નિમંત્રણ પત્ર | ઉદાહરણ| પ્રકાર
# જયશ્રી ચૌધરી
@ STP College Ankleshwar
નિમંત્રણ+પત્ર = નિમંત્રણ પત્ર
વ્યુત્પત્તિ :
નિમંત્રણ - આવકાર / નોતરું
પત્ર - કાગળ
નિમંત્રણ : આવકાર, બોલાવવું તે, આવવાને માટે આદર-સત્કાર યુક્ત કહેણ, નોતરું
પત્ર : કાગળ
નિમંત્રણ પત્ર એટલે શું ?
(૧) વ્યક્તિગત કે સામૂહિક ઉત્સવ કે સંમેલનમાં ભેગા થવા માટેનું કહેણ મોકલતો પત્ર
(૨) પ્રસંગ કે ઉત્સવમાં આમંત્રણ આપતો કાગળ
નિમંત્રણ પત્રનું મહત્વ
સામાજિક જીવનમાં નિમંત્રણ ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. જન્મ દિવસ, ઉત્સવ, નામકરણ, મુંડન, વિવાહ વગેરે અનેક અવસરો પર નિમંત્રણ પત્ર લખવામાં આવે છે અને મોકલવામાં આવે છે.
નિમંત્રણ પત્રોની વિશેષતાઓ
નિમંત્રણ પત્રોની કેટલીક વિશેષતાઓ હોય છે.
(૧) નિમંત્રણ પત્રમાં સન્માન સૂચક સંબોધન કરવામાં આવે છે. જેમ કે, 'માનનીય', 'શ્રીમાન', 'શ્રીમતી' આદિ
(૨) અંતમાં જમણી તરફ અભિવાદન નિર્દેશના રૂપમાં સંબોધન હોય છે. 'કૃપાકાંક્ષી' , 'દર્શનાભિલાષી' જેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે.
(૩) અભિનિવેદનની સમાંતર ડાબી તરફ પ્રેષક લખીને પરિવારના કોઈ પ્રમુખ વ્યક્તિનું નામ લખવામાં આવે છે. જે નિમંત્રણ મેળવનાર પોતાના આવવાના અથવા ન આવવાની સૂચના આપી શકે. ઉતરાભિલાષી એક થી અધિક વ્યક્તિ પણ હોઈ શકે છે. એમના નામ પણ લખવામાં આવે છે.
નિમંત્રણ પત્રનો મુખ્ય ભાગ
(૧) શુભારંભ
(A)નિમંત્રણ પત્રમાં સૌથી ઉપર ઇષ્ટદેવ સામાન્યત: ગણેશજીનું ચિત્ર
(B) સ્વસ્તિક જેવો કોઈ પાવન શુભ મંગલસૂચક પ્રતિક ચિત્ર
(C) એની બાજુ એની બાજુમાં ઇષ્ટદેવની વંદના અથવા શ્લોક અથવા અન્ય છંદનું સ્થાન નિર્ધારિત હોય છે.
નિમંત્રણ પત્રમાં આ ત્રણ વાતો હોઈ શકે છે અને બીજી કોઈ પણ કેટલાક લોકો છે જે આ ત્રણમાંથી કોઈને પણ મહત્વ આપતા નથી.
(૨) સંબોધન
પત્રની ડાબી તરફ માનનીયશ્રીમાં શ્રી /શ્રીમતી લખવામાં આવે છે.
(૩) વિવરણ
આયોજનનું વિવરણ લખવામાં આવે છે.
(૪) અનુરોધ
'સાદર', 'આગ્રહ સહિત' અને અનુરોધ પુર્વક નિમંત્રણ
(૫) નિમંત્રક
નીચે જમણી તરફ ,'વિનીત', 'કૃપાકાંક્ષી' અથવા 'દર્શનાભિલાષી' લખીને નિમંત્રણ મોકલનારનું નામ (હસ્તાક્ષર નહીં)
(૬) પ્રમુખ વ્યક્તિનું નામ
નિમંત્રણ પત્રની જમણી બાજુ વિનીતનો સમાંતર પ્રમુખ વ્યક્તિનું નામ લખવામાં આવે છે.
(૭) કાર્યક્રમનો નિર્દેશ
રેખા ખેંચીને પૃષ્ઠ ભાગ પર કાર્યક્રમમાં નીચેની બાબતોનો નિર્દેશ કરવામાં આવે છે.
(A) તારીખ
(B) સમય
(C )સ્થાનનું વિવરણ આપવામાં આવે છે.
નિમંત્રણ પત્રમાં વૈવિધ્ય
વિવાહ સંબંધી નિમંત્રણ પત્રની રૂપરેખા આજકાલ પોતાની રુચિ અને નવીનતા લાવવાને પ્રયાસના ફળસ્વરૂપ વૈવિધ્યપૂર્ણ હોય છે.
નિમંત્રણ પત્રની અનેક શૈલીઓ પ્રચલિત કરવામાં આવી છે. પરંતુ સર્વાધિક પ્રચલિત ચિત્ર અથવા શુભ પ્રતીક વંદના હોય છે.
નિમંત્રણ પત્રના પ્રકારો
૧. વ્યક્તિગત : જન્મદિવસ, મરણ પ્રસંગ
૨. પારિવારિક : મુંડન, નામકરણ, વિવાહ, ગૃહપ્રવેશ
૩.સંસ્થાકીય ( નાનકડો સમૂહ)
ઉજવણી, આરંભ, વિશેષ કાર્યક્રમ
નિમંત્રણ પત્રો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો