જોસેફ મેકવાન એ ગુજરાતી સાહિત્યના સુખ્યાત અને લોકપ્રિય લેખક રહ્યા છે. ગુજરાતી દલિત સાહિત્યના પ્રથમ-શરૂઆતી પ્રારંભક અને પ્રમુખ સર્જક તરીકે એમનું અર્પણ ગુજરાતી સાહિત્યમાં મૂલ્યવાન છે. તેઓ માત્ર દલિત સાહિત્યના સર્જક ન રહેતા મુખ્યધારાના મહત્વના સર્જક તરીકે પણ ઊભરી આવ્યા છે. વિષય વૈવિધ્ય, વ્યાપ તથા ગુણવત્તાની દ્રષ્ટિએ પણ એમનું સર્જન વ્યાપક વર્ગોમાં સ્વીકૃતિ પામેલું છે.
" આ માત્ર કોરી કથાઓ નથી. જીવતાં ધબકતા માણસોએ માણસને જીવવા માટે રચી આપેલી કેટલીક ઋચાઓ છે. ને એને શબ્દબધ્ધ કરવાનું ઉપકારક કામ કર્યું છે શ્રી મેકવાને. "
- દિલીપ રાણપુરા
જોસેફ મેક્વાનનું જીવન
જોસેફ મેકવાનના દાદા ધર્મે હિંદુ હતા પણ ૧૮૯૨માં તેમણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો. જોસેફ મેકવાનનો જન્મ ૯ ઓક્ટોબર ૧૯૩૬ના રોજ ખેડાના તરણોલ (હાલમાં આણંદ તાલુકો) ગામમાં થયો હતો. તેમના કુટુંબનું મૂળ વતન બાજુનું ઓડ ગામ હતું. તેમના પિતા ઇગનાસ (ડાહ્યાલાલ) તરણોલની ખ્રિસ્તી મિશનરી સંસ્થામાં કામ કરતા હતા. તેમનું બાળપણ ગરીબીમાં અને તેમની માતા હીરીબેન (હીરા)નું અવસાન તેઓ નાના હતા ત્યારે જ થવાથી માતા વગર પસાર થયું. તેમના પિતાએ તુરંત અન્ય સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા, જે જોસેફ સાથે ક્રૂરતાથી વર્તતી હતી.
જન્મ અને બાળપણ
જોસેફ મેકવાનનો જન્મ ૦૯/૧૦/૧૯૩૫ ના રોજ આણંદ જિલ્લાના ત્રણોલ ગામે થયો હતો. તેમના પિતાજીશ્રી ઇગ્નાસ મેકવાન શિક્ષક હતા ને ઘરે થોડી ખેતી પણ કરાવતા હતા. એમનું વતન ગામ ઓડ જિ.આણંદ. એમના બાનું નામ હીરા હતું. એમનું યુવાનવયે અવસાન થતાં એમના પિતાજી (મૂળ નામ ડાહ્યાભાઈ હરખાભાઈ માસ્તર) એ બીજીવાર લગ્ન કરેલું. કઠોર સ્વભાવના પિતાજી તથા સાવકી બાએ જોસેફ પાસે ઘર-ખેતરના ઠીક ઠીક વૈતરાં કરાવેલાં. આમ, આર્થિક સંકડામણો અને લાગણીઓના અભાવોએ એમની કસોટીઓ કરી હતી. તેઓ કહે છે કે એ ગરીબી અને પ્રેમઝંખના તથા ઝૂરણે એમને અનેક રીતે ઘડ્યા હતા. જોસેફનું મૂળનામ જશવંતલાલ ડાહ્યાભાઈ મકવાણા હતું.
અભ્યાસ
૧૯૬૭માં તેઓ પ્રથમ વર્ગમાં બી. એ.; ૧૯૬૯માં દ્વિતિય વર્ગમાં એમ.એ. અને ૧૯૭૧માં પ્રથમ વર્ગમાં બી.એડ. થયા. કોલેજમાં લેક્ચરર તરીકેની કારકિર્દિમાં તેમને કોલેજની નોકરી છોડી દઇ ગામડાની શાળામાં જવા દબાણ કરવામાં આવ્યુ અને અન્ય ઘણી તક્લીફો સહન કરવી પડી
અવસાન
૨૮ માર્ચ ૨૦૧૦ના રોજ નડીઆદ ખાતે કિડની નિષ્ફળ જવાથી તેમનું અવસાન થયું હતું.
સમ્માન
પુરસ્કારો
સેંટ ઝેવિયર્સ સુવર્ણચંદ્રક (૧૯૮૧)
સંસ્કાર ઍવોર્ડ (૧૯૮૪)
અભિવાદન ટ્રોફી (૧૯૮૭)
મેઘ રત્ન ઍવોર્ડ (૧૯૮૯)
ધનજી કાનજી સુવર્ણચંદ્રક (૧૯૯૦)
કનૈયાલાલ મુંશી સુવર્ણચંદ્રક (૧૯૯૫)
ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી પારિતોષિકો
સાધનાની આરાધના (૧૯૮૫)
મારી પરણેતર (૧૯૮૬)
જનમ જલાં (૧૯૮૭)
મારી ભિલ્લું (૧૯૮૮)
પન્નાભાભી (૧૯૯૦)
સાહિત્ય અકાદમી, દિલ્હી (૧૯૮૯)
જોસેફ મેકવાનનું સમગ્ર સાહિત્ય
નવલકથાઓ
આંગળિયાત-૧૯૮૬
લક્ષ્મણની અગ્નિ પરીક્ષા-૧૯૮૬
મારી પરણેતર-૧૯૮૮
મનખાની મિરાત-૧૯૯૨
બીજ-ત્રીજનાં તેજ-૧૯૯૫
આજન્મ અપરાધી-૧૯૯૫
દાદાનો વેશ-૧૯૯૬
માવતર-૧૯૯૬
અમર ચાંદલો
દરિયા-૨૦૦૧
સંગવટો
ભીની માટી કોરાં મન
અપનો પારસ આપ
ચારુ શિલા
રેખાચિત્ર સંગ્રહો
વ્યથાનાં વીતક
વહાલાનાં વલખાં
મારી ભિલ્લુ
જનમજલાં
જીવતરનાં નાટારંગ
માણસ હોવાની યંત્રણા
ન યે ચાંદ હોગા
રામનાં રખોપાં
લખ્યા લલાટે લેખ
ધરતીજાયાં ધીંગા મનેખ
નીંભાડે નીપજેલાં
ટૂંકીવાર્તા સંગ્રહો:
સાધનાની આરાધના
પન્નાભાભી
આગળો
ફરી આંબા મ્હોરે
આર્કિડનાં ફૂલ
બીજી બોણી
જોસેફ મેકવાનનો વાર્તાલોક (સંપા- ગુણવંત વ્યાસ)
નિબંધસંગ્રહો
વ્યતીતની વાટે
પગલાં પ્રભુનાં
સંસ્કારનાં વાવેતર
અહેવાલ સંગ્રહો:
ભાલનાં ભોમભીતર
ઉઘડ્યો ઉઘાડ અને આવી વરાપ
વહેલી પરોઢનું વલોણું
સંપાદનો
અમર સંવેદન-કથાઓ
અનામતની આંધી
અરવિંદસૌરભ
એક દિવંગત આત્માની જીવનસૌરભ
સાહિત્યલેખો અને વિવેચનસંગ્રહો:
વાટના વિસામા
પ્રાગડના દોર
કોલમ અને વાર્તાલેખન
જન્મભૂમિ પ્રવાસી
ગુજરાત ટાઈમ્સ
અખંડાનંદ
નવનીત સમર્પણ
જનકલ્યાણ
ઉપસંહાર
દલિત સાહિત્ય એ અનુકંપા પ્રેરવાનું સાહિત્ય નથી, પડકારનું સાહિત્ય છે, ચેલેન્જનું સાહિત્ય છે. એની પ્રથમ શરત પ્રતિબદ્ધતા છે અને પ્રતિબદ્ધતા એક જવાબદારી હોય છે. જોસેફ ઇગ્નાસ મેક્વાને એ પ્રતિબદ્ધતા સાથે લખ્યું છે.
જોસેફ ઇગ્નાસ મેક્વાન (૯ ઓક્ટોબર, ૧૯૩૬ – ૨૮ માર્ચ, ૨૦૧૦) ગુજરાતી ભાષાના નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક તેમજ નિબંધકાર હતા. તેમની નવલકથા આંગળિયાત (૧૯૮૬) માટે તેમને ૧૯૮૯નો સાહિત્ય અકાદમી પુરસ્કાર તેમજ ૧૯૯૦નો ધનજી કાનજી સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. તેમના જાણીતા સર્જનોમાં વ્યથાનાં વીતક (૧૯૮૫), આંગળિયાત (૧૯૮૬) અને મારી પરણેતર (૧૯૮૮)નો સમાવેશ થાય છે.
ટૂંકા પ્રશ્નો
જોસેફ મેક્વાન – તુંકા પ્રશ્નો (ઉત્તર સહિત)
1. જોસેફ મેક્વાનનો જન્મ ક્યારે થયો હતો?
ઉત્તર: ૯ ઓક્ટોબર, ૧૯૩૬
2. જોસેફ મેક્વાનનો અવસાન કયા કારણસર થયો હતો?
ઉત્તર: કિડની નિષ્ફળતાથી
3. ‘આંગળિયાત’ કયા વર્ષમાં પ્રસિદ્ધ થઈ હતી?
ઉત્તર: ૧૯૮૬
4. જોસેફ મેક્વાનને સાહિત્ય અકાદમી એવોર્ડ કઈ કૃતિ માટે મળ્યો હતો?
ઉત્તર: આંગળિયાત
5. જોસેફ મેક્વાનના પિતાનું મૂળ નામ શું હતું?
ઉત્તર: ડાહ્યાભાઈ હરખાભાઈ માસ્તર
6. જોસેફ મેક્વાનનું મૂળ નામ શું હતું?
ઉત્તર: જશવંતલાલ ડાહ્યાભાઈ મકવાણા
7. ‘વ્યથાનાં વીતક’ કયા પ્રકારનું સાહિત્ય છે?
ઉત્તર: રેખાચિત્ર સંગ્રહ
8. ‘મારી પરણેતર’ કઈ પ્રકારની કૃતિ છે?
ઉત્તર: નવલકથા
9. ‘મારી ભિલ્લુ’ કઈ પ્રકારની કૃતિ છે?
ઉત્તર: ચરિત્રકથા
10. દલિત સાહિત્યની પ્રથમ શરત શું છે?
ઉત્તર: પ્રતિબદ્ધતા
11. જોસેફ મેક્વાનના પિતાનું વ્યવસાય શું હતું?
ઉત્તર: શિક્ષક અને ખેતી
12. ‘સેંટ ઝેવિયર્સ સુવર્ણચંદ્રક’ ક્યારે મળ્યો હતો?
ઉત્તર: ૧૯૮૧
13. ‘લક્ષ્મણની અગ્નિ પરીક્ષા’ કઈ શૈલીમાં લખાયેલી છે?
ઉત્તર: આત્મકથાત્મક
14. જન્મ ક્યા ગામમાં થયો હતો?
ઉત્તર: તરણોલ (આણંદ જિલ્લો)
15. ‘સાધનાની આરાધના’ શું છે?
ઉત્તર: ટૂંકી વાર્તા સંગ્રહ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો