મંગળવાર, 15 જુલાઈ, 2025

ચુનીલાલ મડિયાનું જીવન-સર્જન આલેખો.

ચુનીલાલ મડિયાનું જીવન-સર્જન આલેખો.

પ્રસ્તાવના

"ચુનીલાલ કાલિદાસ મડિયા ગુજરાતી સાહિત્યના ચિરંજીવી સર્જક છે. ટૂંકી વાર્તા હોય કે નવલકથા, નાટક હોય કે વિવેચન કે કવિતા એમાં મડિયાનું બળકટ પ્રદાન આજે પણ કાયમી મૂલ્ય ધરાવે છે."
                                  - કિરીટ દૂધાત

ચુનીલાલ કાળિદાસ મડિયા નવલકથાકાર, નવલિકાકાર, નાટ્યકાર, વિવેચક અને કવિ હતા.પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર. ઉપનામ : ‘અખો રૂપેરો’, ‘કલેન્દુ’, ‘વક્રગતિ’, ‘વિરંચિ’. વતન : ધોરાજી (સૌરાષ્ટ્ર). પિતાજીનો વ્યવસાય ધીરધારનો હતો. ચુનીલાલ કૉલેજમાં હતા ત્યારથી જ તેમને વાર્તા લખવાનો શોખ હતો. ઉમાશંકર જોશીનાં સંસર્ગ, પ્રોત્સાહન અને માર્ગદર્શનથી એ પ્રવૃત્તિએ વેગ પકડ્યો. તેના ફળસ્વરૂપે 1944માં તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘ઘૂઘવતાં પૂર’ પ્રગટ થયો.

ચુનીલાલ મડિયાનો જીવન આલેખ
જન્મ
ચુનીલાલ કાળિદાસ મડિયા
12 August 1922
ધોરાજી, ગુજરાત
મૃત્યુ
29 December 1968 (ઉંમર 46)
અમદાવાદ, ગુજરાત
વ્યવસાય
નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક, કવિ, વિવેચક
ભાષા : ગુજરાતી
રાષ્ટ્રીયતા : ભારતીય
શિક્ષણ : બી.કોમ.
માતૃ શિક્ષણ સંસ્થા
એચ. એલ. કોલેજ ઓફ કોમર્સ, અમદાવાદ
સિડેનહામ કોલેજ, મુંબઈ
લેખન પ્રકારો
નવલકથા, ટૂંકી વાર્તા, નિબંધ, સોનેટ
નોંધપાત્ર સર્જનો
ઘૂઘવતા પૂર (૧૯૪૫)
વ્યાજનો વારસ (૧૯૪૬)
શરણાઇના સૂર (૧૯૫૪)
લીલુડી ધરતી (૧૯૫૭)
નોંધપાત્ર પુરસ્કારો
નર્મદ સુવર્ણચંદ્રક (૧૯૫૧)
રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૫૭)
સક્રિય વર્ષો
૧૯૪૫ - ૧૯૬૮
જીવનસાથી
દક્ષા (૧૯૫૬ - ૧૯૬૮), મૃત્યુ સુધી
સંતાનો
અપૂર્વ, અમિતાભ (પુત્ર)
પૂર્વી (પુત્રી)

જન્મ

તેમનો જન્મ ૧૨ ઓગસ્ટ, ૧૯૨૨ ના રોજ ધોરાજી, રાજકોટમાં થયો હતો.

અભ્યાસ

•1939માં ધોરાજીની હાઈસ્કૂલમાંથી મૅટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી. 
•1939થી 1944 સુધી અમદાવાદની એચ. એલ. કૉલેજ ઑવ્ કૉમર્સમાં અભ્યાસ કર્યો. 
•1945માં મુંબઈની સિડનહામ કૉલેજમાંથી બી. કૉમ પાસ થયા.

વ્યવસાય

• 1945થી 1950 દરમિયાન મુંબઈમાં ‘જન્મભૂમિ’ દૈનિકના તંત્રી-વિભાગમાં કામ કર્યું. 
• ત્યારબાદ યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્ફર્મેશન સર્વિસ(‘યુસિસ’)ની મુંબઈ શાખાના ગુજરાતી વિભાગમાં સંપાદક તરીકે જોડાયા. • 1955માં તેમણે યુરોપ અને અમેરિકાનો પ્રવાસ કર્યો.
 • 1962માં ‘યુસિસ’માંથી નિવૃત્ત. 
•1963માં તેમણે ‘રુચિ’ માસિક શરૂ કર્યું. 
•‘સંદેશ’ અને ‘જન્મભૂમિ’ દૈનિકોમાં તેઓ ધારાવાહી નવલકથાઓ અને સાપ્તાહિક કટાર પણ લખતા. 
•1967માં પી. ઈ. એન.ના આંતરરાષ્ટ્રીય અધિવેશનમાં ભારતના પ્રતિનિધિ તરીકે હાજરી આપવાને નિમિત્તે આફ્રિકા અને યુરોપની મુસાફરી કરી. 

પુરસ્કાર

• ૧૯૫૭માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો.
• 1951માં મડિયાને નર્મદ સુવર્ણચંદ્રક મળ્યો. 
• 1951માં મડિયાના ‘રંગદા’ એકાંકીસંગ્રહને મુંબઈ સરકારનું શ્રેષ્ઠ એકાંકીસંગ્રહ માટેનું પ્રથમ ઇનામ મળ્યું. 
•1954માં ‘ધ ન્યૂયૉર્ક હેરલ્ડ ટ્રિબ્યૂન’ની આંતરરાષ્ટ્રીય ટૂંકી વાર્તા હરીફાઈમાં મડિયાની ટૂંકી વાર્તા ‘રાન્દેવૂ ઇન ઇટરનિટી’ (‘અંત:સ્રોતા’નું અંગ્રેજી રૂપાંતર)ને તે વરસની શ્રેષ્ઠ ટૂંકી વાર્તા માટેનું પ્રથમ ઇનામ મળ્યું. 
• 1956માં મડિયાના ટૂંકી વાર્તાના સંગ્રહ ‘તેજ અને તિમિર’ને મુંબઈ સરકાર તરફથી 1952ના વરસ માટેના શ્રેષ્ઠ ટૂંકી વાર્તાના સંગ્રહ માટેનું પ્રથમ ઇનામ મળ્યું. 
• 1956થી 1968 સુધી મડિયા કેન્દ્રીય સાહિત્ય અકાદમીની સલાહકાર સમિતિના સભ્ય હતા.

અવસાન

૨૯ ડિસેમ્બર, ૧૯૬૮ના રોજ હૃદયરોગથી અમદાવાદમાં તેમનું અવસાન થયું હતું. 29–12–1968ના રોજ પી. ઈ. એન.ના ભારતીય અધિવેશનમાં હાજરી આપીને અમદાવાદથી મુંબઈ જતાં રાત્રે ગુજરાત મેલમાં હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું હતું.

સર્જન
નવલકથા
(1) 'પાવકજવાળા' (૧૯૪૫)
(2) 'વ્યાજનો વારસ' (૧૯૪૬)
(3) 'ઈંધણ ઓછાં પડ્યાં' (૧૯૫૧)
(4)'વેળા વેળાની છાંયડી' (૧૯૫૬) 
(5)'લીલુડી ધરતી'- ભા. ૧-૨ (૧૯૫૭) 
(6)'પ્રીતવછોયાં' (૧૯૬૦) 
(7)'શેવાળનાં શતદલ' (૧૯૬૦)
(8)'કુમકુમ અને આશકા' (૧૯૬૨)
(9) 'સધરા જેસંગનો સાળો'- ભા. ૧-૨ (૧૯૬૨)
(10)'ગ્રહાષ્ટક વત્તા એક' (૧૯૬૫)
(11) 'ઇન્દ્રધનુનો આઠમો રંગ' (૧૯૬૭)
(12) 'ધધરાના સાળાનો સાળો' (૧૯૬૮)
 (13)'આલા ધાધલનું ઝીંઝાવદર' (૧૯૬૮) 

નવલિકા
(1)'ઘૂઘવતાં પૂર' (૧૯૪૫)
(2) 'શરણાઈના સૂર' (૧૯૪૫)
(3) 'ગામડું બોલે છે' (૧૯૪૫) 
(4)'પદ્મજા' (૧૯૪૭)
(5)'ચંપો અને કેળ' (૧૯૫૦)
(6) 'તેજ અને તિમિર' (૧૯૫૨)
(7) 'રૂપ-અરૂપ' (૧૯૫૩)
(8)'અંતઃસ્ત્રોતા' (૧૯૫૬)
(9)'જેકબ સર્કલ સાત રસ્તા' (૧૯૫૯)
(10) 'ક્ષણાર્ધ' (૧૯૬૨)
(11)'ક્ષત-વિક્ષત' (૧૯૬૮) 

નાટક
(1)'હું અને મારી વહુ' (૧૯૪૯)
(2)'રંગદા' (૧૯૫૧)
(3)'વિષયવિમોચન' (૧૯૫૫)
(4) 'રક્તતિલક' (૧૯૫૬)
(5)'શૂન્યશેષ' (૧૯૫૭)
(6) 'રામલો રોબિહનહૂડ' (૧૯૬૨) 

કાવ્ય સંગ્રહો
(1) 'સૉનેટ' (૧૯૫૯) 
આ એમનો એકવીસ સૉનેટકાવ્યોનો સંગ્રહ છે.

સંપાદન
(1) 'મડિયાની હાસ્યકથાઓ'
(2) 'મડિયાની ગ્રામકથાઓ', 
'(3)મડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ',
(4) 'શ્રેષ્ઠ એકાંકીઓ',
(5) 'નટીશૂન્ય નાટકો', '
(6)નાટ્યમંજરી' અને
(7) 'ઉત્તમ એકાંકી' 
અનુવાદ
(8) 'શ્રેષ્ઠ અમેરિકન વાર્તાઓ' 
(9) 'કાળજાં કોરાણાં'
નાટ્યાનુવાદો
(10)'આંતરરાષ્ટ્રીય એકાંકીઓ'  
(11)'કામણગારો કર્નલ' એ એમણે કરેલા નાટ્યાનુવાદો છે.

અન્ય ભાષામાં અનુવાદ
મડિયાની કેટલીક નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓના મરાઠી, તમિળ, હિંદી, અંગ્રેજી, ઇટાલિયન અને મલયાળમ ભાષાઓમાં અનુવાદ થયા છે.

મડિયાના કથાસાહિત્ય પરથી બનેલી ફિલ્મો

મડિયાના કથાસાહિત્ય પરથી ફિલ્મો બનાવવામાં આવી છે. (1)‘વેળાવેળાની છાંયડી’~ફિલ્મ : સમય બડા બલવાન
(2) ‘અંત:સ્રોતા’~ફિલ્મ :મારી હેલ ઉતારો રાજ
(3)‘લીલુડી ધરતી’,~ફિલ્મ :લીલુડી ધરતી
(4)‘અભુ મકરાણી’ ~ફિલ્મ :મિર્ચ મસાલા
(5)‘પાવક જ્વાળા’ ~ફિલ્મ : પાવક જ્વાળા

ઉપસંહાર

ગુજરાતી સાહિત્યક્ષેત્રે ઇયત્તા અને ગુણવત્તા ઉભય ર્દષ્ટિએ નોંધપાત્ર સાહિત્યસર્જન કરનાર સર્જકોમાં ચુનીલાલ મડિયાનું સ્થાન છે. પાંચમા દાયકાની ધ્યાન ખેંચે તેવી સાહિત્યિક ઘટના એટલે મડિયાનું આગમન. અલ્પ આયુષ્યમાં કવિતાથી વિવેચન સુધીના લગભગ તમામ સાહિત્યપ્રકારોનું ખેડાણ તેમણે કર્યું છે. સૌરાષ્ટ્રના લોકજીવનને સાહિત્યમાં સજીવન કરનાર મેઘાણી પછીના બીજા સર્જક તે મડિયા.


ચુનીલાલ મડિયા – ટૂકા પ્રશ્નો (ઉત્તર સહિત)
1. ચુનીલાલ મડિયાનું સંપૂર્ણ નામ શું હતું?
   ઉત્તર: ચુનીલાલ કાળિદાસ મડિયા
2. ચુનીલાલ મડિયાનું જન્મતારીખ શું છે?
   ઉત્તર: 12 ઓગસ્ટ, 1922
3. ચુનીલાલ મડિયાનું અવસાન ક્યારે થયું?
   ઉત્તર: 29 ડિસેમ્બર, 1968
4. ચુનીલાલ મડિયાનું વતન કયું છે?
   ઉત્તર: ધોરાજી (સૌરાષ્ટ્ર)
5. તેમણે કયા કોલેજમાંથી B.Com કર્યું હતું?
   ઉત્તર: સિડનહામ કોલેજ, મુંબઈ
6. તેમણે પ્રથમ વાર્તાસંગ્રહ કયો પ્રકાશિત કર્યો?
   ઉત્તર: ઘૂઘવતાં પૂર (1945)
7. તેમના પ્રેરક કવિ કોણ હતા?
   ઉત્તર: ઉમાશંકર જોશી
8. તેમને કયો પુરસ્કાર 1951માં મળ્યો?
   ઉત્તર: નર્મદ સુવર્ણચંદ્રક
9. તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક ક્યારે મળ્યો?
   ઉત્તર: 1957
10. તેમનો પુત્ર ત્ર કોણ છે?
   ઉત્તર: અપૂર્વ
11. ચુનીલાલ મડિયાના વિવાહ પાત્રનું નામ શું છે?
   ઉત્તર: દક્ષા
12. તેમણે કઈ ભાષામાં સાહિત્ય સર્જન કર્યું?
   ઉત્તર: ગુજરાતી
13. તેમના કયા નવલકથાસંગ્રહ પરથી ફિલ્મ બની?
   ઉત્તર: લીલુડી ધરતી
14. તેમની મૃત્યુની ઘટના કઈ ટ્રેનમાં ઘટી?
   ઉત્તર: ગુજરાત મેલ
15. તેમને ક્યાં આંતરરાષ્ટ્રીય અધિવેશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું?
   ઉત્તર: P.E.N. 1967

 ચુનીલાલ મડિયાની વિશેષતાઓ
 પ્રાદેશિક નવલકથાઓના સર્જક તરીકે એમને યશ અપાવે એવી કૃતિઓ બહુ ઓછી છે, તેમ છતાં વાસ્તવરીતિ અને કટાક્ષરીતિથી એમની કથાસૃષ્ટિમાંથી ઊપસતો પ્રદેશ ભાવકના આસ્વાદનો વિષય થઈ પડે છે. પ્રદેશને ઉપસાવવાની એમની રીતિનું અહીં ઘણું મહત્ત્વ છે.

 બહુધા માનવમનની ગૂંચને તાકતી એમની ટૂંકીવાર્તાઓમાંથી કેટલીક, ગુજરાતી વાર્તાસાહિત્યની ખરા અર્થમાં સીમાસ્તંભ કૃતિઓ બની રહે એ કક્ષાની છે. સંવાદોમાંથી અને વર્ણનકથનમાંથી પરિસ્થિતિને કે પરિવેશને નિરૂપવાની એમની કળા ઉલ્લેખનીય છે.

 કેન્દ્રસ્થ ભાવને હળવાશથી પાત્રોના માધ્યમ દ્વારા મૂકતાં આ નાટકો રંગભૂમિને નજર સમક્ષ રાખીને લખાયેલાં છે. નાટ્યકાર તરીકેની સર્જકની આ વિશિષ્ટતા એમના નાટકોમાંથી પ્રગટ થયાં છે; એ રીતે તેઓ નાટ્યતત્ત્વજ્ઞ નાટ્યકાર ઠરે છે.

હરિગીત છંદ

 Published on Jan 08, 2012 હરિગીત
આ છંદ વિશેષતઃ માત્રા મેળ છંદ છે.
આ કુલ ૨૮ માત્રાનો છંદ છે. તેમાં સાત માત્રાની સંધિ ચાર વખત આવે છે.
અહીં એક ગુરુને સ્થાને બે લઘુ અક્ષર લઈ શકાય છે- તેથી છંદની માત્રાઓના
મેળમાં કોઈ ફેર પડતો નથી. જેમ કે….
૧૧૨૧_૨૨_૨_૧_૧૧_૧૧_૨૧૨_૧૧૨૧_૧ કુલ ૨૮ માત્રા
ચળકાટ તારો એ જ પણ તુજ ખૂનની તલવાર છે
ઉદાહરણ….
ખાતો દયા ના દેહની કરજે કઠણ તુજ કાળજું
તુજ સ્પર્શથી મુજ ચક્ષુને કંઇ સ્વપ્ન સમુ જે લાધિયું
જે મારતું તે પોષતું એવો દિસે ક્રમ કુદરતી
જે માનવી જન્મી જગે જગદંબને ભૂલી ગયો
સેવા કરી ના માતની અવસર સદા એળે ગયો
આ છંદ તેની સુંદર લયકારીને કારણે કવિઓનો માનિતો છંદ રહ્યો છે.
હરિગીત
છંદ : હરિગીત
બંધારણ :
• પંક્તિની માત્રા ૨૮.
• પંક્તિનો છેલ્લો અક્ષર ગુરુ.
• ૩,૬,૧૦,૧૩,૧૭,૨૦,૨૪ અને ૨૮ મી માત્રાએ તાલ.
ઉદાહરણ :
જે પોષતું તે મારતું, શું એ નથી ક્રમ કુદરતી?
ઉદાહરણ:
મંદિર છો મુક્તિ તણા માંગલ્ય ક્રીડા ના પ્રભુ!
ને ઈંદ્ર નર ને દેવતા સેવા કરે તારી વિભુ!
સર્વજ્ઞ છો સ્વામી વળી શિરદાર અતિશય સર્વના
ઘણું જીવ તું ઘણું જીવ તું ભંડાર જ્ઞાન કળા તણાં.
-રત્નાકર પચ્ચીશી (રત્નશ્યામ સૂરીશ્વરજી)
વિષમ હરિગીત
છંદ : વિષમ હરિગીત
બંધારણ :
• પહેલા ને ત્રીજા ચરણમાં ૨૬ માત્રા
• બીજા ને ચોથા ચરણમાં ૨૮ માત્રા
• પંક્તિનો છેલ્લો અક્ષર ગુરુ.
• પહેલાને ત્રીજા ચરણમાં પહેલી માત્રાથી અને બીજા અને ચોથામાં ત્રીજી માત્રાથી તાલ શરૂ થાય છે.
ઉદાહરણ :
ઊજળા આકાશમાં કદી મેઘકકડો નિરખું
સ્વચ્છ્ન્દ તરતો, કે તરત આ દેહમાંથી હું કૂદું,
કૂદી બેસું મેઘકકડા એ ઉપર ત્યહાંથી પછી
પેલા “સુખદ આનન્દ-ઑવારા” ઉપર થોભું જઈ;
(છૂટ : ઘાટા અક્ષરોમાં તે અક્ષરથી વિપરીત માત્રા સમજવી)
- આનન્દ-ઑવારા, કુસુમમાળા, નરસિંહરાવ દિવેટિયા
હરિગીત
19
ડીસેમ્બર
હરિગીત
માત્રા સંખ્યા- ૨૮
યતિ -૧૪ અને ૧૬ માત્રાએ
છેલ્લો અક્ષર-ગુરુ
આ પ્રેમ સંસારી તણો તુજ તેજ જેવો છે નક્કી
૨ ૨ ૧ ૨ ૨ ૨ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૨ ૨ ૨ ૧ ૨ = ૨૮
એ અમૃતે શું ઝેરનાં બિન્દુ ભર્યાં વિધિએ નથી.
નરદેવ ભીમકની સુતા દમયંતી નામે સુંદરી.
૧ ૧ ૨ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૨ ૧ ૧ ૨ ૨ ૨ ૨ ૨ ૧ ૧ = ૨૮
 (૧) બેસે છે ભાગ્ય બેઠાનું,ઊભું ઊભા રહેલનું
        સૂતેલાનું રહે સુતુ,ચાલે ભાગ્ય ચલનીનું.
(૨) આ પ્રેમ પારાવારમાં નાતા મરણ પણ મિષ્ટ છે.
(૩) નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી.
      વાંકો એના અંબોડોને વાંકા એનાં વેણ છે.
(૪) સુખ સમયમાં છકી નવ જવું,દુઃખમાં ન હિંમત ધરવી
      સુખ દુઃખ સદા ટકતા નથી,એ નીતિ ઉર ઉતારવી.
(૫) ભૂલો ભલે બીજું બધું,મા-બાપને ભૂલશો નહિ.
(૬) જ્યાં જ્યાં નજર મારી ઠરે,યાદી ભરી ત્યાં આપની.
(૭) જે પોષતું તે મારતું એ ક્રમ નથી શું કુદરતી.
(૮) મર્ત્ય જીવન તો ખરે,માત્ર પૂર્વાલાપ છે.

રવિવાર, 16 માર્ચ, 2025

સાંસ્કૃતિક સમિતિ રિપોર્ટ 202425

શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ અંકલેશ્વર
સાંસ્કૃતિક સમિતિ વાર્ષિક રિપોર્ટ 

 2024-25

ડો હેમંત દેસાઈ 

ડો જયશ્રી ચૌધરી

 (1) ગરબા સ્પર્ધા 
 છોકરા 
પ્રથમ વસાવા નીતેશ  ટીવાય બીએ 
કલારા અર્પિત ટીવાયબીએ 
કિશોરી અતુલ એસવાય બીકોમ 

છોકરી 
શ્રીવાસ્તવ પ્રિયંકા એફવાય બીએ 
મોરી રીનોલ ટીવાય બીએ
 પલક એફવાય બીકોમ

(2) વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય, સુરતના "51 મો યુવક મહોત્સવ"માં શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કૉમર્સ કૉલેજ, અંકલેશ્વરના સિતારા ચમક્યા 

વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય, સુરત ખાતે તા.18 થી 23 ડિસેમ્બર 2024 દરમિયાન આયોજિત"લોકમાતા અહિલ્યાબાઈ હોલકર -51 મો યુવક મહોત્સવ" માં આચાર્યશ્રી ડૉ.જી.કે.નંદાના માર્ગદર્શન હેઠળ શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ, અંકલેશ્વરના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. 

એમાં "મહેંદી સ્પર્ધા"માં આશરે 135 સ્પર્ધકોમાંથી રીનલ ભરતકુમાર મોરીને ત્રીજો ક્રમ,"કાવ્ય પઠન"માં આશરે 100 સ્પર્ધકોમાંથી હાર્વી નિતીનકુમાર ભટ્ટે પાંચમો ક્રમ "ક્લે મોડેલિંગ"માં આશરે 50 સ્પર્ધકોમાંથી શ્રી અક્ષય કિશોરભાઈ રાઠોડે પાંચમો ક્રમ પ્રાપ્ત કર્યા હતાં.  

આ ઉપરાંત, "રંગોળી સ્પર્ધા"માં ફેનીલકુમાર પ્રમોદભાઈ પટેલ અને મકવાણા ઉર્વશીબેન પ્રદીપભાઈ, "હળવું કંઠ્ય સંગીત"માં દામિનીબેન કમલેશભાઈ સોલંકી, "એક પાત્રીય અભિનય"માં દિવ્યા મહેશભાઈ પ્રજાપતિ, "શાસ્ત્રીય લોકનૃત્ય"માં વૃંદાલી કમલેશભાઈ મોદીએ ભાગ લીધો હતો., "રંગોળી સ્પર્ધા"માં ફેનીલકુમાર પ્રમોદભાઈ પટેલની નિર્ણાયકગણે પ્રશંસા કરી હતી.
 સાંસ્કૃતિક સમીતિના કન્વીનર ડૉ. હેમંત દેસાઈના નિર્દેશનમાં ટીમ મેનેજર તરીકે ડૉ. જયશ્રી ચૌધરી, ડૉ.જગદીશ કંથારિયા, ડૉ.ભાગ્યશ્રી બારપાંડે, પ્રો. મોન્ટુ પરમાર, 
પ્રો. હરસિદ્ધિ પંચાલ, પ્રો. ચિંતન ભટ્ટે સેવા આપી હતી

(3)તા. 3/1/2025 
શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કૉમર્સ કૉલેજ ખાતે આચાર્યશ્રી ડૉ.જી.કે. નંદાના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમ અને સપ્તધારા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું સફળતાપૂર્વક આયોજન 

અત્રેની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કૉમર્સ કૉલેજ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ તથા સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્યશ્રી ડૉ. જી. કે. નંદાએ પ્રમુખ વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે સાંસ્કૃતિક સમિતિના કન્વીનર ડૉ. હેમંત દેસાઈ તથા સપ્તધારાના કૉર્ડીનેટર શ્રી ડૉ. નિશા વસાવા તથા સર્જનાત્મક અભિવ્યક્તિ ધારાના કન્વીનર ડૉ.જયશ્રી ચૌધરીએ સહયોગ આપ્યો હતો. નિર્ણાયક તરીકે પ્રો. હરેશ પરીખ, પ્રો સોનલ ખંડપુર, ડૉ. ભાગ્યશ્રી બારપાંડે, એમ ટી એમ ગર્લ્સ હાઇસ્કુલના શિક્ષકશ્રીઓ અશોકભાઈ બી.પટેલ, મહેશભાઈ જી. પટેલ, કપિલાબેન ઈશ્વરભાઈ પટેલ, અફરોઝબેન એમ. પઠાણ વગેરેએ સેવા આપી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન પ્રો. હરસિધ્ધિ પંચાલ, પ્રો. ગીતા વળવી, પ્રો. મોન્ટુ પરમાર, પ્રો. ધરતી જોશી વગેરેએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે દિવ્યા પ્રજાપતિ, મોહિની ડોડીયા, કૃપાલી બોરડા, અવિનાશ ચૌધરી, અર્પિત કલારા, જીયા ગાંધી વગેરેએ જહેમત ઉઠાવી હતી.

કાર્યક્રમમાં સ્પર્ધા અનુસાર નીચે જણાવેલ વિદ્યાર્થીઓ સફળ થયા હતા.
 
કાવ્યપઠન સ્પર્ધા 
પ્રથમ : ભટ્ટ હારવી એફવાયબીએ 
 દ્વિતીય લુણી શ્રુતિ એસવાયબીએ
તૃતીય :કુમાવત ડિમ્પલ એસવાયબીએ
આશ્વાસન એક- પ્રજાપતિ દિવ્યા ટીવાયબીએ 
આશ્વાસન બે - પટેલ હેનિલ એસવાયબીએ

નિર્ણાયક : ડૉ. ભાગ્યશ્રી બારપાંડે

એક પાત્રીય અભિનય
પ્રથમ : મોરી રીનલ ટીવાયબીએ
દ્વિતીય : મુલતાની રુહીના ટીવાયબીએ

નિર્ણાયક: ડૉ. જયશ્રી ચૌધરી

હળવું કંઠ્ય સંગીત (સ્નાતક)
પ્રથમ : દામિની સોલંકી ભટ્ટ  
દ્વિતીય : ભટ્ટ હાર્વી
તૃતીય : પઠાણ મહેનાઝ 
તૃતીય : શ્રીવાસ્તવ પ્રિયંકા 


(અનુસ્નાતક)
પ્રથમ : અસિતી ગોહિલ 
દ્વિતીય : ક્રિષ્ના આહિર
તૃતીય : ક્રિષ્ના આહીર
નિર્ણાયક : ડૉ. હેમંત દેસાઈ 

વક્તૃત્વ 
પ્રથમ : પ્રજાપતિ દિવ્યા આહીર 
દ્વિતીય : આહીર ક્રિષ્ના
તૃતીય : પટેલ ફેનીલ
આશ્વાસન એક : શેખ અમરીન


નિર્ણાયક : પ્રો. હરેશ પરીખ

નિબંધ લેખન
પ્રથમ : પોપટ ફાતેમાબીબી મોહમ્મદસફી એસવાયબીકોમ  
પ્રથમ : વસાવા હેતલ એ. ટીવાયબીએ 
દ્વિતીય : આહિર માનસી ભુપેન્દ્રભાઈ એસ.વાય.બી.કોમ 
તૃતીય : પટેલ ઋતવી સંજયભાઈ ટીવાય બીકોમ
તૃતીય : સૈયદ મિસબાહ એમ. ટીવાયબીએ

નિર્ણાયક : ડૉ. જી. કે. નંદા

સ્વરચિત કાવ્ય લેખન 
પ્રથમ : લુણી શ્રુતિ ચંદુભાઈ એસ.વાય.બી.એ 
દ્વિતીય : આહિર ક્રિષ્નાબેન બળવંતભાઈ 
તૃતીય : બોરડા કૃપાલી માવજીભાઈ 
આશ્વાસન એક- બોરસે યશ્વી પ્રભાકરભભાઈ 
આશ્વાસન બે - વસાવા લતાબેન અમૃતભાઈ

નિર્ણાયક : અફરોઝબેન એમ. પઠાણ (શિક્ષકશ્રી ,એમ. ટી. એમ. ગર્લ્સ હાઇસ્કૂલ)

સ્વરચિત વાર્તા લેખન
પ્રથમ : 
 માંગરોલા જાનવી લક્ષ્મણસિંહ એફવાયબીએ 
દ્વિતીય : બોરસે યશ્વી પ્રભાકરભાઈ 

નિર્ણાયક : કપિલાબેન ઈશ્વરભાઈ પટેલ (શિક્ષકશ્રી ,એમ. ટી. એમ. ગર્લ્સ હાઇસ્કૂલ)

પોસ્ટર મેકિંગ
પ્રથમ : રાઠોડ અક્ષય એફ વાય બી એ
દ્વિતીય : ચૌહાણ દિવ્યા એસ વાય બી એ
તૃતીય : મોરી રીનલ ભરતકુમાર મકવાણા એસ વાય બી એ
આશ્વાસન એક - મકવાણા ઉર્વશી 
આશ્વાસન બે - પટેલ આદિત્ય એમ

નિર્ણાયક : 
(1) અશોકભાઈ બી.પટેલ
(2) મહેશભાઈ જી. પટેલ 
(શિક્ષકશ્રીઓ, એમ. ટી. એમ. ગર્લ્સ હાઇસ્કૂલ)

નૃત્ય (ડાન્સ) 
પ્રથમ : અર્પિત કલારા ટીવાયબીએ

નિર્ણાયક : પ્રો. સોનલ ખંડપુર



(4) કલા મહાકુંભ ખાતે આયોજિત કલા મહાકુંભમાં વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા. 
ચિત્રકલા 
ફેનીલ પટેલ 
એક પાત્રીય અભિનય
 દિવ્યા પ્રજાપતિ
 મોરી રીનલ

     
એક પાત્રીય અભિનય 
પ્રથમ વિજેતા દિવ્યા પ્રજાપતિ ટીવાયબીએ


મંગળવાર, 25 ફેબ્રુઆરી, 2025

એસટીપી કોલેજ અંકલેશ્વર દ્વારા વિલ્સન હિલ અને નારગોલ બીચનો સફળ પ્રવાસ યોજાયો

શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કૉમર્સ કૉલેજ અંકલેશ્વર દ્વારા આચાર્યશ્રી ડૉ. જી કે નંદાને માર્ગદર્શન હેઠળ એક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. તા.23મી રાત્રેથી શરૂ કરીને, તા.24મીએ વિલ્સન હિલ અને નારગોલ બીચનો સફળ પ્રવાસ બે લક્ઝરી બસ દ્વારા યોજવામાં આવ્યો હતો. વિદ્યાર્થી નેતા રીનલ મોરી તથા પાર્થ પંચાલે આચાર્યશ્રી તથા વરિષ્ઠ અધ્યાપકોના માર્ગદર્શન હેઠળ પ્રવાસનું આયોજન કર્યું હતું અને ટીમ લીડર્સ શ્રૃતિ લૂણી, ભૌતિક પટેલ, 
હિતિશા પટેલ,ડોડીયા નિશા,બ્રાહ્મણ રમેશ, વસાવા અલ્કેશે  પ્રવાસને સફળ બનાવવા માટે સહયોગ આપ્યો હતો. 

આ શૈક્ષણિક પ્રવાસમાં વિદ્યાર્થીઓએ વિલ્સનહિલના ઇતિહાસને જાણ્યો હતો તથા પ્રાકૃતિક સૌંદર્યને નિહાળ્યું હતું અને નારગોલ બીચ પર સંધ્યા સમયે દરિયાની સુંદરતા નિહાળી હતી.

આ પ્રવાસમાં કાર્યકારી આચાર્યશ્રી ડૉ. હરેશ પરીખ તથા ડૉ. હેમંત દેસાઈ, ડૉ. જયશ્રી ચૌધરી, ડૉ.મનેષ પટેલ, ડૉ. નિશા વસાવા,  પ્રા.મોન્ટુ  પરમાર, પ્રા. હરસિદ્ધિ પંચાલ, વહીવટી સ્ટાફ શ્રી ધર્મેશ પટેલ, શ્રી નીરવ પટેલ, શ્રી વિશાલ મિસ્ત્રીએ પ્રવાસને સફળ બનાવવામાં  ભારે જહેમત ઉઠાવી હતી.

ગુરુવાર, 20 ફેબ્રુઆરી, 2025

" આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ "2025ની ઉજવણી

"વિશ્વ માતૃભાષા દિવસ " નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને અંગ્રેજી વિભાગ વી.એન.એસ.જી.યુ. સુરતના સંયુક્ત ઉપક્રમે આયોજિત માતૃભાષા મહોત્સવ 2025 અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં વક્તા તરીકે ડૉ. શરીફા વીજળીવાળા અને શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ અંકલેશ્વરના એસોસિયેટ પ્રોફેસર ડૉ. જયશ્રી ચૌધરીએ વક્તવ્ય આપ્યું હતું. અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડૉ. મહેશ ડેએ સૌને આવકાર્યા હતા. માતૃભાષા દિવસના મહત્વને સમજાવતા મહેશ ડે ભાવવિભોર થઈને પોતાના અંકલેશ્વર કોલેજના પ્રારંભિક દિવસોને યાદ કર્યા હતા.


વીએનએસજીયુના કુલપતિ શ્રી ડૉ. કિશોરસિંહ ચાવડા તથા રજીસ્ટ્રાર ડૉ. આર.સી. ગઢવી અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉ. ભાગ્યેશ જહા તથા મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવે શુભેચ્છાઓ પાઠવી હતી.

ડૉ. શરીફા વીજળીવાળાએ 21મી ફેબ્રુઆરી માતૃભાષા દિવસની ઉજવણીનો પ્રારંભ તથા માતૃભાષાના મહત્વને વિવિધ ઉદાહરણો દ્વારા દર્શાવ્યું હતું .તેમણે ઉખાણાઓ તથા માતૃભાષાના ઉદાહરણો જીવંત શૈલીમાં આપીને રસપ્રદ વ્યાખ્યાન આપ્યું હતું.

શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ અંકલેશ્વરના એસોસિયેટ પ્રોફેસર ડૉ. જયશ્રી ચૌધરીએ આચાર્યશ્રી ડૉ. જી.કે. નંદાના માર્ગદર્શન હેઠળ "સાંપ્રત સમયમાં માતૃભાષાનું મહત્વ" વિષયક વક્તવ્ય આપ્યું હતું. એમણે માતૃભાષા શબ્દને 'માતાની ભાષા' કહીને સમજાવ્યું હતું અને સાથે સાથે માતૃભાષાને 'મૂળ ભાષા', 'માની ભાષા' વગેરે કહેવામાં આવે છે. 
 જયશ્રી ચૌધરીએ સરકારશ્રીની પહેલ બાબતે ઉચ્ચતર શિક્ષણ સંસ્થાનોમાં માતૃભાષા અથવા સ્થાનીય ભાષામાં શિક્ષણ વિષયના યુજીસી અને શિક્ષણ મંત્રાલય ભારત સરકારના પત્રને ટાંક્યો હતો. એ પત્ર રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 ના અનુરૂપ ઉચ્ચ શિક્ષણ સંસ્થાનો માટે આ અતિ આવશ્યક છે કે તે વિદ્યાર્થીઓ માટે શિક્ષણ અભિગમ પ્રક્રિયાને માતૃભાષા/સ્થાનીય ભાષામાં સુલભ બનાવે. અને પહેલા એક પત્ર આ દિશામાં વિશ્વવિદ્યાલય અનુદાન આયુક્ત તરફથી બધા ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોને એક આધિકારિક પત્ર મોકલવામાં આવ્યો હતો. જેમાં બધા જ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને અનુરોધ કરવામાં આવ્યો હતો કે તે વિદ્યાર્થીઓને પરીક્ષામાં માતૃભાષા કે સ્થાનીય ભાષામાં ઉત્તર લખવાની અનુમતિ આપે. ભલેને કાર્યક્રમ અંગ્રેજી માધ્યમનો હોય.

 એનઈપી 2020 અનુસાર પ્રારંભિક બાળ શિક્ષણ એ માતૃભાષા અથવા પ્રાદેશિક ભાષામાં આપવાની ભલામણ કરવામાં આવી છે. ત્રિભાષા સૂત્ર અનુસાર દરેક ભારતીય વિદ્યાર્થીએ ભારતીય માતૃભાષા હિન્દી એક પ્રાદેશિક ભાષા અને અંગ્રેજી ભાષા શીખવી જોઈએ. લવચીકતા પણ છે કે વિદ્યાર્થી પોતાનું તૃતીય ભાષા વિષય તરીકે અંગ્રેજી અથવા અન્ય ભાષા પસંદ કરી શકે બિન હિન્દી લાદવામાં આવી ચિંતાઓની સામે રાજ્યોને પોતે પસંદગી કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે.
 આ વિવિધ કાર્યક્રમો માટે સરકારની આ પહેલને પગલાને બિરદાવતા ડૉ. જયશ્રી ચૌધરીએ કહ્યું હતું કે આપણે આપણી ભારતીય જ્ઞાન પરંપરા તરફ પાછા વળીશું. આ એક સરાહનીય પગલું છે કારણ કે ઘણા વર્ષો સુધી આપણે ગુલામીમાં રહ્યા એને કારણે આપણે મતિભ્રષ્ટ જેવી સ્થિતિ હતી તો સરકારશ્રીના આ માતૃભાષા કે સ્થાનીય ભાષા તરફના વલણને લીધે આપણે પુનઃ આપણા ભારતના ભવ્ય ઐતિહ્ય તરફ પાછા વળીશું. તેમણે માતૃભાષાને જાળવી રાખવા માટેના વિવિધ ઉપાયો સૂચવ્યા હતા. એમણે કહ્યું હતું કે સૌથી પહેલા તો વ્યક્તિએ પોતે માતૃભાષા બોલવી જોઈએ. ઘરમાં સવાર સાંજ કે શાળા કોલેજમાં માતૃભાષા માટે ગૌરવ અનુભવો.  બાળકને પ્રથમ શિક્ષણ માતૃભાષામાં જ આપવું જોઈએ. માતૃભાષાનું સાહિત્ય લોકગીતો, કવિતાઓ હોય બાળકોને ટૂંકી વાર્તાઓ વાંચવા આપવું જોઈએ. આ ઉપરાંત યુવાઓએ ખાસ કરીને whatsapp facebook કે instagram પર ગુજરાતી /માતૃભાષા લખવાનું શરૂ કરવું જોઈએ. તેમણે માતૃભાષાની આજની સ્થિતિ અને પડકારો વિશે વાત કરી હતી. આજે ગુજરાતી શાળાઓ ઓછી થઈ રહી છે; અંગ્રેજી શાળામાં બાળકો પ્રવેશી રહ્યા છે. એમણે એ પણ જણાવ્યું હતું કે એવા કેટલાક દેશો છે જે માતૃભાષાને વળગી રહ્યા છે તેમણે વિશેષ પ્રગતિ સાધી છે અને સરકારશ્રીના પગલાથી આપણે પણ આપણા સમૃદ્ધ વારસા તરફ પાછા વળીશું. તેમણે કાર્યક્રમના અંતે એક કાવ્ય ગાન કર્યું હતું જેમાં તેમણે કહ્યું હતું, કે 
"ધન્ય ધન્ય ધરા ગુજરાતી ધન્ય ગિરા ગુજરાતી
 હું ગુજરાતી હું ગુજરાતી મારી માતૃભાષા ગુજરાતી 
મારી અસ્મિતા મારું અભિમાન મારી માતૃભાષા ગુજરાતી"
આ કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. પરેશ જોષીએ કર્યું હતું

સોમવાર, 17 ફેબ્રુઆરી, 2025

સાંપ્રત સમયમાં માતૃભાષાનું મહત્વ

 આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ 2025 : વ્યાખ્યાન

શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ,             અંકલેશ્વર                                            
                                                ડૉ. જયશ્રી ચૌધરી

"વિશ્વ માતૃભાષા દિવસ " નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને અંગ્રેજી વિભાગ વી.એન.એસ.જી.યુ. સુરતના સંયુક્ત ઉપક્રમે આયોજિત માતૃભાષા મહોત્સવ 2025 અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં વક્તા તરીકે ડૉ. શરીફા વીજળીવાળા અને શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ અંકલેશ્વરના એસોસિયેટ પ્રોફેસર ડૉ. જયશ્રી ચૌધરીએ વક્તવ્ય આપ્યું હતું. અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડૉ. મહેશ ડેએ સૌને આવકાર્યા હતા. માતૃભાષા દિવસના મહત્વને સમજાવતા મહેશ ડે ભાવવિભોર થઈને પોતાના અંકલેશ્વર કોલેજના પ્રારંભિક દિવસોને યાદ કર્યા હતા.
વીએનએસજીયુના કુલપતિ શ્રી ડૉ. કિશોરસિંહ ચાવડા તથા રજીસ્ટ્રાર ડૉ. આર.સી. ગઢવી અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉ. ભાગ્યેશ જહા તથા મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવે શુભેચ્છાઓ પાઠવી હતી.

ડૉ. શરીફા વીજળીવાળાએ 21મી ફેબ્રુઆરી માતૃભાષા દિવસની ઉજવણીનો પ્રારંભ તથા માતૃભાષાના મહત્વને વિવિધ ઉદાહરણો દ્વારા દર્શાવ્યું હતું .તેમણે ઉખાણાઓ તથા  માતૃભાષાના ઉદાહરણો જીવંત શૈલીમાં આપીને રસપ્રદ વ્યાખ્યાન આપ્યું હતું.

શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ અંકલેશ્વરના એસોસિયેટ પ્રોફેસર ડૉ. જયશ્રી ચૌધરીએ આચાર્યશ્રી ડૉ. જી.કે. નંદાના માર્ગદર્શન હેઠળ "સાંપ્રત સમયમાં માતૃભાષાનું મહત્વ" વિષયક વક્તવ્ય આપ્યું હતું. એમણે માતૃભાષા શબ્દને 'માતાની ભાષા' કહીને સમજાવ્યું હતું અને સાથે સાથે માતૃભાષાને 'મૂળ ભાષા', 'માની ભાષા' વગેરે કહેવામાં આવે છે. 
 જયશ્રી ચૌધરીએ સરકારશ્રીની પહેલ  બાબતે ઉચ્ચતર શિક્ષણ સંસ્થાનોમાં માતૃભાષા અથવા સ્થાનીય ભાષામાં શિક્ષણ વિષયના યુજીસી અને શિક્ષણ મંત્રાલય ભારત સરકારના પત્રને ટાંક્યો હતો. એ પત્ર રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 ના અનુરૂપ ઉચ્ચ શિક્ષણ સંસ્થાનો માટે આ અતિ આવશ્યક છે કે તે વિદ્યાર્થીઓ માટે શિક્ષણ અભિગમ પ્રક્રિયાને માતૃભાષા/સ્થાનીય ભાષામાં સુલભ બનાવે. અને પહેલા એક પત્ર આ દિશામાં વિશ્વવિદ્યાલય અનુદાન આયુક્ત તરફથી બધા ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોને એક આધિકારિક પત્ર મોકલવામાં આવ્યો હતો. જેમાં બધા જ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને અનુરોધ કરવામાં આવ્યો હતો કે તે વિદ્યાર્થીઓને પરીક્ષામાં માતૃભાષા કે સ્થાનીય ભાષામાં ઉત્તર લખવાની અનુમતિ આપે. ભલેને કાર્યક્રમ અંગ્રેજી માધ્યમનો હોય.

 એનઈપી 2020 અનુસાર પ્રારંભિક બાળ શિક્ષણ એ માતૃભાષા અથવા પ્રાદેશિક ભાષામાં આપવાની ભલામણ કરવામાં આવી છે. ત્રિભાષા સૂત્ર અનુસાર દરેક ભારતીય વિદ્યાર્થીએ ભારતીય માતૃભાષા હિન્દી એક પ્રાદેશિક ભાષા અને અંગ્રેજી ભાષા શીખવી જોઈએ. લવચીકતા પણ છે કે વિદ્યાર્થી પોતાનું તૃતીય ભાષા વિષય તરીકે અંગ્રેજી અથવા અન્ય ભાષા પસંદ કરી શકે બિન હિન્દી લાદવામાં આવી ચિંતાઓની સામે રાજ્યોને પોતે પસંદગી કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે.
 આ વિવિધ કાર્યક્રમો માટે સરકારની આ પહેલને પગલાને બિરદાવતા ડૉ. જયશ્રી ચૌધરીએ કહ્યું હતું કે આપણે આપણી ભારતીય જ્ઞાન પરંપરા તરફ પાછા વળીશું. આ એક સરાહનીય પગલું છે કારણ કે ઘણા વર્ષો સુધી આપણે ગુલામીમાં રહ્યા એને કારણે આપણે મતિભ્રષ્ટ જેવી સ્થિતિ હતી તો સરકારશ્રીના આ માતૃભાષા કે સ્થાનીય ભાષા તરફના વલણને લીધે આપણે પુનઃ આપણા ભારતના ભવ્ય ઐતિહ્ય તરફ પાછા વળીશું. તેમણે માતૃભાષાને જાળવી રાખવા માટેના વિવિધ ઉપાયો સૂચવ્યા હતા. એમણે કહ્યું હતું કે સૌથી પહેલા તો વ્યક્તિએ પોતે માતૃભાષા બોલવી જોઈએ. ઘરમાં સવાર સાંજ કે શાળા કોલેજમાં માતૃભાષા માટે ગૌરવ અનુભવવી જોઈએ. બાળકને પ્રથમ શિક્ષણ માતૃભાષામાં જ આપવું જોઈએ. માતૃભાષાનું સાહિત્ય લોકગીતો, કવિતાઓ હોય બાળકોને ટૂંકી વાર્તાઓ વાંચવા આપવું જોઈએ. આ ઉપરાંત યુવાઓએ ખાસ કરીને whatsapp facebook કે instagram પર ગુજરાતી /માતૃભાષા લખવાનું શરૂ કરવું જોઈએ. તેમણે માતૃભાષાની આજની સ્થિતિ અને પડકારો વિશે વાત કરી હતી. આજે ગુજરાતી શાળાઓ ઓછી થઈ રહી છે; અંગ્રેજી શાળામાં બાળકો પ્રવેશી રહ્યા છે. એમણે એ પણ જણાવ્યું હતું કે એવા કેટલાક દેશો છે જે માતૃભાષાને વળગી રહ્યા છે તેમણે વિશેષ પ્રગતિ સાધી છે અને સરકારશ્રીના પગલાથી આપણે પણ આપણા સમૃદ્ધ વારસા તરફ પાછા વળીશું. તેમણે કાર્યક્રમના અંતે એક કાવ્ય ગાન કર્યું હતું જેમાં તેમણે કહ્યું હતું, કે 
"ધન્ય ધન્ય ધરા ગુજરાતી ધન્ય ગિરા ગુજરાતી
 હું ગુજરાતી હું ગુજરાતી મારી માતૃભાષા ગુજરાતી 
મારી અસ્મિતા મારું અભિમાન મારી માતૃભાષા ગુજરાતી"



 દિવસોને યાદ કર્યા હતા કે પ્રારંભિક દિવસોમાં હું અને ડોક્ટર જયશ્રી ચૌધરી અંકલેશ્વરની કોલેજમાંથી શરૂઆત કરી હતી અને આજે માતૃભાષા દિવસ નિમિત્તે તેઓએ ઉપસ્થિત છે તેમને આવકાર્ય જીવો આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતી યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોક્ટર કિશોરસિંહ ચાવડા તથા રજીસ્ટર ડોક્ટર આરસી ગઢવીએ શુભેચ્છાઓ પાઠવી હતી અંકલેશ્વર કોલેજના એસોસિયેટ પ્રોફેસર ડોક્ટર જયશ્રી ચૌધરીએ આચાર્ય શ્રી ડોક્ટર જી કે નંદાના માર્ગદર્શન હેઠળ વક્તવ્ય તૈયાર કર્યું હતું ડોક્ટર શરીફા વીજળીવાળાએ પ્રથમ વક્તવ્ય આપતા કેટલાક સાહિત્યકો ગુજરાતી માતૃભાષાના ઉખાણાઓ કથાઓ તથા કઈ રીતે માતૃભાષ અનુભવ થયો તેના વિશે વાત કરી હતી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર ચોવીસ શ્રી ચૌધરીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે માતૃભાષાનો ઉદભવ કઈ રીતે થયો માતૃભાષા બે શબ્દોના સાહિત્યથી બનેલી છે જે માતાની ભાષા છે તેને મૂળ ભાષા જેને પ્રારંભિક ભાષા પણ કહેવાય છે અંગ્રેજીમાં જેને નેટિવ લેંગ્વેજ કહેવામાં આવે છે માતૃભાષા એને કહેવાય કે જે બાળક બાલ્યાવસ્થાથી મોટી સુધીમાં અસલી રીતે જે પ્રથમ ભાષા શીખે છે તે માતૃભાષા એમાં શિક્ષણ આપવા માટે સરકારશ્રીની પહેલને ડોક્ટર જયશ્રી ચૌધરીએ બિરદાદા કહ્યું હતું કે એક પત્રનું વાંચન તેમને કહ્યું હતું પિયુજીસી અને શિક્ષા મંત્રાલય ભારત સરકારના પત્રમાં જણાવવામાં આવ્યું છે કે

 કાર્યક્રમનું સફળ સંચાલન ડોક્ટર પરેશ જોષી એ કર્યું હતું


વ્યાખ્યાન
વિશ્વ માતૃભાષા દિવસ " નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને અંગ્રેજી વિભાગ વી.એન.એસ.જી.યુ. સુરતના સંયુક્ત ઉપક્રમે આયોજિત માતૃભાષા મહોત્સવ 2025 માં અત્રે ઉપસ્થિત  વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી માનનીય શ્રી ડૉ. કિશોરસિંહ ચાવડા, રજીસ્ટ્રાર ડૉ. આર.સી. ગઢવી અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉ. ભાગ્યેશ જહા તથા મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ, સાથી વક્તા ડૉ.શરીફા વીજળીવાળા,  અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડૉ. મહેશ ડે, ડૉ. પરેશ જોશી, તથા ઉપસ્થિત માનવંતા  જ્ઞાનીજનો અને વહાલા વિદ્યાર્થીમિત્રો,  આપ સૌને મારા નમસ્કાર ! કેમ છો?..

મજામાને ....મિત્રો હાલ-ચાલ પૂછવાથી આપણી જે પરિસ્થિતિ છે આપણા જે હાલ છે એમાં ખાસ કોઈ પરિવર્તન ભલે ન આવે પણ.... એક સંતોષ થઈ જાય છે કે દુનિયાની આ ભરી ભીડમાં કોઈક પોતાનું છે. જે આપણને પૂછે છે, કેમ છો? તમે જે રીતે હસીને મને જવાબ આપ્યો સાચું કહું એનાથી મારું દિલ ખુશ થઈ ગયું.

મારો અને તમારો આ રીતે એક નાતો જોડાઈ ગયો ; પરિચય થઈ ગયો. હવે તમારી સાથે વાતો કરવાની મને મઝા આવશે.

સૌપ્રથમ આપણી આ યુનિવર્સિટી જેના નામે ગૌરવાન્વિત છે એને યાદ કરી લઈએ. વીર નર્મદને મનોમન સ્મરણ કરીએ, નમન કરીએ. જે આપણું ગૌરવ ગાન છે; રાજ્યનું ગાન છે એની કેટલીક પંક્તિઓને સ્મરીએ.. 

નર્મદ એટલે જોસ્સો, નર્મદ એટલે વીરતા અને સુધારકનું, વિચારકનું એક પ્રતીક મારી સાથે તમે પણ દોહરાવજો..

જય જય ગરવી ગુજરાત!
જય જય ગરવી ગુજરાત,
દીપે અરુણું પરભાત,
જય જય ગરવી ગુજરાત !

ધ્વજ પ્રકાશશે ઝળળ કસુંબી,
પ્રેમ શૌર્ય અંકિત;
તું ભણવ ભણવ નિજ સંતજિ સઉને,
પ્રેમ ભક્તિની રીત
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.
જય જય ગરવી ગુજરાત 


આજે હું તમારી સામે જે વાત કરવાની છું; મારા વિચારો વ્યક્ત કરવાની છું એ વિષય છે "સાંપ્રત સમયમાં માતૃભાષાનું મહત્વ" આ વિષય કંઈ અમસ્તો મને મહેશ ડેએ નથી આપ્યો. સૌપ્રથમ તો હું આપનો આભાર વ્યક્ત કરું છું કે આવા સરસ વિષય વિશે વાત કરવાની મને તક આપી અને સૌથી સરસ  આવા પ્રેક્ષકો આપ્યા આ પ્રેક્ષકો માટે મારે કશું કહેવું છે કે,

" આ તમે શું કહો છો? આંખથી બોલો છો તમે
 લાગણીને આમ પ્રેમથી તોલો છો તમે 
નજરની મખમલી ડોરથી બાંધો છો તમે 
સ્થિર છો ભલે મનથી ડોલો છો તમે"

 "માતૃભાષા" માતૃ અને ભાષા બે શબ્દ છે એટલે માતૃભાષાનો શાબ્દિક અર્થ થશે માતાની ભાષા. માતૃભાષા એક એવી ભાષા છે જે એક વ્યક્તિને જન્મ અથવા તો બાળપણથી પ્રાપ્ત થાય છે. બાળક શીખે છે અને અસ્ખલિત રીતે એક પ્રવાહી શૈલીમાં એ બોલી શકે છે અને આ એ ભાષા છે કે જે કોઈ પણ વ્યક્તિની સાંસ્કૃતિક અથવા તો એની જાતિગત ઓળખાણની પ્રસ્તુત કરે છે જે ખાસ કરીને એની સાથે નિકટતાથી જોડાયેલ હોય છે અને ઘણે ભાગે એ વ્યક્તિ એના પરિવાર એનો સમુદાય અને એની રોજિંદી જિંદગીના કામકાજના પ્રાથમિક સાધનના રૂપમાં એ પ્રત્યાયન સાધવા માટે એ ભાષાનો ઉપયોગ કરે છે. 

માતૃભાષાને આપણે બીજા કયા નામથી ઓળખીશું તો એ શબ્દો છે મૂળ ભાષા દેશી ભાષા અથવા એને પ્રથમ ભાષા પણ કહેવાય છે માતૃભાષાને અંગ્રેજીમાં નેટિવ લેંગ્વેજ કહેવાય છે

 માતૃભાષા ની પ્રથમ ભાષાના રૂપમાં બોલવા વાળાને માતૃભાષી વક્તા કહેવાય છે
માતૃભાષા એ ભાષાને કહેવાય છે કે જે માણસ જન્મ લીધા પછી સૌથી પહેલા શીખે છે માતૃભાષા વ્યક્તિની સામાજિક સાંસ્કૃતિક અને જાતિગત ઓળખ હોય છે

 એનસીઈઆરટી અનુસાર માતૃભાષા ભાષાનું એ રૂપ છે જે એક બાળક પોતાની માંથી પડોશથી કે કોઈ વિશેષ ક્ષેત્ર અથવા સમાજથી શીખે છે 

આપણે ભારત દેશની વાત કરીએ તો પ્રમુખ રૂપે અહીં 15 ભાષા જોવા મળે છે જેમાં હિન્દી મરાઠી બંગાળી ગુજરાતી તમિલ તેલગુ અસમ્ય પંજાબી કન્નડ મલયાલમ સિંધી ઉડિયા અને ઉર્દુ આ ભાષા પ્રમુખ રૂપે જોવા મળે છે

 પરંતુ સંવિધાનમાં બીજી અન્ય ભાષાઓનો પણ સમાવેશ થયો છે
આપણી માતૃભાષા કઈ છે ગુજરાતી તો આપણે સૌથી પહેલા વિચાર કરીશું ગુજરાતી ભાષા વિશે ગુજરાતી ભાષા એ ભારત દેશના ગુજરાત રાજ્યની ઈન્ડો આર્યન ભાષા છે અને મુખ્યત્વે ગુજરાતી લોકો દ્વારા બોલાય છે

ગુજરાતી ભાષા અર્વાચી અર્વાચીન ભાષાઓ માની એક ભાષા છે ગુજરાતી ભાષાનો પ્રથમ નામ ઉલ્લેખ ભાલણે નળાખ્યાનમાં કર્યું હતું પણ આપણે સૌથી પહેલા વાત કરીએ ગુજરાત શબ્દ કઈ રીતે ઉદ્ભવ્યો આ પ્રદેશમાં પ્રવાસે આવ્યા હતા એક અરબી મુસાફર અલબરુની ઇસવીસન 1030 માં એમણે સૌ પ્રથમ ગુજરાત શબ્દનો ઉલ્લેખ કર્યો હતો અને તે સમયે આ વિસ્તાર આબુથી જયપુર સુધી વિસ્તૃત હતો ત્યાર પછી ધીરે ધીરે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમાં જોડાતા ગયા. હવે આપણે જોઈએ કે આજે ગુજરાત શબ્દ છે એમાં ગુજરાત આઠ જે છે એ અરબી ભાષામાં બહુવચન માટે નો પ્રત્યય છે એટલે કે કુચરુ પ્રજા ગુર્જરોની ભૂમિ અથવા તો એમના હુકુમત નીચેની ભૂમિ હવે આપણે જોઈએ કે ગુજરાત જે શબ્દ છે એની સંભાવના જુદા જુદા વિદ્વાનોએ પોતપોતાની રીતે પ્રસ્તુત કરી છે એ પણ આજે માતૃભાષા દિવસ છે તો એની ઉજવણી નિમિત્તે આપણે જાણીશું એક શબ્દ છે ગુર્જરત્રા પરથી ગુજરતતા શબ્દ આવ્યો હોય હવે આજે ગુર્જરત્રા શબ્દ છે એના ઉલ્લેખો આપણને આઠમી સદીના જે શિલાલેખો છે એમાંથી પ્રાપ્ત થાય છે પ્રાકૃત અને સંસ્કૃતના મહાવિધાન આચાર્ય મુની જીન વિજય છીએ એક શબ્દ માંથી એની સંભાવના શોધી છે જે છે ગુજજરઠ ગુજરથ પરથી શબ્દ આવ્યો ગુજરાત થ ગુજરાત પરથી આવ્યો ગુજરાત અને તેના પરથી શબ્દ ઉતરી આવ્યો છે ગુજરાત એવી સંભાવના એમને પ્રસ્તુત કરી છે ગુજરાતના જેને આપણે મહા કવિ નો વિરોધ આપી શકીએ જેને નિશ્ચિત માટે જ્ઞાનપીઠ એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો એવા ઉમાશંકર જોશી એ ગુજરાત શબ્દની સંભાવના પ્રસ્તુત કરતા એમણે જણાવ્યું કે ગુજજર વત્તાલાટ ગુજ્જર રાત પછી ગુજરાત અને એના પરથી ગુજરાત શબ્દ ઉતરી આવ્યો છે એવી સંભાવના એમણે પ્રસ્તુત કરી આ તો થઈ ગુજરાત શબ્દની નો ઉદભવ અથવા તો એ શબ્દ કઈ રીતે ઉતરી આવ્યો એની વાત હવે આપણે જોઈએ કે ગુજરાતી ભાષા શબ્દનો ઉલ્લેખ સૌપ્રથમ કોણે કર્યો જોકે ગૌ મે થોડીક વાતો તમને એના વિશે કરી છે છતાં આપણે જરા જોઈએ એના વિશે પદ્મનાભે કાનડે પ્રબંધમાં પ્રાકૃત બંધ તરીકે ગુજરાતી ભાષાનો પ્રયોગ કર્યો છે જોકે એમાં સ્પષ્ટ રીતે ગુજરાતી ભાષા નો ઉલ્લેખ થયો નથી ત્યાર પછી સૌપ્રથમ ભાલણે અપભ્રમશ સાથે ગુજરાતી ભાષાનો પ્રયોગ નળાખ્યાનમાં કર્યો એમણે કહ્યું ગુરુ પદ પંકજ ને પ્રણામો બ્રહ્મસુતાને ધ્યાન મનોહર કામ તો અહીંયા પહેલીવાર શું કહે છે ગુજરભાએ લલરાના ગુણ મનોહર ગામ તો પહેલીવાર ગુજરભાખા શબ્દ પ્રયોજાયો છે અને સૌ પ્રથમ એનો પ્રયોગ કર્યો છે ભાલણે ત્યાર પછી પ્રેમાનંદે સ્પષ્ટ રૂપથી ગુજરાતી ભાષાનો સૌપ્રથમ પ્રયોગ કર્યો છે એમણે નાગ દમણમાં લખ્યું છે હૃદય ઉપરની મહારે અભિલાષા હૃદય ઉપરની મારી અભિલાષા તત્કાલીન ગુજરાતી છે ઉપરની મહારે અભિલાષા બાંધવું નાગ દમણ ગુજરાતી ભાષા દશમ સ્કંધમાં આ રીતે એમણે સ્પષ્ટ રૂપથી ગુજરાતી ભાષાનો પ્રયોગ કર્યો છે આ રીતે ગુજરાતી ભાષાનો શબ્દ પ્રયોગ ઈસવીસન 14 થી 14001,456 થી શરૂ થાય છે આ જાણવું પણ એટલું જ રસપ્રદ બની રહે છે જ્યારે આપણે ગુજરાતી ભાષા કે માતૃભાષા વિશેની વાત કરતા હોઈએ અને સામે તમારા જેવા સરસ સમજદાર અને બહુશ્રુત એવા વિદ્વાન પ્રેક્ષકો હોય તો આ વાત કરવાની પણ મજા અનોખી હોય છે


હા માતૃભાષા દિવસ વિશ્વ માતૃભાષા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે 21મી ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ વિશ્વ માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે 17 નવેમ્બર 1999 એ યુનેસ્કોએ એને મંજૂરી આપી હતી. 21 ફેબ્રુઆરી 1952 ના દિવસે બંગાળમાં વિદ્યાર્થીઓએ પોતાની ભાષાના અધિકાર માટે લડત કરી આજ દિવસને યુનેસ્કોએ આંતરરાષ્ટ્રીય ભાષા દિવસ તરીકે જાહેર કર્યો આ આંતરરાષ્ટ્રીય માતૃભાષા ઉજવણીનો ઉદ્દેશો છે એનો ઉદ્દેશ છે કે વિશ્વની ભાષાઓ અને સંસ્કૃતિનું સન્માન કરવાનું છે આ દિવસ ઉજવણીનો ઉદ્દેશ્ય વિશ્વભરમાં ભાષાગત અને સાંસ્કૃતિક વૈવિધ્ય અને પ્રોત્સાહન આપવાનો છે અને વિશ્વની જે જુદી જુદી માતૃભાષાઓ છે એના પ્રત્યે લોકોને જાગૃત કરવાનો છે

હવે આપણે વાત કરીશું નવી શિક્ષણનીતિ અને માતૃભાષા વિશે  
1961ભારતીય રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠકમાં ત્રણ ભાષા સૂત્રને અમલમાં મૂકવા માટે એક મતિ સર્જાઈ આ સૂત્રનો હેતુ માત્ર ભાષા શિક્ષણ પર મર્યાદા મૂકવાનું નહોતો પણ દેશમાં વિકાસશીલ જ્ઞાન આધારિત અને ભાવનાત્મક એકતાની મજબૂત કરવા માટે એક પ્રારંભિક બિંદુ તરીકે કામ કરવાનું હતું
એન ઈ પી 2020 અને ત્રણ ભાષા સૂત્ર રાષ્ટ્રીય શૈક્ષણિકતિ 2020 દ્વારા ત્રણ ભાષા સૂત્રને પુનઃ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે જેથી ભારતમાં બહુ ખંડીયતા વધે અને રાષ્ટ્રીય એકતા મજબૂત બને? જો કે આ પગલાથી ત્રણ ભાષા સૂત્રને લઈને ફરી ચર્ચા શરૂ થઈ ગઈ છે હવે આપણે જાણીએ કે ત્રણ ભાષા સૂત્ર શું છે ત્રણ ભાષા સૂત્ર અનુસાર દરેક ભારતીય વિદ્યાર્થીએ ત્રણ ભાષાઓ શીખવી જોઈએ એક ભારતીય માતૃભાષા હિન્દી બે એક પ્રાદેશિક ભાષા અને ત્રણ અંગ્રેજી ભાષા આ સૂત્ર સરકારી અને ખાનગી બંને શાળાઓને લાગુ પડે છે અને શિક્ષણનું માધ્યમ આ ત્રણ ભાષાઓમાંથી કોઈ પણ હોઈ શકે
1968 ની રાષ્ટ્રીય શિક્ષણનીતિ દ્વારા ત્રણ ભાષા સૂત્ર રજૂ થયું હતું જે અનુસાર હિન્દી અને અંગ્રેજી સિવાય ત્રીજી ભાષા પણ હોય જે આધુનિક ભારતનો ભાગ હોય અને શિક્ષણ માટે ઉપયોગમાં લેવાય ખાસ કરીને હિન્દી બોલતા રાજ્યોમાં હવે આજે ત્રણ ભાષા સૂત્રો છે એમના હેતુઓ કયા કયા છે પહેલું તો બહુ ખંડીયતા ને પ્રોત્સાહન આપવું બીજું વિદ્યાર્થીઓને દેશભરમાં સરળતાથી સંવાદ કરવા માટે સક્ષમ બનાવવું ત્રીજુ વિભિન્ન ભાષાઓ અને સંસ્કૃતિઓ વિશે જાગૃતિ વધારવી ત્રીજુ ભાષાકીય વિવિધતાની માન્યતા આપીને રાષ્ટ્રીય એકતા મજબૂત બનાવી
અને લાભો વિશે જ આપણે વાત કરી રહ્યા છીએ કે જેમાં ભાષા અને જુદાપણું ઘટાડીને સમગ્ર દેશમાં વધુ અસરકારક સંવાદને સુલભ બનાવે છે અંગ્રેજી ભાષા સાથે સ્પર્ધાત્મકતા વધારે છે જે કરિયર અને જોબ માર્કેટ માટે લાભદાયી છે વળી વિભિન્ન ભાષાઓ અને સંસ્કૃતિઓ માટે માન અને આદર વધારવા પ્રોત્સાહિત કરે છે પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહન આપે છે તેમની સંરક્ષણ અને સજાતીયતા માટે મદદરૂપ થાય છે બહુભાષીય શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓનું જ્ઞાનાત્મક વિકાસ થાય છે હવે આમાં આપણે જોઈએ તો નવી શિક્ષણનીતિ 2020 અંતર્ગત ત્રણ ભાષાનું સૂત્ર છે અમલમાં છે એમાં પહેલું તો પ્રારંભિક બાળ શિક્ષણ ત્રણથી આઠ વર્ષના બાળકો માટે માતૃભાષા અથવા પ્રાદેશિક ભાષામાં શિક્ષણ આપવાની ભલામણ કરવામાં આવી છે બીજું એમાં લવજીકતા પણ છે વિદ્યાર્થી પોતાનું તૃતીય ભાષા વિષય તરીકે અંગ્રેજી અથવા અન્ય કોઈપણ ભાષા પસંદ કરી શકે છે બિન હિન્દી રાજ્યએ હિન્દી લાડવામાં આવે એવી ચિંતાઓ વ્યક્ત કરી હતી જેના કારણે રાજ્યોને પોતે પસંદગી કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે ઉપરાંત ત્રીજો શિક્ષકો માટે તાલીમ બહુભાષીય શિક્ષણ માટે શિક્ષકોને વિશેષ તાલીમ આપવામાં આવશે સ્થાનિક ભાષાઓ જાણતા શિક્ષકોની ભરતી માટે ખાસ પ્રયાસો કરવામાં આવશે ખોટું છે પરીક્ષા પદ્ધતિ વિદ્યાર્થીઓની ત્રણેય ભાષાઓની સમજ અને પ્રભુત્વ માટે મૂલ્યાંકન કરવામાં આવશે પછી પાંચમું છે ઓનલાઇન સાધનો માતૃભાષામાં ડિજિટલ શિક્ષણ સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવશે ત્રણ ભાષાના સૂત્રનો ઇતિહાસ 1968 ની રાષ્ટ્રીય શિક્ષણનીતિ પહેલા ભારતના જુદા જુદા પ્રદેશોમાં ભિન્ન શૈક્ષણિક પદ્ધતિઓ હતી હિન્દી બોલતા પ્રદેશોમાં હિન્દી મુખ્ય શિક્ષણ માધ્યમ હતું જ્યારે અન્ય રાજ્યોમાં પ્રાદેશિક ભાષા અને અંગ્રેજી ઉપયોગમાં હતી. રાજ્યો વચ્ચે સંવાદમાં અવરોધ થતાં ગુંચવણ ઊભી થઈ હતી. 1968ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને ત્રણ ભાષા સૂત્ર પરિણામે નવી શિક્ષણનીતિ 1968 મુજબ હિન્દી અને અંગ્રેજી ઉપરાંત ત્રીજી ભાષાનું શિક્ષણ અનિવાર્ય બનાવ્યું હિન્દી બોલતા રાજ્યોમાં ત્રીજી ભાષા તરીકે કોઈ અન્ય ભારતીય ભાષાનું શીખવવું ફરજિયાત કરાયું હિન્દી રાજ્યમાં ત્રીજી ભાષા તરીકે હિન્દી અંગ્રેજી અથવા કોઈપણ અન્ય ભારતીય ભાષા શીખવી શકાશે 1986 ની રાષ્ટ્રીય શિક્ષણનીતિ 1968 ની નીતિમાં કોઈ ફેરફાર કર્યા વગર ત્રણ ભાષા સૂત્ર ચાલુ રાખવામાં આવ્યું
પ્રાથમિક શિક્ષણમાં માતૃભાષા નું મહત્વ વધારવામાં આવ્યું છે શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષા સ્થાનિક ભાષા અથવા પ્રદૂષિત ભાષાનો ઉપયોગ ઓછામાં ઓછી પાંચમી ધોરણ સુધી અથવા આઠમી ધોરણ સુધી કરવાની ભલામણ કરવામાં આવી છે રાષ્ટ્રીય એકતા અને બહુભાસી હતા ત્રણ ભાષા સૂત્રનો અમલ રાષ્ટ્રીય એકતા ને પ્રોત્સાહન આપવા અને વિવિધ ભાષાઓ માટે સમાન અવકાશ આપવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવે છે દક્ષિણ ભારત ભાષા અને પૂર્વીય રાજ્યોમાં હિન્દી લાધવાની ભીતિ છે ભય છે એની પી 2020 રાજ્ય સરકારોને પોતાની નીતિ ગોઠવવાની સ્વતંત્રતા આપે છે જેથી આ પ્રકારની ચિંતાઓ ઓછી થાય તો આ એક સરકારશ્રીનું ખૂબ જ સરાહનીય પગલું છે કે જેમાં બાળકને માતૃભાષામાં જ પ્રાથમિક કક્ષા સુધી શિક્ષણ આપવા માટે સૂચન કરવામાં આવ્યું છે અને તે ખૂબ જ અસરકારક છે આપણે સરકારશ્રીના પગલાને બિરદાવવું જોઈએ જે ખરેખર ખૂબ જ સરાહનીય છે આજે માતૃભાષા દિવસે આપણે આ વાતને એટલા માટે જ મળીએ છીએ

ભારત દેશ આઝાદ થયો અંગ્રેજો જતા રહ્યા એક બહાર ગયો ગુલામીમાંથી આપણે આઝાદ થયા પરંતુ આપણી માતૃભાષા હોય કે દેશી ભાષા હોય એ મૂળ છે સમજો તો એ પ્રત્યારોપણ નથી પરંતુ સરકારશ્રીના આ સરાહનીય પગલા દ્વારા ધીરે ધીરે માતૃભાષા તરફ દેશીએ સંસ્કૃતિ તરફ આપણે પાછા વળી રહ્યા છીએ આપણું જનમ માનસ ભારત એના ઐતિહાસિક અને પાછું મળશે ભારતીય જ્ઞાન પરંપરા ને સંજીવની મળશે સરકાર અત્યારે પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં જ થાય એવો પ્રયાસ કરે છે તેને આપણે બિરદાવીએ છીએ સાચું પૂછો તો આપણે સુરતી દ્રશ્ય થઈ ગયા હતા ગુલામીને કારણે હજારો વર્ષો પહેલા તે તરફ આપણા ભવ્ય વારસા તરફ આપણે આ પગલાની લીધે પુનઃ ફરી રહ્યા છીએ એ ખૂબ મહત્વની વાત છે વિશ્વ દરબારમાં બીજી ભાષાનું મહત્વ છે પણ માતૃભાષા ની કિંમતે નહીં માતૃભાષા તો આપણું ઓળખ પત્ર છે અને સંસ્કૃતિની રીત છે કહ્યું હતું તમે બોલો તેથી હું તમને ઓળખી શકું આ વાત માત્ર વ્યક્તિગત ઓળખ માટે નથી પરંતુ ભાષા અને સંસ્કૃતિ માટે નહીં પરંતુ ભાષા અને સંસ્કૃતિ માટે પણ એટલી જ મહત્વ પૂર્ણ છે
વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કોવિડ 19 અને માતૃભાષા શિક્ષણ પર એની થયેલી અસરો કોવિડ 19 મહામારી દરમિયાન શાળાઓના બંધ થવાની લીધે દુનિયાભરમાં શિક્ષણમાં અસમાનતાઓ વધુ તીવ્ર થઈ હતી. વિશ્વભરમાં શાળાઓ સરેરાશ 20 અઠવાડિયા સુધી બંધ રહી હતી જ્યારે કેટલીક જગ્યાએ તો 70 અઠવાડિયા સુધી શાળાઓ બંધ રહી હતી જે એક આખા શૈક્ષણિક વર્ષ કરતાં વધુ છે બંધબેસતી સ્થિતિનો સૌથી વધુ અસર કરશે વર્ગ પ્રાથમિક અને બીજા ક્રમેના શાળાના વિદ્યાર્થીઓ જાતિ જાતિની ભાષાઓ બોલતા સમુદાયો અને પછાત વર્ગના શીખનારાઓ હતા. ઘણા દેશોમાં દુરસ્ત શિક્ષણ અને શીખવા માટેના સાધનો કાર્યક્રમ અને સામગ્રી મુખ્યત્વે રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં ઉપલબ્ધ હતા જ્યારે શીખવાની સામગ્રી શીખનારાઓની માતૃભાષામાં ઉપલબ્ધ ન હોય ત્યારે શીખવા માટે અવરોધો ઊભા થાય છે શાળાઓ છોડવાનો દર વધતો જાય છે અને વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યેથી વંચિત થવું પડે છે

આજે મોટાભાઈ ડિજિટલ વિભાજન દર્શાવે છે કે કનેક્ટિવિટી શિક્ષણનો અધિકાર સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ પરિબળ બની ગઈ છે ડિજિટલ શિક્ષણ સામગ્રી નો અભાવ અસમાનતા પછાત વર્ગ અને શૈક્ષણિક બહિષ્કૃતને વધારે ગંભીર બનાવે છે આ વર્ષની આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની થીમ "બહુખંડીય શિક્ષણ માટે ટેકનોલોજી નો ઉપયોગ" છે જે છેલ્લા બે વર્ષના અનુભવોની સમીક્ષા કરવા અને શીખવવાની નવી તક આપવા માટેનો અવસર છે.


આપણે ઉચ્ચ શિક્ષણ અને માતૃભાષા વિશે પણ વાત કરીએ તો એમાં સ્થાન્ય ભાષામાં શિક્ષણને મહત્વ આપવામાં આવ્યું છે
એક સ્થાને ભાષામાં શિક્ષણ સ્થાનીય ભાષામાં શિક્ષણનું મહત્વ 

માતૃભાષા કે સ્થાનિક ભાષામાં શિક્ષણ આપવા પરથી વિદ્યાર્થીઓની સમશક્તિ અને શીખવાની ક્ષમતામાં સુધરે છે ખાસ કરીને સામાજિક અને આર્થિક રીતે પછાત જૂથોના વિદ્યાર્થીઓને મોટુ લાભ મળશે આ પ્રયાસથી ઉચ્ચ શિક્ષણમાં કુલ નોંધણી દર જીઈઆર 27% થી વધીને 50% સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક છે માતૃભાષા કે સ્થાનીય ભાષામાં શિક્ષણ અને ઉત્તેજન આપવા માટે વિદ્યાર્થીઓની સમજ અને શીખવાની ક્ષમતા બહેતર થાય છે સામાજિક અને આર્થિક રૂપથી વંચિત સમૂહોના વિદ્યાર્થીઓને આનાથી લાભ મળશે અને તે ઉચ્ચ શિક્ષણમાં સકલ નામાંકન અનુપાત જીઈઆર નો 27% થી વધીને ૫૦ ટકા સુધી લઈ જવામાં મદદ મળશે

2. શૈક્ષણિક સામગ્રી અને પરીક્ષા યુનિવર્સિટીઓએ અને શૈક્ષણિક સંસ્થાઓએ સ્થાનિક ભાષામાં પાઠ્યપુસ્તકો અને અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ કરવા માટે પ્રયત્નશીલ થવું જોઈએ રહેલી અભ્યાસ સામગ્રીને સ્થાનિક ભાષામાં અનુવાદ કરવાનું અને નવી સામગ્રી લખવાનો મહત્વ દર્શાવવામાં આવ્યું છે ભલે અંગ્રેજી માધ્યમમાં હોય અભ્યાસક્રમ તેમ છતાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં સ્થાનિક ભાષામાં ઉત્તર લખવાની મંજૂરી આપવામાં આવવી જોઈએ 
માહિતી સંકલન અને રિપોર્ટિંગ યુનિવર્સિટી અને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેઓ અલગ અલગ વિષયોની તે પાઠ્યપુસ્તકોની યાદી તૈયાર કરે છે હાલમાં સ્થાનિક ભાષામાં ઉપલબ્ધ છે અને જેની જરૂર છે એ ફેકલ્ટી કે વિદ્વાનોની યાદી તૈયાર કરવી જે સ્થાનિક ભાષામાં નવી શૈક્ષણિક સામગ્રી લખી શકે અથવા અનુવાદ કરી શકે તો સ્થાનિક ભાષામાં પાઠ્યપુસ્તકો પ્રકાશિત કરી શકે તેવા પ્રકાશકોની સૂચિ તૈયાર કરવી સમગ્ર માહિતી એક્સેલ ફોર્મેટમાં તૈયાર કરવી google ફોર્મ માં અપલોડ કરવાની સૂચના આપવામાં આવી છે
બે શૈક્ષણિક સામગ્રી અને પરીક્ષા વિશ્વવિદ્યાલયો ને પાઠ્યપુસ્તકો અને અધ્યયન સામગ્રી સ્થાન્ય ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે પાઠ્યપુસ્તકો અને અધ્યયન સામગ્રીઓના અનુવાદ કરવા અને સ્થાનીય ભાષામાં નવી સામગ્રી લખવાની આવશ્યકતા પર જોર આપવામાં આવ્યું છે પરીક્ષાઓના વિદ્યાર્થીઓના પરીક્ષામાં ઉત્તર સ્થાનીય ભાષામાં લખવાની અનુમતિ આપવાનો સુજાવ આપવામાં આવ્યો છે ભલેને પાઠ્યક્રમ અંગ્રેજી માધ્યમમાં હોય ત્રણ જાણકારી સંકલન અને રિપોર્ટિંગ વિશ્વવિદ્યાલયો થી આ જાણકારી માંગવામાં આવી છે કે કયા વિષયોના પુસ્તકો સ્થાનીય ભાષાઓમાં ઉપલબ્ધ છે અને બીજા કોની આવશ્યકતા છે કયા શિક્ષકો વિદ્વાનોની પાસેથી સ્થાન્ય ભાષામાં પાઠ્ય સામગ્રી લખાવાની અથવા અનુવાદ કરવાની ક્ષમતા છે સ્થાનીય ભાષામાં પાઠ્યપુસ્તકો પ્રકાશિત કરવા માટે ઉપલબ્ધ પ્રકાશકોની સૂચિ મંગાવવામાં આવી છે વિશ્વવિદ્યાલયો ને આ રિપોર્ટ તૈયાર કરી એક google ફોર્મ ના માધ્યમથી જમા કરાવવાનું કહેવામાં આવ્યું છે

માતૃભાષા દિવસ દર વર્ષે 21 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે જે વિશ્વભરમાં ભાષાકીય અને સાંસ્કૃતિક વૈવિધ્યતા અને એના એની વિસ્તૃતિને પ્રોત્સાહિત કરવા અને વિવિધ માતૃભાષો પ્રત્યે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે માતૃભાષા આપણા જીવનમાં મહત્વપૂર્ણ છે કારણ કે તે માત્ર સંચા નું સાધન જ નહીં પણ આપણા સંસ્કાર મૂલ્યો અને ઓળખનું પ્રતિબિંબ પણ છે

માતૃભાષાને જાળવી રાખવા માટે આપણે શું કરવું જોઈએ સૌથી પહેલા તો ઘરમાં માતૃભાષા બોલવી જોઈએ સવારે સાંજે શાળા કોલેજમાં માતૃભાષા માટે ગૌરવ અનુભવો શરૂ કરવું જોઈએ ઘરમાં મિત્રોમાં અને કામકાજમાં માતૃભાષાને વધારે ઉપયોગમાં લો આ બાળકને પ્રથમ શિક્ષણ માતૃભાષામાં જ આપવું. માતૃભાષા નું સાહિત્ય લોકગીતો કવિતાઓ વાંચો બાળકોએ ટૂંકી વાર્તાઓ વાંચવી જોઈએ યુવાઓએ નવલકથા ફિક્સન કે અન્ય સાહિત્ય માતૃભાષામાં વાંચવું જોઈએ ડિજિટલ પ્લેટફોર્મ છે બ્લોગ youtube સોશિયલ મીડિયા દ્વારા માતૃભાષા માટે અવાજ ઉઠાવો માતૃભાષાના સાહિત્ય માટે ઈ બુક અને ઓડિયો બુક ની પ્રોત્સાહન આપો. નવી શિક્ષણનીતિ 2020 એ પણ માતૃભાષાના શિક્ષણ ઉપર ભાર મૂક્યો છે શિક્ષકો અને વાલીઓએ પણ માતૃભાષાના મહત્વ માટે મજબૂત ભૂમિકા ભજવી જોઈએ યુવાઓએ ખાસ અને તમામ જેવો whatsapp facebook instagram પર ગુજરાતી લખવાનું શરૂ કરવું જોઈએ ગુજરાતી ભાષા માટે ગૌરવ અનુભવો માતૃભાષા એ માતા જેટલી જ પ્રિય છે સૌ એકી સાથે બોલો હા અમે ગુજરાતી છીએ અમને માતૃભાષા માટે ગર્વ છે માતૃભાષા માટે ઉકેલ અને સંકલ્પ

માતૃભાષા માટે ની આજની સ્થિતિ અને પડકારો જે છે એના વિશે જો આપણે વાત કરીએ તો આપણે અન્ય ભાષાઓને વધારે મહત્વ આપીએ છીએ તેથી માતૃભાષા પાછળ રહી જાય છે બાળકોને યુવાનો માટે માતૃભાષા ગૌણ બની ગઈ છે ભારતીય શૈક્ષણિક તંત્ર ધીમે ધીમે અંગ્રેજી પ્રમુખ બની રહ્યું છે યુનેસ્કોના રિપોર્ટ મુજબ દર બે અઠવાડિયે એક ભાષા વિરુદ્ધ થાય છે ભાષા નષ્ટ થાય છે તો સાથે સાથે તેની સંસ્કૃતિ અને પરંપરા પણ નાશ પામે છે

આજે ગુજરાતી શાળાઓ ઓછી થઈ રહી છે અને અંગ્રેજી શાળાઓમાં બાળકો પ્રવેશી રહ્યા છે
 માતા પિતા પણ બાળકને માતૃભાષામાં બોલે એના કરતા વિશ્વભાષા બોલે તો વધારે ખુશ થાય છે 
માતૃભાષામાં શીખવામાં મગજ વધુ ઝડપી અને સ્વાભાવિક રીતે શીખે છે 
ચીન, ચાઈનીઝ જાપાનમાં જાપાનીઝ ફ્રાન્સમાં ફ્રેન્ડ જર્મનીમાં જર્મન ઇઝરાયેલમાં જાપાન ફ્રાન્સ જર્મની જાહેર પોતાની ભાષા જાળવી રાખી છે

માતૃભાષા ની વિશેષતાઓ બાળકના સમગ્ર વ્યક્તિત્વના વિકાસમાં મદદરૂપ થાય છે આ જ્ઞાન પ્રાપ્ત કરવા છે માતૃભાષા આપણને પોતાના પર્યાવરણ થી અવગત કરાવે છે માતૃભાષામાં માધુરી અને પૂર્ણતાની અનુભૂતિ થાય છે આ પ્રાથમિક શિક્ષણનો મુખ્ય આધાર છે માતૃભાષામાં પોતાની કહેવતો લોક કથાઓ કથાઓ ઉખાણા રૂઢિપ્રયોગો હોય છે જેનો સીધો સંબંધ આપણી સ્મૃતિભૂમિ સાથે હોય છે માતૃભાષાના માધ્યમથી લોકોની વાસ્તવિક આવશ્યકતાઓના ગીત નૃત્ય નાટક કવિતા વગેરેને માધ્યમથી વ્યક્ત કરવામાં આવે છે માતૃભાષા બાળકના ભાવનાત્મક વિકાસમાં એક ઉપકરણના રૂપમાં કામ કરે છે જે જીવનના સંજ્ઞાત્મક પહેલું ચિત્ર છે માતૃભાષા બાળકની કલ્પના અને એની લેખન પ્રવૃત્તિઓને જાગૃત કરે છે અને એને સ્વતંત્ર રૂપ થી સાહિત્ય નિર્માણને માટે પ્રેરિત કરે છે અભિવ્યક્તિમાં સહજતા અને પ્રભાવ ઉત્પાદકતા લાવે છે આ સામાજિક અને રાષ્ટ્રીય એકતા નું પ્રતીક છે રચનાત્મક શક્તિનો વિકાસ કરે છે આ વ્યવહારમાં પરિવર્તન લાવે છે માતૃભાષા ન કેવળ સંચારનું માધ્યમ છે પરંતુ સંસ્કૃતિ અને મૂલ્યોનું વાહક પણ છે

વ્યક્તિઓ માટે એકથી વધારે મૂળ ભાષાઓ હોવાનો સંભવ છે તેઓ બે કે બેથી વધારે ભાષાઓને અસકલિત બોલતા બોલતા મોટા થયા હોય મૂળ ભાષાઓ સાંસ્કૃતિક વિરાસતનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે અને સાંસ્કૃતિક પરંપરાઓને સુરક્ષિત રાખવામાં મદદ કરી શકે છે જે લોકો પોતાની મૂળ ભાષા ખોઈ નાખે છે એને પરિવાર અને સમુદાયના સદસ્યો સાથે સંવાદ કરવામાં મુશ્કેલી પડી શકે છે સાથે જ સાંસ્કૃતિક ઓળખને પણ નુકસાન થાય છે એક વયસ્કના રૂપમાં એક મૂળ ભાષા શીખવી સંભવ છે પરંતુ એક બાળકના રૂપમાં ભાષા શીખવાથી વધારે પડકારરૂપ રહે છે દુનિયામાં સાત હજારથી વધારે ભાષા બોલાય છે જેમાં કેટલીક વૈશ્વિકરણ શહેરીકરણ અને અન્ય કારણોને કારણે વિરુદ્ધ થવાની ધાર ઉપર છે
કેટલાક પ્રશ્ન માતૃભાષા કોને કહેવાય છે મૂળ ભાષા એટલે કે માતૃભાષા એક એવી ભાષા છે જેને એક વ્યક્તિએ જન્મ અથવા બાહ્યવસ્થાથી શીખી છે અને અસકલિકા બોલે છે આ એ ભાષા છે જે કોઈ વ્યક્તિની સાંસ્કૃતિક અને જાતિ ઓળખની સાથે સૌથી વધારે નિકટતાથી જોડાયેલી હોય છે બે માતૃભાષી વક્તા શું છે? એક દેશી વક્તા એ વ્યક્તિ હોય છે જેણે એક ભાષાને પોતાની પહેલી ભાષાના રૂપમાં શીખી છે સામાન્ય રીતે જન્મથી કે સંચારના પ્રાથમિક સાધનના રૂપમાં ઉપયોગ કરે છે ત્રણ માતૃભાષા બોલવાના કયા કયા ફાયદા છે મૂળ ભાષા બોલવાથી લોકોને પોતાના પરિવાર અને સમુદાયની સાથે બહેતર સંવાદ કરવા સાંસ્કૃતિક પરંપરાઓને બનાવી રાખવા અને સંજ્ઞાત્મક વિકાસમાં સુધારો કરવામાં મદદ મળી શકે છે ચાર શું કોઈની એટલી વધારે માતૃભાષા હોઈ શકે છે હા આ સંભવ છે કે કોઈ પાસે એક કે વધારે મૂળ ભાષાઓ હોય છે જો એ તે નાની ઉંમરથી જ બે કે બેથી વધારે ભાષાઓને ધારા અસકલિત રીતે બોલતા મોટા થાય છે પાંચ શું કોઈની મૂળભાષા ખોવાઈ જવાની વિરુદ્ધ થઈ જવાની સંભાવના છે એની મૂળ ભાષા ગુમાવી દેવાની સંભાવના છે જો નિયમિત રૂપથી એનો ઉપયોગ કરવો બંધ કરી દે છે અને કોઈ બીજી ભાષા બોલવી શરૂ કરી દે તો છ શું કોઈ વયસ્ક મોટી ઉંમરે મૂળ ભાષા શીખી શકે છે હા ભાષા કક્ષાઓ વિસર્જન વિવિધ કાર્યક્રમો અને અન્ય ભાષા શીખવાની પદ્ધતિઓના મધ્યમથી એક વયસ્કના રૂપમાં મૂળ ભાષા શીખવી સંભવ છે સાત કોઈ ભાષાના ગેર માતૃભાષી વક્તા હોવાની કોઈ પડકારો હોય છે એક ગેર માતૃભાષી વક્ત હોવાની થી કેટલાક પડકારોમાં ઉચ્ચારણ વ્યાકરણ અને સાંસ્કૃતિક બારીકીઓને સમજવામાં મુશ્કેલીઓની સાથે સાથે ભાષા પ્રવીણતા વિશે આત્મજાગ્રતા યા સુરક્ષિત મહેસુસ કરવું


માતૃભાષા 
વીર નર્મદ આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તેમના નામે ગૌરવ વાનવી જ છે એમણે ગુજરાતી ભાષાને ગૌરવ અપાવ્યું

જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત પરભાત જય જય ગરવી ગુજરાત ધ્વજ પ્રકાશે જનરલ કસુંબી પ્રેમ શૌર્ય અંકિત તું નીચે સંતતિ સૌને પ્રેમભક્તિ ની રીત ઊંચી તુજે સુંદર જાત જય જય ગરવી ગુજરાત

કવિ અંધેશ્વર ફરામજી ખબરદાર જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી ત્યાં ત્યાં ગુર્જરીની મોહલાત

નીજ ભાષા ઉન્નતી છે બધી જ ઉન્નતીનો મૂળ બિનજભાષા જ્ઞાન થી મટેના હૃદય નું શું િશ્ચંદ્ર
રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે કહ્યું હતું કે હું સારો વૈજ્ઞાનિક એટલા માટે બન્યો કેમ કે મેં ગણિત અને વિજ્ઞાનનું શિક્ષણ માતૃભાષામાં મેળવ્યું હતું

માતૃભાષા એ ફક્ત ભાષા નથી એ લાગણી છે
બાળક જ્યારે જન્મે છે ત્યારે પ્રથમ માતૃભાષા સાંભળે છે હસે છે રડે છે

માતૃભાષામાં માતાજીનો જ પ્રેમાળ સહજ સ્પષ્ટ હોય છે

નેલ્સન મંડેલા ની આ પ્રખ્યાત ઉક્તિ છે
(જો તમે કોઈ વ્યક્તિ સાથે તે ભાષામાં વાત કરો કે જે તે સમજતો હોય, તો તે તેના મગજ સુધી પહોંચે છે. પણ જો તમે તેની માતૃભાષામાં વાત કરો, તો તે સીધું તેના હૃદય સુધી પહોંચે છે.)

એક સંશોધન કહે છે કે વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓ માતૃભાષામાં અભ્યાસ કરે છે તેઓ અન્ય ભાષાઓમાં પણ વધુની પૂરતા મેળવે છે
રવીન્દ્રનાથ ટાગોર અને માતૃભાષા

રવીન્દ્રનાથ ટાગોર માતૃભાષાને માનવ મન અને સંસ્કૃતિનો મૂળભૂત આધાર માનતા. એમણે કહ્યું હતું:

"માતૃભાષા એ માત્ર અભિવ્યક્તિનું સાધન નથી, તે આપણા વિચારનું સ્વતંત્રતા અને સર્જનાત્મકતાનું માધ્યમ છે."

તેમણે વધુમાં આ પણ કહ્યું હતું:

"જે રાષ્ટ્ર પોતાની ભાષાને સાચવી શકતું નથી, તે પોતાની સંસ્કૃતિ અને ઓળખ પણ ગુમાવી બેસે છે."


---

મહાત્મા ગાંધી અને માતૃભાષાનું મહત્વ

ગાંધીજી માતૃભાષાને રાષ્ટ્રની શિસ્ત અને વિકાસ માટે આવશ્યક માનતા. એમણે બાર મુકતા કઈ મહત્વની વાતો કહી, તે અહીં રજૂ કરું:

1. "માતૃભાષા વિના માનસિક વિકાસ અસમંભવ છે."


2. "બાળક માટે માતૃભાષામાં શીખવું એટલું જ કુદરતી છે જેટલું માતાનો દૂધ પીવું."


3. "જે લોકો પોતાની ભાષાને ભુલાવા માને છે, તેઓ પોતાનું અસ્તિત્વ ગુમાવી બેસે છે."


4. "રાષ્ટ્રની સાચી ઉન્નતિ તેના નાગરિકોની ભાષાની સમૃદ્ધિ પર આધાર રાખે છે."


5. "અંગ્રેજી ભણવાનું ખોટું નથી, પણ માતૃભાષાને ઉપેક્ષિત કરવું રાષ્ટ્રવિરોધી છે."


6. "માતૃભાષા એ ન केवल ભાવના અને સંસ્કૃતિનું માધ્યમ છે, પણ તે સ્વાભિમાન અને આર્થિક પ્રગતિનું પણ મિશન છે."


7. "ભાષા એ માત્ર વાતચીતનું સાધન નથી, તે સંસ્કૃતિ અને વળગણનું પણ પ્રતિક છે."


8. "જ્યાં માતૃભાષાનું મહત્વ હૃદયપૂર્વક માનવામાં આવે, ત્યાં જ સાચું શિક્ષણ અને પ્રગતિ શક્ય બને."


9. "સ્વરાજ્ય માત્ર રાજકીય સ્વતંત્રતા નથી, તે ભાષિક અને સાંસ્કૃતિક સ્વતંત્રતા પણ છે."


10. "જ્યાં સુધી એક રાષ્ટ્ર પોતાની ભાષાને સન્માન આપતું નથી, ત્યાં સુધી તેનું રાષ્ટ્રત્વ અસલ નથી."


11. "એક શિક્ષણ પદ્ધતિ જે માતૃભાષાને અવગણે, તે ક્યારેય સંપૂર્ણ અને સાર્થક બની શકે નહીં."


12. "જે દેશ પોતાની ભાષાને ભૂલાવી દે છે, તે લાંબા ગાળે પોતાનું રાષ્ટ્રીય અસ્તિત્વ પણ ગુમાવી બેસે છે."




---

અન્ય વિદ્વાનોની ઉક્તિઓ:

1. સ્વામી વિવેકાનંદ:
"કોઈપણ રાષ્ટ્રનું વિકાસ એ તેની માતૃભાષા સાથે જોડાયેલું હોય છે. જ્યાં માતૃભાષાની પ્રણાલી મજબૂત હોય, ત્યાં પ્રગતિ સ્વાભાવિક બને છે."


2. લાલા લજપત રાય:
"માતૃભાષા એ આપણું પ્રથમ અને નૈસર્ગિક હક છે. જે રાષ્ટ્ર પોતાની ભાષાને સાચવી શકતું નથી, તે ટૂંક સમયમાં બીજાની ગુલામીમાં જતો રહે છે."


3. જયપ્રકાશ નારાયણ:
"જ્યારે આપણે માતૃભાષાને ઊંચું સ્થાન આપી શકીએ, ત્યારે જ સાચા અર્થમાં રાષ્ટ્રવાદી બની શકીએ."


4. પંડિત જવાહરલાલ નેહરુ:
"ભાષા એ કોઈપણ રાષ્ટ્રની સંસ્કૃતિનો આત્મા છે. માતૃભાષા એ વ્યક્તિગત અને સામૂહિક અભિવ્યક્તિનું શ્રેષ્ઠ સાધન છે."


5. ડૉ. બી. આર. અંબેડકર:
"શિક્ષણનો સાચો હેતુ એ છે કે તે વ્યક્તિને આત્મનિર્ભર બનાવે, અને આત્મનિર્ભરતા માટે માતૃભાષામાં શિક્ષણ જ અગત્યનું છે."




---

નિષ્કર્ષ:

આ મહાન વિદ્વાનો અને મહાપુરુષોની ઉક્તિઓ સાબિત કરે છે કે માતૃભાષા માત્ર ભાષા નથી, તે આપણા વિચારો, સંસ્કૃતિ, અને અસ્તિત્વનું પ્રતિક છે. જે રાષ્ટ્ર પોતાની ભાષાને પ્રોત્સાહન આપે છે, તે લાંબા ગાળે સૌથી વધુ વિકાસ પામે છે.
માતૃભાષાની મહત્તા માટે જાણીતા સાહિત્યકાર શ્રી ગુણવંતભાઈ શાહે ખૂબ જ સાચું તેમજ મજાનું સ્લોગન આપ્યું છે, ‘માતાના ધાવણ પછીના ક્રમે માતૃભાષા આવે છે.’

ગર્ભાવસ્થા દરમ્યાન બાળકનું સંપૂર્ણ શારીરિક બંધારણ ઘડાતું હોય છે, તેમ તેનું માનસિક બંધારણ પણ ઘડાતું હોય છે. તેના આ માનસિક બંધારણ ઉપર મોટે ભાગે તેની માતાના વર્તન, વ્યવહાર, જીવનશૈલી અને આસપાસના વાતાવરણનો ઘણો પ્રભાવ હોય છે. સંભાળતી ભાષા, ઉપરથી ભાષાને ઝીલવાની; સમજવાની, શીખવાની ક્ષમતા માનવ મસ્તિષ્કમાં છે. અને, આ ક્ષમતા બાળક ગર્ભમાં હોય ત્યારથી જ કાર્યરત થઈ જાય છે. બાળક બે વર્ષનું થાય ત્યાં સુધીમાં બાળકનું મગજ કાને પડતી ભાષાને ગ્રહણ કરવામાં અત્યંત કુશળ બની જાય છે. બાળકને સાંભળવાની તકલીફ ન હોય તો તે સાંભળી સાંભળીને જ માતૃભાષા શીખી જાય છે. ગર્ભમાંથી જ બાળક માતાની ભાષા શીખવા લાગે છે, તેથી તે માતૃભાષા કહેવાય છે. બાળક પાંચ વર્ષનું થાય ત્યાં સુધીમાં તો માતૃભાષાના બે હજાર જેટલા શબ્દો તેના અર્થ અને ભાવ સાથે શીખીને તેને અનુભવમાં પણ લઈ લે છે. અંગ્રેજી માધ્યમમાં ૧ થી ૧૦ ધોરણ સુધી ભણ્યા પછી પણ બાળક અંગ્રેજી ભાષાના તેટલા શબ્દોના ભાવ અને અનુભવનો સાક્ષાત્કાર નથી કરી શકતો.

માતૃભાષામાં બાળક જ્ઞાનને ઝડપથી ઝીલે છે. જે ભાષામાં બાળક ઊછર્યું હોય તે જ ભાષામાં ગ્રહણશક્તિ, સમજશક્તિ અને વિચારશક્તિ ખીલે છે. મગજ એક કમ્પ્યુટર છે. આ કમ્પ્યુટરની સહુથી વધુ બંધ બેસે તેવી ભાષા માતૃભાષા છે.

ઘરમાં બોલાતી ભાષા એ જ શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ બની શકે. મનોવૈજ્ઞાનિકો, બાલમાનસશાસ્ત્રીઓ અને બાલરોગચિકિત્સકો પણ માને છે કે ઘર અને નિશાળની ભાષા જુદી પડે ત્યારે બાળક મૂંઝાય છે, મુરઝાય છે, લઘુતાગ્રન્થિનો ભોગ બને છે. ક્યારેક તો ઘેરી માનસિક હતાશાનો ભોગ બને છે. તેનો બૌદ્ધિક વિકાસ પણ રૂંધાય છે.

બાળક માના ખોળામાં જેટલું ખીલે એટલું આયાના ખોળામાં ન ખીલે, એ સીધી સરળ વાત આજે અચાનક અઘરી કેમ બની ગઈ હશે ! અંગ્રેજી ગેસ્ટ ભાષા છે. માતૃભાષા બેસ્ટ ભાષા છે. મહેમાનની ઊંચી સરભરા ભલે કરો. પણ મમ્મી-પપ્પાને બહાર હાંકી કાઢીને મહેમાનને ઘરમાં સ્થાન ન જ અપાય.

માતૃભાષાના માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓ લગભગ આઠ-નવ ધોરણ સુધી ટ્યુશન કરતા નથી. અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીને શરૂઆતથી જ ટ્યુશન શા માટે કરાવવું પડે છે ?

જાપાન અને જર્મનીમાં સર્વેક્ષણો થયા છે. તેના તારણોમાં જણાયું છે કે, માતૃભાષાના માધ્યમમાં ભણનારની સ્ટ્ર્રેસ કેપેસિટી વધારે હોય છે, જે તેને જીંદગીના બધા પડકારો ઝીલવા માટે સક્ષમ બનાવે છે.
અંગ્રેજી ભાષાનો વધુ ને વધુ પ્રચાર કરવા માટે ચીનનું ઉદાહરણ આપવામાં આવે છે કે આજે ચીનમાં પણ લોકો અંગ્રેજી બોલતા શીખી રહ્યા છે. પણ ચીનમાં સમાન સ્કૂલ વ્યવસ્થા રચાઈ છે તેનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. ચીન જે સફળતાએ પહોંચ્યો છે તેના પરથી આજે એ પણ માને છે કે શિક્ષણ માતૃભાષામાં દેવું જોઈએ.

ઈઝરાયલ કે જે આપણા દેશના દસમાં ભાગમાં પણ નથી આવતો તેવો આ દેશ વિજ્ઞાનના ક્ષેત્રમાં આપણાથી ઘણો આગળ છે. તેમજ આપણાથી દસ ગણા વધુ નોબેલ પુરસ્કારો પણ મેળવ્યા છે. તેનું કારણ માત્ર એ જ છે કે તે દેશના બાળકો માતૃભાષામાં શિક્ષણ મેળવે છે. તે જ રીતે રશિયા, ફ્રાંસ, ચીન, જર્મની દેશોમાં એમની જ માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવે છે અને કોઈ પણ દેશ પ્રગતિમાં પાછા નથી રહ્યા.


ઘણાં સર્વેક્ષણો અને અભ્યાસોએ પુરવાર કર્યું છે કે, માતૃભાષા છોડીને પરાયી ભાષાના માધ્યમથી શિક્ષણ લેનાર બાળકનો બૌદ્ધિક વિકાસ રૂંધાય છે. 

ચંદ્રકાન્ત બક્ષીએ એક જગ્યાએ લખ્યું છે કે, જગતમાં કોઈ અક્કલવાળી પ્રજા બાળકને પહેલો કક્કો માતૃભાષા સિવાયનો શીખવતી નથી.

વિચાર, સ્વપ્ન, લાગણી, રુદન અને ક્રોધ જેવા આવેગો જે ભાષામાં રજૂ થાય, તે શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ ગણાય.



EFA Global Monitoring Report-2005 The Quality Imperative માટે સ્વીડનની સ્ટોકહોમ યુનિવર્સિટીના ડો. કેરોલ બેન્સને પોતે હાથ ધરેલા એક વિસ્તૃત અભ્યાસનો અહેવાલ રજૂ કર્યો હતો. તેમના અભ્યાસનો વિષય હતો : “The importance of mother tongue-based schooling for educational quality” – તેમણે વિશ્વના વિવિધ ભાગોમાં ૧૯૭૦થી માંડીને થયેલા અનેક સર્વેક્ષણો અને અભ્યાસોને, સંદર્ભોને પોતાના શોધલેખમાં ટાંક્યા છે. આ શોધલેખમાં રજૂ થયેલી વિગતો અને તારણો ખૂબ રસપ્રદ છે.

માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ એ માત્ર શક્ય કે સફળ જ નથી.  માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ લેનાર વિદ્યાર્થીઓની બીજી ભાષા અંગ્રેજી પણ ખૂબ સારી હોય છે. માતૃભાષાના સહારાથી તેમને તે બીજી ભાષામાં પણ ખૂબ સારી ફાવટ આવી જાય છે. બન્ને ભાષામાં તે વિદ્યાર્થી પાવરધો બને છે.

વિદ્યાર્થી માતૃભાષામાં વર્ગની દરેક પ્રવૃત્તિમાં ખૂબ ઉત્સાહથી ભાગ લે છે. અભિવ્યક્તિ ખૂલે છે અને પ્રતિભા બહાર આવે છે. માતૃભાષાને કારણે બાળકો વિશેષ પ્રોત્સાહિત થાય છે. પોતાના જ્ઞાન અને અનુભવને નિઃસંકોચ રજૂ કરવાની બાળકને તક મળે છે.

દરેક પ્રજાને પોતાની ભાષા અને સંસ્કૃતિ માટે સ્વાભાવિક લગાવ અને લાગણી હોય છે. માતૃભાષાના માધ્યમને કારણે શાળાના વર્ગમાં સાંસ્કૃતિક મૂલ્યોને સ્થાન મળવાથી બાળકના વાલીઓ ખૂબ સંતોષ પામે છે.

માતૃભાષામાં શિક્ષણ આપવાને કારણે વાલીઓ શાળાની વિવિધ બાબતોમાં વિશેષ રસ લેતા થાય છે. પોતાની ભાષામાં વાત કરવાની છૂટ મળવાથી વાલીઓ શાળાના શિક્ષકો સાથે વિશેષ સંપર્કમાં આવે છે. વાલીઓના શિક્ષકો અને શાળા સાથે બંધાતો નાતો બાળકોના લાભ માટે થાય છે.

પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાથી ભણવામાં બાળાઓને રસ અને ઉત્સાહ ખૂબ વધે છે. અધવચ્ચે અભ્યાસ છોડી દેવાની ટકાવારીમાં ખૂબ ઘટાડો નોંધાયો છે.

વર્ગમાં પ્રશ્નો પૂછવાની અને જવાબ આપવાની હિંમત બાળકમાં ખૂલે છે. શ્રી પટ્ટનાયકના સર્વેક્ષણનો સંદર્ભ ટાંકીને ડૉ. કેરોલ બેન્સને ભારતની પણ વાત કરી છે. ભારતમાં ત્રણ ભાષા ભણાવવામાં આવે છે. પ્રાદેશિક ભાષા, રાષ્ટ્રભાષા-હિન્દી અને આંતરરાષ્ટ્રીય ભાષા-અંગ્રેજી. જે વિદ્યાર્થીની પ્રાદેશિક ભાષા માતૃભાષા નથી તેવા વિદ્યાર્થીઓ ખૂબ તકલીફ અનુભવે છે.

દા.ત. મહારાષ્ટ્રમાં ભણતું ગુજરાતી બાળક મરાઠી, હિન્દી અને અંગ્રેજી ભણે છે. તેની માતૃભાષા તો ગુજરાતી છે. આપણા દેશની વિવિધ ક્ષેત્રની ઉચ્ચ પ્રતિભા સંપન્ન વ્યક્તિઓની જીવનકથા વાંચો. મોટેભાગે તે બધાએ પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ લીધું છે.

‘ગીતાંજલિ’ કાવ્યસંગ્રહ માટે નોબલપ્રાઈઝ પ્રાપ્ત કરનાર રવીન્દ્રનાથ ટાગોર અને અર્થશાસ્ત્ર માટે નોબલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર અમર્ત્યસેન માતૃભાષા બંગાળીમાં ભણ્યા હતા. અંગ્રેજી ભાષા સાથે જોડાવાથી પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણમાં ખૂબ વૃદ્ધિ થઈ શકે છે અને તેની સાથે જ આપણી મહાન સંસ્કૃતિ ક્ષતિ પામે છે.

વિજ્ઞાનક્ષેત્રે નોબલ પુરસ્કાર જીતનાર સી.વી.રામને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં લીધું હતું. વિખ્યાત અણુવિજ્ઞાની અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ પોતાની માતૃભાષામાં ભણ્યા હતા. પદ્મશ્રી, પદ્મભૂષણ, મહારાષ્ટ્રભૂષણ વગેરે અનેક ખિતાબો, એવોર્ડસ અને ઈનામો પ્રાપ્ત કરનાર, સાયન્સ અને એન્જીન્યરિંગના વિષયમાં ૨૫ જેટલી યુનિવર્સિટીઓમાંથી જેમણે ડોક્ટરેટ કરેલું છે. 

અવકાશયાત્રા દરમ્યાન પોતાનો જાન ગુમાવનાર અને વિશ્વભરમાં પોતાનું નામ રોશન કરનાર કલ્પના ચાવલાએ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કર્યો હતો. સ્વતંત્ર ભારતના બંધારણના ઘડવૈયા તરીકે જે ઓળખાય છે તે બાબાસાહેબ આંબેડકરે શિક્ષણ માતૃભાષામાં લીધું હતું.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પોરબંદરની શાળામાં ગુજરાતી ભણ્યા હતા. ગાંધીજીએ લખ્યું છે : માતાના ધાવણ સાથે જે સંસ્કાર અને જે મધુર શબ્દો મળે છે, તેની અને શાળાની વચ્ચે જે અનુસંધાન હોવું જોઈએ તે પરભાષા મારફત કેળવણી લેવામાં તૂટે છે. માતૃભાષાનો જે અનાદર આપણે કરી રહ્યા છીએ તેનું ભારે પ્રાયશ્ચિત આપણે કરવું પડશે.

ઉદ્યોગપતિ ધીરૂભાઈ અંબાણીએ મજેવડીની ગુજરાતી શાળામાં પોતાનું પ્રાથમિક શિક્ષણ લીધું હતું. મોટા ઉદ્યોગપતિ, સમર્થ અગ્રણી અને વિચક્ષણ બુદ્ધિપ્રતિભાના ધારક શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ ગુજરાતી માધ્યમમાં ભણ્યા હતા.

અંગ્રેજી માધ્યમ પાછળની આજની ગાંડી અને આંધળી દોટને કારણે પ્રાદેશિક ભાષામાં ભણનારની સંખ્યામાં જબ્બર કડાકો બોલાયા પછી પણ આજે પ્રતિવર્ષ જાહેર થતા ૧૦માં અને ૧૨માં ધોરણના પરિણામોના મેરિટ લીસ્ટમાં પ્રાદેશિક ભાષામાં ભણનારા વિદ્યાર્થીઓના નામ ખૂબ ચમકે છે. ભણતરના માધ્યમ અને બૌદ્ધિક વિકાસને સીધો સંબંધ છે, તે સ્પષ્ટપણે પુરવાર થાય છે.

મગજના કમ્પ્યુટરની ભાષા માતૃભાષા છે. તેથી અન્ય ભાષાના શબ્દો કે વાક્ય પ્રયોગોનું પહેલા આ કમ્પ્યુટર માતૃભાષામાં રૂપાંતર કરશે. પછી, વિષયવસ્તુને સમજવા માટે મગજનો ઉપયોગ કરશે. તેની મગજની ઘણી બધી શક્તિ તો ભાષાંતરનો વ્યર્થ વ્યાયામ કરવામાં જ વપરાઈ જશે. માતૃભાષા ભણનાર બાળકના મગજની પૂરી શક્તિ વિષયવસ્તુને સમજવામાં વપરાય છે. માતૃભાષામાં શિક્ષણ લેનાર બાળકો વધુ હોંશિયાર હોય છે, તેનું આ રહસ્ય છે.


અભિવ્યક્તિનું અને ગ્રહણ તથા સમજણ માટેનું શ્રેષ્ઠ માધ્યમ માતૃભાષા જ છે. મહાવીર સ્વામી લોકભાષા પ્રાકૃતમાં જ ધર્મદેશના આપતા હતા.

સંત તુલસીદાસે રામચરિત માનસની રચના લોકભાષા અવધીમાં કરી. સંત જ્ઞાનેશ્વરે ‘જ્ઞાનેશ્વરી’ મરાઠીમાં રચ્યું.
એક સરેરાશ અંગ્રેજ કરતાં મહાત્મા ગાંધીનું અંગ્રેજી વધારે સારું હતું. તે છતાં પોતાની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ તેમણે માતૃભાષા ગુજરાતીમાં લખી.

વિચાર, સ્વપ્ન, લાગણી, રુદન અને ક્રોધ જેવા આવેગો જે ભાષામાં રજૂ થાય, તે શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ ગણાય.

ધન્ય ધન્ય ધરા ગુજરાતી ધન્ય ગીરા ગુજરાતી હું ગુજરાતી હું ગુજરાતી મારી માતૃભાષા ગુજરાતી મારી અસ્મિતા મારું અભિમાન મારી માતૃભાષા ગુજરાતી કેમ છો નો ટહુકો ભરી ભીડમાં એવો લાગે મીઠો જાણે સાકરની એણે મધમા ઝપકોડી મારી એવી માતૃભાષા ગુજરાતી મારી એક જ અભિલાષા અજરા મરી રહે મરી માતૃભાષા ગુજરાતી આજે સંકલ્પ છે અમારું હું બોલીશ વાંચીશ ને લખીશ ગુજરાતી મળે ગુજરાતી પછી ન લાગે કોઈ ભૂમિ અજાણી વાતો ન ખૂટે મારી તારી લાગે ગુજરાતી મીઠી વાણી સહુની મીઠી વાણી રાષ્ટ્રપિતા ગાંધીજી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રથમ ભાષા ગુજરાતી મારી માતૃભાષા ગુજરાતી નરસિંહ મહેતા સ્વામી દયાનંદ સરસ્વતી મોરારજી દેસાઈ ધીરુભાઈ અંબાણી જે આર ડી ટાટા નરેન્દ્ર મોદી મહમદ અલી ઝીણા સહુની ભાષા ગુજરાતી મારી માતૃભાષા ગુજરાતી હું ગુજરાતી હું ગુજરાતી મારી માતૃભાષા ગુજરાતી


શુક્રવાર, 14 ફેબ્રુઆરી, 2025

"રાઈનો પર્વત"નું મૂલ્યાંકન (સંકલન)

"રાઈનો પર્વત"નું મૂલ્યાંકન (સંકલન)

પ્રસ્તાવના
રાઈનો પર્વત એ રમણભાઈ નીલકંઠ દ્વારા લિખીત, ૧૯૧૪માં પ્રગટ થયેલ, ગુજરાતી નાટક છે. આ નાટકની ગણના ગુજરાતી ભાષાના પ્રશિષ્ટ નાટકોમાં થાય છે. રમણભાઈ મહીપતરામ નીલકંઠે રચેલું ગુજરાતી સાહિત્યનું પ્રશિષ્ટ સાહિત્યિક નાટક. તેમાં 7 અંક અને 35 પ્રવેશો છે. નાટ્યકારે નાટકનું કથાવસ્તુ મહીપતરામ નીલકંઠ સંપાદિત ‘ભવાઈ સંગ્રહ’માંના ‘લાલજી મણિયાર’ના વેશમાં આવતા દુહા પરથી અને દુહા નીચે પાદટીપમાં મુકાયેલી વાર્તા પરથી લીધું છે અને તેમાં ઉચિત ફેરફારો કરી સ્વપ્રતિભાબળે મૌલિક રીતે વિકસાવ્યું છે. ગુજરાતની ભાતીગળ ભવાઈ પરંપરા, સંસ્કૃત નાટ્યપ્રણાલી અને પાશ્ર્ચાત્ય નાટકનાં તત્ત્વોને સમાવિષ્ટ કરી રમણભાઈએ નીતિ-અનીતિ, ધર્મ-અધર્મ, સાધન-સાધ્ય જેવાં દ્વંદ્વોને સંઘર્ષના મુદ્દા બનાવી સદાચાર અને પ્રભુપ્રીતિનો મહિમા ગાયો છે

ઈતિહાસ

મણિલાલ દ્વિવેદીનું નાટક કાન્તા વાંચ્યા પછી એનાથી પ્રભાવિત થયેલા રમણભાઈએ એક નાટક લખવાનો નિર્ણય કર્યો હતો. ૧૮૯૫માં એમણે રાઈનો પર્વત નાટક લખવાની શરૂઆત કરી, પણ પહેલો પ્રવેશ લખ્યા પછી તેઓ એ નાટક આગળ લખી શક્યા નહી. ૧૯૦૯ ના મે મહિનામાં એમણે આ નાટક પુરું કરવાનો નિર્ણય કરી ફરી લખવાનો આરંભ કર્યો, પરંતુ એમની બીજી બધી પ્રવૃત્તિઓને લીધે આ નાટક અધૂરું જ રહેતું હતું. અંતે, ચાર વર્ષ પછી ૧૯૧૩ના અંત ભાગમાં આ નાટક એમણે પુરું કર્યું અને ૧૯૧૪માં પુસ્તક રૂપે પ્રકાશિત કર્યુ.

બંધારણ

સાત અંક અને ૩૬ પ્રવેશમાં વહેંચાયેલું આ નાટક શૅક્સપિયરી નાટ્યશૈલી અને સંસ્કૃત નાટ્યશૈલીનું મીશ્રણ કરી તૈયાર કરવામાં આવ્યું છે. નાટકનું કથાવસ્તુ પ્રાચીન કથા પરથી લેવામાં આવ્યું છે, પરંતુ રમણલાલે એમાં અર્વાચિન ભાવોને પૂરવાનો પ્રયત્ન કર્યો છે. 

નાટકના કથાવસ્તુ માટે પ્રેરક દુહો

નાટકનું કથાવસ્તુ રમણલાલના પિતા મહીપતરામ નીલકંઠ દ્વારા સંગ્રહિત 'ભવાઈસંગ્રહ'માં આવતાં 'લાલજી મનીયાર'ના વેશમાં આવેલા એક દુહા અને એની નીચે ટીપ્પણીમાં આપેલી વાર્તા ઉપરથી લેવામાં આવ્યું છે. એ દુહો નીચે મુજબ છે

"સાઈઆંસે સબકુચ હોતે હે, મુજ બંદેસે કચુ નાહીં;
રાઈકું પરબત કરે, પરબત બાગેજ માંહી."

— લાલજી મનીઆર વેશ, મહીપતરામ નીલકંઠ

નાટકનું કથાવસ્તુ

અમૃતદેવી પોતાના પતિનું રાજ્ય પાછું મેળવવા અને પુત્ર જગદીપને હકપૂર્વકની રાજગાદી પાછી અપાવવા જાલકા માલણનો વેશ ધારણ કરે છે અને જગદીપને રાઈ બનાવે છે. વૃદ્ધ રાજા પર્વતરાય જુવાન થવાના અભરખા સાથે જાલકાના વૃક્ષપ્રયોગને જોવા આવતાં અજાણતાં રાઈના બાણથી મૃત્યુ પામે છે. કુશાગ્ર બુદ્ધિવાળી જાલકા આ તકનો લાભ લઈ પ્રપંચલીલા આદરે છે અને રાઈને પર્વતરાય તરીકે જાહેર કરે છે; પણ સાધનસાધ્યશુદ્ધિમાં માનનારો તેમજ શીલ અને સત્યની પ્રતિષ્ઠા માટે મથનારો રાઈ અધર્મથી રાણી લીલાવતીના પતિ થવાનું અને કપટથી રાજ્યગાદી પ્રાપ્ત કરવાનું સ્વીકારતો નથી અને પોતાની સાચી ઓળખ પ્રગટ કરી દે છે. પ્રાર્થનાસમાજવાદી રમણભાઈ નીલકંઠે છેલ્લા 2 અંકોમાં રાઈનું વિધવા વીણાવતી સાથે લગ્ન ગોઠવી પોતાની સમાજ-સુધારક તરીકેની મુદ્રા ઉપસાવી છે.

રાજા પર્વતરાયે તેના આગળના રાજા રત્નદીપદેવનો કપટથી વધ કરી રાજગાદી મેળવી છે. રત્નદીપદેવની રાણી અમૃતદેવી રાજ્ય પાછું મેળવવા પોતાના પુત્ર જગદીપ સાથે રાજધાની કનકપુરમાં આવી ત્યાં પોતે માલણ જાલકા અને પુત્ર માળી રાઈને નામે રહે છે. જગદીપ પોતાનો પૂર્વવૃત્તાન્ત કે જાલકા સાથેનો પોતાનો સાચો સંબંધ જાણતો નથી. યુવાન લીલાવતીને પરણેલા વૃદ્ધ રાજા પર્વતરાયને જાલકા એક રાતે, પોતાના રહેઠાણ કિસલવાડીમાં બોલાવે છે. પર્વતરાય તેના સાથી શીતલસિંહ સાથે ત્યા જાય છે, પણ રાઈએ એને પશુ ગણી બાણ મારતાં તે મરણ પામે છે. જાલકાની સૂચનાથી એમ જાહેર કરવામાં આવે છે કે, 'પર્વતરાય યુવાન થવા માટે એક વૈદ્ય સાથે ભોંયરામાં ઊતર્યા છે, ને ત્યાં કોઈને પેસવાની મનાઈ કરી છે; છ મહિના પછી એ બહાર નીકળશે'. અને નક્કી થાય છે કે છ મહિના પછી રાઈએ જુવાન પર્વતરાય તરીકે જાહેર થવું. આ સમયે જાલકા રાઈને પોતાની સાચી ઓળખાણ આપે છે.

છ મહિના પૂરા થવાની આગલી રાતે શીતલસિંહ રાઈને લીલાવતીના આવાસથી પરિચિત કરવા લઈ જાય છે, ત્યારે રાઈને પહેલી જ વાર ખ્યાલ આવે છે કે પર્વતરાય થવું એટલે પર્વતરાઈની સ્ત્રી લીલાવતીના પણ પતિ થવું, જે તેને અનૈતિક લાગે છે. અંતે મનોમંથન બાદ તે લીલાવતી સમક્ષ તેમજ પ્રજા સમક્ષ પોતાની સાચી ઓળખ છતી કરે છે. પ્રજાજનોને પોતાને માટે યોગ્ય રાજા શોધી લેવા કહે છે, ને પોતે પણ ગાદીનો ઉમેદવાર હોઈ પ્રજા નિષ્પક્ષપાતપણે રાજા પસંદ કરી શકે તે માટે પંદર દિવસ નગર બહાર ચાલ્યો જાય છે. ત્યાં તે, એકાન્ત મહેલમાં રહેતી પર્વતરાયની વિધવા પુત્રી વીણાવતીને અકસ્માતથી બચાવે છે, અને બંને વચ્ચે પ્રેમ થાય છે. લીલાવતીની દાસી મંજરી અને શીતલસિંહ રાજગાદી મેળવવા ખટપટ કરે છે, પણ તે નિષ્ફળ જાય છે. અંતે લીલાવતી જગદીપ એટલેકે રાઈને તથા વીણાવતીને લગ્ન માટે આશીર્વાદ આપી મરણ પામે છે. રાઈને અને વીણાવતીને રાજગાદી પ્રાપ્ત થાય છે.

"રાઈનો પર્વત"ના પાત્રો

પુરુષપાત્રો
પર્વતરાય: ⁠કનકપુરનો રાજા
કલ્યાણકામ: ⁠પર્વતરાયનો પ્રધાન
પુષ્પસેન: ⁠પર્વતરાયનો સેનાપતિ
શીતલસિંહ: ⁠પર્વતરાયનો એક સામંત
દુર્ગેશ: ⁠પર્વતરાયનો એક મંડળેશ(=મંડળ-પ્રાંતનો અધિકારી, સૂબો)
વંજૂલ: ⁠કલ્યાણકામનો આશ્રિત
રાઈ: ⁠કિસલવાડીમાંનો માળી
જગદીપદેવ: ⁠રત્નદીપદેવનો પુત્ર

સ્ત્રીપાત્રો
લીલાવતી: ⁠પર્વતરાયની રાણી
વીણાવતી: ⁠પર્વતરાયની અને રાણી રૂપવતીની પુત્રી
સાવિત્રી: ⁠કલ્યાણકામની પત્ની
કમલા: ⁠પુષ્પસેનની પુત્રી
મંજરી: ⁠લીલવતીની દાસી
લેખા: ⁠વીણાવતીની દાસી
જાલકા : ⁠ કિસલવાડીમાંની માલણ
અમૃતાદેવી : ⁠ રત્નદીપદેવની રાણી
ગૌણ પાત્રો
સિપાઈઓ, નોકરો, દ્વારપાલ, કોટવાળ, બાવો, પુરવાસીઓ, પુરસ્ત્રીઓ, પ્રતિહાર, રાજભટ, રબારી, દૂત, પુરોહિત, દાસીઓ વગેરે.
સૂચિત પાત્રો
રૂપવતી : ⁠ પર્વતરાયની વિદેહ રાણી
રત્નદીપદેવ : ⁠ કનકપુરનો પ્રથમનો વિદેહ રાજા

અંત
‘રાઈનો પર્વત’ પંડિતયુગનું સમર્થ પ્રતિનિધિ-નાટક બન્યું છે. તેમાં રમણભાઈની પ્રભુનિષ્ઠા અને ઉદાત્ત જીવનમૂલ્યો માટેની નિસબત સુપેરે પ્રગટ થાય છે. અંતમાં જગદીપ અને શીતલસિંહ કેન્દ્રવર્તી દુહો ગાય છે :

પ્રભુથી સહુ કાંઈ થાય છે, અમથી થાય ન કાંઈ;

રાઈનો પર્વત કરે, પર્વત બાગની માંહી

સંદર્ભ 
વિકિપીડિયા
 ગુજરાતી વિશ્વ કોષ