ત્રોત શું ? આ બધી ચર્ચાનો અંત હજુ આવ્યો નથી છતાં લેંગફેઝર જેવા વિદ્વાન જગતની લોકકથાનું મૂળ ભારત એમ માનવાને પ્રેરાયા છે. એમના મત લોકકથાનું ઉદ્ગમસ્થાન... તંત્ર આખ્યાયિકાનું કુળ, પંચતંત્રનું કુળ, કથાસરિત્સાગરનું કુળ વગેરેમાંની વાર્તાઓ છે.

આ વિશે પછીથી ગ્રિમભાઈઓ, બેન્ફી, જુલિયસ કોહ્ન, સ્ટિથ થોમ્પસન, જુંગ વગેરે વિદ્વાનો એના ઉદ્ભવથી લઈ તેનાં ઘટકો અને પ્રકારો વિશે ચર્ચા કરે છે. તેનાં પ્રકારનાં સંદર્ભે ભારતીય વિદ્વાન દિનેશચંદ્ર સેન ભારતીય લોકકથાના ચાર પ્રકારો દર્શાવે છે. (1) રૂપકથા (2) હાસ્યકથા (3) વ્રતકથા (4) ગીતકથા. અંતે ઝવેરચંદ મેઘાણી પણ લોકકથાના પાંચ પ્રકારો ગણાવે છે. (1) પરિકથા (2) રંજનકથા (3) પશુકથા (4) સ્થાનિક દંતકથા (5) સ્થાનાંતર પામતી દંતકથા. અને પુષ્કર ચંદરવાકર આઠેક પ્રકારની વાત કરે છે.

એક સ્પષ્ટતા અહીં કરવી જોઈએ કે ઉપરોક્ત બધા પ્રકાર-વિભાગ દર્શાવાય છે એના ધોરણો શું ? જે વાત જ જીભે જીભે ને સમુદાયે સમુદાયે જુદા જુદા રૂપ લેતી હોય એનું સ્વરૂપ હજુ બંધાયું ન હોય એ પરિસ્થિતિમાં મુશ્કેલી જ અનુભવાય. એટલે જે કહેવા સાંભળવા માટેની કાન-જીભનો વિષય છે. જે દરેક કહેનાર અને દરેક સાંભળનારે નવાં નવાં રૂપ ધરતી હોય, ભાવોનું સારી આરોહ-અવરોહ ધરાવતી હોય, જેમાં નાટ્યાત્મકતા –ગાંભીર્ય-તાટસ્થ્ય જેવા તત્ત્વોથી સભર હોય, સરવાણીની જેમ વહેતી હોય-આમ આટલું-આટલું કહેવા છતાં એ સ્વરૂપમાં બદ્ધ થતી નથી.
 ળકે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો