ચુનીલાલ મડિયાનું જીવન-સર્જન આલેખો.
પ્રસ્તાવના
"ચુનીલાલ કાલિદાસ મડિયા ગુજરાતી સાહિત્યના ચિરંજીવી સર્જક છે. ટૂંકી વાર્તા હોય કે નવલકથા, નાટક હોય કે વિવેચન કે કવિતા એમાં મડિયાનું બળકટ પ્રદાન આજે પણ કાયમી મૂલ્ય ધરાવે છે."
- કિરીટ દૂધાત
ચુનીલાલ કાળિદાસ મડિયા નવલકથાકાર, નવલિકાકાર, નાટ્યકાર, વિવેચક અને કવિ હતા.પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર. ઉપનામ : ‘અખો રૂપેરો’, ‘કલેન્દુ’, ‘વક્રગતિ’, ‘વિરંચિ’. વતન : ધોરાજી (સૌરાષ્ટ્ર). પિતાજીનો વ્યવસાય ધીરધારનો હતો. ચુનીલાલ કૉલેજમાં હતા ત્યારથી જ તેમને વાર્તા લખવાનો શોખ હતો. ઉમાશંકર જોશીનાં સંસર્ગ, પ્રોત્સાહન અને માર્ગદર્શનથી એ પ્રવૃત્તિએ વેગ પકડ્યો. તેના ફળસ્વરૂપે 1944માં તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘ઘૂઘવતાં પૂર’ પ્રગટ થયો.
ચુનીલાલ મડિયાનો જીવન આલેખ
જન્મ
ચુનીલાલ કાળિદાસ મડિયા
12 August 1922
ધોરાજી, ગુજરાત
મૃત્યુ
29 December 1968 (ઉંમર 46)
અમદાવાદ, ગુજરાત
વ્યવસાય
નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક, કવિ, વિવેચક
ભાષા : ગુજરાતી
રાષ્ટ્રીયતા : ભારતીય
શિક્ષણ : બી.કોમ.
માતૃ શિક્ષણ સંસ્થા
એચ. એલ. કોલેજ ઓફ કોમર્સ, અમદાવાદ
સિડેનહામ કોલેજ, મુંબઈ
લેખન પ્રકારો
નવલકથા, ટૂંકી વાર્તા, નિબંધ, સોનેટ
નોંધપાત્ર સર્જનો
ઘૂઘવતા પૂર (૧૯૪૫)
વ્યાજનો વારસ (૧૯૪૬)
શરણાઇના સૂર (૧૯૫૪)
લીલુડી ધરતી (૧૯૫૭)
નોંધપાત્ર પુરસ્કારો
નર્મદ સુવર્ણચંદ્રક (૧૯૫૧)
રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૫૭)
સક્રિય વર્ષો
૧૯૪૫ - ૧૯૬૮
જીવનસાથી
દક્ષા (૧૯૫૬ - ૧૯૬૮), મૃત્યુ સુધી
સંતાનો
અપૂર્વ, અમિતાભ (પુત્ર)
પૂર્વી (પુત્રી)
જન્મ
તેમનો જન્મ ૧૨ ઓગસ્ટ, ૧૯૨૨ ના રોજ ધોરાજી, રાજકોટમાં થયો હતો.
અભ્યાસ
•1939માં ધોરાજીની હાઈસ્કૂલમાંથી મૅટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી.
•1939થી 1944 સુધી અમદાવાદની એચ. એલ. કૉલેજ ઑવ્ કૉમર્સમાં અભ્યાસ કર્યો.
•1945માં મુંબઈની સિડનહામ કૉલેજમાંથી બી. કૉમ પાસ થયા.
વ્યવસાય
• 1945થી 1950 દરમિયાન મુંબઈમાં ‘જન્મભૂમિ’ દૈનિકના તંત્રી-વિભાગમાં કામ કર્યું.
• ત્યારબાદ યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્ફર્મેશન સર્વિસ(‘યુસિસ’)ની મુંબઈ શાખાના ગુજરાતી વિભાગમાં સંપાદક તરીકે જોડાયા. • 1955માં તેમણે યુરોપ અને અમેરિકાનો પ્રવાસ કર્યો.
• 1962માં ‘યુસિસ’માંથી નિવૃત્ત.
•1963માં તેમણે ‘રુચિ’ માસિક શરૂ કર્યું.
•‘સંદેશ’ અને ‘જન્મભૂમિ’ દૈનિકોમાં તેઓ ધારાવાહી નવલકથાઓ અને સાપ્તાહિક કટાર પણ લખતા.
•1967માં પી. ઈ. એન.ના આંતરરાષ્ટ્રીય અધિવેશનમાં ભારતના પ્રતિનિધિ તરીકે હાજરી આપવાને નિમિત્તે આફ્રિકા અને યુરોપની મુસાફરી કરી.
પુરસ્કાર
• ૧૯૫૭માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો.
• 1951માં મડિયાને નર્મદ સુવર્ણચંદ્રક મળ્યો.
• 1951માં મડિયાના ‘રંગદા’ એકાંકીસંગ્રહને મુંબઈ સરકારનું શ્રેષ્ઠ એકાંકીસંગ્રહ માટેનું પ્રથમ ઇનામ મળ્યું.
•1954માં ‘ધ ન્યૂયૉર્ક હેરલ્ડ ટ્રિબ્યૂન’ની આંતરરાષ્ટ્રીય ટૂંકી વાર્તા હરીફાઈમાં મડિયાની ટૂંકી વાર્તા ‘રાન્દેવૂ ઇન ઇટરનિટી’ (‘અંત:સ્રોતા’નું અંગ્રેજી રૂપાંતર)ને તે વરસની શ્રેષ્ઠ ટૂંકી વાર્તા માટેનું પ્રથમ ઇનામ મળ્યું.
• 1956માં મડિયાના ટૂંકી વાર્તાના સંગ્રહ ‘તેજ અને તિમિર’ને મુંબઈ સરકાર તરફથી 1952ના વરસ માટેના શ્રેષ્ઠ ટૂંકી વાર્તાના સંગ્રહ માટેનું પ્રથમ ઇનામ મળ્યું.
• 1956થી 1968 સુધી મડિયા કેન્દ્રીય સાહિત્ય અકાદમીની સલાહકાર સમિતિના સભ્ય હતા.
અવસાન
૨૯ ડિસેમ્બર, ૧૯૬૮ના રોજ હૃદયરોગથી અમદાવાદમાં તેમનું અવસાન થયું હતું. 29–12–1968ના રોજ પી. ઈ. એન.ના ભારતીય અધિવેશનમાં હાજરી આપીને અમદાવાદથી મુંબઈ જતાં રાત્રે ગુજરાત મેલમાં હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું હતું.
સર્જન
નવલકથા
(1) 'પાવકજવાળા' (૧૯૪૫)
(2) 'વ્યાજનો વારસ' (૧૯૪૬)
(3) 'ઈંધણ ઓછાં પડ્યાં' (૧૯૫૧)
(4)'વેળા વેળાની છાંયડી' (૧૯૫૬)
(5)'લીલુડી ધરતી'- ભા. ૧-૨ (૧૯૫૭)
(6)'પ્રીતવછોયાં' (૧૯૬૦)
(7)'શેવાળનાં શતદલ' (૧૯૬૦)
(8)'કુમકુમ અને આશકા' (૧૯૬૨)
(9) 'સધરા જેસંગનો સાળો'- ભા. ૧-૨ (૧૯૬૨)
(10)'ગ્રહાષ્ટક વત્તા એક' (૧૯૬૫)
(11) 'ઇન્દ્રધનુનો આઠમો રંગ' (૧૯૬૭)
(12) 'ધધરાના સાળાનો સાળો' (૧૯૬૮)
(13)'આલા ધાધલનું ઝીંઝાવદર' (૧૯૬૮)
નવલિકા
(1)'ઘૂઘવતાં પૂર' (૧૯૪૫)
(2) 'શરણાઈના સૂર' (૧૯૪૫)
(3) 'ગામડું બોલે છે' (૧૯૪૫)
(4)'પદ્મજા' (૧૯૪૭)
(5)'ચંપો અને કેળ' (૧૯૫૦)
(6) 'તેજ અને તિમિર' (૧૯૫૨)
(7) 'રૂપ-અરૂપ' (૧૯૫૩)
(8)'અંતઃસ્ત્રોતા' (૧૯૫૬)
(9)'જેકબ સર્કલ સાત રસ્તા' (૧૯૫૯)
(10) 'ક્ષણાર્ધ' (૧૯૬૨)
(11)'ક્ષત-વિક્ષત' (૧૯૬૮)
નાટક
(1)'હું અને મારી વહુ' (૧૯૪૯)
(2)'રંગદા' (૧૯૫૧)
(3)'વિષયવિમોચન' (૧૯૫૫)
(4) 'રક્તતિલક' (૧૯૫૬)
(5)'શૂન્યશેષ' (૧૯૫૭)
(6) 'રામલો રોબિહનહૂડ' (૧૯૬૨)
કાવ્ય સંગ્રહો
(1) 'સૉનેટ' (૧૯૫૯)
આ એમનો એકવીસ સૉનેટકાવ્યોનો સંગ્રહ છે.
સંપાદન
(1) 'મડિયાની હાસ્યકથાઓ'
(2) 'મડિયાની ગ્રામકથાઓ',
'(3)મડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ',
(4) 'શ્રેષ્ઠ એકાંકીઓ',
(5) 'નટીશૂન્ય નાટકો', '
(6)નાટ્યમંજરી' અને
(7) 'ઉત્તમ એકાંકી'
અનુવાદ
(8) 'શ્રેષ્ઠ અમેરિકન વાર્તાઓ'
(9) 'કાળજાં કોરાણાં'
નાટ્યાનુવાદો
(10)'આંતરરાષ્ટ્રીય એકાંકીઓ'
(11)'કામણગારો કર્નલ' એ એમણે કરેલા નાટ્યાનુવાદો છે.
અન્ય ભાષામાં અનુવાદ
મડિયાની કેટલીક નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓના મરાઠી, તમિળ, હિંદી, અંગ્રેજી, ઇટાલિયન અને મલયાળમ ભાષાઓમાં અનુવાદ થયા છે.
મડિયાના કથાસાહિત્ય પરથી બનેલી ફિલ્મો
મડિયાના કથાસાહિત્ય પરથી ફિલ્મો બનાવવામાં આવી છે. (1)‘વેળાવેળાની છાંયડી’~ફિલ્મ : સમય બડા બલવાન
(2) ‘અંત:સ્રોતા’~ફિલ્મ :મારી હેલ ઉતારો રાજ
(3)‘લીલુડી ધરતી’,~ફિલ્મ :લીલુડી ધરતી
(4)‘અભુ મકરાણી’ ~ફિલ્મ :મિર્ચ મસાલા
(5)‘પાવક જ્વાળા’ ~ફિલ્મ : પાવક જ્વાળા
ઉપસંહાર
ગુજરાતી સાહિત્યક્ષેત્રે ઇયત્તા અને ગુણવત્તા ઉભય ર્દષ્ટિએ નોંધપાત્ર સાહિત્યસર્જન કરનાર સર્જકોમાં ચુનીલાલ મડિયાનું સ્થાન છે. પાંચમા દાયકાની ધ્યાન ખેંચે તેવી સાહિત્યિક ઘટના એટલે મડિયાનું આગમન. અલ્પ આયુષ્યમાં કવિતાથી વિવેચન સુધીના લગભગ તમામ સાહિત્યપ્રકારોનું ખેડાણ તેમણે કર્યું છે. સૌરાષ્ટ્રના લોકજીવનને સાહિત્યમાં સજીવન કરનાર મેઘાણી પછીના બીજા સર્જક તે મડિયા.
ચુનીલાલ મડિયા – ટૂકા પ્રશ્નો (ઉત્તર સહિત)
1. ચુનીલાલ મડિયાનું સંપૂર્ણ નામ શું હતું?
ઉત્તર: ચુનીલાલ કાળિદાસ મડિયા
2. ચુનીલાલ મડિયાનું જન્મતારીખ શું છે?
ઉત્તર: 12 ઓગસ્ટ, 1922
3. ચુનીલાલ મડિયાનું અવસાન ક્યારે થયું?
ઉત્તર: 29 ડિસેમ્બર, 1968
4. ચુનીલાલ મડિયાનું વતન કયું છે?
ઉત્તર: ધોરાજી (સૌરાષ્ટ્ર)
5. તેમણે કયા કોલેજમાંથી B.Com કર્યું હતું?
ઉત્તર: સિડનહામ કોલેજ, મુંબઈ
6. તેમણે પ્રથમ વાર્તાસંગ્રહ કયો પ્રકાશિત કર્યો?
ઉત્તર: ઘૂઘવતાં પૂર (1945)
7. તેમના પ્રેરક કવિ કોણ હતા?
ઉત્તર: ઉમાશંકર જોશી
8. તેમને કયો પુરસ્કાર 1951માં મળ્યો?
ઉત્તર: નર્મદ સુવર્ણચંદ્રક
9. તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક ક્યારે મળ્યો?
ઉત્તર: 1957
10. તેમનો પુત્ર ત્ર કોણ છે?
ઉત્તર: અપૂર્વ
11. ચુનીલાલ મડિયાના વિવાહ પાત્રનું નામ શું છે?
ઉત્તર: દક્ષા
12. તેમણે કઈ ભાષામાં સાહિત્ય સર્જન કર્યું?
ઉત્તર: ગુજરાતી
13. તેમના કયા નવલકથાસંગ્રહ પરથી ફિલ્મ બની?
ઉત્તર: લીલુડી ધરતી
14. તેમની મૃત્યુની ઘટના કઈ ટ્રેનમાં ઘટી?
ઉત્તર: ગુજરાત મેલ
15. તેમને ક્યાં આંતરરાષ્ટ્રીય અધિવેશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું?
ઉત્તર: P.E.N. 1967
ચુનીલાલ મડિયાની વિશેષતાઓ
પ્રાદેશિક નવલકથાઓના સર્જક તરીકે એમને યશ અપાવે એવી કૃતિઓ બહુ ઓછી છે, તેમ છતાં વાસ્તવરીતિ અને કટાક્ષરીતિથી એમની કથાસૃષ્ટિમાંથી ઊપસતો પ્રદેશ ભાવકના આસ્વાદનો વિષય થઈ પડે છે. પ્રદેશને ઉપસાવવાની એમની રીતિનું અહીં ઘણું મહત્ત્વ છે.
બહુધા માનવમનની ગૂંચને તાકતી એમની ટૂંકીવાર્તાઓમાંથી કેટલીક, ગુજરાતી વાર્તાસાહિત્યની ખરા અર્થમાં સીમાસ્તંભ કૃતિઓ બની રહે એ કક્ષાની છે. સંવાદોમાંથી અને વર્ણનકથનમાંથી પરિસ્થિતિને કે પરિવેશને નિરૂપવાની એમની કળા ઉલ્લેખનીય છે.
કેન્દ્રસ્થ ભાવને હળવાશથી પાત્રોના માધ્યમ દ્વારા મૂકતાં આ નાટકો રંગભૂમિને નજર સમક્ષ રાખીને લખાયેલાં છે. નાટ્યકાર તરીકેની સર્જકની આ વિશિષ્ટતા એમના નાટકોમાંથી પ્રગટ થયાં છે; એ રીતે તેઓ નાટ્યતત્ત્વજ્ઞ નાટ્યકાર ઠરે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો