દયારામની ગરબીમાં ગોપીભાવ
પ્રસ્તાવના
દયારામની ગરિમા (મહાનતા) ગુજરાતી સાહિત્યમાં અજોડ છે. તેઓ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અંતિમ અને 'ગરબી' સાહિત્ય સ્વરૂપના સર્વોચ્ચ કવિ તરીકે ઓળખાય છે. નરસિંહ મહેતા અને મીરાંબાઈની હરોળમાં સ્થાન પામેલા દયારામે ગુજરાતી ભાષાને ભક્તિ અને માધુર્યથી ભરી દીધી હતી.દયારામ (૧૭૭૭–૧૮૫૩) ગરબી શૈલીમાં ગીતો રચનાર પ્રથમ મધ્યકાલીન ગુજરાતી કવિ હતા.તેમણે રચેલાં પુષ્ટિમાર્ગે અનુસરતા કૃષ્ણભક્તિના પદો ખૂબ જ પ્રખ્યાત છે. દયારામ, નરસિંહ મહેતા અને મીરાંબાઈની સાથે ગુજરાતી સાહિત્યમાં ભક્તિ આંદોલનના અગ્રણી યોગદાનકર્તા ગણાય છે."વસ્તુત: રાધાકૃષ્ણની લીલા ગાતા દયારામ પોતાની રસરુચિની મર્યાદાઓ સાથે ગુજરાતના જયદેવ બને છે."
- કે. કા. શાસ્ત્રી
જીવન
દયારામ (જ. 16 ઑગસ્ટ 1777, ચાણોદ; અ. 28 ફેબ્રુઆરી 1853, ડભોઈ) : મધ્યકાલીન ગુજરાતના ભક્ત-કવિ. જ્ઞાતિએ સાઠોદરા નાગર, પિતા પ્રભુરામ ભટ્ટ અને માતા રાજકોર. નાની વયમાં જ માતાનું અવસાન થવાથી વતન ચાણોદમાં કાકાની પુત્રી પાસે અને પછી મોસાળ ડભોઈમાં માસી પાસે ઉછેર થયો. જ્ઞાતિધર્મની રીતે ઇષ્ટદેવ હાટકેશ્વર, પણ પિતાના સમયથી કુલધર્મ વૈષ્ણવ પુષ્ટિમાર્ગ. બાળપણમાં સગપણ થયેલું, પરંતુ લગ્ન ન કરતાં સમગ્ર જીવન પુષ્ટિમાર્ગીય મરજાદી વૈષ્ણવ તરીકે વિતાવ્યું.
તેમના સાહિત્યિક પ્રદાનની મુખ્ય વિગતો નીચે મુજબ છે:
ગરબીના પિતા
દયારામ ગુજરાતી સાહિત્યમાં 'ગરબી' (રાધા-કૃષ્ણની લીલાઓ અને ભક્તિ દર્શાવતા ગીતો) ની રચના કરનાર પ્રથમ અને શ્રેષ્ઠ કવિ છે. તેથી તેઓ ગરબીના પિતા કહેવાય છે. તેમની ગરબીઓનો લય અને શબ્દમાધુર્ય અદભુત છે.ગરબી સાહિત્યના સ્વામીનરસિંહ મહેતા અને મીરાંબાઈની પરંપરાને આગળ વધારતા દયારામે ગરબીઓને ખૂબ જ ઊંચાઈએ પહોંચાડી. તેમની ગરબીઓ (ખાસ કરીને પ્રેમલક્ષણા ભક્તિ અને શૃંગાર રસથી સભર) ગુજરાતની સાંસ્કૃતિક અસ્મિતાનું એક મહામૂલું રત્ન છે. તેમની ગરબીઓમાં વ્રજભાષા અને ગુજરાતી ભાષાનો અદભુત સમન્વય જોવા મળે છે.
દયારામની સર્જકતાનો શ્રેષ્ઠ ઉન્મેષ ગરબી
દયારામની સર્જકતાનો શ્રેષ્ઠ ઉન્મેષ એમની ગરબીઓમાં જણાય છે. જનહૃદયને સર કરતી, ભક્તિ અને શૃંગાર બંને રસનાં પૂર વહાવતી રસેશ્વર કૃષ્ણની લીલાઓ નિરૂપતીં
ગરબીઓમાં વાણીમાધુર્ય-ભાષાપ્રભુત્વ-સંગીતમાધુર્ય
ગરબીઓમાં વાણીમાધુર્ય અને ભાષાપ્રભુત્વ સાથે સંગીતનું માધુર્ય ભરેલું છે.
બહુભાષી પંડિત: તેમણે ગુજરાતી ઉપરાંત વ્રજ, હિન્દી, સંસ્કૃત, મરાઠી, ઉર્દૂ અને મારવાડી ભાષાઓમાં પણ સાહિત્ય સર્જન કર્યું હતું.
દયારામની ગરબીઓમાં ગોપીભાવ - કૃષ્ણભક્તિ:
દયારામનું સમગ્ર જીવન કૃષ્ણભક્તિ અને પુષ્ટિમાર્ગના સિદ્ધાંતોને સમર્પિત હતું. તેમની રચનાઓમાં મુખ્યત્વે રાધા-કૃષ્ણનો દિવ્ય પ્રેમ, ગોપીઓની ભક્તિ અને વાંસલડી સાથેના સંવાદો નાટ્યાત્મક શૈલીએ રજૂ થયા છે. તેમની પ્રખ્યાત ગરબીઓમાં “ઓ વ્રજનારી! શા માટે તું અમને આળ ચડાવે?” જેવી રચનાઓ લોકજીવનમાં ગવાય છે.
દયારામની ગરબીઓની વિશેષતાઓ
નાદમાધુર્ય અને લય: દયારામ સ્વયં ઉત્તમ સંગીતકાર હતા. તેઓ રવાબ (એક પ્રકારનું વાદ્ય) વગાડવામાં નિપુણ હતા. તેમની ગરબીઓમાં શબ્દોની પસંદગી એવી છે કે તે ગાતી વખતે અદ્ભુત રણકાર ઉત્પન્ન કરે છે.
ગોપીભાવનું નિરૂપણ: દયારામની ગરબીઓમાં ગોપી અને કૃષ્ણ વચ્ચેની છેડછાડ, રિસામણાં-મનામણાં, વિરહની વેદના અને મિલનનો આનંદ અદ્ભુત રીતે આલેખાયો છે.
લાઘવ અને ચોટ: ખૂબ જ ટૂંકી પંક્તિઓમાં ઘેરો અર્થ અને તીવ્ર ભાવના વ્યક્ત કરવામાં દયારામની હથોટી હતી.
(1) રાધા-કૃષ્ણની પ્રેમલક્ષણા ભક્તિ કવિત્વનો મુખ્ય વિષય
તેમણે પોતાનું આખું જીવન પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ તરીકે વિતાવ્યું અને રાધા-કૃષ્ણની પ્રેમલક્ષણા ભક્તિને પોતાની કવિતાઓનો મુખ્ય વિષય બનાવ્યો. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના આકાશમાં નરસિંહ મહેતાથી જે સૂર્યોદય થયો, તેનો સુવર્ણ સૂર્યાસ્ત કવિ દયારામના સર્જનથી થયો. મધ્યકાલીન સાહિત્યની ભક્તિ અને શૃંગારની પરંપરાના અંતિમ જ્યોતિર્ધર તરીકે દયારામનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે. ગુજરાતી સાહિત્યમાં જ્યારે પણ ‘ગરબી’ અને ‘પ્રેમલક્ષણા ભક્તિ’નો ઉલ્લેખ થાય, ત્યારે અનાયાસે જ દયારામનું નામ હોઠ પર આવી જાય છે.
(2) ગોપીઓની ઉત્કટ શ્રીકૃષ્ણભક્તિનું આલેખન
ગોપીઓની ઉત્કટ શ્રીકૃષ્ણભક્તિને આલેખતાં ભાગવતનું વ્રજ ઊભું કરી દીધું છે. જેમાં પ્રસ્તુત છે :
~ગોપીઓનાં ભાવસંવેદનો
~ નંદકુંવરનું અમોઘ આકર્ષણ
~પનઘટ પરનાં અડપલાં
~ ઠપકાનાં વેણ
~ સલૂણા છેલ કૃષ્ણને નિમંત્રણ
વગેરેની ગૂંથણીથી ગરબીઓ મોહક બની છે.
શૃંગાર અને ભક્તિનો અપૂર્વ સમન્વય
(3)લૌકિક શૃંગારના આવરણ હેઠળ અલૌકિક ભક્તિ
દયારામની કવિતામાં શૃંગાર રસ છલોછલ ભરેલો છે. ક્યારેક તેમની ગરબીઓ વાંચતા એવું લાગે કે આ કોઈ સામાન્ય લૌકિક પ્રેમી-પ્રેમિકાના ગીતો છે. પરંતુ ઊંડાણપૂર્વક જોતાં સમજાય છે કે આ લૌકિક શૃંગારના આવરણ હેઠળ અલૌકિક ભક્તિ છુપાયેલી છે.
તેમણે સંભોગ શૃંગાર (મિલનનો આનંદ) અને વિપ્રલંભ શૃંગાર (વિરહની વેદના) બંનેનું આલેખન કર્યું છે.
કૃષ્ણની નટખટ લીલા: ગોપીઓ પનઘટ પર પાણી ભરવા જાય અને કૃષ્ણ તેમની મટકી ફોડી નાખે, રસ્તો રોકે, દાણ માંગે – આ બધા પ્રસંગોને દયારામે ખૂબ જ જીવંત રીતે વર્ણવ્યા છે.
વિરહની ઉત્કટતા: જ્યારે કૃષ્ણ મથુરા ચાલ્યા જાય છે, ત્યારે પાછળ વ્રજમાં ગોપીઓની જે દશા થાય છે, તેનું હૃદયદ્રાવક વર્ણન દયારામે કર્યું છે. અહીં શૃંગાર એ ભક્તિનું માધ્યમ બની જાય છે.
(4)ગોપીભાવ: આત્માનું પરમાત્મા માટેનું ઝૂરવું
દયારામની કૃષ્ણભક્તિમાં કવિ સ્વયં પુરુષ મટીને વ્રજની ગોપી બની જાય છે. વેદાંતમાં જેને જીવાત્મા અને પરમાત્મા કહેવાય છે, તેને દયારામ ગોપી અને કૃષ્ણ તરીકે જુએ છે. ગોપીનો કૃષ્ણ માટેનો વિરહ એ બીજું કંઈ નહીં પણ જીવાત્માનું પરમાત્મામાં ભળી જવા માટેનું તીવ્ર આક્રંદ છે.
તેમની પ્રખ્યાત પંક્તિ છે:
“જે કોઈ પ્રેમ અંશ અવતરે, પ્રેમ રસ તેના ઉરમાં ઠરે.”
આ પંક્તિ દર્શાવે છે કે ઈશ્વરીય પ્રેમ એ કોઈ શીખવાની વસ્તુ નથી, તે તો પરમાત્માની કૃપાથી જન્મજાત પ્રાપ્ત થતો અંશ છે.
લયમાધુર્ય ઉપરાંત કવિની રસિક કલ્પના ધરાવતી પંક્તિઓ
~ ‘વાંકું મા જોશો વરણાગિયા
~ જોતાં કાળજડામાં કાંઈ કાંઈ થાય છે’
~‘મારું મન મોહ્યું વાંસલડીને શબ્દે કાનડ કાળા’
~ ‘ઓ વાંસલડી વેરણ થઈ લાગી રે વ્રજની નારને’ વગેરે પંક્તિઓમાં લયમાધુર્ય ઉપરાંત કવિની રસિક કલ્પના જોવા મળે છે.
(5) સરસ આલેખન કરતી ગરબીઓ :નાટ્યાત્મક ઊર્મિકાવ્યો
~પ્રિયતમ સાથે ગોપીનાં લાડ અને રિસામણાં
~વિનોદપૂર્ણ ચાટૂક્તિઓ
~શ્રીકૃષ્ણનું દાક્ષિણ્ય
~ કૃષ્ણવિરહની મર્મવેધક વ્યથા વગેરેનું સરસ આલેખન કરતી ગરબીઓ નાટ્યાત્મક ઊર્મિકાવ્યોના પ્રકારની છે.
દયારામનાં કવિત્વ, રસિકતા, ચિત્રનિર્માણકૌશલ અને શબ્દપ્રભુત્વની પ્રતીતિ
~ ‘તું મુજને અડતાં શ્યામ થઈશ તો હું ક્યમ નહિ થાઉં ગોરો ?’
~‘પ્રેમની પીડા તે કોને કહીએ મધુકર, પ્રેમની પીડા’
વગેરેમાં દયારામનાં કવિત્વ, રસિકતા, ચિત્રનિર્માણકૌશલ અને શબ્દપ્રભુત્વની પ્રતીતિ થાય છે.
(6) મુખ્ય કૃતિઓ:
દયારામનું મોટા ભાગનું સર્જન ગરબી સ્વરૂપે છે. તેમની કુલ રચનાઓ વિશે વિદ્વાનોમાં મતભેદ છે. તેમની કુલ રચનાઓની સંખ્યા ૮૭ જેટલી કહેવાય છે.
તેમની કેટલીક જાણીતી કૃતિઓ:
~શ્યામ રંગ સમીપે ન જાઉં
~હવે સખી નહીં બોલું,
~ઓ વ્રજનારી!
તેમની જાણીતી કૃતિઓમાં રસિકવલ્લભ, પ્રેમરસગીતા, અજામિલ આખ્યાન, દયાના પ્રીતમ અને સારાવલિ નો સમાવેશ થાય છે.
સાહિત્યિક વારસો: તેમણે ગુજરાતી કવિતામાં જે સૌંદર્ય, સંગીતમયતા અને શૃંગાર ઉમેર્યો, તેનાથી ગુજરાતી ભાષાની અસ્મિતા અને ગરિમામાં મોટો વધારો થયો છે.
ઉપસંહાર
દયારામને મન કવિતા તો સાધન છે જ્યારે સાધ્ય તો શ્રીકૃષ્ણભક્તિ છે.
- કે. કા. શાસ્ત્રી
દયારામની સર્જકતાનો શ્રેષ્ઠ ઉન્મેષ એમની ગરબીઓમાં જણાય છે. જનહૃદયને સર કરતી, ભક્તિ અને શૃંગાર બંને રસનાં પૂર વહાવતી રસેશ્વર કૃષ્ણની લીલાઓ નિરૂપતીં ગરબીઓમાં વાણીમાધુર્ય અને ભાષાપ્રભુત્વ સાથે સંગીતનું માધુર્ય ભરેલું છે. તેનાથી કવિને લોકપ્રિયતા મળી અને ગુજરાત ગીતસમૃદ્ધ બન્યું.
સંદર્ભ
(1) કે. કા. શાસ્ત્રી, https://gujarativishwakosh.org/%E0%AA%A6%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE/
(2) https://gu.wikipedia.org/wiki/%E0%AA%A6%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE
(3) https://gujaratihistory.in/dayaram/
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
દયારામ (જ. 16 ઑગસ્ટ 1777, ચાણોદ; અ. 28 ફેબ્રુઆરી 1853, ડભોઈ) : મધ્યકાલીન ગુજરાતના ભક્ત-કવિ. જ્ઞાતિએ સાઠોદરા નાગર, પિતા પ્રભુરામ ભટ્ટ અને માતા રાજકોર. નાની વયમાં જ માતાનું અવસાન થવાથી વતન ચાણોદમાં કાકાની પુત્રી પાસે અને પછી મોસાળ ડભોઈમાં માસી પાસે ઉછેર થયો. જ્ઞાતિધર્મની રીતે ઇષ્ટદેવ હાટકેશ્વર, પણ પિતાના સમયથી કુલધર્મ વૈષ્ણવ પુષ્ટિમાર્ગ. બાળપણમાં સગપણ થયેલું, પરંતુ લગ્ન ન કરતાં સમગ્ર જીવન પુષ્ટિમાર્ગીય મરજાદી વૈષ્ણવ તરીકે વિતાવ્યું.
દયારામનો જન્મ ૧૬ ઓગસ્ટ ૧૭૭૭ના રોજ નર્મદા નદીને કિનારે આવેલા ચાણોદમાં થયો હતો. તેઓ નાગર બ્રાહ્મણ પ્રભુરામ પંડ્યાના બીજા પુત્ર હતા. તેમની મોટી બહેન ડાહીગૌરી અને નાનો ભાઇ મણીશંકર ૯ અને ૨ વર્ષની વયે જ અવસાન પામ્યા હતા.
તેમના પિતા કારકૂન હતા. દયારામે બહુ અલ્પ માત્રામાં શિક્ષણ લીધું હતું અને તેમને વૈષ્ણવ મંદિરમાં ભજન ગાવામાં રસ હતો. તેમના લગ્ન બાળપણમાં થયા હતા પરંતુ તેમની પત્નિ લગ્નના બે વર્ષ પછી મૃત્યુ પામી અને તેમના બીજા લગ્ન તેમના પિતાનું અવસાન થવાથી ટક્યા નહી. બે વર્ષ પછી તેમની માતાનું પણ અવસાન થયું. તેઓ ચાણોદ અને ડભોઇમાં તેમના સગા-સબંધીઓનાં ઘરે રહેતા હતા. દયારામે ભારતભરમાં વૈષ્ણવ સંપ્રદાયનાં મહત્વનાં સ્થળોની મુલાકાત લીધી હતી. ઇચ્છારામ ભટ્ટના સંપર્કમાં આવ્યા પછી તેઓ ધાર્મિક વૃત્તિ તરફ વળ્યા હતા.
વિક્રમ સંવત ૧૮૫૮માં તેઓ વલ્લભ મહારાજ થકી પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંપ્રદાયમાં જોડાયા અને વિક્રમ સંવત ૧૮૬૧માં સંપૂર્ણ રીતે પરોવાઇ ગયા હતા
નાનપણમાં ડાકોરના પુષ્ટિમાર્ગીય વિદ્વાન ઇચ્છારામ ભટ્ટનો સંપર્ક ડભોઈ અને ચાણોદ વચ્ચે આવેલા તેન તળાવ પર થયો. દયારામનાં જોડકણાં સાંભળીને ભટ્ટજીએ આશીર્વાદ આપ્યા અને તેમની પ્રેરણાથી યાત્રાએ નીકળ્યા. 1803–04માં નાથદ્વારામાં આવેલા વનમાળીજીના મંદિરવાળા ગો. શ્રી વલ્લભજી મહારાજ પાસે બ્રહ્મસંબંધ લીધો અને ત્રણ વાર ભારતયાત્રા તથા સાત વાર શ્રીનાથજીની યાત્રા કરી.
ઇચ્છારામ ભટ્ટજીના સતત સંપર્કને લીધે પુષ્ટિભક્તિ ર્દઢ બનેલી અને શુદ્ધાદ્વૈત વેદાંતના સિદ્ધાંતોનું જ્ઞાન મેળવવાનો સબળ યોગ મળ્યો. દયારામનું ઔપચારિક શિક્ષણ વધુ ન હોવા છતાં તેમણે ભાગવત, ગીતા ઉપરાંત સાંપ્રદાયિક સાહિત્ય તથા ભક્તિસાહિત્યનો પરિચય મેળવ્યો હશે એવી ધારણા એમના સાહિત્ય પરથી કરી શકાય.
1830–34ના ગાળામાં દયારામે ભારતની ત્રીજી વખતની યાત્રા કરેલી. દરમિયાન નાનાંમોટાં આખ્યાનો રચેલાં. પદો-ગરબા-ગરબીની રચનાઓ તો સતત ચાલુ હતી. સિદ્ધાન્તગ્રંથો એમણે ઉત્તરવયમાં લખેલા. પ્રવાસના વિવિધ સંપર્કથી કેટલીક કૃતિઓ સંસ્કૃત, વ્રજ, મરાઠી, પંજાબી, ઉર્દૂ, મારવાડી, બિહારી અને સિંધીમાં પણ લખેલી છે. ‘રસિકરંજન’ અને ‘ભક્તિવિધાન’ વ્રજભાષામાં અનુક્રમે ‘રસિકવલ્લભ’ અને ‘ભક્તિ-પોષણ’ના અનુવાદ જેવી કૃતિઓ છે. ભાગવતના આધારે ‘રુક્મિણીવિવાહ’, ‘સત્યભામાવિવાહ’, ‘અજામિલ આખ્યાન’ જેવી રચનાઓ ભગવદગુણાનુવાદની છે; પરંતુ કવિને તેમાં આખ્યાન-સ્વરૂપની ફાવટ નથી. વ્રજભાષામાં આ જ પ્રકારનું, ભાગવતનો 131 પદમાં સ્કંધવાર સાર આપતું કાવ્ય ‘ભાગવતાનુક્રમણિકા’ તેમણે લખ્યું છે.
૧. પ્રસ્તાવના: મધ્યકાલીન સાહિત્યના અંતિમ પ્રતિભાશાળી કવિ
ગુજરાતી સાહિત્યનો મધ્યકાળ મુખ્યત્વે ધર્મ અને ભક્તિની આસપાસ ગૂંથાયેલો હતો. જૈન રાસ, ફાગુ, આખ્યાન, પદ, અને પ્રભાતિયાં જેવા સ્વરૂપોએ સદીઓ સુધી લોકમાનસ પર પ્રભાવ પાડ્યો હતો. નરસિંહ, મીરાં, ભાલણ, અખો, પ્રેમાનંદ અને શામળ જેવા દિગ્ગજ સર્જકોની હરોળમાં દયારામ છેલ્લી કડી છે. દયારામે ૧૮મી અને ૧૯મી સદીના સંધિકાળમાં પોતાના પદો અને ગરબીઓ દ્વારા ગુજરાતના લોકજીવનમાં ભક્તિ અને સંગીતની એવી રસધારા વહાવી કે જે આજે પણ અકબંધ છે.
દયારામનું સર્જન માત્ર કવિતા નહોતું, પરંતુ તે આત્માનું પરમાત્મા સાથેનું અનુસંધાન હતું. તેમણે પોતાની જાતને ગોપી રૂપે સ્થાપીને, કૃષ્ણને કેન્દ્રમાં રાખીને જે ગરબીઓ રચી, તેણે ગુજરાતી ભાષાને એક નવો જ લય અને અંદાજ આપ્યો.
૨. જીવન પરિચય અને ઘડતર
દયારામનું જીવન એક પરિવ્રાજક જેવું, ભક્તિમય અને સંગીતમય હતું. તેમના જીવનની સફર જ તેમના કવનનો મુખ્ય સ્રોત બની હતી.
જન્મ અને બાળપણ: દયારામનો જન્મ ઈ.સ. ૧૭૭૭ (સંવત ૧૮૩૩) માં નર્મદા કાંઠે આવેલા ડભોઇ નજીકના ચાણોદ (ચાંદોદ) ગામમાં એક ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ પ્રભુરામ અને માતાનું નામ રાજકોર હતું.
વૈષ્ણવ સંસ્કાર: તેમનો ઉછેર પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના વાતાવરણમાં થયો હતો, જેની ઊંડી અસર તેમના સમગ્ર જીવન અને સર્જન પર પડી.
માતા-પિતાની છત્રછાયા ગુમાવવી: બાળપણમાં જ, બાર વર્ષની ઉંમરે તેમણે માતા-પિતાની છત્રછાયા ગુમાવી. ત્યારબાદ તેઓ ડભોઈમાં તેમના મોસાળમાં ઉછર્યા.
ભારત ભ્રમણ (તીર્થયાત્રા): દયારામે તેમના જીવનકાળ દરમિયાન સમગ્ર ભારતની ત્રણ વાર પગપાળા તીર્થયાત્રા કરી હતી. આ યાત્રાઓ દરમિયાન તેઓ વૃંદાવન, ગોકુળ, મથુરા, કાશી, નાથદ્વારા વગેરે સ્થળોએ ગયા. આ ભ્રમણને કારણે તેઓ વ્રજભાષા, હિન્દી, મરાઠી, મારવાડી અને પંજાબી જેવી ભાષાઓના સંપર્કમાં આવ્યા અને તેના પર પ્રભુત્વ મેળવ્યું.
અંતિમ વર્ષો: જીવનના અંતિમ વર્ષો તેમણે ડભોઈમાં વિતાવ્યા અને ઈ.સ. ૧૮૫૩ (સંવત ૧૯૦૯) માં તેમનું દેહાવસાન થયું.
૩. ગરબી સાહિત્યના સ્વામી (ગરબી સમ્રાટ)
દયારામને ગુજરાતી સાહિત્યમાં ‘ગરબી સમ્રાટ’ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે ‘ગરબી’ નામના કાવ્યસ્વરૂપને એટલી ઊંચાઈ પર પહોંચાડ્યું કે ગરબી એટલે દયારામ અને દયારામ એટલે ગરબી, એવો પર્યાય બની ગયો.
ગરબો અને ગરબી વચ્ચેનો તફાવત
ઘણા લોકો ગરબા અને ગરબીને એક જ માને છે, પરંતુ સાહિત્યિક દૃષ્ટિએ તેમાં મોટો તફાવત છે:
ગરબો: ગરબો મોટેભાગે સ્ત્રીપ્રધાન હોય છે. તેમાં માતાજીની (શક્તિની) આરાધના હોય છે. ગરબો માત્રામેળ છંદમાં કે ચોક્કસ ઢાળમાં લાંબો હોય છે. (દા.ત., ભટ્ટ વલ્લભ મેવાડાના ગરબા).
ગરબી: ગરબી પુરુષપ્રધાન નૃત્યગીત છે. તેમાં મુખ્યત્વે કૃષ્ણભક્તિ, રાધા-કૃષ્ણનો પ્રેમ, ગોપીભાવ અને શૃંગાર રસ હોય છે. તે પ્રમાણમાં નાની, લયબદ્ધ અને ઉર્મિસભર હોય છે.
દયારામનું સાહિત્યસર્જન વિપુલ છે. પોણોસોથી વધુ કૃતિઓ અને સેંકડો પદોમાં તેમણે ભક્તિનો મહિમા ગાયો છે. ‘શ્રીકૃષ્ણનામ-માહાત્મ્ય મંજરી’ જેવી ગુજરાતી અને ‘શ્રીકૃષ્ણસ્તવનચંદ્રિકા’ તથા ‘નામપ્રભાવ-બત્રીશી’ જેવી વ્રજભાષાની રચનાઓમાં ભગવાનના નામનો મહિમા ગાયો છે. સંપ્રદાયના ભક્તોનું નામ-સંકીર્તન કરતી કૃતિઓમાં ‘ભક્તવેલ’ અને ‘ચોરાશી વૈષ્ણવનાં ધોળ’ – એ બે ગુજરાતી અને વ્રજભાષામાં ‘પુષ્ટિભક્તરૂપમાલિકા’ જેવી રચનાઓ મળે છે. ભક્તોની સંક્ષિપ્ત કથા સાથે તેમનાં લક્ષણો વર્ણવતી રચના ‘શ્રીહરિભક્તિચંદ્રિકા’, અભક્ત બ્રાહ્મણ કરતાં વૈષ્ણવ ચાંડાલ ચડે એવું પ્રતિપાદન કરતું સંવાદકાવ્ય ‘બ્રાહ્મણભક્ત વિવાદ’, ‘મીરાંચરિત્ર’, ‘કુંવરબાઈનું મામેરું’ વગેરે રચનાઓ ભક્તિનું ગૌરવ કરે છે. ‘શ્રીકૃષ્ણજન્મખંડ’, ‘સારાવલિ’, ‘બાળલીલા’, ‘પત્રલીલા’, ‘કમળલીલા’, ‘રાસલીલા’, ‘રૂપલીલા’, ‘મુરલીલીલા’, ‘દાણચાતુરી’ વગેરે કૃષ્ણવિષયક કાવ્યોમાં દયારામની રસિકતા અને કલ્પના જોવા મળે છે. ‘રાધાજીનો વિવાહખેલ’, ‘રાધિકાનાં વખાણ’ અને ‘રાધિકાનું સ્વપ્ન’ રાધાવિષયક કાવ્યો છે. ભાગવતના ‘ઉદ્ધવસંદેશ’ અને ‘ઉદ્ધવગોપીસંવાદ’ના વસ્તુને નિરૂપતી ‘પ્રેમરસ-ગીતા’ અને ‘પ્રેમપરીક્ષા’ પ્રેમલક્ષણા ભક્તિનો મહિમા કરતી રચનાઓ કાવ્યત્વની ર્દષ્ટિએ મહત્વની છે. ‘હનુમાન-ગરુડસંવાદ’માં રામ અને કૃષ્ણની સ્તુતિ અને બંનેની એકતા સિદ્ધ કરી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો