વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય, સુરત ખાતે તા.18 થી 23 ડિસેમ્બર 2024 દરમિયાન આયોજિત"લોકમાતા અહિલ્યાબાઈ હોલકર -51 મો યુવક મહોત્સવ" માં આચાર્યશ્રી ડૉ.જી.કે.નંદાના માર્ગદર્શન હેઠળ શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ, અંકલેશ્વરના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.
એમાં "મહેંદી સ્પર્ધા"માં આશરે 135 સ્પર્ધકોમાંથી રીનલ ભરતકુમાર મોરીને ત્રીજો ક્રમ,"કાવ્ય પઠન"માં આશરે 100 સ્પર્ધકોમાંથી હાર્વી નિતીનકુમાર ભટ્ટે પાંચમો ક્રમ "ક્લે મોડેલિંગ"માં આશરે 50 સ્પર્ધકોમાંથી શ્રી અક્ષય કિશોરભાઈ રાઠોડે પાંચમો ક્રમ પ્રાપ્ત કર્યા હતાં.
આ ઉપરાંત, "રંગોળી સ્પર્ધા"માં ફેનીલકુમાર પ્રમોદભાઈ પટેલ અને મકવાણા ઉર્વશીબેન પ્રદીપભાઈ, "હળવું કંઠ્ય સંગીત"માં દામિનીબેન કમલેશભાઈ સોલંકી, "એક પાત્રીય અભિનય"માં દિવ્યા મહેશભાઈ પ્રજાપતિ, "શાસ્ત્રીય લોકનૃત્ય"માં વૃંદાલી કમલેશભાઈ મોદીએ ભાગ લીધો હતો., "રંગોળી સ્પર્ધા"માં ફેનીલકુમાર પ્રમોદભાઈ પટેલની નિર્ણાયકગણે પ્રશંસા કરી હતી.
સાંસ્કૃતિક સમીતિના કન્વીનર ડૉ. હેમંત દેસાઈના નિર્દેશનમાં ટીમ મેનેજર તરીકે ડૉ. જયશ્રી ચૌધરી, ડૉ.જગદીશ કંથારિયા, ડૉ.ભાગ્યશ્રી બારપાંડે, પ્રો. મોન્ટુ પરમાર,
પ્રો. હરસિદ્ધિ પંચાલ, પ્રો. ચિંતન ભટ્ટે સેવા આપી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો