સોમવાર, 29 સપ્ટેમ્બર, 2025

ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી TRI ગુજરાત અનેઅખિલ ગુજરાત કૉલેજ અને યુનિવર્સિટી અધ્યાપક મંડળ ગુજરાત ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો.

ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી TRI ગુજરાત અને
અખિલ ગુજરાત કૉલેજ અને યુનિવર્સિટી અધ્યાપક મંડળ ગુજરાત ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો.



જનજાતીય ગૌરવ વર્ષ નિમિતે 
ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી TRI ગુજરાત અને
અખિલ ગુજરાત કૉલેજ અને યુનિવર્સિટી અધ્યાપક મંડળ ગુજરાત દ્વારા તા. 28 સપ્ટેમ્બર 2025 ના રોજ ડૉ. બી. આર. આંબેડકર હોલ, સેક્ટર-12 ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય પરિસંવાદ ડૉ. મધુકર પાડવી, કુલપતિશ્રી બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપળાની અધ્યક્ષતામાં ડૉ. સી. સી. ચૌધરી કા. નિયામક TRI ગુજરાતની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો.
ઉદ્ઘાટન બેઠકમાં ડૉ. મધુકર પાડવી, કુલપતિશ્રી બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપળા, ડૉ. સી. સી. ચૌધરી કા. નિયામક, TRI ગુજરાત, શ્રી વનરાજ પારગી એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ, ડૉ. પ્રકાશ મસરામ મુંબઈ યુનિવર્સીટી, ડૉ. શ્યામરાવ કોરેટી ડીન નાગપુર યુનિવર્સીટી, ડૉ. જયંતીલાલ ચૌધરી VNSGU સુરત આર્ટ્સ ફેકલ્ટી ડીન, ડૉ. ઈશ્વરભાઈ ગામીત પ્રમુખ 'આદિવાસી અધ્યાપક મંડળ', શ્રી જે. બી. બોડાત, મંત્રી આદિવાસી અધ્યાપક મંડળ,  ડૉ. શૈલેષ સોલંકી નિયામક આરકાઇવ ઉપસ્થિત રહ્યા હતા. 

ભગવાન બિરસા મુંડા ની 150મી જન્મ જયંતી નિમિત્તે જનજાતિ રહ્યો ગૌરવ વર્ષ ઉજવણી કરવામાં આવી રહી છે. એ સંદર્ભે આ સેમીનાર યોજાયો. એમાં  જોડાતા સહુએ ગૌરવ અને આનંદની અનુભૂતિ કરી.

કા. નિયામકશ્રી TRI ગુજરાત ડૉ. સી. સી. ચૌધરીએ સૌને આવકારીને TIR ની વિશિષ્ટ અને વૈવિધ્યપૂર્ણ કામગીરી, જવાબદારી તથા માહિતી પ્રદાયક કામગીરી વિશે વિશદ વાત કરી હતી. ગુડ મોર્નિંગ અને સર્વેને મારા જોહાર ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર અખિલ સાહિત્ય સંયુક્ત ઉપક્રમે આયોજિત આ નેશનલ સેમિનારનું ટ્રાઇબલ આપણું થીમ છે આ એવી ઉપસ્થિત વડીલ ગાઈડ બીજા વિદ્યાર્થી ગુરુ સમાન ડૉક્ટર પાર્ટી સાહેબ વનરાજ પારકી સાહેબ વકીલ તેઓ જયંતીભાઈ વિનસ ટીમ છે નેશનલ લેવલના નાગપુર શામળાજી મુંબઈ યુનિવર્સિટી ના પ્રકાશમશ્રમ વચ્ચે નવા અધ્યાપકો રિટાયર્ડ થયેલા થયા પછી એ સિવાયના તમામ હોદ્દેદારો સેમીનારના ટી.આર.આઇ સ્વાગત આપની વચ્ચે મિનિસ્ટર બે સુતા ને લીધે આવી શક્યા નથી તેમને શુભેચ્છાઓ પાઠવી છે જે આજે વાત કરવાના છે એની સ્ત્રી ઓફર્સ દ્વારા આ ટ્રાયબલ અને આજે રાઇટ્સ કર્યું છે ખેડાણ કર્યું છે અને જે બાકી છે આ પ્રોજેક્ટ ભારત સરકારે ના અનુસંધાનમાં ચાલે છે ન્યાય આપી શકે તે માટે અધ્યાપકો છે તે સંશોધન થયું છે એ વાતમાં નવા નવા ટ્રેન્ડ શરૂ થયા છે કલચરિત રિવાજ રેડી કરણી રિસર્ચ મેથોડોલોજી જે વિદ્વાનો આપણને આપશે ઇતિહાસ ઘણા ટેબલ કમિશન સાતમી 1962 પાર્લામેન્ટ ઠરાવ જે હજુ 1961 સેન્સર દસ લાખ ટ્રાઈબલ હોય તો ત્યાં 1962 થી શરૂ થયું અને ઓરિસ્સા પછી આ બીજું કેન્દ્ર છે અત્યારે છે ટ્રાઇબલના પ્રશ્નો મૂળ રીતે તેમાં સમજવામાં આવે છે વાત કરીએ તો 26 છે ટ્રાન્સ અને તેની ભાષા છે મૂળભૂત ઉદ્દેશ આદિવાસી સાહિત્યના છે કેવી રીતે કરી શકાય સંશોધન રિસર્ચ ટી.આર.આઈ સુધી આદિવાસી મનોગ્રાફી એન્થ્રોલોજીકલ ટીએસપી રાજ્યમાં 14 જિલ્લા છે આઇએસ ગ્રાન્ટ આપે છે કાર્યક્રમ સરકારી મૂલ્યાંકન જીઆરઆઇ યોજના રદ કરવા જેવી ઓર્ડર એજન્સી ભારતીય સાહિત્યમાં ગુજરાતી સાહિત્ય કાર્યક્રમ આજે આઈએસડીએસ કલેકટર મીના વિસ્તારમાં બદલી એના કચ્છ વ્યારા તાલુકાના લગતા લોકલ કલ્ચરથી જ્ઞાન કરવાથી તાલીમ આપે છે લોકલ હિસ્ટ્રીની જાણ વગર તો કામ કેમ થઈ શકે સરકારી બિનસરકારી તાલીમ પરંપરા જી આર આઈ બીજું જીવંત રાખવું ટ્રાઇબલ ટીઆરઆઈના કાર્ય રિસર્ચ ટ્રેનિંગો મ્યુઝિયમ એ મુખ્ય એની પ્રવૃત્તિ છે રિસર્ચ ઓટોનોમસ યુનિવર્સિટી કોલેજ નવી યોજના પાછળ છે રિસર્ચ પ્રોજેક્ટ પણ થાય છે સરકારની નીતિ પોલીસી બનાવી ટીઆરઆઈ મેમ્બર હોય છે કાસ્ટ સર્ટિફિકેટ માં આવા 500 સંશોધનો ્રોપોલોજીસ્ટ આરોગ શિક્ષણ આદિવાસી એક કપ પરંપરા પંચાયત 20 મૂલ્યો વગેરે એ કરવામાં આવે છે ટોટલ ₹500 રિપોર્ટ 1962 થી અત્યાર સુધી કર્યા છે 180 તો રજીસ્ટ્રેશન થયા હતા પણ એમ જાણ્યું કે વિદ્યાનગર કોઈ સેમિનાર થયો છે કે આ નવી મેથડોલોજી છે એના પર બનાવવું વગેરે વિશે સાહેબ છે ટ્રાઇબલ છે સેમિનાર છે અને નવી યુનિવર્સિટી આપણે કરીશું બિરસા મંડળમાં રજીસ્ટ્રેશન જો આપણે કરવાનો વિચાર હતો પણ ત્યાં હજી કામ બાકી છે તેથી બીજું આપણે ચોક્કસ ત્યાં કરીશું અનિવાર્ય કારણોસર પાંચ સ્ટાફ છે સરકારની અનેક યોજનાઓ જેમકે પીએમ જન્મની યોજના  થતા નથી ટી.આર.આઈ સામેલ છે તે રાષ્ટ્રીય ગામ સુધી તાલુકા જિલ્લા આદિવાસી સ્ટેટ તાલીમ આવનારા દિવસોમાં આખો મંચ હેલ્થ એન્ડ ડ્રાફ્ટિંગ સમસ્યા ની નોંધ કરીએ છીએ 20147 સુધી વિકસિત આ ભારતમાં આદિવાસીનો વિકાસ એ પણ ખૂબ જરૂરી છે જેમ કે આપણા શરીરનું એક કમજોર હોય તો શરીર કામ ન કરી શકે તેથી ટી.આર.આઈ તે સામે રાખીને પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એનું રિઝલ્ટ પણ આવશે ગામડાઓનો વિકાસ એટલું પ્રિન્ટ નિરંતર સરકારી વહીવટમાં જોડાયેલી છે સરકાર માહિતગાર કરે છે આજે યોજનાઓ છે 150 વર્ષ થયા તે ઉજવી રહી છે 15 નવેમ્બર સમાજમાં બિરસા મુંડા યોગદાનને કારણે આજે યોજના છે આ મૂળ તો બિરસા મંડળ જમીન સાથે જોડાઈને શહીદ થયા અને એનો ઉલ્લેખ એમની લાશ પણ અંગ્રેજો એને આપતા નથી એવા ગુજશા મુન્દ્રા એક વર્ષને અંતે વિશ્વામહતાને કરોડો આપી છે આભાર અને તેના માટે આજે રજીસ્ટ્રેશન થયું છે

 એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ શ્રી વનરાજ પારગીએ સંગઠન મજબૂત બને તે માટે સૌ એક થઈ મોટી સંખ્યામાં હાજર રહે તે વાત પર ભાર મૂક્યો હતો. મહિલાઓ આગળ આવે એવી આશા વ્યક્ત કરી હતી.

બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપળા કુલપતિશ્રી ડૉ. મધુકર પાડવીએ ચાવીરૂપ વક્તવ્ય આપતાં આદિવાસી સંસ્કૃતિ, ઔષધો અને કલાની વિશેષતા અને અસરકારકતાની વાત કરીને નિજી અનુભવો જણાવીને આદિવાસી સંશોધકો, શોધાર્થીઓ, સર્જકો, કલાકારો અને નવા અધ્યાપકોને બિરદાવ્યા હતા. ગુજરાતી આબા આપણા એવા વ્યક્તિ બાપા ગામિત ભાષામાં આવવા માટે બાપા શબ્દ વપરાય છે દોઢસો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે આખા દેશમાં અને મારીઆખા દેશમાં અને મારી મારી યુનિવર્સિટી નું નામ પણ જેમના નામ પર છે એમને હું વંદન કરું છું આજે ગુજરાતી અધ્યાપક મંડળ આદિવાસી સોસાયટી અખિલ ગુજરાત ઓપરેશન અને યુનિવર્સિટી આદિવાસી અધ્યાપક મંડળના રાષ્ટ્રીય પરિષદમાં ટ્રાઇબલ આઠ કળા કલ્ચર સંસ્કૃતિ અને ટ્રેડિશનલ પરંપરા એક એક શબ્દ છુટા પાડશો તો ટ્રાયબલ નું મોટું વોલ્યુમ બની શકે છે આ જેમાં જયશ્રીબેન જેવા લખતા હોય અનુવાદિત સહિત લખે છે આજના યુવાનો જે મોટો વર્ગ છે તો રાખી શકાય કળા ગળથૂથીમાં વણાય છે કળા આધી સંસ્કૃતિમાં દુનિયાના લોકો ને સ્વસ્થ રહેવું હશે તો આદિવાસી પરંપરાને સ્વીકારવી પડશે આ પરંપરા ઔષધીય પરંપરા હાથવગુ સાધન હોય પરંપરાઓ તો આવો ઔષધીય જ્ઞાની પ્રાચીન કાળથી આ બધું બધાનો અલગ અલગ સેમીનાર થઈ શકે મહત્વની ભૂમિકા રહી ડાયરેક્ટ એમ ટીવીમાં ભણ્યા છે અને મંચ પર આવા મારા વિદ્યાર્થી આવતા હોય જન મેદાનને સંબોધતા હોય ઉદ્દેશો સમજાવતા હોય જેમની વાતો પોતાની જાતિ સમાજ વ્યક્તિ નિરંતર પ્રયત્ન કરતા ત્રિપેટી કાનૂની ડફલીને પગલે જરૂરિયાત થતી હોય એવા અમારા વડીલ જેમને વચન આપેલું કે વડીલ મદદ માટે તત્પર નાના બાળકો હોય મોટા ઉંમરવાળા હોય કે પછી રિસર્ચ હોય તો ચેતના રૂપ પ્રયત્નશીલ છું મુંબઈ નાગપુર ને હું યાદ કરું છું અને કવિ મંગળ રાઠોડ પછીથી સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો શાહદા પુણે સાહિત્ય અને મહારાષ્ટ્રના પૂરની ભૂમિ કવિ કાલિદાસ ખુશ્બુ સે મેરે મિત્ર ગોહિલ નાગપુર મુંબઈ યુનિવર્સિટી સે બેઠે હૈ ચિન્હોને અધ્યાપક નિમંત્રિત કિયા અધ્યક્ષ વનરાજભાઈ નહીં આવે થી અને મારી આ ઈચ્છા હતી કે રૂબરૂ તેઓ આવ્યા એવા ગામીત સાહેબ મારી યુનિવર્સિટી પહેલા જોઈ લે એવું મને લાગતું હતું મિત્રો અને જેમની સાથે કામ કરું છું મળું છું બોલું છું જેન્તીભાઈ પણ એ વ્યક્તિ હતા જેમણે સાંભળ્યા પછી તે ગામથી બુહારી વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પછી આચાર્ય બન્યા એમ.ટી.બી માં પ્રિન્સિપાલ બનવાનું દબાણે મેં કર્યું એવા ભાઈ શ્રી જયંતીભાઈ અને અન્ય મંત્રીઓ મિત્રો મહામંત્રી આગ્રહ કરીને ભેગા કર્યા છે આપ સૌનો આભાર આંબેડકરની પ્રતિમા પાસે આદિલોકના અંકો એકલા હાથે વૈવિધ્યસભર એક પ્રિય ભાઈ આનંદભાઈ ઇતિહાસમાં આદિજાતિ જઇ તો ડુંગર બોર્ડર સ્વાધીનતા સેનાનીઓ આપણી દ્રષ્ટિ સામેજઇ તો ડુંગર બોર્ડર સ્વાધીનતા સેનાનીઓ આપણી દ્રષ્ટિ સામે જોડાયેલી છે એવા દીપકભાઈ લીધો છે દક્ષિણ ગુજરાતી યુનિવર્સિટી સફળ કરી રહ્યા છે સૌથી વધારે કોલેજમાં રહ્યા ટી.આર.આઇ.જી ને યાદ કરતા સન્માનિત કરવામાં તમામને એવી લાગણી સાથે હું બેદાઓ લખાતું ઘરેલું કુલપતિ હોવાથી આ નિરંતર આ કાર્ય આરસીપીએ એક કરોડ ગ્રાન્ટ 15 લાખ પુસ્તક ખરીદ્યા દસ લાખનો મ્યુઝિક બનાવ્યો કે જેમાં ઘંટી માટેની કોઠી ચાંગીયો ઢોલ પણ છે અનાજ પણ રાખવામાં આવ્યા છે અહીંયા જયશ્રીબેન ને બિરદાઉ છું કે જેઓ એકલા હાથે બારડોલી થી અંકલેશ્વર આવજો કરે છે એમને સમય કેવી રીતે મળતો હશે સાહિત્યકાર એ બીજા બ્રહ્મા છે સાહિત્યકારો શબ્દોથી આખું સાહિત્ય સર્જી શકે છે હું એમને બેગ્રાઉન્ડ છું માતૃશત્તાક હાથમાં જેન્તીભાઈ બારીશ દેશમાં બેઝ આવ્યા છે હું પોતે પણ બોલાવુ છું કોઈપણ વ્યક્તિનો હાથ પકડીને લઈ જઈશ હું તમને બિરદાવું છું વિષય છે દક્ષિણ ગુજરાત મુદ્દાઓ સાહિત્ય ટ્રાઇબલ લિટરેચર મહા આત્મકથા નાટક વિશેષતા રહી છે દલિત આત્મકથાની વાત આવે છે સાહિત્યની દરેક સાહિત્યની સાથે આદિવાસી સાહિત્યની સોનવર્ણ લગાડે કી તરહ ગુંજ તે શબ્દ નિર્માણ માં ટ્રાઈબલ સાહિત્ય પર ઘણા કામ કર્યા બે કરોડ આપી એમાં પાંચ પાંચ વર્ષના એક્શન પ્લાન એમાં એક એક કરોડ દર્દ જવાનું હોય નાના-મોટા સમકાલીન કાયદંબરીમાં મેળા સાહેબ જાણતા હતા મને અને એમાં એક્સપર્ટ લેક્ચર મુકવાની યંત્રો પુસ્તકો યુ જી સી આગળ ગયા પરામર્ષણ મળતું એક સંસ્થાને બે જ વાર મળે ખાધું લીધું અરૂણભાઇ ચંદુભાઈ જેવો અત્યારે સાહિત્ય વિવેચન સાહિત્ય ખેડાણ થતું જોઈએ વર્તમાનભૂત પ્રાચીન પ્રાચીન કાળથી પ્રાકૃત અપરં સાહિત્ય કૃષિ ભેદ કરીને સાહિત્યમાં આદિનું ફાળો ઘણો રહ્યો છે ખેડબ્રહ્મા અધિકારી કાર્યો માતૃશત્તાક એમનું માનું છું ત્યાં સુધી માતૃસત્તાકાતમાં ઘેર છે સાહિત્ય ભુજ સંસ્કૃત આપણા સાહિત્ય એ બોલાવવું ન જોઈએ દલિત સાહિત્ય શ્રી શક્તિશાળી પછી તે મૂકીને શરૂ થશે આદિવાસી વિમર્શ 1909 થી નવલકથાઓ આદિવાસી પોતાના સમાજના માણસોને ભાત મળશે ચાલો એમને ભારત ખાવાનું તો મળશે કૃષ્ણ કહે છે એવું જ કહે છે યાર ભાત ભલે ને મારે મળવું પડે પ્રકાશ ઓમ પ્રકાશ વાલ્મિકીને મળતો પૂનામાં પૂછેલો એમને પત્રકારોએ કેમ ધારામાં આ દલિત સાહિત્ય ક્યારે આવશે ત્યારે ખૂબ ઉખડેલા એમણે કહ્યું હાસ્ય પણ મહેનત કહેવાય અને મને એ રીતે પત્ર કરીને જવાબ આપ્યો હતો વાર્તાઓ બધામાંથી ઉપદેશ મળે છે એ તો ઉપદેશ આદિવાસી સાહિત્યમાં ગ્લોબલાઈઝેશનને કારણે આદિવાસી સાહિત્ય એ જ સંયુક્ત રાષ્ટ્ર નદીઓ પર બંધ બાંધવાનો પીડા અને વિસ્થાપન પારગી સાહેબ એડવોકેટ સંવેદનશીલ વ્યક્તિ છે વાત બોલે દિલ બોલે વાજા અભિવ્યક્તિ કરે આ સાહિત્ય અભીડામાંથી સર્જન થવું વાલ્મિકીને પણ યાદ કરીએ બિરસા મુંડા એટલા બિહારમાં ગીતો લખાતા આદિવાસી છે તેવી દ્રષ્ટિ મળી . ઉદાહરણ સાહિત્ય સર્જન થયું છે સારાંશ પ્રશ્નો વાણી પુટી નીકળે છે બસ સરસ પ્રયત્ન કર્યો છે યુવા પેઢી ખૂબ સારું કામ કરી રહી છે આ પીળા વાજબી છે સાહિત્ય તો એક બહાનું છે તેમાં જયશ્રીબેન પોતાના વિચારો અભિવ્યક્ત કર્યા છે આપણા સમાજ એકલા અને પીડા છે ત્યાં સુધી આજે જે મળ્યું તે બધું આપણને શાંતિથી ઊંઘ તો આવે છે દલિત સાહિત્યમાં પીળા આક્રોશ તો આ સ્થિતિ સાહિત્યની વખતે એક વાસ્તવિક કરો જે સાહિત્ય લક્ષ્ય સાથે સામે મૂકે આનંદભાઈ નો આદિલોક આલેખો તેને જોડી પરંપરા કળા શાની કળા અભ્યાસક્રમમાં મૂકી સાહિત્ય કઢાવો ચિત્ર ભારતી પેકિંગ જે છે જે વેચે છે એને મળવું જોઈએ નવી શિક્ષણનીતિ બધું લઈને આવી છે આપણે કળા એ સુંદર છે કળા એનું સિંચન કરીએ રોજગારી મેળવી વારસો જતન કરીએ અસ્થિતિ છે તે દેખાય છે ધન્યવાદ લખોને ભાઈકળા એ સુંદર છે કળા એનું સિંચન કરીએ રોજગારી મેળવી વારસો જતન કરીએ અસ્થિતિ છે તે દેખાય છે ધન્યવાદ લખોને ભાઈ કાંડા જેવી વિચારો આવે તે લખો શહેરીકરણ આચાર વિચાર જયંતીભાઈ ને જજુન તમે જોયા છે વિશે તરીકે આવ્યા કે નહીં અમે આ વિશ્વાસ સાથે સાહિત્ય અધ્યાપકો લખો શબ્દો શક્તિ છે ચડે પડે શબ્દ વડે જ માનવી આંબેડકર એકલા લડ્યા એકતા નથી ડોક્ટર ડિગ્રી મેળવેલ છે બુદ્ધિ ધન છે કારણ કે શિક્ષા વગર બધું કામ સાક્ષરતા છે અક્ષર જ્ઞાન છે માતા-પિતા તો તમે સાહેબ કરો મેળવી શકશો માતા-પિતા પાસે જીવવા જોખ હતું આજે તો આપણી પાસે બધું જ છે કલ્ચર છે રોગોથી પીડાઈ ડાયાબિટીસ દબાવો હાથ વાગી દવા છે એના પરથી નુકસાન કરી શકે લાંબા ગળે ધીમી બળે લઈ જત આપે છે દેશી નુસખા હાડકું બાંધી માટી લગાડી કાબડી બાંધી દે અને વ્યક્તિ સારું થઈ જાય મને યાદ આવે છે કિસ્સો મારા બાપુજી પહેલા તો ગોરાડુ માટે છે પણ વપરાતી તો કાળી માટે ન હોય તો એક જગ્યાએ ગોરડું માટી લેવા માટે એ બળદ ગાડું અને સાથે એક નાનું બાળક એ લઈને ગયા અને એક બાજુ ખાડો ખોદાયેલો અને ઉપર માટીની વેફર હતી એવો ખાડામાં ગાડુ ઊભું રાખ્યું અને નીચે કાળું બહાર ઊભું રાખ એક ખાડામાં ઉતરીને જોવા લાગ્યા તો ઉપરથીએક ખાડામાં ઉતરીને જોવા લાગ્યા તો ઉપરથી એમની હાજરી તૂટી ગઈ બળો તો એટલા સમજદાર ગાલામાં એ જેમતેમ કરીને બેઠા બળદ પેલું નાનું બાળક પણ સાથે બળદો તો ઘરે લાવ્યા સાક્ષત સુસેન જેવા એક વેદ હતા. બીજું કોઈ ન હતું એ ગોધરાનું ભરાડ ગરમ એના પર ગરમ પાણી છાંટ્યું પરાણે ઉપર એમને ઊંઘાળિયા ગાંધીવેલ કાંટાળા વેલ વાગ્યા વસ્રકાર ચૂર્ણ કરીને એમને લગાવ્યું અને પીવા પણ આપ્યું . આદિવાસી તૂટે નહીં આજુબાજુ ઘણું કરીને જે માટીમાં જન્મે છે એનો જ દવા હોય છે અને બાપુજી સારા થઈ ગયા મલયગીરી કરવાથી વન પરથી જે પસાર થતો વાયુ જંગલોની હવા પસાર થતી હોય મનવજ્ઞા ઝાડ ફૂલોના એવા અદભુત ડુંગર પર જવાનું વાંચીએ તો વિચાર કરવો પડે સાહિત્ય આપો છે હાડકા તૂટી જોઈન્ટ બાલા થી પાદરાથી થઈ જાય છે પરંપરા ચણોઠીના પાંદડા ખાઈએ પાનમાં પણ હોય તો સારું થઈ જાય માયાવી ચણોઠી એના પાંદડા પણ કામમાં આવી શરીરનું દુઃખ જડીબુટ્ટી પાંદડા ઉંબર ચાલી પીડા પારણા હોય એ પાંદડાઓથી પણ સાચું થઈ જાય 

 'આદિવાસી અધ્યાપક મંડળ પ્રમુખ ડૉ. ઈશ્વરભાઈ ગામીતે મંડળની કામગીરીની માહિતી આપી હતી. આદિવાસી અધ્યાપકોની પડખે આ સાથે સામેલ કરશો બે પાંદડે થવાય મંગળ રાઠોડ દરેક કવિતા લખતા ત્યારે એમને દસ રૂપિયા મળતા હિન્દીમાં આપણે એવું થયું કે જન જનની આર્ટીકલ 700 50 પુરસ્કાર મળ્યો તે સમયે પગાર જ 7800 હતો અને આ રીતે હિન્દીમાં લખવાનું ચાલુ કર્યું મોકો મળ્યો છે પરિવારના સદસ્યો છે મનમાં જે આવે તે બોલું છું સાથે રહીશું અને કપિલાએ પદ્ધતિ આ કદી પોતાના માટે નથી વિચારતા સામૂહિક જતન કરે છે ગ્રામ પંચાયત અધ્યાપક સરપંચ બને સામે કહેવાનું મન છે વેરવિખેર મળવાની વાત છે રચના કલા સેવાદન પૂર્વ જોઈએ બહુ મુશ્કેલી બેઠી પૂર્વજો ટ્રેનમાં નથી બેઠા. પૂરી તાપી ડોબા મોજા હાલી અમારે દયા સામે જ કિનારે પહોંચી જવાય સાહિત્યકારો સર્જન એના આધારે કરે એ જ ખાસ આગ્રહ છે અને શાંતિથી પોતાના પરિવાર આથી વાંચતા આવડે વિશે ભૂલી ગયા હશે મને કોઈકે પૂછેલું આપણે દિલની ભાષા કઈ માતૃભાષામાં ગુડ સમાજ સારું છે ડંગે કી ચોટ પર આગ્રહ પૂર્વક નિમંત્રણ આપો અને પરિવારની વચ્ચે વિદ્યાર્થી પ્રાર્થના રિસર્ચ પરિવાર રિસર્ચ એને બેઠા ગુજરાતી સહમતિ છે એટલે મને કંઈક આવું બોલાતું હોય તો જય જોહાર વીર ચામુંડા ને વંદન સાહેબની પીડા છે 200 જ કેમ આવ્યા સૌને વેદના

 પ્રકાશમશ્રામ પ્રભુત્વ પ્રણામે આગે બેઠી હૈ કી અપને લોકો કે સામને મે બાત કરતા હું મેરેજ આયા હૈ મેરા સૌભાગ શેર કરને કે લિયે આદિવાસી મહેશ આદિ પ્રતિબિંબ માના જાતા હૈ તકે મંચ પર કવિતા દેખતે હે ઇતિહાસ પરંપરા બ્રિટિશ કાલ સેવા દિનકર સંગ્રામને સત્ય કા આધાર પર એન્ટ્રોપોલોજીસ્ટ છે ખાસ કરીને જડબા હૈ આદિ કો દેખકર હમે એક નામ જાતિગત આઇડેન્ટ કિયા ગયા હૈ લીટી અમારી વાસ્તવિકતા ક્યાં હૈ હમકો જન જાતિ હૈ જો આર્થિક સ્થાન ગૌરવ અસ્તિત્વ અસ્મિતા ક્યા હૈ સંસ્કૃત વૈદિક જેને જાતિ નાયક અસ્તિત્વ સભ્યતા પ્રાચીન સભ્યતા ઇનરબેલી ધરોહર ડેવલપમેન્ટ જાતી હૈ ગુજરાત મહા છત્તીસગઢ પહેલી વ્યક્તિ ગુ લામ અચ્છે કોઈ સમજાયા કે ગ્રંથ હમારે જન ગુણરાજકો અપને સાથિયા હનુમાન હેપી ચંદ્રગુપ્ત સમુદ્રગુપ્ત વારાણસી જનજાતિ ગણરાજ્ય ઉલ્લેખ ઉસમે કિયા ગયા આક્રમણ ઇતિહાસ માટે પ્રાણ ચર્ચાથી રક્ષક અને જનજાતિ અને આક્રમણ સફેદ નાગવંશીય સંચાલિત પ્રેમપુરા પ્રાણ જીતૂંગા આગે પ્રવૃત્તિ જેને જાતિ સમુદાય કો ઉસ નામ દિયા ગયા 1020 મેં લડે થી થોડી માત્રથી આંખ સે લડતા રહો નહીં જાણતા રાણા પ્રતાપ હલ્દીઘાટી વિનયાના પંજાબી નહીં હોય ગુલામી નહિ સ્વીકારી જાતે હૈ જનજાતિ મહા વિદ્યાલય મેં પહેલી ઉઠાવ સંતાલી ઉત્કર્ષણા કલેક્ટર હત્યા કી ફાઇનાન્સિયલ નાયકોને સંઘર્ષ લખવી સમુદાય જંગર ક્ષેત્રને રહેતા હતા રેલવે કા વિકાસ 5000 છે હજાર પેડ અને જાતિને કિયા દિલકા માજી પ્રથમના એક સ્વતંત્ર સંગ્રામ પરગાણા સિધ્ધપુર આંદોલન છેડતી આ પહાડી છોટાલાલ 40 પ્રાકૃતિક સંસ્કૃતિ અને સ્વાસ્થ્ય એસે પાર્ટ ઓફ પ્રાંત મે ભી બહા ધનજીની જો હમારી વધુ જન જાતિ નક્કી સમુદાય સમાજ કે શેર ઇતિહાસ કરને વાલે લિખેંગે તો કેસે લિખેંગે અસ્તિત્વ અસ્મિતા કી બાત હી નહિ હોગી સત્ય તો યે ખુદના ઇતિહાસ લખે લિખે મુંબઈ અભિનેતા બ્રિટિશ જનજાતિ મહાદેવ ખોલી કેન્દ્રિત પ્રાંત મહાદેવી કુલ છત્રપતિ શિવાજી કે 10,000 સહાય કિયા કા ઇતિહાસ હૈ 


 શામળાઓ કોલેટી મંચ પરિક્રમ મંચ મધ્ય ભારત સાચા મનસુખ કાર્યક્રમ મનસુખ ક્લર્નીગ આધાર મામરી લોગ લેખક કવિ સંશોધક આદિવાસી પેઢી યુવાઓ સંક્રમિત દોસ્તી પાડવી અને કોઈ યોગદાન પણ મદારી કોલેજ અમારે ચશ્મે સે દેખે યહા જો પડતા વેરિફિકેશન હમજો લીખા એકતા એડમિનિસ્ટ્રેશન જેને જાતે રીતે બરબાદી કે બાદ મેજર બિછડે ચડી બુદ્ધિ મંત્ર પાસે નોલેજ કમ સે કમ અભાવ જાનતે બીના કેસે ફેલે લોક કેસે ખુશ રહેતે હૈ આકર્ષણ તો આ કેન્દ્ર તો હમ હે હમારી પરંપરા હૈ હમારી બ્રાંતિ જગતને મિલતે હૈ હિન્દુસ્તાની એક બારના અંગે લગડી ચલાએંગે કમ કપડે નહિ શરીર આભૂષણ અને આભૂષણો કે આગે ટ્રાઇબલ ટેટુ વગેરે અમને અપને દીવાલ પર ચિત્રો પ્યાર આ બેડ પર કદ સમુદ ગ્લાસ વિકાસ ચૌદા સામ્રાજ્ય મોકલો પ્રકૃતિના ના અલગ તરીકા પંખી આચાર્યની જાણ સુરક્ષિત સ્થાન કઈ ચીજ પ્રકૃતિ પાવરફુલ નેચર આ જ પ્રકૃતિ બેડ કા બેચેગા વિકાસ કા નામ લેતે હૈ તો પ્રકૃતિ મિલતા હૈ ધાતુ કામ આગરીયા ટેકનોલોજી તાજમહેલ ગામ સામંત તો નો આધુનિક ટ્રાવેલ્સ મિકેનિઝમ લાઈન એક્સપર્ટ ઔષધ પૂજારી દુનિયા સમુદાય સિસ્ટમ છે પ્રકારના પડેગા ખુદખો સામે નિર્માણ નહીં કોઈ અપની સંસ્કૃતિ અપના શીખેંગે અગલી પેઢી સક્ષમ


આદિવાસી અધ્યાપક મંડળ સદૈવ ઉભું રહે છે તેની વાત કરતાં મંડળની સક્રિયતાનો આલેખ રજૂ કર્યો હતો. ગુજરાતી આદિવાસી સાહિત્ય મંડળ આ અધ્યાપક 2006 માં રજીસ્ટ્રેશન થયું એના પહેલા ઘણા બધા ચેલેન્જ આપણા સર્વિસ અને સોસાયટી ની અંદર હતા એ બધા પ્રશ્નોની વારંવાર ચર્ચા અને દિગ્વંતર શ્રી અમરસિંહભાઈ ચૌધરીના રહેઠાણની સામેના ઓટલા પર બેસીને અમે કરતા હમણાં વિયારસ લઈને આ સામેલ નથી નાધુરસ તબિયતને લીધે ઉપસ્થિત નથી રહી શક્યા એવા માનનીય ડોક્ટર કિશોરભાઈ ચૌધરી ભરતભાઈ એ વાત કરીએ ચંદુભાઈ કોપણી જયંતીભાઈ ચૌધરી આ બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે એક એસોસિએશનની રચના થાય શૈક્ષણિક અધ્યાપન કરતા એના દરેક રાઇડ્સ અને સમાજને કેવી રીતે ડેવલપ કરી શકાય અને એની ભૂમિકાની ચર્ચાઓ કરતા કરતા આ મંડળ 2006 માં મંડળ અને ટ્રસ્ટ રજીસ્ટ્રેશન થયું અને આ મારી સેકન્ડ ટર્મ છે રજીસ્ટ્રેશન કર્યા પછી અવારનવાર કાર્યક્રમમાં થયા છે અગાઉ પણ પ્રમુખ તરીકે રહી ચૂક્યો છું કોઓર્ડીનેશન કર્યું છે એ ખૂબ અઘરી વાત છે એને એ બધા કામ કરતું એક કઠિન હોય છે શું સંસ્કૃત લોકો સાથે એની સાથે અધ્યાપકોના પ્રશ્નો તો ખરા જ પણ સમાજનું સાહિત્ય જીજે વિશે અને સમાજમાં જીવાતા ઘટકોનું ખેડાણ થાય એના માટે પણ આધ્યાપક મંડળ કાર્ય કરતું રહ્યું છે પ્રેરણા આપતું રહ્યું છે આ જરૂર ક્યાંક કોઈને અન્યાય થાય કોઈક આરોપ મૂકીએ તો ત્યાં લાલ આંખ ગરમી પડે હોતી દરરોજે 2006 થી અત્યાર સુધી એકલ હાથે એક પ્રશ્નની સામે લાલ આંખ કરીને જો જમવું પડ્યું હતું છેલ્લે એમને થોડાક દિવસ માટે કોલેજમાં ટર્મિનેટ કરવા પડયા થાવ કઈ થી પણ કરે છે અને જરૂર પડે ત્યાં શસ્ત્ર પણું કામે છે એટલે એ રીતે એ કામ કરે છે આજે 300 જેટલા અધ્યાપકો આની સાથે જોડાયેલા છે આજે આર્ટસ કોમર્સ સાયન્સ અને એન્જિનિયરિંગના અધ્યાપકો છે વિદ્યાર્થીઓ પ્રોફેસર માટે માર્ગદર્શન પૂરું પાડે છે કોચિંગ ક્લાસ પૂરું પાડે છે તથા અન્ય રીતે મદદરૂપ થાય છે સામાજિક કેવી રીતે સામાજિક ક્યારેક સતત પ્રયત્ન કરી છે કે એમના કરે છે આધ્યાપક મંડળ આજે વટ વૃક્ષ છે જે એક આદિવાસી જેમના પ્રશ્નો તેના માટે જાગૃત કાર્યવાહી કરે છે સૌ અચળ તો ઉલ્લેખ કરું ફ્રીડમ ફાઈટર છે એના વાત કરી અરુણભાઈ અને સીસી ચૌધરી જેમના ગુરુ છે આપણા આ માનવંતા અને સામે બેઠા છે સીસી ચૌધરી બનાવવા બહુ મહત્વનો ફાળો આપ્યો છે એમનો કાર્ય પ્રશાસનીય છે તથા ભારતભૂષણ છે જેન્તીભાઈ બારીશ કે જેમને આ પણ મારું છું કાર્ય બોલે છે તે ઉદ્દેશો સમાજ વિચાર બાળકો બધા જ પ્રગતિ કરે 
 
દિવંગત આદિવાસી અધ્યાપકોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. 

આદિવાસી  લેખકોને  સન્માન પત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા : જે ઉત્તમ કાર્ય છે. 

વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનારા  શોધાર્થીઓ, નવા અધ્યાપકો તથા સેવાનિવૃત્ત અધ્યાપકોને પણ સન્માનિત કરાયા હતા.
 જયશ્રી ચૌધરીની નવલકથા 'છિલુગરી'નું વિમોચનડૉ. મધુકર પાડવી, કુલપતિશ્રી બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપળા, ડૉ. સી. સી. ચૌધરી કા. નિયામક, TRI ગુજરાત, શ્રી વનરાજ પારગી એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ, ડૉ. પ્રકાશ મસરામ મુંબઈ યુનિવર્સીટી, ડૉ. શ્યામરાવ કોરેટી ડીન નાગપુર યુનિવર્સીટી, ડૉ. જયંતીલાલ ચૌધરી VNSGU સુરત આર્ટ્સ ફેકલ્ટી ડીન, ડૉ. ઈશ્વરભાઈ ગામીત પ્રમુખ 'આદિવાસી અધ્યાપક મંડળ' ઇતિહાસવિદ ડૉ. અરુણ વાઘેલા, 'આદિલોક' તંત્રી ડૉ. આનંદ વસાવા, ડૉ. કનુભાઈ વસાવા સંશોધક, શ્રી જે. બી. બોટાત, ડૉ. જયંતીલાલ બારીશ ભારત ભૂષણ, શૈલેષભાઈ સોલંકીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

ઉદ્ઘાટન બેઠકનું સફળ સંચાલન ડૉ. કનુભાઈ વસાવાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા ડૉ. ઈશ્વરભાઈ ગામીત તથા.... ભારે જહેમત ઉઠાવી હતી.

બુધવાર, 10 સપ્ટેમ્બર, 2025

અખાના છપ્પાઓમાં તત્વચિંતન : સંકલન

અખો

( જ. આશરે 1600 જેતલપુર , જિ. અમદાવાદ ; અ. આશરે 1655 અમદાવાદ)

જ્ઞાનમાર્ગી ગુજરાતી સંતકવિ. 
જ્ઞાતિએ સોની. ‘ગુરુશિષ્યસંવાદ’ની ઈ. સ. 1645માં અને ‘અખેગીતા’ની ઈ. સ. 1649માં રચના તથા ગુરુ ગોકુળનાથનું ઈ. સ. 1641માં અવસાન. આ પ્રમાણોને આધારે અખાનો કવનકાળ ઈ. સ. સત્તરમી સદીના પાંચમા દાયકા આસપાસનો અને જીવનકાળ ઓછામાં ઓછો ઈ. સ.સત્તરમી સદીનો પૂર્વાર્ધ હોવાનું અનુમાન છે.
અખા રહિયાદાસ સોની  (આશરે ૧૬૧૫ - આશરે ૧૬૭૪) જેઓ અખા ભગત અથવા અખો તરીકે વધુ જાણીતા છે, ગુજરાતી ભાષાના પ્રાચીન કવિઓ પૈકીના એક છે. તેઓ બહુ શરૂઆતના ગુજરાતી સાહિત્યકારોમાંના એક છે. તેમની ગણના સલ્તનતી સમયગાળામાં થઇ ગયેલા ગુજરાતીના ત્રણ મોટા સાહિત્યકારોમાં થાય છે.

અખાની જાણીતી રચનાઓ
(1) 'પંચીકરણ'
(2) 'અખેગીતા'
(3) 'ચિત્ત વિચાર સંવાદ'
(4) 'ગુરૂ શિષ્ય સંવાદ'
(5) 'અનુભવ બિંદુ'
(6) 'બ્રહ્મલીલા'
(7) 'કૈવલ્યગીતા'
(8) 'સંતપ્રિયા'
(9) 'અખાના છપ્પા'
(10) 'અખાના પદ'
(11) 'અખાજીના સોરઠા'

અખાનું તત્ત્વચિંતન 

અખાનું તત્ત્વચિંતન એ કોઈ વાદ નથી, પરંતુ એક બ્રહ્મવેત્તાના વસ્તુ-સાક્ષાત્કારમાંથી આવેલું શાશ્વત પ્રજ્ઞાન છે. એમના તત્ત્વચિંતનનો વિશિષ્ટ પરિચય એમની સાખીઓમાં જોવા મળે છે. અખા ભગત એમની સાખીઓમાં કહે છે :

‘‘હું ઈશ્વરેય નથી તેમજ જીવ પણ નથી. અનાદિ અનંત પરમાત્મા સાથે પિંડ અને બ્રહ્માંડના દ્વૈતથી પર, સર્વને ધારણ કરનાર અખિલ વિશ્વાત્માની અલૌકિક ભૂમિકા એ મારું ઘર છે. સર્વાતીત મારો પંથ છે. મારી અંદર રહેલો આત્મા એ મારો ગુરુ છે.’’

એમની કવિતામાં અનુસ્યૂત તત્ત્વસિદ્ધાંતની ભૂમિકા નીચે પ્રમાણે છે :

સિદ્ધાંત 
 (1) પરમાત્મા–પરબ્રહ્મ : 

અનાદિ અનંત પરમતત્ત્વ કિંવા પરમાત્મા દૂર નથી; બધે છે, બધામાં છે. અજ્ઞાનીને તે દૂર ભાસે છે, જ્ઞાનીને તે હાજરાહજૂર છે. ‘જીવ, જગત અને ઈશ્વર’ની ત્રિપુટી રૂપે માત્ર બ્રહ્મ જ છે. ખંડ દેખાય છે તે મનોરચિત છે, તત્ત્વત: નથી. બ્રહ્મ પૂર્ણ છે, અખંડ છે. એમાં દ્વૈત છે જ નહિ. તે નિરંજન છે, નિર્વિકારી છે. એમાં કોઈ વિક્રિયા સંભવતી નથી, સદાયે જ્યમનું ત્યમ જ રહે છે. વિકાર માત્રનું મૂળ મનમાં છે. બ્રહ્મ સૌનું આદિ અને અંત છે. પરમાત્મા એ જ ખરું અસ્તિત્વનું તત્ત્વ છે.

‘‘અનંત ફેલ હૈ એકકા, અખા સો જાને કોઈ.’’

                                            (સાખીઓ, પૃ. 106)
(2) આત્માજીવ 

આત્મા અને પરમાત્મા વચ્ચે એક પણ સાંધો નથી. બન્ને વચ્ચે કાગળની કાપલી મૂકવા જેટલું પણ અંતર નથી. અવસ્થાભેદે કરીને ભિન્નતા ભાસે છે. આત્મા એ વસ્તુત: પરમાત્મા છે. અખાનો તત્ત્વસિદ્ધાંત આત્માપરમાત્માની એકતા ઉપર નિર્ભર થયેલો છે. કર્મે કરી આત્મા જીવભાવને પામેલો છે. જીવ એટલે વાસનાઓથી રજોટાયેલો આત્મા.

(3) જગત 

અખાની તત્ત્વદૃષ્ટિએ જોઈએ તો જગતને જોવાની બે દૃષ્ટિ છે. એક પોતષ્ટિ અને બીજી ભાતદૃષ્ટિ. પોતદૃષ્ટિએ જોઈએ તો જગત બ્રહ્મ જ છે. બ્રહ્મ પોતે જ અનંત નામરૂપ ધારણ કરીને વિલસે છે. આ નામરૂપાત્મક ચેતનાને જગત કહેવામાં આવે છે. ભાતદૃષ્ટિએ જોઈએ તો જગત પરિવર્તનશીલ છે. जायते गच्छति इति जगत् । અર્થાત્ જે પળેપળ ઉત્પન્ન થઈ જતું રહે છે, પરિવર્તન પામે છે, જયમનું તેમ રહેતું નથી, ફેરફાર પામે છે : આ ભાતદૃષ્ટિએ થયેલું જગતનું દર્શન છે.
(છપ્પા નં. 631)

(4) સાધના  

પરમાત્મા સર્વવ્યાપી હોય તો તે પોતામાં પણ છે. એટલે તેને બહાર શોધવા જવાની જરૂર નથી. સ્વસ્વરૂપનું કેન્દ્રસ્થાન પોતાની અંદર છે. એટલે પોતાની જાતને સમજવામાં જ અખાનો સાધના-માર્ગ શરૂ થાય છે.

(5) મનનું આવરણ અને વિક્ષેપ 

નિજસ્વરૂપને જાણવામાં મન આવરણ પેદા કરી વિક્ષેપ કરે છે. આમ કરી મન મનુષ્યને ભ્રમમાં નાખે છે અને ભ્રમથી ગ્રસિત મનુષ્યને પોતે ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો છે, અને વચલી બાજી શું છે તેનું ભાન રહેતું નથી.

મનનો સ્વભાવ સંકલ્પ-વિકલ્પ કરી વાસનાઓ પેદા કરવાનો છે. આ વાસનાઓ પરિપૂર્ણ કરવા જતાં મનુષ્ય ખોટાઈમાં ઊતરી જઈ અજ્ઞાનને વશ થાય છે. આ બધી મનની ચેષ્ટાઓ ઠગારી હોય છે. મન મનુષ્યને તેના સ્વસ્વરૂપની ભાળ માટે ખોટું સરનામું આપે છે. આથી મનુષ્ય ગેરમાર્ગે દોરવાઈ બહારની દુનિયામાં, જે ખોવાયું નથી તે મેળવવા, ભટક્યા કરે છે. જે વસ્તુ જ્યાં નથી ત્યાં તેને શોધવી તેનું નામ અજ્ઞાન છે. અખા ભગત આ વાતને સમજાવતાં કહે છે :

‘‘અજ્ઞાને સૌ આથડે અને દેવદેવી ધ્યાય;

જો પ્રભુ દેખે પંડમાં તો શીદ બહારે જાય ?’’

                           (અખાની વાણી, પદ નં. 10, પૃ. 140)

અખા ભગત કહે છે કે મનની ચેષ્ટાઓને કારણે મનુષ્ય પોતે પોતામાં ઊતરી શકતો નથી, અને બહારની દુનિયાના સુખ માટે અનેક તરકીબો ગ્રહણ કરે છે. કોઈ સંન્યાસ લઈ જુદા જુદા વેશ ધારણ કરે છે, કોઈ સિદ્ધ પાછળ દોડે છે, કોઈ ગુરુ કરવા લલચાય છે, કોઈ જ્યોતિષનો આશરો લઈ ગ્રહો અનુકૂળ થાય તેનાં અનુષ્ઠાન આદરે છે, કોઈ બાધા-આખડી કરે છે, કોઈ તીરથ કરવા જાય છે, કોઈ શાસ્ત્રોમાં પારંગત થઈ પંડિતાઈમાં ખોવાઈ જાય છે; પરંતુ આવી બહારની પ્રવૃત્તિને કારણે માણસની સુરતા વીખરાઈ જાય છે. તેને પોતાની જાતને ઓળખવાનો અવકાશ રહેતો નથી. પોતે ખુદ પરમાત્મસ્વરૂપ છે તે વાત તે ભૂલી જાય છે અને યાચક બનીને બેઆબરૂ થાય છે. આનું કારણ એ છે કે જેને સિદ્ધિઓ અને ચમત્કારોનું આકર્ષણ છે તેને આત્માનું અજ્ઞાન છે.

અખાના મતે સાચી સાધના એટલે પોતાની જ મુલાકાત. તેઓ કહે છે કે મનુષ્ય જ્યાં સુધી પોતાની મુલાકાત ન લે ત્યાં સુધી બહારના ભેદ ભાંગતા નથી. મનુષ્ય આખી પૃથ્વીની ભૂગોળ જાણતો હોય છે પરંતુ તેને પોતાનું ઘર ક્યાં આવ્યું તેની ખબર હોતી નથી. આત્મ-તત્ત્વવિચાર કરી પોતાનો મેળાપ કરવો એ જ તેમની સાધનાની બુલંદી છે, પોતે પોતામાં સમાવું એ તેમની સાધનાનું રહસ્ય છે.

‘‘અખા જીવ તણી એ વજા, અજને ઠામે પૂજે અજા.’’

(છપ્પા, નં. 64)

(6) અખાની અજાતવાદી સાધના :

 અખાની તત્ત્વદૃષ્ટિએ જગત એ મનનું ઉટંગ (ઉપજાવેલું) હોઈ તેનું કોઈ સાચું અસ્તિત્વ નથી. જે નિરંતર બદલાયા કરે છે તેને પકડવાથી શો લાભ ? જે નિશ્ચલ અને નિર્વિકલ્પ હોય તેની સાધના હોય. અજાતવાદી સાધના એ જગતને તત્ત્વત: જોવાની દૃષ્ટિમાં રહેલી છે. જગતની નિરર્થકતાનું ભાન થવું એ આ સાધનાનું હાર્દ છે. અસત્ય અથવા માયાની સાધના કરવાની હોય તો ફજેતી થાય છે.

અખાની તત્ત્વદૃષ્ટિએ વાસનાઓથી બદ્ધ થવું અને નિજ સ્વરૂપને ભૂલી જવું એ જ બંધન છે. આ વાસનાઓથી છુટકારો પામવો; પોતે શરીર નથી પણ આત્મા છે – ખુદ પરમાત્મસ્વરૂપ છે તેનું ભાન થવું એ જ મોક્ષ છે.

અખાની તત્ત્વસાધનામાં જ્ઞાનનું મહત્ત્વ અગ્રસ્થાને જોવા મળે છે. આનું કારણ એ છે કે સ્વરૂપને ઓળખવાની શક્તિ બધાં પ્રાણીઓમાં માત્ર મનુષ્ય પાસે જ છે.

સતત આત્મચિંતન એ સહજતા છે. પાણીમાં પથ્થર નાખીએ તો પાણી પોતાની સહજતા ગુમાવી બેસે છે એમ આપણે જગત સાથે બહુ તાદાત્મ્ય રાખીએ તો સહજતા ગુમાવી બેસીએ. સહજતા એ આત્માનું સ્વાસ્થ્ય છે. ‘સ્વ’માં સ્થિર રહેવું એ સહજતા છે.

ધીરે ધીરે જગત સાથેનું સામેલપણું ઘટાડવું જોઈએ અને આત્મભાવમાં ઊતરી જવું જોઈએ. પોતાના સ્વમાં સાચી શાંતિ પડેલી છે. અખા ભગત કહે છે, જગત પરમાત્માનું પ્રગટીકરણ છે. એટલે તે ચોવીસ કલાક બરાબર ચાલે છે. તેનું આધારભૂત તત્ત્વ પરમાત્મા છે. એટલે તેમાં ફેરફારને અવકાશ નથી. જગતને સુધારવા જવું એ મૂર્ખતા છે. અખાની તત્ત્વદૃષ્ટિએ જાતને સુધારવી તે વધારે મહત્ત્વનું છે. સામાન્યપણાનો વૈભવ એ આત્માનો વૈભવ છે. વિશિષ્ટપણું એ અહં વધારનારું છે. વિશિષ્ટપણાનો વૈભવ એ અહં(ego)નો વૈભવ છે.

‘‘જેમ મીનને તરવું તે સહેજ, પંખી જેમ આકાશે સ્હેજ;
તેમ જ્ઞાતાને સાધન તે સૂઝ, એમ અખા સાને કરી બૂઝ.’’


(7) અખાનો લાક્ષણિક ગુરુવિચાર 

અખાએ ગુરુનો મહિમા ખૂબ ગાયો છે; પરંતુ તેઓ માત્ર ગુરુ ઉપર જ નિર્ભર થવાનું કહેતા નથી. વસ્તુત: આત્માનુભૂતિનો માર્ગ એકલવાયો છે. આ માર્ગ ઉપર મુસાફરી જાતે કરવી પડે છે. ગુરુ દૃષ્ટિ આપે, સમજણની કચાશ દૂર કરે, પરંતુ હૃદયબળ તો પોતાની અંદરથી જ પ્રગટવું જોઈએ. અખા ભગત કહે છે કે અધ્યાત્મ એ વ્યક્તિગત શોધનો પ્રશ્ન છે; પોતાની રસવૃત્તિ ફર્યા કે ફેરવ્યા વિના જ્ઞાનનો કશો જ અર્થ નથી.

અખાનો ગુરુવિચાર ઘણો લાક્ષણિક છે. શાસ્ત્રની એક આંખવાળા, દેહાભિમાની, મતાંધ, સંસારાસક્ત, વેષધારી ગુરુઓને એ ચાબખા લગાવ્યે જાય છે; પણ સદ્ગુરુના શરણને એ આવશ્યક લેખે છે અને અંતે અંતર્યામી કે આત્મા એટલે કે પરમાત્માને જ ખરા ગુરુ તરીકે સ્થાપે છે. અખાની તર્કપૂર્ણ દૃષ્ટિ અને બૌદ્ધિક સ્વતંત્રતાનો આપણને પ્રભાવિત કરે એવો પુરાવો મળે છે તે વર્ણાશ્રમધર્મ, અસ્પૃશ્યતા, સતયુગ-કળિયુગની ઉચ્ચાવચતા, પૂર્વજન્મની માન્યતા, અવતારવાદ, જ્યોતિષ, ભૂતપ્રેતના વહેમ વગેરેનું વેધક કટાક્ષ અને દૃષ્ટાંતોની મદદથી એ જે અકાટ્ય ખંડન કરે છે એમાં.


(8) અખાની તત્ત્વદૃષ્ટિનો સાર 

અખાની તત્ત્વદૃષ્ટિનો સાર મનને પરમાત્મામાં કેમ કરી શમાવવું કિંવા ‘અહં’ને પરમાત્મામાં કેમ કરી ફના કરવો તેમાં રહેલો છે. પરંતુ ‘અહં’નો લય એ કાંઈ સહેલી વાત નથી. આ તો વીરતાનો માર્ગ છે. પોતાના ‘અહં’ને નિર્મૂળ કરવા માટે પ્રેમ જરૂરી છે. અખા ભગત કહે છે કે પ્રેમ અને પ્રજ્ઞાન હોય તો જ અહં દૂર થાય છે. અખાની સાધના એ પ્રેમ દ્વારા પરમ અદ્વૈતની સાધના છે. પ્રેમ અને પ્રજ્ઞાન હોય તો જ અનુભૂતિ સુલભ બને છે. અખાએ સાધનામાર્ગના પ્રત્યેક પાસાને અનુલક્ષીને વાત કરી છે. તે ઘણી જ મહત્ત્વની છે.

‘‘મન વચન કર્મ હરિમાં ઢોળ, અખો સમજ્યો અંશે સોળ.’’

(છપ્પા નં. 631)

(9) લાધેલી આત્માનુભૂતિને વ્યક્ત

અખાની ખરબચડી ભાષા, તડ અને ફડ કહી દેવાની રીત એ એમને લાધેલી આત્માનુભૂતિને વ્યક્ત કરવાનું પરિણામ જણાય છે. આમ કરવા પાછળ તેમના હૃદયની નિખાલસતા (candour) છતી થાય છે. અખાએ તો અધ્યાત્મ-જગતના થાકેલા પ્રવાસીઓ માટે અંતિમ સત્યનો રાહ સરળ કરી આપ્યો છે.છપ્પાઓમાં અખા ભગત બ્રહ્મની સર્વવ્યાપિતા, અખંડતા, અવિકાર્યતા અને અનિર્વચનીયતા દર્શાવી એનું સ્વરૂપ સ્ફુટ કરે છે; જગતપ્રપંચનું મિથ્યાત્વ સમજાવે છે અને માયા જીવોને કેવી રીતે રમાડે છે તેનું વર્ણન કરે છે.


ટીલાંટપકાં, નામસ્મરણ, વેશટેક, તીર્થાટન, કથાશ્રવણ, કાયાક્લેશ – આ બધા બાહ્યાચારોને તો અખા ભગત વારંવાર પોતાના પ્રહારનાં નિશાન બનાવે છે, કર્મધર્મને – સત્કર્મને તેમ વિકર્મને — અધ્યાત્મમાર્ગમાં અંતરાયરૂપ ગણાવે છે અને પરબ્રહ્મપ્રાપ્તિનો ખરો માર્ગ જ્ઞાન, જેને એ ‘સૂઝ’ ‘વિચાર’ ‘અનુભવ’ એ શબ્દોથી ઓળખાવે છે, તે હોવાનું જણાવે છે. નિર્ગુણ પરમાત્મતત્ત્વનો સાક્ષાત્કાર થયા પછી માણસ સગુણભક્તિ તરફ વળે તો એ એમને ઇષ્ટ છે.

અખાનો ગુરુવિચાર ઘણો લાક્ષણિક છે. શાસ્ત્રની એક આંખવાળા, દેહાભિમાની, મતાંધ, સંસારાસક્ત, વેષધારી ગુરુઓને એ ચાબખા લગાવ્યે જાય છે; પણ સદ્ગુરુના શરણને એ આવશ્યક લેખે છે અને અંતે અંતર્યામી કે આત્મા એટલે કે પરમાત્માને જ ખરા ગુરુ તરીકે સ્થાપે છે. અખાની તર્કપૂર્ણ દૃષ્ટિ અને બૌદ્ધિક સ્વતંત્રતાનો આપણને પ્રભાવિત કરે એવો પુરાવો મળે છે તે વર્ણાશ્રમધર્મ, અસ્પૃશ્યતા, સતયુગ-કળિયુગની ઉચ્ચાવચતા, પૂર્વજન્મની માન્યતા, અવતારવાદ, જ્યોતિષ, ભૂતપ્રેતના વહેમ વગેરેનું વેધક કટાક્ષ અને દૃષ્ટાંતોની મદદથી એ જે અકાટ્ય ખંડન કરે છે એમાં.

‘‘જન્મજન્મનો ક્યાં છે સખા ?’’ એમ પરમતત્ત્વની આરત અને ‘‘છીંડું ખોળતાં લાધી પોળ’’ એમ અનાયાસપ્રાપ્તિનો આનંદ વ્યક્ત કરતું અખાનું કેટલુંક આત્મકથન પણ છપ્પાઓમાં નોંધાયું છે. અનેકવિધ ભાવમુદ્રાઓ અને તેમાંયે હાસ્યકટાક્ષનો બહોળો વિનિયોગ તત્ત્વજ્ઞાનને કવિતાની કોટિએ લઈ જવામાં ફાળો આપે છે.

ઉપસંહાર

છપ્પામાં તત્ત્વજ્ઞાન અને કવિતાનો મેળ વધુમાં વધુ બેઠો હોવાનું પ્રતીત કરાવતી બીજી વસ્તુ છે ઉપમાદૃષ્ટાંત અને લોકોક્તિઓનો બહોળો તથા ભારે કાર્યસાધક વિનિયોગ. ‘‘વેશ, ટેક તે આડી ગલી, પેઠો તે ન શકે નીકળી’’, ‘‘એક અફીણ, બીજો સંસારી રસ, અધિક કરે ત્યમ આપે કસ’’, ‘‘સાપને ઘેર પરોણા સાપ, મુખ ચાટી ચાલ્યો ઘેર આપ’’, ‘‘વઢે ઢીકે ને કટારી કડ્યે’’ વગેરે અખાના અનેકાનેક ઉદ્ગારો અવિસ્મરણીય બની ચૂકેલા છે.


અખાના કેટલાંક છપ્પાઓ

- તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં;
તીરથ ફરી ફરી થાક્યાં ચર્ણ, તોય ન પહોંચ્યા હરિને શર્ણ;

- કથા સુણી સુણી ફુટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન. 

- એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ;
પાણીને દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન;
એ તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત.

મુક્તિ બંધ પૂછે મતિમંદ, શોધી જોતાં સ્વે ગોવિંદ;
પ્રાણ પિંડમાં હું કે હરિ, જો જુવે અખા વૃત્તિ કરી;
બંધ મોક્ષ ન કરે ઉચ્ચાર, આકાશકુસુમનો નોહે હાર. ૬૨૯

પિંડ જોતાં કો મુક્તજ નથી, ત્રિવિધ તાપ ભોગવે ધરથી;
સકળ ઇંદ્રિપેં છૂટો રમે, રાગદ્વેષ કોઇએ નવ દમે;
સત્ય સંકલ્પ ને અમ્મર કાય, સર્વ રૂપ જાણે મહિમાય;
ત્યારે અખા મુમુક્ષુ મન, જાણે તે જાણી લે જન. ૬૩૦

જે ધરી આવ્યો ભૌતિક કાય, દેવ નર નાગ કહ્યો નવ જાય;
કાળસત્તામાં તે ત્યાં ખરો, એ તો મન કાઢો કાંકરો;
મન વચન કર્મ હરિમાં ઢોળ, અખો સમજ્યો અંશે સોળ. ૬૩૧

ગહન ગતિ છે કાળજતણી, જેણે જે જે વાતો ભણી;
તે તેનાં પામ્યાં પરમાણ, પરછંદાની પેરે જાણ;
માંહોમાં દુર્ઘર્ષ અગાધ્ય, અખા જીવને નાવે સાધ્ય. ૬૩૨

અનુભવી આગળ વાદજ વદે, ઉંટ આગળ જેમ પાળો ખદે;
ઉંટ તણા આઘાં મેલાણ, પાળાનાં તો છંડે પ્રાણ;
અખા અનુભવી ઇશ્વરરૂપ, સાગર આગળ શું કૂદે કૂપ. ૬૩૩

આવી નગરમાં લાગી લાય, પંખીને શો ધોખો થાય;
ઉંદર બિચારા કરતા સોર, જેને નહિ ઉડ્યાનું જોર;
અખાજ્ઞાની ભયથી કેમ ડરે, જેની અનુભવ પાંખ આકાશે ફરે. ૬૩૪

જોજો રે મોટાના બોલ, ઉજડ ખેડે વાગ્યો ઢોલ;
અંધે અંધ અંધારે મળ્યા, જેમ તલમાં કોદરા મળ્યા;
ઘેંસ ન થાય ન થાય ઘાણી, કહે અખો એ વાતો જાણી. ૬૩૫

આંધળો સસરો ને સણગટ(ઘુંઘટમાં) વહુ, એમ કથા સુણવા ચાલ્યું સહુ;
કહ્યું કાંઇને સમજ્યાં કશું, આંખ્યનું કાજળ ગાલે ઘશ્યું;
ઉંડો કુવોને ફાટી બોખ, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક. ૬૩૬

વ્યાસવેશ્યાની એકજ પેર, વિધા બેટી ઉછેરી ઘેર;
વ્યાસ કથા કરે ને રડે, જાણે દ્રવ્ય અદકેરૂં જડે;
જો જાણે વાંચ્યાની પેર, અખા કાં ન વાંચે ઘેર. ૬૩૭

​

ગજા પ્રમાણે પ્રબોધે જીવ, બંધનમાં રાખે સદૈવ;
સાચી વાતને સંતજ વદે, તેને મૂરખ ઉલટો નંદે;
અખા આંધળે લુંટ્યો બજાર, સંતગુરુનો એવો વિચાર. ૬૩૮

જગતપ્રમોદી દાઝ ન ટળે, કુવાડામાંથી કાઢે જળે;
સમજુ ને છે સરખો ભાવ, તે ગુરુના મનમાં અભાવ;
એમ જાણીને રીસે બળે, અખા જ્ઞાનીની નિંદા કરે. ૬૩૯

વિષયી જીવથી પ્રીતજ કરે, તત્વદર્શી ઉપર અભાવજ ધરે;
ખાનપાન વિષયાદિક ભોગ, તત્વદર્શીને સર્વે રોગ;
અખા તે ગુરુના મનમાં ખરા, જીવ આવકાર દઇ બેસારે પરા. ૬૪૦

ગુરુ થઇ બેઠો શેનો સાધ, સ્વામીપણાની વળગી વ્યાધ;
તે પીડાથી દુઃખિયો થયો, રોગ કરાર અનુભવથી ગયો;
વાયક જાળમાં ઘુંચવી મરે, અખા જ્ઞાનીનું કહ્યું કેમ કરે. ૬૪૧

જ્ઞાનીને તો સર્વે ફોક, બ્રહ્માદિલગી કલ્પ્યાં લોક;
ત્રણકાંડ કાળની માંડણી, તત્વવેત્તાએ એવી ગણી;
તેની વાત ન જાણે ગૂઢ, અખા ગુરુ થઇ બેઠો મૂઢ. ૬૪૨

સ્વામી થઇને બેઠો આપ, એ તો મનને વળગ્યું પાપ;
શિષ્ય રાખ્યાનો શિરપર ભાર, ઉપર ત્યાગ ને અંતર પ્યાર;
આશા રજ્જુને બાંધ્યો પાશ, અખા શું જાણે જ્ઞાનીની આશ. ૬૪૩

જ્ઞાની ગુરુ ન થાયે કેનો, બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર તેનો;
અન્ય જીવની તેને શી પડી, જે તેને ઘેર નિત્ય કાઢે હડી;
સેજ સ્વભાવે વાતજ કરે, અખા ગુરુપણું મનમાં નવ ધરે. ૬૪૪

ગુરુ થઇ મૂરખ જગમાં ફરે, બ્રહ્મવેત્તાની નિંદા કરે;
ભૂતકાળમાં જે થઇ ગયા, તેની મનમાં ઇચ્છે મયા;
અખા વેલી કેમ ટાળે વ્યથા, જે નિત્ય વાંચે મડદાની કથા. ૬૪૫

જે પગલાં અગ્નિમાં જળે, તેને શર્ણે કાળ કેમ ટળે;
પડતું પક્ષી રાખે આકાશ, એમ પગલાં તે આપે વાસ;
નહિ પગલાંને શરણે જા, ત્યારે અખા ભવની મટે અજા. ૬૪૬

ચરણ શરણ તો ખોટી કરી, વણ ચરણોનો દીઠો હરિ;
ચરણ જળે કે ભૂમાં દાટ્ય, શ્વાન શિયાળિયા કરડે કાટ;
તેણી શરણ અખો શું ગ્રહે, જે સમજે તે એવું લહે. ૬૪૭

​

જોજો રે ભાઇ વાતનું મૂળ, પેટ ચોળી ઉપજાવ્યું શૂળ;
એક સમે ખર ભાડે ગયો, કાંદા દેખી ગળિયો થયો;
ખરે આપી તેજીને પેર, એવું જાણી અખા જુતો ઘેર. ૬૪૮

કથા કરી તે શુકજી ખરી, પરીક્ષિતને મેળવ્યા હરિ;
શીખ થઇ ત્યારે આપ્યું શું, નગ્ન થઇ ગયા વનમાં પશુ;
નિસ્પૃહીની એવી છે કથા, અખા બીજી પેટ ભર્યાની વ્યથા. ૬૪૯

રઘુ જદુરાજની વાતજ કહે, દત્ત ભરતનું ઓઠું લહે;
અજગરવરતી વનમાં પડ્યા, તે ક્યાંઇથી આવી ચડ્યા;
તેને પોતા સરખા કર્યા, અખા ઘેર ઘેર ઉપદેશ ન કહ્યા. ૬૫૦

દેહાભિમાન હતું પાશેર, વિધા ભણતાં વાધ્યું શેર;
ચરચા વધતાં તોલું થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો;
અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું તે ખોય. ૬૫૧

સસાસિંગનું વહાણજ કર્યું, મૃગતૃષ્ણામાં જઇને તર્યું;
વંઝ્યાસુત બે વહાણે ચડ્યા, ખપુષ્પનાં વસાણાં ભર્યા;
જેવી શેખશલ્લીની કથા, અખા હમણાં આગળ એવા હતા. ૬૫૨

જ્યાં જોઇએ ત્યાં કૂડેકૂડ, સામે સામાં બેઠાં ઘૂડ;
કોઇ આવી વાત સૂરજની કરે, તે આગળ લઇ ચાંચજ ધરે;
અમારે હજાર વર્ષ અંધારે ગયાં, તમે આવા ડાહ્યા ક્યાંથી થયા;
અખા મોટાની તો એવી જાણ, મૂકી હીરો ઉપાડ્યો પાણ. ૬૫૩

લીલા વૃક્ષને ઓઠે રહે, જેમ પારાધી પશુને ગ્રહે;
એમ હારને ઓઠે ધૂતા ઘણા, ઉપાય કરે કનક કામની તણા;
અખા ગુરુ શું મૂકે પાર, જેના શિષ્ય ગદર્ભ ને ગુરુ કુંભાર. ૬૫૪

અંગ આળસ ને તપસી થયો, ઘર મેલીને વનમાં ગયો;
કામબાણ ન શક્યો જાળવી, રડવડતી એક આણી નવી;
શ્વાન ભસાવે હીંડે છક્યો, અખા હગ્યો નહિ ને ઘર નવ રખ્યો. ૬૫૫

ગોરીના થાવા વડભાગ, માતા પાસે આજ્ઞા માગ;
બળદની તે કેમ થાય ગાય, મૂરખ મિથ્યા કરે ઉપાય;
જ્ઞાનવિના તે સાધન એવા, અખા તેમાં ન લેવાદેવા. ૬૫૬

સો અંધામાં કાણો રાવ, આંધળાને કાણા પર ભાવ;
સૌનાં નેત્રો ફૂટિ ગયાં, ગુરુ આચાર્યજ કાણા થયા;
શાસ્ત્ર તણી છે એકજ આંખ્ય, આ અનુભવની ઉઘડી નહિ ઝાંખ્ય. ૬૫૭

​

મુંડ મુંડાવી હરિને કાજ, લોક પૂજે ને કહે મહારાજ;
મન જાણે હરિએ કૃપા કરી, માયામાં લપટાણો ફરી;
સૌને મન તે કરે કલ્યાણ, અખા એને હરિ મળ્યાની હાણ. ૬૫૮

જ્ઞાતાનો એવો ઉપદેશ, પંચના ગુરુ તે સઘળો વેશ;
ઘરઘર મહાત્મ્ય વધારતા ફરે, દામચામનાં જતનજ કરે;
અખા જ્ઞાતાની ન માને વાત, સાચું કહેતાં ખીજે સાત. ૬૫૯

હરિને કાજે ઘાટજ ઘડે, નિજ સ્વરૂપથી પાછો પડે;
પાણો કે હું પર્વત લહું, એ આશ્ચર્ય તે કેને કહું;
અખા થકી તે બીજો હરિ, જેમ પર્વતમાંથી પાણજ ખરી. ૬૬૦

જાણપણમાં જાડા થયા, ડહાપણ ડોળી રાબડ રહ્યા;
નીર હતું તે કીચમાં ગયું, આત્મથકી તે અળગું રહ્યું;
છે તો ઘણો નવ દીસે ચંદ, કહે અખો માયાનો ફંદ. ૬૬૧

અનંત કળામાં અદકા ખરા, બ્રહ્મવેત્તા એ સૌથી પરા;
વેદ બ્રહ્માએ પૂજ્યા હરિ, તેથી લક્ષ તજજ્ઞનો દુરી;
ભૂતભવિષ્ય ને અજપાજપ, અખો નહિ તો શેનો થાપ. ૬૬૨

વષ્ણવ ભેખ ધારીને ફરે, પરસાદ ટાણે પત્રાવળાં ભરે;
રાંધ્યાં ધાન વખાણતા જાય, જેમ પીરસે તેમ ઝાઝાં ખાય;
કીર્તન ગાઇને તોડે તોડ, અખો કહે જુવાનીનું જોર. ૬૬૩

જ્યારે મન પામ્યું નિજભાન, ત્યારે સર્વ થયું સમાન;
સપ્તપુરી મધ્ય મારૂં આડ્ય, સર્વસ્વ હાર્યે ભાગે જાડ્ય;
જેમ કરી કવાથ રોગીને વિષે, પણ અખા અરોગી સર્વે ભખે. ૬૬૪

કે આળસે કે ક્રોધ થયો, વાટે વેષ પેરીને ગયો;
નહિ મહેનત વેઠે નહિ શાય, વંદે વિશ્વ એ ફ્ળ મહિમાય;
હરિને અર્થે એક વિચાર, અખા સમું પડે તેમ રહે સંસાર. ૬૬૫

જાય સમુળો સઘ સંસાર, કરતાં આત્મતત્વવિચાર;
અન્ય ઉપાય નથી એ જવા, સામા બંધ બંધાય નવા;
કર્મ કરતાં ન આવે છેક, અખા વિચારે ન મળે શેષ. ૬૬૬

અખા વસ્તુ વિચારે બ્રહ્મ, અંતરભૂત જાણવા કર્મ;
જેમ પ્રત્યક્ષ પોગર દીસે લોહમાંય, ગાળે ત્યારે ફીટી જાય;
પાછો વળી ઘડાયે ઘાટ, તેમનો તેમ પોગરનો ઠાઠ. ૬૬૭

​

તેજ લોહનું જ્યારે દર્પણ કરે, શિકલ કરીને મશકલો ફરે;
તેજ નીકળે પોગર ઢંકાય, આપોપું દિસે તે માંય;
અખા જ્ઞાનની એવી પેર, કોટી જુગે કાં આજ આદેર્ય. ૬૬૮

લોહ ગળતે દીસે પોગર ગળ્યા, ઘાટ થાતાં તે પાછા વળ્યા;
અહંતારૂપી લોહ છે સદા, ઘાટ થયા વિના ન રહે કદા;
અખા અહંતા લોઢું માર્ય, મર્યા પછી તે તરશે વાર્ય. ૬૬૯

જે જળમાં લોહ બુડી જતું, તે ઉપર દીસે રમતું;
તેમ ભવસાગર હરિસાગર થયો, જ્યારે આપોપાનો ભારજ ગયો;
અખા મધ્યથો જા તું ટળી, બંધ ને મોક્ષ થકી ક્ષમા મળી. ૬૭૦

અખા બ્રહ્મ છે બાધું નામ, તે મધ્યે અળગાં અળગાં ગામ;
જેમ બાધું જોતાં એકજ ઝાડ, વિગતે જોતાં ભાંગે જાડ્ય;
રંગ સ્વાદ પત્ર ફળ ફુલ, સદગુરુ મળે તો ભાંગે ભૂલ. ૬૭૧

જાગ જોગ મંત્ર ફ્ળ ને સિદ્ધિ, એ બ્રહ્મઉદર માંહેલી રિદ્ધિ;
અંશીનર ઉંઘ્યો આપમાંહે, સ્વપ્ન ભોગવે ત્રણ તાપ ત્યાંહે;
વિધિસહિત પરબ્રહ્મને જાણ, ત્યારે અખા ટળે ભવતાણ. ૬૭૨

આત્મલક્ષમાં નહિ પર આપ, વણસંતાને કેનો બાપ;
વણજોનારે દર્પણ જથા, બિંબપ્રતિબિંબની કોણ કહે કથા;
અખા દ્વૈત થયે ઉપાધ્ય, તન મન વિના એ સાધન સાધ્ય. ૬૭૩

બ્રહ્મજ્ઞાની બહુ ભેળા થઇ, બ્રહ્મના દેશની વાતજ કહી;
બ્રહ્મવિધા રહી બ્રહ્મને દેશ, પોતામાં નવ આવ્યો લેશ;
થઇ થઇ વાતો સહુ કોઇ કહે, અખા અણચવ્યો કોકજ રહે. ૬૭૪

અણચવિયાનાં એ એંધાણ, જે સારાં માઠાં ઝીલે બાણ;
અધ્યાત્મ ન જાણે આત્માથકી, નોખો નોખો કહે છે બકી;
પોતે જાણે હું આત્મવેત્તા થયો, તે થાવામાં દેહભાગજ રહ્યો. ૬૭૫

પોતે ટળીને સઘળું પ્રીછ, વાટે ચાલતાં આંખ મ વીંચ;
અદ્વૈત દ્વૈતનાં કરે છે કામ, સગુણ નિર્ગુણ ધાર્યાં નામ;
સગુણ નિર્ગુણ એ બે છે જોગ, પોતે ટળશે તેને પડશે ભોગ. ૬૭૬

પોતે ટળ્યા તે પ્રીછ્યા જાણ, તેને શોભે સઘળી વાણ;
પોતે ટળ્યા વિના શા કામના, એતો અકૃતે વધારી કામના;
કહે અખો કાં ફોક્ટ ફુલ, ભણ્યા ગણ્યા પણ ન ટળી ભૂલ. ૬૭૭

​

ભણ્યા ગણ્યા તો તે પરમાણ, જો જાણપણું ટાળીને જાણ;
મૂળ સ્વરૂપે જે કોઇ થયો, તેને ભણ્યાનો સ્વભાવ ગયો;
અખા એમ સમજ્યા તે મહંત, તેને સત્‌ચિત્‌આનંદ વદે વેદાંત. ૬૭૮

વેદાંતે વાત વિચારી અસી, ને શ્રોતા વક્તા સમજ્યા જસી;
વેદાંત વાયક મોટો ભેદ, આસુરીનો કર્યો ઉચ્છેદ;
દૈવી તો છે ધણીનું રૂપ, અખા આસુરી ઉંડો કૂપ. ૬૭૯

આસુરી દૈવીને ગડબડ થઈ, દીસે દૈવી તેમાં આસુરી રહી;
માટે જ્ઞાની ટળતા ફરે, જેમ રૂડે ઘેર જાતાં શ્વાનથી ડરે;
અખા શ્વાન જો પ્રલય થાય, તો રૂડાને ઘેર રૂડો જાય. ૬૮૦

ઘર તો સઘળાં રૂડાં કર્યા, ત્યાં અસુરીરૂપે ભસે કૂતરાં;
સમજુ ઘણાં પણ શ્વાનનો સંગ, વણટેવે જેમ વણસે રંગ;
અખા આસુરી કૂતરાં જાણ, આશાની ભક્તિ મોટી હાણ. ૬૮૧

નિરાશી ભક્તિ જે કોઈ કરે, તેનું સેજે કારજ સરે;
સ્વરૂપ તે અરૂપે અદ્વૈત થાય, દ્વૈતાદ્વૈતનો લેશ જ જાય;
આત્મ અનુભવે હોય પ્રકાશ, અખા અહંકાર તે પામે નાશ. ૬૮૨

અહંકૃતિ તજી સ્મરણ કરો, મન કર્મ વચન હરિવડે આદરો;
ગવરાવ્યા જશ હરિના ગાઓ, હરિના છો ને હરિના થાઓ;
અહંકૃતે અણછતા ન થયા, છતા ધણીથી છેટા રહ્યા. ૬૮૩

છતો ધણી તું છબીલો જાણ, જેની શોભે સઘળે વાણ;
છતો ધણી છે વાણીરહિત, છતો ધણી છે શબ્દાતીત;
એમ વાચ્ય અવાચ્ય જેને સબળું ઠર્યું, અખા તેહનું કારજ સર્યું. ૬૮૪

સાચો મારગ જે કોઇ લે, મિથ્યા મારગ મૂકી દે;
અટળ વસ્તુને અહોનિશ ધાય, ટળને બાંધણે બાંધ્યો ન જાય;
ટળમાં રહે અટળશું પ્રીત, અખા એવા એવા પુરુષની થાશે જીત. ૬૮૫

જાણી વસ્તુ ને ઉપનો વૈરાગ્ય, અણછતું આવ્રણ ન પામે લાગ;
ઓળખ્યા ચોર ને સાવચેત થયા, વળતા તે તો કૂશળ રહ્યા;
અચેતને ચોર લુટી ગયા ભાઇ, સાવચેતને ઘેર આનંદ વધાઇ. ૬૮૬

આનંદ વધાઇ અનુભવથી થાય, અજ્ઞાન ગાંઠો છૂટી જાય;
અનેક જુગનું આવ્રણ જેહ, જ્ઞાનવજ્રથી ભાંગે તેહ;
ધન ધન જ્ઞાનીજનનું ગાત્ર, જગત જાણ્યું જેણે તૃણમાત્ર. ૬૮૭

​

જ્ઞાની તે જે કરે વિચાર, પરપંચ તજે ને સંગ્રહે સાર;
સકળ કામના સવળી કરે, વાસનાવપુ ઠેકાણે ઠરે;
ટાળે આપ ને ભાળે ઈશ, અખા એવા પુરુષને મળે જગદીશ. ૬૮૮

મોટી તાણ છે પંથજ તણી, નથી જુજવા એક છે ધણી;
પોતાના ઇષ્ટની પાળવી ટેક, સકળ ઈષ્ટનો અધિપતિ એક;
જેમ રાજા એક ને પ્રજા જુજવી, અખો એ રીતે જુએ અનુભવી. ૬૮૯

રાજાનું જેમ શહેરજ એક, પ્રજા જુજવી વર્ણવિવેક;
દંભી હોય તે રહ્યા ચડભડે, તેનું નામ તે ખરડે પડે;
સર્વેને મળતો થઈ જાય, અખા આખું શહેર તેના ગુણ ગાય. ૬૯૦

એ દૃષ્ટાંત ન સમઝે કોય, સહુનું બળ સહુમાંહે હોય;
જ્ઞાની જ્ઞાને કરીને કહે, મતિયો મતને મતમાં રહે;
જાવા દ્યો જાણે તેમ થાઓ, આપણ આપણા અવગુણ ગાય. ૬૯૧

અવગુણ મ જોશો પ્રભુ મહારાજ, તમારા બાનાની તમને લાજ;
જેમ કોઇ કેના થઈને ફરે, તે તો તેની પક્ષજ કરે;
તમે તમારાની પ્રભુ કરો સાર, અખા કરૂં વિનતિ તજી અહંકાર. ૬૯૨

અહંકાર તજીને આશે રહ્યો, મન કર્મ વચને તમારો થયો;
જેમ કાષ્ટની પુતળી નાચે નરી, તે કળસુતરે તમારે કરી;
વાજું વજાડો તો વાજે તદા, વણ વજાડ્યું ન વાજે કદા. ૬૯૩

વાજું હું તમો વજાવણહાર, તે વાજું શાને ધરે અહંકાર;
તે જોતાં સર્વ તમારાં કામ, આ અછતાનું અછતુંનામ;
ધનધન વાજું ધણીકર થવે, અખા આસુરીકર તવઅવળું લવે. ૬૯૪

આસુરીના ફેરા ફરે છે જંત, તે નવ જાણે વસ્તુ તંત;
મૂળ આસુરી ન ઓળખે અંધ, તો દૈવીનો ક્યાં મળે સંબંધ;
ચોર શાહની ચિંતા કરે, વળતો શાહ ચોરથી ડરે. ૬૯૫

ડર્યા શા તે પારે થયા, જખ મારીને કોર જા રહ્યા;
કાઢી મૂક્યા ક્રોધ ને લોભ, સાથી કીધા શીળ સંતોષ;
જ્ઞાનેંદ્રિય કર્મેંદ્રિય જેહ, સર્વે સગળી થઈ ચે તેહ;
અંતઃકરણ કહિયે જે ચાર, થાય અહર્નિશ જ્ઞાના વિહાર. ૬૯૬

જ્ઞાની વિહારી ગોપી જશા, તેમ જ્ઞાની જેને ગોપીની દશા;
ગોપી ભૂલી ઘર ને બાર, ગોપી ભૂલી કુટુમ્બા પરીવાર;
પોતાની દેહ પણ ભૂલી ગઇ, અખા કામની કુળવંત થઇ. ૬૯૭

​

પ્રસન્ના થઇ પ્રભુ પ્રેમે મળ્યો, જોગ જોગારથ કરવો ટૅળ્યો;
વિધિ નિષેધ ને થાપ ઉથાપ, સંકલ્પ વિકલ્પ ટળ્યો સંતાપ;
પ્રગટ્યો ઉરમાં પ્રેમાનંદ; પિયે સુધારસા પ્રેમદા વૃંદ;
સખી સમાગમ સદા નિજધામ, અખા એ રસ તેનું નામ. ૬૯૮

અખે રસની ચાલે ચે નદી, તે બ્રહ્મા વેત્તા પીએ ભગવદી;
આળપંપાળ જેને આળસ્યું, સમા દ્રષ્ટિ સમજ્યા તે સમું;
કંઇ કંઇ કહેણી કથતા ફરે, અખા બ્રહ્મવેત્તા ભાગ્યે નીસરે. ૬૯૯

બ્રહ્મવેત્તા કેમ દર્શે ભાઇ, જે બ્રહ્મ કલામાં રહ્યા સમાઇ;
મેલી આંખે જે કોઇ ધાય, બ્રહ્મવેત્તા કેમ દર્શ્યા જાય;
અખા આંખ જો ઉપએ નવી, તો બ્રહ્મવેત્તા દર્શે અનુભવી. ૭૦૦

મેલી આંખને બેસે મળો, કથા કીર્તના કરે થૈ ભલો;
પચી સામ્સામા થૈ કરે જબાપ, અહંકૃતિ જ્ઞાને વાધે આપ;
કેટલાકને જુદ્ધ કથ્યાનું જોર, અખા સિદ્ધાંતા ના સમઝે કરે બકોર.

સમજુને સમજુનો સંગ, અણસમજુને આપે અંગ;
સમજુ અણસમજુ મર ભેળા ભમે, ભેળા બેસે ને ભેળા જમે;
અણસમજુ તે આંધળા કુવા, સમજુ સજ્જના સરસો ગાઉ જુના. 

વસે વેગળા મર સમજુ સજ્જન, તોયે ત્યાંથી અર્પે મંન;
પ્રપંચ રીતે ના રાચો ભાઇ, એવી પરાપરની છે સગાઇ;
એમા અનુભવી અનુભવીને લખે, અળગો રહે વિંધાણા પખે. 

વ્રેહે વેંધ્યો તે જાએ આપ, સજાને શો વ્રેહેનો સંતાપ;
સાજો તે સાજાને ગાય, વ્રેહની વેદના વેંધ્યાને થાય;
સાજા તો શાકટને જાણ, વ્રેહનો વેંધ્યો જ્ઞાની વખાણ. 

શાકટને તો અનીતિ સાર, જેમ અકાગને અશુભનો આહાર;
તો તો તેનું માને સુખ, કાળો કાળનાં ભોગવે દુઃખ;
શાકટને લાગે સુધારસ બાણ, પણ જ્ઞાનીના તો વેંધે પ્રાણ. 
 
જ્ઞાની વજ્રને સુધા કરિ ગણે, શાકટ તો સુધાને વિષ ભણે;
શાકટ જ્ઞાની બેઉ જાણવા માંય, અળગા કોઇ કોઇ મ કેશો ક્યાંય;
શાકટનો પ્રવૃત્તિ પરિવાર, જ્ઞાનીનો તો નિવૃત્તિ કુમાર. 

એ બેઉને કરિયે એક, તો ગાદિયે બેસે જ્ઞાના વિવેક;
ગ્યાની વિવેકી ઠેરાવ્યા રાય, આસુરીનાં થાણાં ઉઠી જાય;
અદલા થયું ત્યારે સવ્વાશેર, વિષ્ટિ કરતાં ચૂક્યું વેર. 

આનંદ મંગળ ઓચ્છવ થાય, હરિનાં જન તે હરિજશ ગાય;
હરિજશ ગાય તે શું કહે, આપ ટાળી ભજનમાં રહે;
ઉચી અખા શહેરની શોભા નવી, જેમ વીતી રજની પ્રગટ્યો રવી. 

હું હું રૂપી વીતે રાત, તેને ટળતા થાય પ્રભાત;
જેને પુરુસોત્ત્મા થાય પસાય, તેને સર્વે સવળું થાય;
અખા વસ્તુ આફરડી નવ મળે, અઅરત રાખી ધણીને બળે. 

-આરતા વિના ન ઉપજે હેત, આરત વિના પૂજારો પ્રેત;
પુંશ્ચલી ભેંશ ન માંડે પગ, જોર કરીને થાક્યા ઠગ;
ઉપાડે ઘણા પણ ઉભી ન થાય, અખા જોર કરનરા પાચા જાય. 

નથી વાંકા વિશ્વંભર તણો, જે કહિયે તે વાંક અઅપણો;
જેમ કોઈ ભોજન જમાડવા કરે, ત્યાં રીશાણો તે રીશે ફરે;
પૂર્ણાનંદ પીરસનારો રહે, અખા અભાગિયાને કોણ કહે. 

-પૂર્ણાનંદ તે પૂર્ણ દયાળ, સર્વ જીવની કરે સંભાળ;
દયા સારુ લે દશ અવતાર, અસુરનિકન્દન ભક્ત ઉદ્ધાર;
દયાએ કીધું ગીતા ભાગવત, દયા કરી સમજાવ્યા સંત;
દયા સારુ દાખવ્યા ધર્મ, અખા હરિનો મોટો મર્મ.

-આત્મા ઉપકાર કૈ પેરે કરે, કોણ ઉપકારે આત્મા ઠરે;
ભક્તા યથારથ જે કોઇ હોય, આત્મા સહિતા સમર્પે સેય;
કરી સમરણ નિર્મળો થાય; અખા ધણીના થકો ઠેરાય. 

-દેહ કાળ દ્વૈત પદને નડે, સજીવના સાથે સજીવન લડે;
પણ જીવન્મૃત જે વિરલા નમે, તએને તે સજીવના શું દમે;
જડ ચૈતન્ય તે શબના સમાન, અખા તે જ સજીવન જેને વસ્તુજ્ઞાન. 

જગત પ્રપંચ એમ ચાલ્યો જાય, જીવપને જીવે તે સજીવ કહેવાય;
જડવત જીવનો એવો મતો, જીવાન્મૃત જ્ઞાની ગણવો અણચતો;
મૃતકજ્ઞાની તે સજીવના સહી, અખા જીવપણે જીવે તે જીવતો નહીં. 

મૂળા સવરૂપા કહ્યું નવ જાય, એક સ્વરૂપ તે કેમ કહેવાય;
પ્રભુ આકાશથી ઉંચા ઘણા, ઉંડા પણની નહિ કોઇ મણા;
દશે દીશામાં વ્યાપક અનૂપ, એ હૃદે થાય કેમ અકળ સ્વરૂપ. 

જેને જડ્યું તે સમું ફળ્યું, જેમ બીબે રૂપ ઢળે વણ ઘડ્યું;
વન ઘડ્યો જેમ ઉપજે ઘાટ, અહંકૃત જ્ઞાના એ મોટો ઉચાટ;
નિત્ય અનિત્ય સમજાયું ખરું, અખા પ્રપંચનેમેલે પરું. ૭૧૭

સમજુ શાખી અર્ધ ઓચરે, તેની તરોવડ શું પંડિતા ક્રે;
પંડિતને પંડિતાઇનું જોર, પણ અંતઃકરણમાં અંધારું ઘોર;
અખા તે થકી પ્રાકૃત ભલા, જો આવે સમજ્યાની કળા. ૭૧૮

-શબરી સંસ્કૃત શું ભણી હતી ભાઈ, કયા વેદ વાંચ્યા કરમાબાઈ;
વ્યાધ તે શું ભણ્યો તો વેદ,ગનકા શું સમઝતી હતી ભેદ;
વળી સ્વપચની સમઝ્યો રીત, અખા હરિ તેના જેવી સાચી પ્રીત. 

-ઝીણી માયા તે છાની છરી, મીથી થઇ ને મારે ખરી;
વળગી પછી અળગી નવ થાય, જ્ઞાની પંડિતને માંહીથી ખાય;
પણ ઝીણો થઇ ઝીણીને હણે, અખો સાચી પ્રીત તેની ગણે. 

-નહાયા ધોયા ફરે ફુટડા, ખાઈ પીને થયા ખુંટડા;
જગતા પ્રમોદે જાડા થૈ, પન ઝી માયા તે માંહી રઇ;
કાય કરે તે ઝીણાની પક્ષ, તે ઝીણી જાડાને કરશે ભક્ષ. 

મુડી વણ કંઈ મહીપતિ વહ્યા, મુડી વન કંઈ લોક જ રહ્યા;
મુડી વણ કંઈ કહવે મહંત, મૂડી વણ કંઈ ભેખ અનંત;
મુડી વણ કંઈ ધનવંત ઘણા, હીરા માણેક્ની નહીં કંઈ મણા;
અખા રહેણી આંક લખ્યો નહિ એક, એમ એકડા વોણાં મીંડા અનેક. 

અનેક રૂપે માયા રમે , ત્યાંતેવી જ્યાં જેવું ગમે;
વલી જો કોઈને જ્ઞાન ઉપજે, તો જ્ઞાની થઈને ભેળી ભજે;
જે કર્મ હોય મૂકવા જોગ, અખા તેનો જ પડાવે ભોગ. 

એવા માયાના ઘણા છે ઘાટ, જ્યાં જોઈયે ત્યાં માયાના હાટ;
હાટે હાટે વહોરતા હોય, કોય ખાટે કોય મૂળગું ખોય;
ધન વોહોરતિયા જેણે વસ્તુ જોઇ, અખા પ્રેમના પાત્ર વડા નર સોઇ; 

મોહ માયાનરમાઇ ને શું કરે, બળતી અગ્નિ પણ જળમાં ઠરે;
તૃણ તરુવરને અગ્નિનો ભેય, આકાશ દાઝ્યું તે કોય ન કહેય;
એમ અલ્પ આનંદિસદા અલ્પાય, અખા પ્રેમાનંદનો પ્રલય ના થાય. 

પ્રેમાનંદની ભક્તિ આકરી, વસમી વાટ મહા ખરે ખરી;
કામા રહિત તે કામનો વેશ, તેનો જ્ઞાની પંડિતને ના લાઘે દેશ;
પ્રેમાનંદી જ્યાં ગાય ને વાય, અલ્પાનંદી અટપડું જણાય. ૭૨૭

અલ્પાનંદી પોતાને પ્રેમાનંદી ભણે, જેમ વાંઝણી પુત્ર ખોળામાં ગણે;
વાઁઝની પુત્ર શોભા અભિમાન, પણ ઉદર્માં નથી ઉપન્યું ગને સંતાન;
એમા અલ્પાનંદી પોતાને ગણે ભલ, અખા પ્રેમાનંદ નથી ઉપન્યો પલ. 

ગાયા વજાડે ગુણિજન ઘણા, રંગે રૂપાળા નહિ કાંઈ મણા;
કંઠે સુરા તાળી ને તાન, ગમે ગમ્ધર્વ ને પાતરનું ગાન;
પણ અખા એ તો કસબણ કહેવાયે, પતિવ્રતાપૂર્વે તેમ ગાય. 

પતિવ્રતા જે પિયુને બહ્જે, અનાયાસે અવરને તજે;
તેનાં વસ્ત્ર સાંધ્યા જેમ તેમ, ત્ની બરાબરી વેશ્યા કરશે કેમ;
અખા પતિવ્રતા કરૂપણી હોય, પણ મોટો ગુણા માંહે પતિવ્રતા જોય. 

પતિવ્રતા તે સાચું વદે, સાચું બોલ્યું કેને ન સઅદે;
સાચું જેમ લીંબડાંનું પાન, તેમ કરવું લાગે સર્વે જ્ઞાન;
કડવે રોગ કાયાનો જાય, અખા મીઠાણે રોગ બમણો થાય. 

રોગીને તો કડવું ઘટે, લીંબડો પીધે રોગા માંહિથી માટે;
નિર્ગુણ લેંબડો જો રોગ નિર્ગમે, તો સગુણ ભોજન સુખે જમે;
નિર્ગુણ થઇ સગુણમાં મળે, તો અખા દૂધમાં સાકર ભળે. 

વિષય સગુણ તે વિષનું રૂપ, હરિ હરિ લીલા સગુણ તે અમૃત રૂપ;
વિષ અમૃત જો ભેળાં થાય, તો વળતું સર્વે વિષ થઇ જાય;
વિષ અમૃત જો ભેળાં થાય, તો વળતું સર્વે વિષ થૈ જાય;
નિર્વિષ્પણે કરે પ્રેમકલ્લોલ, અખા સર્વે મીઠું જેમ ઘીને ગોળ. 

નિર્વિષ્પણું તે સજીવના દશા, વિકાર સહિત તે મુડદાં જશાં;
મુડદાંની આભડશેઠ ઘણી, તે આભડશેઠ કોઇએ નવ ગણી;
અળગી આભડશેઠજોવા જાય, પોતાની આભડશેઠ પ્રલ્લે ના થાય. ૭૩૪

પોતાનું કોઈ ન જુવે મૂળ, કોન છે જીવ ને કોણ ચે સ્થૂળ;
ક્યો જીવ ને ક્યો એ દેશ, ક્યાંથી આવી કર્યો પ્રવેશ;
જતો ક્યાં તે સમાશે જઈ, અખા એ અજાનોપન સર્વ માંહી. 

અજાણી વસ્તુ મહા અનૂપ, ધણીના અંશ ને ધણીનું રૂપ;
જેમ અવર્ણ જળ વનમાં પરવરે, જામે ત્યારે નામ તેનું નોખું ઠરે;
તેમ ધણીના અંશમાં પરવર્યા ભાઇ, અસુરી રણમાં રહી સમાઇ. 

જેમ લુણ આવી આંધ્રણમાંઉકળે, તો અર્ણવ તેથી શે ના બલે;
તેમ સુખ દુઃખ સઘળાં જીવને, તેમાંથી કાંઈ નથી શિવને;
લુણ જલ થઇ જલમાં ભળે, એમ, સુખદુઃખ અખા દાસ થઇ ટળે. ૭૩૮

લુણા તો જળમાં જઈ જળ થયું, ત્યારે લુણપણાનું નખોદ ગયું;
ધણી કહે જ્યોતમાં જ્યોત સમાઇ, એમ દાસનું નખોદ ન હોય ભાઇ;
જલનું લુણને તે જલમાં ખપે, અખા હરિના દાસ તે હજુર્માં જપે. ૭૩૯

નકલ એમ ઉરમાં નહિ આણ્ય, હરિજન રૂપ અસલ કરી જાણ્ય;
એ દીઠે આપણો સરશે અર્થ, જોયા કરે મર જુજવા ગ્રંથ;
થડા થકી તો ડાળે ચહડાય, અખા ડાળેથી થડે ઉતરાય. ૭૪૦

થડને ગ્રહો એમ સઘળા કહે, પણ ડાલ્ય વિના ફળ ક્યાંથી લહે;
એકલું થડનું થડ જો હોત, તો કોણ કહેનાર ને કોણ આ જોત;
અખા ડાળ પત્ર પુષ્પફળ થડમાં, તેમા લીલા અવતાર નામ સર્વે અટલમાં ૭૪૧

ઉપમા સહિત જે આત્મા કથે, તે મહી વિનાજેમ પાણી મથે;
પાણી વિના જે મહી ડોલાવું, તે ભાંગે ઘણું પણ થાય ધોળૅવું;
જુગતી જાણ્યા વિના જો એકલું ધ્રાય, તો અખા એકલે નવનીત થાય. ૭૪૨

તેમ આપટળી જો જુગ આચરે, તો ગુણ વડે ગુણા તીતને વરે;
ગોરસને જળ ભેગાં મળે, મથે તો રૂપ મહી જળનું ટળે;
મથતાં માખણ થાય પ્રકાશ, અખા પાચી રહી તે પરઠી છાશ. 

-નવનીત કમાયો જુગતે કરી, જેમ દેહ આત્મા વડિયે ઓળખ્યા હરી;
તે વિવેકી સદ્ગુરુએ વલોવ્યું જદા, નવનીત નિરાળું પામ્યો તદા;
અનુભવ અગ્નિએ કીધું તૂપ, અખા ભાળ્ય એ બ્રહ્મ સ્વરૂપ.

-મન મૂકી જેણે ભક્તિ કરી, તેણે દીથા નિરંતર હરી;
પૈની પેરે ઘરમાં વસ્યો, તે શોકે ન રોયો ના હર્ષે હશ્યો;
અખા તે જા નર સુખિયો થયો, દ્વંદ્વાતીત નર સુખ્માં રહ્યો. 

આદિકર્મ કીધે જીવ થાય્, જેને કારણ અહંતા પરઠાય;
પંડિત જાણે કવિનો મર્મ, અખો જાણે જીવ સાધે ધર્મ;
એ વિગત કરે તે વક્તા ખરો, અણજાણ્યે ભૂલા કાં ફરો. ૭૪૬
અખાના છપ્પા : છ-ચરણી (ક્વચિત્ આઠ ચરણ સુધી ખેંચાતી) ચોપાઈનો બંધ ધરાવતા અને વેશનિંદા, આભડછેટ, ગુરુ વગેરે 45 અંગોમાં વહેંચાઈને 755 જેટલી સંખ્યામાં મળતા અખા ભગતકૃત છપ્પા. એમાં વિધાયક તત્ત્વવિચારની સામગ્રી ભરપૂર છે, છતાં એની લોકપ્રિયતા વિશેષપણે એમાંનો નિષેધાત્મક ભાગ, જેમાં ધાર્મિક–સાંસારિક આચારવિચારોનાં દૂષણોનું વ્યંગપૂર્ણ નિરૂપણ મળે છે, તેને કારણે છે.

છપ્પાઓમાં અખા ભગત બ્રહ્મની સર્વવ્યાપિતા, અખંડતા, અવિકાર્યતા અને અનિર્વચનીયતા દર્શાવી એનું સ્વરૂપ સ્ફુટ કરે છે; જગતપ્રપંચનું મિથ્યાત્વ સમજાવે છે અને માયા જીવોને કેવી રીતે રમાડે છે તેનું વર્ણન કરી ‘અ-મન’ અંતરમાં અકર્તા થઈને રહેવાનું સૂચવે છે.

ટીલાંટપકાં, નામસ્મરણ, વેશટેક, તીર્થાટન, કથાશ્રવણ, કાયાક્લેશ – આ બધા બાહ્યાચારોને તો અખા ભગત વારંવાર પોતાના પ્રહારનાં નિશાન બનાવે છે, કર્મધર્મને – સત્કર્મને તેમ વિકર્મને — અધ્યાત્મમાર્ગમાં અંતરાયરૂપ ગણાવે છે અને પરબ્રહ્મપ્રાપ્તિનો ખરો માર્ગ જ્ઞાન, જેને એ ‘સૂઝ’ ‘વિચાર’ ‘અનુભવ’ એ શબ્દોથી ઓળખાવે છે, તે હોવાનું જણાવે છે. નિર્ગુણ પરમાત્મતત્ત્વનો સાક્ષાત્કાર થયા પછી માણસ સગુણભક્તિ તરફ વળે તો એ એમને ઇષ્ટ છે.

છપ્પામાં તત્ત્વજ્ઞાન અને કવિતાનો મેળ વધુમાં વધુ બેઠો હોવાનું પ્રતીત કરાવતી બીજી વસ્તુ છે ઉપમાદૃષ્ટાંત અને લોકોક્તિઓનો બહોળો તથા ભારે કાર્યસાધક વિનિયોગ. ‘‘વેશ, ટેક તે આડી ગલી, પેઠો તે ન શકે નીકળી’’, ‘‘એક અફીણ, બીજો સંસારી રસ, અધિક કરે ત્યમ આપે કસ’’, ‘‘સાપને ઘેર પરોણા સાપ, મુખ ચાટી ચાલ્યો ઘેર આપ’’, ‘‘વઢે ઢીકે ને કટારી કડ્યે’’ વગેરે અખાના અનેકાનેક ઉદ્ગારો અવિસ્મરણીય બની ચૂકેલા છે.


સંદર્ભ 
(1) અખાના છપ્પા/કુટફળ અંગ : વિકીસ્રોત https://gu.m.wikisource.org
(2)જયંત કોઠારી : ગુજરાતી વિશ્વકોશ https://gujarativishwakosh.ઓર્ગન
(3) અખા ભગત:  https://gu.m.wikipedia.ઓર્ગન
(4) દશરથભાઈ ઠક્કર https://gujarativishwakosh.org



રવિવાર, 7 સપ્ટેમ્બર, 2025

આધુનિકતા

પ્રસ્તાવના

  ‘આધુનિકતા’ એટલે શું? 

‘આધુનિક’ સંજ્ઞાના અનેક અર્થો છે. એ અર્થબહુલ સંજ્ઞા છે.
 • આધુનિકતા એક વિભાવના પણ છે. 
 • સાહિત્યના અમુક વિશેષ ગાળામાં પ્રવર્તતા ‘વાદ’ કે ‘આંદોલનો’ માટે પણ એ સંજ્ઞા વપરાય છે. 

એટલે, આધુનિકતાની સંપૂર્ણ અને સર્વસ્પર્શી વ્યાખ્યા મળવાનો સંભવ તો નહીવત છે, પણ આધુનિકતા વિશે આપણે સ્પષ્ટ વિચારો વડે સમજણ રજૂ કરી શકીએ.

આધુનિક ગુજરાતી સાહિત્યના પિતા 
 ગુજરાતી ભાષાના કવિ, નવલકથાકાર, નિબંધકાર, વિવેચક, સંપાદક, અનુવાદક સ્વ. સુરેશ હરિપ્રસાદ જોશીએ ગુજરાતી સાહિત્યમાં અર્વાચીન ચેતનાનો પ્રારંભ કર્યો હતો. સુરેશ જોષી ગુજરાતી સાહિત્યમાં ૧૯૫૫ પછી શરૂ થયેલ ગાંધીયુગ પછીના આધુનિક ચેતનાના અગ્રણી હતા. તેઓ આધુનિક ગુજરાતી સાહિત્યના પિતા કહેવાય છે. 
"૧૯૭૫થી ૨૦૦૦ સુધીનો ગુજરાતી સાહિત્યનો સમય સુરેશ જોષીના પ્રભાવ હેઠળ હતો."
                                    ગુજરાતી વિવેચક ભરત મહેતા

આધુનિક’ સંજ્ઞા ની સમજ

 ‘આધુનિક’ સંજ્ઞા કે શબ્દના મૂળમાં સંસ્કૃત શબ્દ ‘अधुना’ રહેલો છે. અધુના શબ્દનો અર્થ થાય હમણાનું, પણ આ તો સમય પૂરતી વાત છે.

  ~ આધુનિકતાનો સબંધ “Present and recent time” સાથે રહ્યો છે એમ Oxford English Dictionary કહે છે.

 ~ ગુજરાતી ‘આધુનિક’ શબ્દનું મૂળ સંસ્કૃત શબ્દ ‘अधुना’માં રહેલું છે. ‘अधुना’ એટલે હમણાનું અથવા અત્યારનું. 

આમ, Oxford English Dictionaryમાંની વાત અને ‘अधुना’ શબ્દનો અર્થ બંને આધુનિકતાને સમયતત્ત્વ સાથે સાંકળે છે, પરંતુ સમયનું તત્વ જ માત્ર આધુનિકતા દ્વારા દર્શાવતું નથી. ‘આધુનિક’ સંજ્ઞા કેટલેક અંશે સર્જનાત્મક પરિસ્થિતિને અને સમૃદ્ધિને આવરીલે છે. 

“આગળ અને આગળ ગતિ કરતી સરિતાના પ્રવાહમાં જેમ વળાંકો આવે છે તેવું સાહિત્યમાં પણ બને છે, સાહિત્યની સરિતા હંમેશા સીધી રેખામાં વહેતી નથી, જ્યારે તેમાં કોઈ અવનવો વળાંક આવે છે ત્યારે આપણે તેને આધુનિક તરીકે ઓળખાવીએ છીએ."
                                           - રવીન્દ્રનાથ ટાગોર
 આમ ટાગોરે પણ ‘આધુનિક’ શબ્દને સમય વિશેષની વિશિષ્ટ ગતિવિધિ સાથે સાંકળ્યો છે.

આધુનિકતામાં ભાવક
  આધુનિકતાની અનુભૂતિ ભાવકની અનુભૂતિ છે અને તેથી આધુનિકતા ભાવક-સાપેક્ષ બની જાય છે. કોઈ ભાવકને અમુક કવિ આધુનિક લાગે તો કોઈને વળી અમુક લેખક આધુનિક લાગે, કોઈને ન પણ લાગે. કોઈ ભાવકને ભૂતકાળમાં થયેલા દાંતે, કાલિદાસ, શેક્સપિયર, નર્મદ, મુનશી અમુક સ્થળે આધુનિક લાગે. આવા પ્રસંગોએ આધુનિકતા એક લાગણી, એક સંવેદન, એક અનુભવ છે. હવે પ્રશ્ન એ આવે છે કે એવો અનુભવ શક્ય બનાવનારાં તત્વો કૃતિમાં કે કર્તામાં ક્યાં છે? એવું શું હોય, જેથી આધુનિકતાનું સંવેદન જન્મે? આમ દેખીતી રીતે ભાવક-સાપેક્ષ લાગતી આ સંજ્ઞા આપણને એની નિરપેક્ષતા ભણી લઇ જાય છે.

  ભાવકને અધિકારી ગણવામાં આવ્યો છે. એનું ચિત્ર અનેક કૃતિઓ વડે, એના અભ્યાસ- પરિશીલન વડે મુકુરીભૂત થયેલું મનાય છે, એના અંત:કરણના પ્રમાણ પછી ઈતર પ્રમાણો શોધવાના રહેતા નથી, આધુનિકો ભાવકની આવી ઓથોરીટી અને એક હથ્થુ સત્તાને પડકારે છે. એની સામે વાંધો લે છે. ભાવકના અધિકારો તો સ્વકીય છે, એની પોતાની ભોંય છે. ઘણી વાર આવા ભાવકોમાં આધુનિકતાને તૂત કહીને વખોડી કાઢનારા પણ હોય છે. આની સામે લાલબત્તી ધરતી જોઈએ. એ જ રીતે બીજી તરફ કેટલાક આધુનિકો વિરોધ કરવામાં જ પાવરધા હોય છે. કોઈ આધુનિક કહે છે કે રવીન્દ્રનાથમાં વળી કળા જ ક્યાં છે? ગોવર્ધનરામ કે ઉમાશંકર કળાકાર શેના? આવા પ્રશ્નોમાં અંતિમતા (Extremity) રહેલી છે. દરેક પોતાના અભિગમને અને પ્રતિભાવને બોદ્ધિકતાની ભૂમિકા પર મૂકી આપીને પરંપરા કે પ્રશિષ્ટતાની સામે કે સાથે થવાનું રહે છે. અધિકારી ભાવકો જો નવોન્મેષને ન પ્રમાણે ને નવા આધુનિકો પરંપરાને પ્રમાણી ન શકે- એવું બને. જો આવું બને તો આપણી વિવેચનની ભોંય નબળી છે એમ કહેવું જોઈએ. હકીકતમાં વિવેક અને ઓળખ, સમજ અને તાર્કિકતાથી જ જજમેન્ટ લેવાવું જોઈએ. પરંપરા ઈતિહાસ, ચાલ્યાં આવતા સાહિત્યિક મુલ્યો કે જીવનમૂલ્યો વિશેની અંધશ્રદ્ધામાં આધુનિકતાના માર્ગના મોટામાં મોટા અંતરાયો પડેલા છે. આધુનિકતામાં કશાયના વિશેની શ્રદ્ધાને જીવન મુલ્યો, બદલાતી માનસિકતા, રચનારીતીમાં પ્રયોગશીલતા, બદલાતું દર્શન, કૃતિની સ્વાયતતા અને માધ્યમ સાથેની વિદ્ગતામાં આધુનિકતા રહેલી છે. આ તત્ત્વો જે કર્તા કે કૃતિમાં હોય તે આધુનિક કર્તા કે આધુનિક કૃતિ કહેવાય. એટલે બંને અંતિમો છોડીને આધુનિકતા સાથે સંકળાયેલી પ્રયોગશીલતા અને નુતનતાને પ્રમાણવી જોઈએ.

આધુનિકતામાં સર્જક
  આધુનિકતા માટે તો સર્જકમાં પ્રગટેલો ચેતન્યનો ઉછાળ જ મહત્વનો બને છે. સર્જકની બલિષ્ઠ સક્રિયતાનો પુરસ્કાર કે મહિમા જ આધુનિકતાનો પુરસ્કાર કે મહિમા છે. મૃત, અર્ધમુર્ત, જડ, ટેવજડ જેવી સ્થિતિઓને હઠાવી દેવા આધુનિકો જે વિદ્રોહશીલ પગલું ભરે છે તે ક્રાંતિકારી અવાજ છે. આવા માનવ વર્તનનો મહિમા થવો જ જોઈએ. આધુનિકતા પણ સભર અને સંપન્ન હોય છે. જીવનમાં આધુનિકપણું આવ્યું એ પછી આધુનિક કલાઓ આવી માણસનું આધુનિકીકરણ (Modernization) થયું, એ પછી આધુનિકતાનો આવિર્ભાવ થયો. રેનેસાં (નવજાગૃતિ), વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક ક્રાંતિઓ, ગઈ સદીની શોધખોળો, આ સદીની પૂર્વાર્ધમાં ખેલાઈ ચુકેલા બબ્બે વિશ્વયુદ્ધો અને આજનું યુદ્ધોતર જગત આ ક્રમમાં વિચારવાથી ખ્યાલ આવશે કે જીવન મનુષ્ય ક્યાં અને કેવી રીતે બદલાય? છેલ્લા પાંચસો વર્ષોમાં મનુષ્યનું વધુ ને વધુ ભાવે આધુનિક મનુષ્યમાં રૂપાંતર થતું આવ્યું છે. ઈશ્વર નામની તેની પરમ આસ્થા ઝુંટવાઈ ગઈ છે અને વિજ્ઞાન ઈશ્વરનો પર્યાય (Synonem) બની શકે એટલી ગુંજાઇશ હજી તો ધરાવતું થયું નથી.

 આધુનિક મનુષ્ય અને આધુનિક કલા બેયનું નિર્માણ ક્રિયા- પ્રતિક્રિયાને રૂપે જ થતું રહ્યું છે. આધુનિકતા એ પોતાને ચરિતાર્થ કરનારી જે શેલીઓ શોધી તેમાં અસ્તિત્વવાદ, સરરીયાલીઝમ, દાદાઈઝમ, ફયુચરાલીઝમ, આવાં ગર્દું, એબ્સર્ડ થીયેટર, પ્યોર પોએટ્રી, હેપનીગ વગેરે વાદો/વિચારધારાઓને ગણાવી શકાય. આ દરેક વાદને પોતાની વિશિષ્ટ રીતી છે. વિશિષ્ટ વલણો છે, પરંતુ આ દરેકમાં આધુનિક માનવ આધુનિક જીવન અને જીવનની જુદી જુદી માનસિકતાઓ વિષે જ લખાતું રહ્યું છે. આ બધાં આંદોલનો છે. આધુનિકતાને કદી પૂર્ણવિરામ ન હોય. આધુનિકતા નવા નવા રૂપે, સ્વરૂપે જન્મતી રહેવાની. અહીં જે અપૂર્વ રચાય છે તે છટા, ભંગિ, રચના અને માધ્યમ પરત્વે છે. આધુનિકો ભાવકોની બધી ટેકણ લાકડીઓ ઝુંટવી લે છે. આથી એમની રચનાઓ દુર્બોધ લાગે છે. પ્રત્યાયનના પ્રશ્નો જન્મે છે. આ બધા માટે વિવેચને સજ્જતા કેળવવી પડે. આધુનિક કૃતિનો ભાવક એટલો સજ્જ હોય, સર્જકની કૃતિ એને એટલો સજ્જ કરી મુકે કે એ સહ-સર્જકની કોટિમાં ગણાવા લાગે. આધુનિકો સંક્રમણની ચિંતા એટલે જ કરતા નથી. ગુજરાતી કવિતામાં આધુનિક વલણોની તપાસ કરનાર વિવેચકોએ માટે જ નોધ્યું છે કે આધુનિક કવિતા સ્વ-વાચકની શોધ કરી લેનારી અને સ્વતંત્રનો આગ્રહ રાખનારી છે. આમ આધુનિકતાને અને એના સંકુલ વિભાગને જટા જાળવાળા માળખાને પામવું પ્રયત્નશીલો માટે અઘરું નથી.

ગુજરાતી સાહિત્યમાં આધુનિક સર્જન પ્રવાહો 

આધુનિકતાનું સર્જન
 સ્વાતંત્ર્યોતર કાળના પહેલા દશકા પછીનું ગુજરાતી સાહિત્ય એવી સંજ્ઞા પ્રયોજીએ છીએ. જો કે ૧૯૪૦થી આધુનિકતાના લક્ષણો પ્રગટ થવા માંડ્યા હતાં. એ લક્ષણો બંધાતા બંધાતા છેક ૧૯૫૫ સુધીમાં વલણો બનીને વહે છે. આમ આધુનિકતા એ ગુજરાતી સાહિત્યમાં રાતોરાત બની ગયેલી ઘટના નથી. કોઈ પણ સાહિત્ય ‘બદલવાની’ લાંબી પ્રક્રિયામાંથી પસાર થાય છે. ૧૯૪૦થી ૧૯૫૫ સુધીનો કાળ ગુજરાતી સાહિત્ય માટે સંક્રાંતિનો કાળ છે. આજે લખાતું સાહિત્ય આધુનિક સાહિત્ય છે એમ કહેવામાં આવે છે. જો કે વર્તમાનકાળમાં લખાતા સાહિત્ય માટે ‘સાંપ્રત સાહિત્ય’ શબ્દ પ્રયોગ રૂઢ થયેલો છે. આધુનિક શબ્દ ‘અધુના’ ઉપરથી આવ્યો છે. એનો અર્થ હમણાનું, આજનું એવો થાય છે, પણ આધુનિક સંજ્ઞા એ કાળવાચક છે એ કરતાં તો વિચારોને, વિચારધારાઓને અને યુગચેતનાને, સંવેદનાને ઓળખાવતી સંજ્ઞા વિશેષ છે.

  આજે લખાતું સાહિત્ય પરંપરાગત પણ હોઈ શકે. જ્યારે આધુનિક સાહિત્ય એટલે નવી વિચારધારાઓને આજનાં મૂલ્યોનાં સંદર્ભમાં, યુગચેતનાના પરિપ્રેક્ષ્યમાં નીરુપતું સાહિત્ય, આધુનિકતાને સામગ્રીના નાવીન્ય સાથે રજૂઆતની નવીનતા નુતનતા સાથે પણ ગાઢ સબંધ છે. અભિવ્યક્તિની અવનવી ટેકનીકો પણ સાહિત્યને આધુનિક બનાવવામાં અત્યંત મુલ્યવાન ગણાવી જોઈએ. કોઈ પણ જમાનામાને કોઈ પણ દેશની ભાષામાં આધુનિકતાની પહેલી અસર ઝીલવાનું કાર્ય કવિતામાં થયેલું દેખાય છે. ગુજરાતી કવિતાઓ સૌપ્રથમ આધુનિકતાની છબીને આકારવાનું કાર્ય કર્યું છે, સમજદારીથી અને સાહજીકતાથી. એ પછી નવલકથા, ટૂંકીવાર્તા, નાટક, એકાંકી, નિબંધો અને દ્રઢમૂલ બનતાં ગયા. આ વલણોને અભ્યાસ કરતાં પૂર્વે એની પીઠિકાની ઝલક તપાસવી અભ્યાસીઓ માટે અનિવાર્ય લાગે છે.

  સર્જન એ તો સર્જકની ચેતનાનો આવિષ્કાર છે. સર્જન ઈચ્છતાથી થઈ જતું નથી. જીવનનું બળ અને ચિત્તનું વિત્ત એમાં કાર્યશીલ હોય છે. એટલે જીવાતા જીવનમાં, માનવીની વિચારધારામાં જ્યારે જ્યારે પરિવર્તનનાં પડઘાઓ પડે છે ત્યારે જાગૃત કલાકારનું ચિત્ત એને ઝીલ્યા વિના રહી શકતું નથી. પરિણામે આધુનિકતા એ ફેશન નથી, અનુકરણ નથી. દેખાદેખીથી કરેલું મુગ્ધ કાર્ય નથી. એની પાછળ સર્જકની અનિવાર્ય ચેતના અને અભિવ્યક્તિ માટે અચૂક વાપરવી પડતી યુક્તિઓ પડેલી છે. આધુનિકતા આ અર્થમાં પડકાર છે. પરંપરાની સામે એ પ્રયોગ હોય ત્યારે એણે સહન કરવું પડે છે, પણ સર્જકની કલમનું બળ એને પ્રસ્થાપિત કરવામાં વાર લગાડે એવું ભાગ્યે જ બને છે.

આધુનિકતાના મૂળ પ્રહલાદ પારેખની ‘બારી બહાર’ની કવિતામાં જડે છે. ઉમાશંકર જોશીની ‘શોધ’ અને ‘છિન્ન ભિન્ન છું’ રચનાઓમાં પણ બદલાયેલી ચેતનાનો પડઘો છે, ને એ પોલો નથી, નક્કર છે. કવિ નગરમાં વસંતને માણીશકતા નથી, કારણ કે કવિ પોતાની રામાયણમાં છે, નગરનાં સીમાડાએથી જ વસંત પાછી વળી જાય છે. કોયલનો કેકારવ રેડીયોમાં જ સંભળાય ને ડાયરીમાં જ વસંત પંચમી આવે એ ઉમાશંકર જેવા પ્રકૃતિના કવિને, જનવેદનાથી જખમી કવિને કેમ ગમે? પણ છિન્ન ભિન્નતા સિવાય કશું જ બચ્યું નથી. કવિ ‘કવિતા ક્યાં છે?’ એમ ચિત્કાર કરે છે. એની શોધ કરે છે, પણ સમય જ કેવો વિપરીત છે, ‘પુષ્પો સાથે વાત કરવાનો સમય’ કવિને મળતો નથી. આ પુષ્પો જ કવિની કવિતા માટે તાજ-બ તાજ શબ્દો હતા. કવિ વેદનામાં ડૂબી જાય છે. કવિની શ્રદ્ધા, વાણી બંને જોખમાય છે. જોખમવાળું તો હવે પળે પળે આવવાનું જ છે. આધુનિક કવિતાની બુનિયાદ નાખવાનું કામ આમ આપણા મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશીના હાથે જ થાય છે.
નિરંજન ભગતની ‘પ્રવાલદ્વીપ’ (‘છંદોલય’માંની) મુંબઈ- વિષયક રચનાઓમાં નગરજીવનની નાટકીયતા, કુરુપલીલા અને વિકૃતિનું સુંદર ભાષામાં કલ્પનસમૃદ્ધ વર્ણન આપણને મળે છે. ‘પ્રવાલદ્વીપ’ની કવિતાને નૂતન કવિતાની નાન્દી કહી શકાય. નગર જીવનના મુલ્યહાસનાં પરિણામે સર્જાયેલી અરાજકતાભરી અંજપ સ્થિતિનું પાત્રોની કવિતામાં વેધક અને વેદનાપૂર્ણ કાવ્યમાં બયાન મળે છે. છંદોલયને પરંપરીત કરીને, એ વેદનાને નિરંજને ઘૂંટી છે, અહીં વેદના એકલી નથી. વેદનાનું કાવ્યમાં રૂપાંતર થાય છે. ‘ગાયત્રી’, ‘ફ્લોરા ફાઉન્ટન’, ‘ફોક્વેન્ડ રોડ’, ‘એપોલો પર ચન્દ્રોદય’, ‘કાફેમાં’, ‘ચર્ચ ગેટથી લોકલમાં’ ઈત્યાદી આ ગુચ્છ્ની કવિતાઓ આધુનિક કાવ્યધારાને સ્થિર કરનારી કૃતિઓ છે. આ જ વિષયોને લઈને ત્યાર પછી પ્રિયકાંત મણિયાર, જયંત પાઠક, ઉશનસ, સિતાંશુ યશચંદ્ર, ગુલામ મોહમદ શેખ, લાભ શંકર ઠાકર, ચિનુ મોદી વગેરે લખે છે. અલબત દરેકની સામગ્રી અને ઉપકરણો જુદાં છે, મોલિક પણ છે. વેદનાના સૂત્રમાં કાવ્યપુષ્પો પરોવીને માલા બનાવવાની દિશાલક્ષ્ય એક જ છે. જયંત પાઠક વતન વિચ્છેદની અને વન-વિચ્છેદની વેદનાં વર્ણવે છે. પાઠાતરે એ નગરજીવનની એક વિધતાની વાત કરે છે. ઉશનસ પ્રકૃતિમાં પુનઃ ચાલ્યા જવાની, એના વિસ્મયો ને રહસ્યોની વાત કરે છે. એની પાછળ નગરજીવનની કૃત્રિમ જિંદગીનો એમનો ઉબકો જ કામ કરવો લાગે છે.
પાશ્ચાત્ય સાહિત્યની અસર:
  પાશ્ચાત્ય સાહિત્યની અસરો પણ આ ગાળામાં વ્યાપક પણે ઝીલાય છે. ત્યાં પ્રવર્તેલા ભિન્ન ભિન્ન વાદો પણ આપણે ત્યાં ખેડવા લાગે છે. અસ્તિત્વવાદ, અતિવાસ્તવવાદ, શૂન્યવાદ, પ્રતિકવાદ, આધુનીકવાદ જેવા વાદો જુદાં જુદાં સાહિત્ય સ્વરૂપોમાં અંશત: અપનાવવામાં આવ્યાના ઉદાહરણો મળે છે. કવિતાએ વધારે સક્રિય રહીને કળાસિદ્ધીની બાબતમાં અને વિષયસમૃદ્ધીની બાબતમાં કામ કર્યું દેખાય છે.

  સુરેશ જોશીએ પશ્ચિમના સાહિત્યનો ઘનિષ્ઠ અભ્યાસ કર્યો. અભ્યાસના નીચોડરૂપે એમણે ગુજરાતી સાહિત્યને, સ્વરૂપોને અને વિવેચનાને જાગૃત કરવાનું અગત્યનું કામ કર્યું છે. ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’ પુસ્તક લખીને એના પ્રાસ્તાવિક લેખમાં એમણે કવિતામાં કવિકર્મની વાત કરી. કાવ્યની કળાપૂર્ણતા શાને આભારી છે તે ચીધ્યું. આમ નવા અભિગમો સાથે કળાની ભૂમિકાઓની તપાસ થવા માંડી, એ નવું વલણ નોંધવા જેવું છે. કવિ કરતાં વિવેચક સુરેશ જોશીનું અર્પણ આ ક્ષેત્રે મુલ્યવાન રહ્યું છે. જો કે એમની દીર્ઘ અને લઘુ કવિતાઓ આધુનિકતાના નિદર્શન માટેનો નમુના બને એવી છે. પ્રેમ, નારી અને જીવનની સંકુલતાને આ સર્જકે વારે વારે સ્વરૂપાંતરે તાગી છે, તારવી છે, અને કલાકૃતિઓ રચવાની સૂઝ દાખવી છે.
રાવજી પટેલ જેવા કવિઓ એ ટૂંકી જિંદગીમાં કૃષિ કવિની હેસિયતથી કલ્પનાવલીઓ વડે નૂતન તાજગીવાળી વેદનાસભર કવિતા (‘અંગત’) રચીને ગુજરાતી કવિતામાં એક આગવું પ્રકરણ રચ્યું છે. મણીલાલને પણ એવો જ કવિ (‘રાનેરી’) ગણવો પડે. ગુલામ મોહમ્મદ શેખે વિષાદ, વિરતીને, ઈશ્વરની જડતાને, શ્રદ્ધાની ખોખલાશને ચિત્ર કલ્પનો વડે વ્યક્ત કર્યા છે. રંગો અને ગંધની વાતથી એણે કાવ્યમાં ઇન્દ્રિય વ્યત્યય સાધ્યો. અર્થવિલંબનથી કવિતાને વિદગ્ધો માટે કોર્નર કરવાનું કામ કર્યું. ‘જેસલમેર’નાં કાવ્યોમાં એની ચિત્રકારશક્તિ કવિત્વમાં પરિણમી છે.

  ડો. સિતાંશુ યશચંદ્ર મહેતા (‘ઓડીસ્યુસનું હલેસું’) એસ રીયલ કવિતા કરી, ભાષાને જ સાધ્ય ગણીને વેદનાને, વ્યથાને, બાળકથાના ઉપકરણોને એકમાત્ર કવિ બે દાયકાની કવિતાનો અગ્રણી પણ છે. લાભશંકર ઠાકરે ‘માણસની વાત’ નામના દીર્ઘ કાવ્યમાં આધુનિક યુગચેતનાને એના સંદર્ભો સાથે અને કાવ્યના સર્વ અધ્યાસો સાથે મૂર્ત કરી છે. ‘માણસની વાત’માં અછાંદસ અને વિવિધ લોકલયોને પ્રયોજ્યા. માણસની નિ:સહાય લાચારીને આલેખી. એ પછીના બે સંગ્રહોમાં લાભશંકરે ભાષા વડે ભાષા ઉપર જ કાવ્યો કર્યા. પ્રાસની લઢણોથી બળ તાગ્યું અને ભાષાની નિર્બળતા ઉપર ભાષા વડે જ ઘા કર્યા.

ગીત-ગઝલ કવિતા
   ડો.ચિનુ મોદીએ સર્વ પ્રકારો સાથે કામ કર્યું. તેમને મધ્યમ સફળતા મળી, એમ કહી શકાય. ચિનુ મોદી, મનહર મોદી, આદિલ મનસુરી વગેરેએ ગુજરાતીમાં ગઝલને સિદ્ધ કરી. એની દિશાઓ, સંવેદનાઓ, રીતિઓ વગેરેને ગુજરાતી બનાવ્યાં. ગીતના પુનરુદ્વાર વ્યવસ્થાનું કામ રમેશ પારેખ, અનીલ જોશીએ કર્યું. એમણે ગઝલો લખી. અછાંદસ પણ લખ્યું. અનીલ જોશીએ મોટે ભાગે ગીતોમાં જ કામ કર્યું. રમેશ પારેખ (‘ખંડીગ’) પ્રયોગશીલ રહ્યો. ગીત-ગઝલનો એ બાદશાહ ગણાય છે. એ પછી મનોજ ખંડેરીયા, રાજેન્દ્ર શુક્લ, શ્યામ સાધુ જેવા ઘણા નવા કવિઓ લખતા રહ્યા. ગુજરાતી ભાષાની આધુનિક કવિતામાં આ ગાળામાં નવા અને જુના અનેક કવિઓના હાથે એટલું વિસ્તૃત અને નોંધપાત્ર કામ થયું છે કે એ વિષે કેટલાંક પુસ્તકો આધુનિક કવિતા પર જ રચાયાં છે. કવિતાનું વિવેચન પણ અવનવા આધુનિક અભિગમોથી થયું એ પણ એક નોંધવા જેવું વલણ છે. ભાષાવિજ્ઞાનિક અભિગમથી કૃતિનો આસ્વાદ, તુલનાત્મક વિવેચન અને કૃતીનીષ્ઠ વિવેચનાવાદ, કવિતાની તપાસના આ નવા માર્ગો આ જમાનામાં જ વિકસ્યા છે. ડો. ચન્દ્રકાંત ટોપીવાળા, ડો. હરિવલ્લભ ભાયાણી, ડો. યોગેન્દ્ર વ્યાસ, ડો. સુમન શાહ, ડો.ભારતી મોદી, ડો. સુરેશ જોશી, મધુસુદન બક્ષી જેવા અનેક સર્જકો- વિવેચકોએ આ અભિગમથી કામ કર્યું છે. કળા વિશેની વ્યાપક સમજણને પરિસ્કૃત કરવાનું, ઉઘાડવાનું કામ, આપણી કાવ્ય વિવેચનાએ કર્યું છે, એ આધુનિકતાનું પરિણામ છે.


પ્રસ્તાવના:-
  ‘આધુનિકતા’ એટલે શું? એમ પૂછનારને એના એકાધિક ઉત્તરો મળવાનો સંભવ છે. ‘આધુનિક’ સંજ્ઞાન અનેક અર્થો છે. એ અર્થબહુલ સંજ્ઞા છે. આધુનિકતા એક વિભાવના પણ છે. સાહિત્યના અમુક વિશેષ ગાળામાં પ્રવર્તતા ‘વાદ’ કે ‘આંદોલનો’ માટે પણ એ સંજ્ઞા વપરાય છે. એટલે આધુનિકતાની સંપૂર્ણ અને સર્વસ્પર્શી વ્યાખ્યા મળવાનો સંભવ તો નહીવત છે, પણ આધુનિકતા વિશે આપણે સ્પષ્ટ વિચારો વડે સમજણ રજૂ કરી શકીએ.

 

  ‘આધુનિક’ સંજ્ઞા કે શબ્દના મૂળમાં સંસ્કૃત શબ્દ ‘अधुना’ રહેલો છે. અધુના શબ્દનો અર્થ થાય હમણાનું, પણ આ તો સમય પૂરતી વાત છે.

 

   આધુનિકતાનો સબંધ “Present and recent time” સાથે રહ્યો છે એમ Oxford English Dictionary કહે છે. ગુજરાતી ‘આધુનિક’ શબ્દનું મૂળ સંસ્કૃત શબ્દ ‘अधुना’માં રહેલું છે. ‘अधुना’ એટલે હમણાનું અથવા અત્યારનું. આમ Oxford English Dictionaryમાંની વાત અને ‘अधुना’ શબ્દનો અર્થ બંને આધુનિકતાને સમયતત્ત્વ સાથે સાંકળે છે, પરંતુ સમયનું તત્વ જ માત્ર આધુનિકતા દ્વારા દર્શાવતું નથી. ‘આધુનિક’ સંજ્ઞા કેટલેક અંશે સર્જનાત્મક પરિસ્થિતિને અને સમૃદ્ધિને આવરીલે છે. આધુનિકતા વિષે રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું છે: 
“આગળ અને આગળ ગતિ કરતી સરિતાના પ્રવાહમાં જેમ વળાંકો આવે છે તેવું સાહિત્યમાં પણ બને છે, સાહિત્યની સરિતા હંમેશા સીધી રેખામાં વહેતી નથી, જ્યારે તેમાં કોઈ અવનવો વળાંક આવે છે ત્યારે આપણે તેને આધુનિક તરીકે ઓળખાવીએ છીએ."
 આમ ટાગોરે પણ ‘આધુનિક’ શબ્દને સમય વિશેષની વિશિષ્ટ ગતિવિધિ સાથે સાંકળ્યો છે.

 

આધુનિકતામાં ભાવક:
 

  આધુનિકતાની અનુભૂતિ ભાવકની અનુભૂતિ છે અને તેથી આધુનિકતા ભાવક-સાપેક્ષ બની જાય છે. કોઈ ભાવકને અમુક કવિ આધુનિક લાગે તો કોઈને વળી અમુક લેખક આધુનિક લાગે, કોઈને ન પણ લાગે. કોઈ ભાવકને ભૂતકાળમાં થયેલા દાંતે, કાલિદાસ, શેક્સપિયર, નર્મદ, મુનશી અમુક સ્થળે આધુનિક લાગે. આવા પ્રસંગોએ આધુનિકતા એક લાગણી, એક સંવેદન, એક અનુભવ છે. હવે પ્રશ્ન એ આવે છે કે એવો અનુભવ શક્ય બનાવનારાં તત્વો કૃતિમાં કે કર્તામાં ક્યાં છે? એવું શું હોય, જેથી આધુનિકતાનું સંવેદન જન્મે? આમ દેખીતી રીતે ભાવક-સાપેક્ષ લાગતી આ સંજ્ઞા આપણને એની નિરપેક્ષતા ભણી લઇ જાય છે.

 



  ભાવકને અધિકારી ગણવામાં આવ્યો છે. એનું ચિત્ર અનેક કૃતિઓ વડે, એના અભ્યાસ- પરિશીલન વડે મુકુરીભૂત થયેલું મનાય છે, એના અંત:કરણના પ્રમાણ પછી ઈતર પ્રમાણો શોધવાના રહેતા નથી, આધુનિકો ભાવકની આવી ઓથોરીટી અને એક હથ્થુ સત્તાને પડકારે છે. એની સામે વાંધો લે છે. ભાવકના અધિકારો તો સ્વકીય છે, એની પોતાની ભોંય છે. ઘણી વાર આવા ભાવકોમાં આધુનિકતાને તૂત કહીને વખોડી કાઢનારા પણ હોય છે. આની સામે લાલબત્તી ધરતી જોઈએ. એ જ રીતે બીજી તરફ કેટલાક આધુનિકો વિરોધ કરવામાં જ પાવરધા હોય છે. કોઈ આધુનિક કહે છે કે રવીન્દ્રનાથમાં વળી કળા જ ક્યાં છે? ગોવર્ધનરામ કે ઉમાશંકર કળાકાર શેના? આવા પ્રશ્નોમાં અંતિમતા (Extremity) રહેલી છે. દરેક પોતાના અભિગમને અને પ્રતિભાવને બોદ્ધિકતાની ભૂમિકા પર મૂકી આપીને પરંપરા કે પ્રશિષ્ટતાની સામે કે સાથે થવાનું રહે છે. અધિકારી ભાવકો જો નવોન્મેષને ન પ્રમાણે ને નવા આધુનિકો પરંપરાને પ્રમાણી ન શકે- એવું બને. જો આવું બને તો આપણી વિવેચનની ભોંય નબળી છે એમ કહેવું જોઈએ. હકીકતમાં વિવેક અને ઓળખ, સમજ અને તાર્કિકતાથી જ જજમેન્ટ લેવાવું જોઈએ. પરંપરા ઈતિહાસ, ચાલ્યાં આવતા સાહિત્યિક મુલ્યો કે જીવનમૂલ્યો વિશેની અંધશ્રદ્ધામાં આધુનિકતાના માર્ગના મોટામાં મોટા અંતરાયો પડેલા છે. આધુનિકતામાં કશાયના વિશેની શ્રદ્ધાને જીવન મુલ્યો, બદલાતી માનસિકતા, રચનારીતીમાં પ્રયોગશીલતા, બદલાતું દર્શન, કૃતિની સ્વાયતતા અને માધ્યમ સાથેની વિદ્ગતામાં આધુનિકતા રહેલી છે. આ તત્ત્વો જે કર્તા કે કૃતિમાં હોય તે આધુનિક કર્તા કે આધુનિક કૃતિ કહેવાય. એટલે બંને અંતિમો છોડીને આધુનિકતા સાથે સંકળાયેલી પ્રયોગશીલતા અને નુતનતાને પ્રમાણવી જોઈએ.

 

આધુનિકતામાં સર્જક:
  આધુનિકતા માટે તો સર્જકમાં પ્રગટેલો ચેતન્યનો ઉછાળ જ મહત્વનો બને છે. સર્જકની બલિષ્ઠ સક્રિયતાનો પુરસ્કાર કે મહિમા જ આધુનિકતાનો પુરસ્કાર કે મહિમા છે. મૃત, અર્ધમુર્ત, જડ, ટેવજડ જેવી સ્થિતિઓને હઠાવી દેવા આધુનિકો જે વિદ્રોહશીલ પગલું ભરે છે તે ક્રાંતિકારી અવાજ છે. આવા માનવ વર્તનનો મહિમા થવો જ જોઈએ. આધુનિકતા પણ સભર અને સંપન્ન હોય છે. જીવનમાં આધુનિકપણું આવ્યું એ પછી આધુનિક કલાઓ આવી માણસનું આધુનિકીકરણ (Modernization) થયું, એ પછી આધુનિકતાનો આવિર્ભાવ થયો. રેનેસાં (નવજાગૃતિ), વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક ક્રાંતિઓ, ગઈ સદીની શોધખોળો, આ સદીની પૂર્વાર્ધમાં ખેલાઈ ચુકેલા બબ્બે વિશ્વયુદ્ધો અને આજનું યુદ્ધોતર જગત આ ક્રમમાં વિચારવાથી ખ્યાલ આવશે 
  આધુનિક મનુષ્ય અને આધુનિક કલા બેયનું નિર્માણ ક્રિયા- પ્રતિક્રિયાને રૂપે જ થતું રહ્યું છે. આધુનિકતા એ પોતાને ચરિતાર્થ કરનારી જે શેલીઓ શોધી તેમાં અસ્તિત્વવાદ, સરરીયાલીઝમ, દાદાઈઝમ, ફયુચરાલીઝમ, આવાં ગર્દું, એબ્સર્ડ થીયેટર, પ્યોર પોએટ્રી, હેપનીગ વગેરે વાદો/વિચારધારાઓને ગણાવી શકાય. આ દરેક વાદને પોતાની વિશિષ્ટ રીતી છે. વિશિષ્ટ વલણો છે, પરંતુ આ દરેકમાં આધુનિક માનવ આધુનિક જીવન અને જીવનની જુદી જુદી માનસિકતાઓ વિષે જ લખાતું રહ્યું છે. આ બધાં આંદોલનો છે. આધુનિકતાને કદી પૂર્ણવિરામ ન હોય. આધુનિકતા નવા નવા રૂપે, સ્વરૂપે જન્મતી રહેવાની. અહીં જે અપૂર્વ રચાય છે તે છટા, ભંગિ, રચના અને માધ્યમ પરત્વે છે. આધુનિકો ભાવકોની બધી ટેકણ લાકડીઓ ઝુંટવી લે છે. આથી એમની રચનાઓ દુર્બોધ લાગે છે. પ્રત્યાયનના પ્રશ્નો જન્મે છે. આ બધા માટે વિવેચને સજ્જતા કેળવવી પડે. આધુનિક કૃતિનો ભાવક એટલો સજ્જ હોય, સર્જકની કૃતિ એને એટલો સજ્જ કરી મુકે કે એ સહ-સર્જકની કોટિમાં ગણાવા લાગે. આધુનિકો સંક્રમણની ચિંતા એટલે જ કરતા નથી. ગુજરાતી કવિતામાં આધુનિક વલણોની તપાસ કરનાર વિવેચકોએ માટે જ નોધ્યું છે કે આધુનિક કવિતા સ્વ-વાચકની શોધ કરી લેનારી અને સ્વતંત્રનો આગ્રહ રાખનારી છે. આમ આધુનિકતાને અને એના સંકુલ વિભાગને જટા જાળવાળા માળખાને પામવું પ્રયત્નશીલો માટે અઘરું નથી.

 



ગુજરાતી સાહિત્યમાં આધુનિક સર્જન પ્રવાહો 

  
આધુનિકતાનું સર્જન:

 સ્વાતંત્ર્યોતર કાળના પહેલા દશકા પછીનું ગુજરાતી સાહિત્ય એવી સંજ્ઞા પ્રયોજીએ છીએ. જો કે ૧૯૪૦થી આધુનિકતાના લક્ષણો પ્રગટ થવા માંડ્યા હતાં. એ લક્ષણો બંધાતા બંધાતા છેક ૧૯૫૫ સુધીમાં વલણો બનીને વહે છે. આમ આધુનિકતા એ ગુજરાતી સાહિત્યમાં રાતોરાત બની ગયેલી ઘટના નથી. કોઈ પણ સાહિત્ય ‘બદલવાની’ લાંબી પ્રક્રિયામાંથી પસાર થાય છે. ૧૯૪૦થી ૧૯૫૫ સુધીનો કાળ ગુજરાતી સાહિત્ય માટે સંક્રાંતિનો કાળ છે. આજે લખાતું સાહિત્ય આધુનિક સાહિત્ય છે એમ કહેવામાં આવે છે. જો કે વર્તમાનકાળમાં લખાતા સાહિત્ય માટે ‘સાંપ્રત સાહિત્ય’ શબ્દ પ્રયોગ રૂઢ થયેલો છે. આધુનિક શબ્દ ‘અધુના’ ઉપરથી આવ્યો છે. એનો અર્થ હમણાનું, આજનું એવો થાય છે, પણ આધુનિક સંજ્ઞા એ કાળવાચક છે એ કરતાં તો વિચારોને, વિચારધારાઓને અને યુગચેતનાને, સંવેદનાને ઓળખાવતી સંજ્ઞા વિશેષ છે.



 

  આજે લખાતું સાહિત્ય પરંપરાગત પણ હોઈ શકે. જ્યારે આધુનિક સાહિત્ય એટલે નવી વિચારધારાઓને આજનાં મૂલ્યોનાં સંદર્ભમાં, યુગચેતનાના પરિપ્રેક્ષ્યમાં નીરુપતું સાહિત્ય, આધુનિકતાને સામગ્રીના નાવીન્ય સાથે રજૂઆતની નવીનતા નુતનતા સાથે પણ ગાઢ સબંધ છે. અભિવ્યક્તિની અવનવી ટેકનીકો પણ સાહિત્યને આધુનિક બનાવવામાં અત્યંત મુલ્યવાન ગણાવી જોઈએ. કોઈ પણ જમાનામાને કોઈ પણ દેશની ભાષામાં આધુનિકતાની પહેલી અસર ઝીલવાનું કાર્ય કવિતામાં થયેલું દેખાય છે. ગુજરાતી કવિતાઓ સૌપ્રથમ આધુનિકતાની છબીને આકારવાનું કાર્ય કર્યું છે, સમજદારીથી અને સાહજીકતાથી. એ પછી નવલકથા, ટૂંકીવાર્તા, નાટક, એકાંકી, નિબંધો અને દ્રઢમૂલ બનતાં ગયા. આ વલણોને અભ્યાસ કરતાં પૂર્વે એની પીઠિકાની ઝલક તપાસવી અભ્યાસીઓ માટે અનિવાર્ય લાગે છે.



 

  સર્જન એ તો સર્જકની ચેતનાનો આવિષ્કાર છે. સર્જન ઈચ્છતાથી થઈ જતું નથી. જીવનનું બળ અને ચિત્તનું વિત્ત એમાં કાર્યશીલ હોય છે. એટલે જીવાતા જીવનમાં, માનવીની વિચારધારામાં જ્યારે જ્યારે પરિવર્તનનાં પડઘાઓ પડે છે ત્યારે જાગૃત કલાકારનું ચિત્ત એને ઝીલ્યા વિના રહી શકતું નથી. પરિણામે આધુનિકતા એ ફેશન નથી, અનુકરણ નથી. દેખાદેખીથી કરેલું મુગ્ધ કાર્ય નથી. એની પાછળ સર્જકની અનિવાર્ય ચેતના અને અભિવ્યક્તિ માટે અચૂક વાપરવી પડતી યુક્તિઓ પડેલી છે. આધુનિકતા આ અર્થમાં પડકાર છે. પરંપરાની સામે એ પ્રયોગ હોય ત્યારે એણે સહન કરવું પડે છે, પણ સર્જકની કલમનું બળ એને પ્રસ્થાપિત કરવામાં વાર લગાડે એવું ભાગ્યે જ બને છે.





  આધુનિકતાના મૂળ પ્રહલાદ પારેખની ‘બારી બહાર’ની કવિતામાં જડે છે. ઉમાશંકર જોશીની ‘શોધ’ અને ‘છિન્ન ભિન્ન છું’ રચનાઓમાં પણ બદલાયેલી ચેતનાનો પડઘો છે, ને એ પોલો નથી, નક્કર છે. કવિ નગરમાં વસંતને માણીશકતા નથી, કારણ કે કવિ પોતાની રામાયણમાં છે, નગરનાં સીમાડાએથી જ વસંત પાછી વળી જાય છે. કોયલનો કેકારવ રેડીયોમાં જ સંભળાય ને ડાયરીમાં જ વસંત પંચમી આવે એ ઉમાશંકર જેવા પ્રકૃતિના કવિને, જનવેદનાથી જખમી કવિને કેમ ગમે? પણ છિન્ન ભિન્નતા સિવાય કશું જ બચ્યું નથી. કવિ ‘કવિતા ક્યાં છે?’ એમ ચિત્કાર કરે છે. એની શોધ કરે છે, પણ સમય જ કેવો વિપરીત છે, ‘પુષ્પો સાથે વાત કરવાનો સમય’ કવિને મળતો નથી. આ પુષ્પો જ કવિની કવિતા માટે તાજ-બ તાજ શબ્દો હતા. કવિ વેદનામાં ડૂબી જાય છે. કવિની શ્રદ્ધા, વાણી બંને જોખમાય છે. જોખમવાળું તો હવે પળે પળે આવવાનું જ છે. આધુનિક કવિતાની બુનિયાદ નાખવાનું કામ આમ આપણા મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશીના હાથે જ થાય છે.



 

  નિરંજન ભગતની ‘પ્રવાલદ્વીપ’ (‘છંદોલય’માંની) મુંબઈ- વિષયક રચનાઓમાં નગરજીવનની નાટકીયતા, કુરુપલીલા અને વિકૃતિનું સુંદર ભાષામાં કલ્પનસમૃદ્ધ વર્ણન આપણને મળે છે. ‘પ્રવાલદ્વીપ’ની કવિતાને નૂતન કવિતાની નાન્દી કહી શકાય. નગર જીવનના મુલ્યહાસનાં પરિણામે સર્જાયેલી અરાજકતાભરી અંજપ સ્થિતિનું પાત્રોની કવિતામાં વેધક અને વેદનાપૂર્ણ કાવ્યમાં બયાન મળે છે. છંદોલયને પરંપરીત કરીને, એ વેદનાને નિરંજને ઘૂંટી છે, અહીં વેદના એકલી નથી. વેદનાનું કાવ્યમાં રૂપાંતર થાય છે. ‘ગાયત્રી’, ‘ફ્લોરા ફાઉન્ટન’, ‘ફોક્વેન્ડ રોડ’, ‘એપોલો પર ચન્દ્રોદય’, ‘કાફેમાં’, ‘ચર્ચ ગેટથી લોકલમાં’ ઈત્યાદી આ ગુચ્છ્ની કવિતાઓ આધુનિક કાવ્યધારાને સ્થિર કરનારી કૃતિઓ છે. આ જ વિષયોને લઈને ત્યાર પછી પ્રિયકાંત મણિયાર, જયંત પાઠક, ઉશનસ, સિતાંશુ યશચંદ્ર, ગુલામ મોહમદ શેખ, લાભ શંકર ઠાકર, ચિનુ મોદી વગેરે લખે છે. અલબત દરેકની સામગ્રી અને ઉપકરણો જુદાં છે, મોલિક પણ છે. વેદનાના સૂત્રમાં કાવ્યપુષ્પો પરોવીને માલા બનાવવાની દિશાલક્ષ્ય એક જ છે. જયંત પાઠક વતન વિચ્છેદની અને વન-વિચ્છેદની વેદનાં વર્ણવે છે. પાઠાતરે એ નગરજીવનની એક વિધતાની વાત કરે છે. ઉશનસ પ્રકૃતિમાં પુનઃ ચાલ્યા જવાની, એના વિસ્મયો ને રહસ્યોની વાત કરે છે. એની પાછળ નગરજીવનની કૃત્રિમ જિંદગીનો એમનો ઉબકો જ કામ કરવો લાગે છે.



 

પાશ્ચાત્ય સાહિત્યની અસર:
  પાશ્ચાત્ય સાહિત્યની અસરો પણ આ ગાળામાં વ્યાપક પણે ઝીલાય છે. ત્યાં પ્રવર્તેલા ભિન્ન ભિન્ન વાદો પણ આપણે ત્યાં ખેડવા લાગે છે. અસ્તિત્વવાદ, અતિવાસ્તવવાદ, શૂન્યવાદ, પ્રતિકવાદ, આધુનીકવાદ જેવા વાદો જુદાં જુદાં સાહિત્ય સ્વરૂપોમાં અંશત: અપનાવવામાં આવ્યાના ઉદાહરણો મળે છે. કવિતાએ વધારે સક્રિય રહીને કળાસિદ્ધીની બાબતમાં અને વિષયસમૃદ્ધીની બાબતમાં કામ કર્યું દેખાય છે.



 

  સુરેશ જોશીએ પશ્ચિમના સાહિત્યનો ઘનિષ્ઠ અભ્યાસ કર્યો. અભ્યાસના નીચોડરૂપે એમણે ગુજરાતી સાહિત્યને, સ્વરૂપોને અને વિવેચનાને જાગૃત કરવાનું અગત્યનું કામ કર્યું છે. ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’ પુસ્તક લખીને એના પ્રાસ્તાવિક લેખમાં એમણે કવિતામાં કવિકર્મની વાત કરી. કાવ્યની કળાપૂર્ણતા શાને આભારી છે તે ચીધ્યું. આમ નવા અભિગમો સાથે કળાની ભૂમિકાઓની તપાસ થવા માંડી, એ નવું વલણ નોંધવા જેવું છે. કવિ કરતાં વિવેચક સુરેશ જોશીનું અર્પણ આ ક્ષેત્રે મુલ્યવાન રહ્યું છે. જો કે એમની દીર્ઘ અને લઘુ કવિતાઓ આધુનિકતાના નિદર્શન માટેનો નમુના બને એવી છે. પ્રેમ, નારી અને જીવનની સંકુલતાને આ સર્જકે વારે વારે સ્વરૂપાંતરે તાગી છે, તારવી છે, અને કલાકૃતિઓ રચવાની સૂઝ દાખવી છે.



 

   રાવજી પટેલ જેવા કવિઓ એ ટૂંકી જિંદગીમાં કૃષિ કવિની હેસિયતથી કલ્પનાવલીઓ વડે નૂતન તાજગીવાળી વેદનાસભર કવિતા (‘અંગત’) રચીને ગુજરાતી કવિતામાં એક આગવું પ્રકરણ રચ્યું છે. મણીલાલને પણ એવો જ કવિ (‘રાનેરી’) ગણવો પડે. ગુલામ મોહમ્મદ શેખે વિષાદ, વિરતીને, ઈશ્વરની જડતાને, શ્રદ્ધાની ખોખલાશને ચિત્ર કલ્પનો વડે વ્યક્ત કર્યા છે. રંગો અને ગંધની વાતથી એણે કાવ્યમાં ઇન્દ્રિય વ્યત્યય સાધ્યો. અર્થવિલંબનથી કવિતાને વિદગ્ધો માટે કોર્નર કરવાનું કામ કર્યું. ‘જેસલમેર’નાં કાવ્યોમાં એની ચિત્રકારશક્તિ કવિત્વમાં પરિણમી છે.

  ડો. સિતાંશુ યશચંદ્ર મહેતા (‘ઓડીસ્યુસનું હલેસું’) એસ રીયલ કવિતા કરી, ભાષાને જ સાધ્ય ગણીને વેદનાને, વ્યથાને, બાળકથાના ઉપકરણોને એકમાત્ર કવિ બે દાયકાની કવિતાનો અગ્રણી પણ છે. લાભશંકર ઠાકરે ‘માણસની વાત’ નામના દીર્ઘ કાવ્યમાં આધુનિક યુગચેતનાને એના સંદર્ભો સાથે અને કાવ્યના સર્વ અધ્યાસો સાથે મૂર્ત કરી છે. ‘માણસની વાત’માં અછાંદસ અને વિવિધ લોકલયોને પ્રયોજ્યા. માણસની નિ:સહાય લાચારીને આલેખી. એ પછીના બે સંગ્રહોમાં લાભશંકરે ભાષા વડે ભાષા ઉપર જ કાવ્યો કર્યા. પ્રાસની લઢણોથી બળ તાગ્યું અને ભાષાની નિર્બળતા ઉપર ભાષા વડે જ ઘા કર્યા.

ગીત-ગઝલ કવિતા:
   ડો.ચિનુ મોદીએ સર્વ પ્રકારો સાથે કામ કર્યું. તેમને મધ્યમ સફળતા મળી, એમ કહી શકાય. ચિનુ મોદી, મનહર મોદી, આદિલ મનસુરી વગેરેએ ગુજરાતીમાં ગઝલને સિદ્ધ કરી. એની દિશાઓ, સંવેદનાઓ, રીતિઓ વગેરેને ગુજરાતી બનાવ્યાં. ગીતના પુનરુદ્વાર વ્યવસ્થાનું કામ રમેશ પારેખ, અનીલ જોશીએ કર્યું. એમણે ગઝલો લખી. અછાંદસ પણ લખ્યું. અનીલ જોશીએ મોટે ભાગે ગીતોમાં જ કામ કર્યું. રમેશ પારેખ (‘ખંડીગ’) પ્રયોગશીલ રહ્યો. ગીત-ગઝલનો એ બાદશાહ ગણાય છે. એ પછી મનોજ ખંડેરીયા, રાજેન્દ્ર શુક્લ, શ્યામ સાધુ જેવા ઘણા નવા કવિઓ લખતા રહ્યા. ગુજરાતી ભાષાની આધુનિક કવિતામાં આ ગાળામાં નવા અને જુના અનેક કવિઓના હાથે એટલું વિસ્તૃત અને નોંધપાત્ર કામ થયું છે કે એ વિષે કેટલાંક પુસ્તકો આધુનિક કવિતા પર જ રચાયાં છે. કવિતાનું વિવેચન પણ અવનવા આધુનિક અભિગમોથી થયું એ પણ એક નોંધવા જેવું વલણ છે. ભાષાવિજ્ઞાનિક અભિગમથી કૃતિનો આસ્વાદ, તુલનાત્મક વિવેચન અને કૃતીનીષ્ઠ વિવેચનાવાદ, કવિતાની તપાસના આ નવા માર્ગો આ જમાનામાં જ વિકસ્યા છે. ડો. ચન્દ્રકાંત ટોપીવાળા, ડો. હરિવલ્લભ ભાયાણી, ડો. યોગેન્દ્ર વ્યાસ, ડો. સુમન શાહ, ડો.ભારતી મોદી, ડો. સુરેશ જોશી, મધુસુદન બક્ષી જેવા અનેક સર્જકો- વિવેચકોએ આ અભિગમથી કામ કર્યું છે. કળા વિશેની વ્યાપક સમજણને પરિસ્કૃત કરવાનું, ઉઘાડવાનું કામ, આપણી કાવ્ય વિવેચનાએ કર્યું છે, એ આધુનિકતાનું પરિણામ છે.

  ગદ્ય ક્ષેત્રની વાત પણ ઘણા વિસ્તારથી થઈ શકે એમ છે. નવલકથા અને ટૂંકી વાર્તાએ આધુનિકકાળમાં બતાવેલી કળાસિદ્ધી અત્યંત ઉલ્લેખનીય છે. નવલકથાના સ્વરૂપને આધુનિક બનાવવાનું અને એ દિશામાં પ્રસ્થાન કરનારી બે નોંધપાત્ર કૃતિઓ રચવાનું કામ સુરેશ જોશીએ કર્યું છે. ૧૯૫૫માં એમણે ‘નવલકથાના નાભિશ્વાસ’ની વાત કરી. ચુનીલાલ મડિયા, નિરંજન ભગતે પણ નવલકથાની માંદલી સ્થિતિ વિષે ચિંતા વ્યક્ત કરી. જો કે સુરેશ જોશીની નાભિશ્વાસની વાત ઘણાંને ગમી નહોતી, નવલકથાના સવીધાનની, એની રૂપરચનાની વાત કૃતિઓના ઉદાહરણોને લઈને સુરેશ જોશીએ બરાબર સમજાવી. ગુજરાતી નવલકથાનું નિરાશાજનક સર્વેયું એમણે કાઢી બતાવ્યું. કુશળ યોજક એવા સર્જકની એમણે જરૂર દર્શાવી. તેમણે સ્પષ્ટ કહ્યું ખરું કે, “યોજક: તત્ર દુર્લભ|” ‘છીન્નપત્ર’ અને ‘મરણોત્તર’ જેવી કૃતિઓ રચીને એમણે ઘટનાલોપની હિમાયત કરી. માત્ર ચેતસિક સંચલનોને આધારે કલાકૃતિની રચના કરી. લઘુનવલનું નવું સ્વરૂપ એમણે સિદ્ધ કર્યું.

લઘુ નવલ

   આધુનિકતાની આબોહવામાં આપણે ત્યાં લઘુનવલકથાનો જન્મ થયો. સામાજિક નવલકથાનો ભેદ ઘટી ગયો. અને ઘટના-પ્રસંગોનું સ્થાન સંવેદનોએ લીધું. કથાનું સંયોજન એ સંવેદનસૃષ્ટિને નીરુપતા કલ્પનોથી રચાયું- બંધાયું. યુગચેતના, એને અનુરૂપ ભાષાયોજના, એકત્વવાળી અસર, પાત્રનું મનોગત અને એના જીવન સંદર્ભની સંકુલસૃષ્ટિનું રૂપાંતર થાય એટલે લઘુનવલ બને. લઘુનવલ કદમાં પણ નાની હોય છતાં એ નાની નવલકથા નથી. આવી અનેક લઘુનવલોએ આધુનિક નવલકથાના સમયને શ્વસતો, વિકસતો રહ્યો છે.

  રાવજી પટેલની ‘અશ્રુધર’ દર્દની કથા છે. સેનેટોરિયમનાં રુગ્ણ વાતાવરણમાં આ નરવી કલાકૃતિનો જન્મ થાય છે, જે અનુભૂતિ છે એ કલા બને છે. નવલકથાનો શુદ્ધ કળાના સ્વરૂપ લેખે આવિષ્કાર અહીં થાય છે. સુરેશ જોશીની ‘મરણોત્તર’માં મરણનો ભય નથી. સદા અનુભવાતી એ સૃષ્ટિનાં સંચલનો, ગતિવિધિને લેખક કવિની ભાષા વડે નીરુપે છે. રાવજી કૃષિકવિ સબળ કવિ નવલકથા લખે ત્યારે જેવું પરિણામ આવે એવું ‘અશ્રુધર’માં આવ્યું છે. ‘ઝંઝા’ એની બીજી નવલકથા ડાયરીની શેલીમાં લખાયેલી છે. અહીં પણ ભાષા નોંધપાત્ર માધ્યમરૂપે પ્રગટે છે. ‘અશ્રુધર’માં તો સ્વપ્નનું પોએટીક્સ’ (Dream Poetics) પમાય છે. ઈમેજરીમાંથી પ્રગટતી નાયકની ચેતના એના સુક્ષ્મ સ્તરો અને દર્દનું મુર્તીકરણ એ કૃતિને એ દાયકાની સબળ કૃતિ બનાવે છે.

નવલકથા
  પ્રો. ચન્દ્રકાંત બક્ષીએ નવી નવલકથાની ભૂમિકા રચી આપી છે. સક્રાંતિકાળનો આ લેખ ઘટનાનો બેતાજ બાદશાહ છે. તેઓ ઘટનાથી જ લખે છે. એની કૃતિઓ ઘટનામાં જીવે છે. આ દ્રષ્ટિએ એમની ‘આકાર’ નવલકથા નોંધપાત્ર ગણાય. એના નાયકો આધુનિક છે, સમાજની રૂઢી સામે બળવો કરે છે, તેઓ વિદ્રોહી છે. માસ-મદિરા અને વેશ્યા એમને મન તદન સાહજિક અને ભોગ્ય છે. તેઓ દર્દ, એકલતા, વેદનામાં જીવે છે. જગત અને જીવન એમને શૂન્ય લાગે છે. અસ્તિત્વવાદની ભૂમિકા બક્ષીમાં બંધાય છે. ડો. રઘુવીર ચૌધરી ‘અમૃતા’માં આગળ વધારીને ત્રણ જ પાત્રો પાસે ૪૫૦ પાનાનું કામ લઈને “વર્તમાન યુગના બુદ્ધિજીવીની ટ્રેજડી” રચે છે. એમની ઘણી નવલકથાઓ ત્યાર બાદ પણ નોંધપાત્ર ઉન્મેશ બની છે. ‘અમૃતા’ પછી એના લેખક ઘટના વિના લખતા નથી, એમણે પરંપરાને સાચવતા રહીને પ્રગતી કરી છે. બદલાયેલો જમાનો અને પરિવેશ એ ઘણી કૃતિઓમાં લાવે છે, એ જુના લાગે પણ એવું નથી. એમનું નાવીન્ય સામા છેડાનું નથી. બાકી મોલીકતા, વિચારણા, રજૂઆત, ઘટના-સંયોજન વગેરે આ લેખકને આધુનિક કથાકાર બનાવે, ઠરાવે એવા સક્ષમ છે.

નાટક
  નાટકના ક્ષેત્રે આપણી પાસે Long Play ઘણાં ઓછાં છે. જૂનાં નાટકો ભજવવામાં, રૂપાંતરો થાય છે. અનુવાદોથી ચલાવી લેવાય છે. ડો.ચિનુ મોદી, શ્રી સુભાષ શાહ, લાભ શંકર ઠાકર વગેરેએ નાટકોના પ્રયોગો કર્યાં, એબ્સર્ડ (Absurd)ની લગોલગ આવી જાય એવાય પ્રયોગો કર્યાં. નાટક અને રંગભૂમિના Concept બદલાયા. ઓછી સામગ્રી, ઓછાં પાત્રો, ઓછા સાધનો અને કામ અસરકારક. ડો.રઘુવીર ચૌધરીએ પણ આવાં નાટકો લખ્યાં. ડો.સિતાંશુ યશચંદ્રનાં INT (Indian National Theatre) એ ભજવેલા અનુવાદો જાણે મોલિક સર્જનો છે. INT એ નાટકની વિકાસકૂચને પ્રેરણા પૂરી પાડી છે. હજી પણ પાડશે. જો કે હવે પ્રવીણભાઈ નથી. INTમાં પ્રવીણભાઈ વિના પણ કાર્ય થાય છે અને થશે. જો કે પેલો ટેમ્પો ન પણ આવે. બંગાળી, મરાઠી, હિન્દી નાટકો કરતાં ગુજરાતી નાટક હજી ઘણું પાછળ છે. અનુવાદો જ નર્યા કેટલા ચાલે? સાહીત્યક નાટકો ભજવાતાં નથી, ભજવી શકાતાં નથી હોતા એ જૂની ફરિયાદો હજી પણ ચાલુ જ છે. હમણાં હમણાં ઘણી સંસ્થાઓ, સર્જકો કામે લાગેલાં છે. આમ છતાં, આધુનિક નાટકોને ચંદ્રવદન મહેતા કે જશવંત જેવા નાટ્યવિદનું માર્ગદર્શન હવે પછી નહિ મળી શકે, તે સખેદ નોંધવું રહ્યું.

નિબંધો
  નિબંધોના ક્ષેત્રે આધુનિકતા ક્યાં અને કેવી રીતે આવી તેની તપાસ કરવી જરૂરી છે. નિબંધમાં ‘જ્નાન્તિકે’ દ્વારા ડો. સુરેશ જોશી એં નવી કેડી આંકી આપી. ‘જનાન્તિકે’ એ આધુનિક લલિત નિબંધનું અ-પૂર્વ સ્વરૂપ છે. કાવ્ય સબંધી, ગદ્ય, યાદ્રચ્છીક વિહાર છતાં કહેવાતી વાતમાં આસ્વાદ આવે ને લેખકની અનેક ક્ષેત્રોની જાણકારી કલા-પદાર્થમાં રૂપ પામતી અનુભવાય છે. બાળપણ, વતન, સ્મરણો, સાંપ્રતકાળની વિડંબણાઓ, મુલ્યહાસ, સમાજ પરિવર્તન, વેદના,દર્દ ઈત્યાદિની વાત નિબંધોમાં કલ્પનો, પ્રતીકોથી વણાય છે. કવિ-વિશ્વના, કલાકૃતિ, સર્જકતા, જીવનનું-કળાનું ચિંતન, પ્રકૃતિના વેભવો, મોસમો, પુષ્પો અને પતંગીયા બધું જ સુરેશ જોશીના નિબંધોમાં આવે છે. કલાકૃતિ થઈને આવે છે. લલિત નિબંધનું આ નવું તાજગીપૂર્ણ સ્વરૂપ ગુજરાતી નિબંધ સાહિત્યના ઇતિહાસની અપૂર્વ ઘટના ગણાય છે. એ પછી પણ સુરેશ જોશીએ બે નિબંધ સંગ્રહો લખ્યાં છે. દિગીશ મહેતાના ‘દુરના એ સૂર’, ડો.ભોળાભાઈ પટેલના ‘વિદિશા’નાં પ્રવાસ નિબંધો ભિન્ન ભિન્ન છે. ‘દુરના એ સૂર’માં બાળપણ, પ્રસંગો, ગ્રામ-સંસ્મરણો જીવંત છે. ‘વિદિશા’માં પ્રવાસ વર્ણનો પણ કલાત્મક શેલીમાં ચિત્રાત્મક ઢબે રજૂ થાય છે. એમાં માંડુ (માંડવગઢ, મધ્યપ્રદેશ)નું વર્ણન લેખકની સર્જન-શક્તિનો સુપેરે પરિચય કરાવે છે. સાંસ્કૃતિક, પ્રાકૃતિક, એતિહાસિક સંદર્ભો સાથેની એ સૃષ્ટિ જ વિલક્ષણ છે. ‘સહરાની ભવ્યતા’માં ડો.રઘુવીર ચૌધરીએ માર્મિક શેલીમાં સર્જકો, વિવેચકોના રેખાચિત્રો દોર્યા છે. આ પણ એક રીતે તો અભ્યાસ-લેખો જ ગણાય. એમાંના સંદર્ભો સામાન્ય વાચકને આધુનિક કળાના સાહિત્યથી વાકેફ કરવા પૂરતા છે. ગુણવંત શાહના નિબંધો ‘કાર્ડિયોગ્રામ’, ‘રણ તો લીલાંછમ’, ‘વગડાને તરસ ટહુકાની’ નોંધપાત્ર સંચયો છે. હજી પણ કેટલાય નિબંધો આવી રહ્યાં છે. આધુનિક કાળમાં નિબંધનું સ્વરૂપ લલિત સાહિત્યની મુદ્રા ધારણ કરે છે. એની માવજત અને લખાવટ ધ્યાનાર્હ છે.


ઉપસંહાર

    ભારતીય સાહિત્ય (Indian Literature) એની પ્રાંતીય ભાષાઓ (Regional Languages)નાં સાહિત્ય સ્ત્રોત-ઉપર આધુનિકતાનો ક્યારે અને કેવો, કેટલો પ્રભાવ પડ્યો એ એક ટૂંકા ઉત્તરમાં સમાવવું અતિ મુશ્કેલ છે. ‘આધુનિકતા’ એ માત્ર સમયદર્શક સંજ્ઞા નથી, એ યુગ-ચેતના-દર્શક નવી વિચારધારા અને અભિવ્યક્તિની નવીન રીતિઓને પણ લક્ષતી સંજ્ઞા છે. આપણે જાણીએ છીએ કે પશ્ચિમના દેશોમાં આ આધુનિકતા છેક ઓગણીસમી સદીના છેલ્લાં ચરણોમાં ગતિશીલ બની ચુકી હતી. મુખ્યત્વે વીસમી સદીના આરંભથી જ વિશ્વમાં આધુનિકતાનું પ્રવર્તન જોઈ શકાશે.

  આધુનિકતા આપણે ત્યાં કેવી રીતે આવી? એની ભૂમિકા શી હતી? વગેરે પ્રશ્નોના ઉકેલ કાઢવો અનિવાર્ય ગણાય. અંગ્રેજોની રાજ્ય જમાવટ પછી દેશમાં કેળવણી-વિષયક જાગૃતિ આવી છે. પરંપરાગત સમાજ જીવન તૂટે છે. સુધારાવાદી વલણો સ્થિર થાય છે. પશ્ચિમની અસરો વ્યાપકપણે બધે જ સ્વીકારવા માંડે છે. ફ્રેંચ, જર્મન અને અંગ્રેજી સાહિત્યના સંપર્કો વધે છે. એ ભાષાઓના સર્જકો, કૃતિઓ, વાદો, વિવેચનો ઇત્યાદિનો અભ્યાસ કરનારા વિદ્વાનો આપણે ત્યાં પાકે છે. ભારતીય ભાષાઓનું સાહિત્ય પ્રાદેશિકતા વાદમાંથી ત્રીસીના કાળમાં મુક્ત થાય છે. એમાં ભારતીયતાની જિકર આઝાદી આંદોલન કાળમાં વધે છે. એ પછી એમાં વૈશ્વિક સંદર્ભો આવે છે, સ્વીકારાય છે. સાહિત્યને સ્થળકાળ નડતા નથી, ને સાહિત્ય તો સર્વનું છે. એ રીતે ભારતીય ભાષાઓમાં વિશ્વ સંદર્ભો આવવા સાથે પરસ્પરનું આદાનપ્રદાન વધે છે. અકાદમી જેવી સંસ્થાઓથી આ કામ વધારે સ્પષ્ટ ને સરળ બને છે. ૧૯૫૦ પછી ભારતી સાહિત્યમાં આધુનિકતા લગભગ બધે જ પ્રભાવક બનીને પરિણામ લાવે છે. એકેય પ્રાદેશિક ભાષા એવી નથી, જેમાં આધુનિકતાનો પડઘો ન પડ્યો હોય !
 
આધુનિક ગુજરાતી સાહિત્ય 

મારા વ્યાખ્યાનનો મુખ્ય સંદર્ભ ગુજરાતી સાહિત્ય છે. સૌ જાણે છે કે ગુજરાતી સાહિત્યનો પ્રારમ્ભ હેમચન્દ્રાચાર્યથી થયો છે. ત્યારથી માંડીને દયારામ સુધીના સાહિત્યને પ્રાચીન અને મધ્યકાલીન એવા સંવિભાગોમાં જોઇએ છીએ. એ પણ જાણીતું છે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો પ્રારમ્ભ દલપત-નર્મદથી થયો છે. એ યુગને આપણે સુધારકયુગ કહીએ છીએ, એ પછીનાને પણ્ડિતયુગ, ત્યાર પછીનાને ગાંધીયુગ અને સ્વાતન્ત્ર્ય પછીનાને આધુનિક યુગ.

જાણવું જરૂરી છે કે આધુનિક ગુજરાતી સાહિત્યનો ચોક્કસ સમયગાળો કયો. મેં હમણાં જ કહ્યું એમ આધુનિક એટલે તાજેતરનું અને તાજેતરનું એટલે છેલ્લાં ૪૦-૫૦ વર્ષ દરમ્યાનનું એમ ગણીએ, તો વીસમી સદીના ઉત્તરાર્ધને આધુનિક ગુજરાતી સાહિત્યનો સમયગાળો કહી શકાય. ઘણા એને સુરેશ જોષી યુગ કહે છે. એ વાત સ્વીકારીએ તો ૧૯૬૦થી માંડીને વીસમી સદીના અન્ત લગીના સમયપટને આધુનિક યુગ ગણવો રહે. પણ ઘણા એમ પણ કહે છે કે ના, સદીના છેલ્લા દોઢ-બે દાયકા દરમ્યાન એ યુગ આથમી ગયેલો અને અનુ-આધુનિક યુગ-નાં મંડાણ થઇ ચૂકેલાં. સ્વાભાવિક છે કે ત્યારે આધુનિક-થી કંઇક જુદું બનવા લાગ્યું હશે ! કશાં અનુ-આધુનિક પરિબળો પ્રગટ્યાં હશે. એ વાતને એટલે રાખીને હું મારા ચાલુ મુદ્દા પર પાછો આવું.

આ વ્યાખ્યાનમાં અર્વાચીન શબ્દ મેં હમણાં જ વાપર્યો, પહેલી વાર વાપર્યો. એટલે સવાલ એ થાય કે શું આધુનિક અને અર્વાચીન સંજ્ઞાઓના અર્થસંકેત જુદા છે– ? જુઓ, એ બન્ને માટે અંગ્રેજીમાં સામાન્યપણે એક જ શબ્દ વપરાય છે, મૉડર્ન. કૃ. મો. ઝવેરીએ કે ગોવર્ધનરામે આપણા સાહિત્યની વાત અંગ્રેજીમાં કરતી વખતે મૉડર્ન શબ્દ પ્રયોજ્યો છે. મારે જ્યારે પણ ઇન્ગ્લૅન્ડ કે અમેરિકામાં આપણા એ સાહિત્યની વાત અંગ્રેજીમાં કરવાની આવેલી, મેં મૉડર્ન શબ્દ પ્રયોજેલો. અન્ય વ્યક્તિઓએ પણ એવા સંદર્ભમાં એમ જ કર્યું છે. હવે પછીનાઓ પણ એમ જ કરશે.

જુઓ, આધુનિક અને અર્વાચીન સંજ્ઞાઓના અર્થસંકેત, ધ્યાનથી સાંભળો, એક દૃષ્ટિએ જુદા નથી; અને બીજી દૃષ્ટિએ જુદા છે. એ સમજવા માટે વળી આપણે આધુનિક સંજ્ઞા પાસે જઇએ.

(૪) આધુનિક સંજ્ઞા ગુણવાચક સંજ્ઞા તરીકે : એથી એ સંવેદનને ઓળખી શકાય 

જુઓ, આધુનિક લાગવું એ એક સંવેદન છે. એક અનુભવ છે. કોઇ માણસને કોઇ વસ્તુ, વ્યક્તિ, કલાકૃતિ કે સાહિત્યકૃતિ આધુનિક લાગે છે. એમ લાગવાનું કારણ તે વસ્તુ, વ્યક્તિ કે કૃતિમાં રહેલા અમુક ગુણો છે, ગુણવિશેષો છે.

પ્રાચીન / મધ્યકાલીન કે અર્વાચીન સંજ્ઞાઓ માત્રસમય નથી સૂચવતી. ધ્યાનથી વિચારીએ તો સમજાશે કે એ સંજ્ઞાઓ ગુણવાચક બની જાય છે. સૂચનને સાહિત્ય પૂરતું મર્યાદિત રાખીએ તો સમજાશે કે એ જે-તે સમયગાળાની સાહિત્યિક ગુણવત્તાઓ સૂચવે છે. જેમકે, આપણે અનુભવીએ છીએ કે આવા ગુણવિશેષોને લીધે આ સાહિત્ય પ્રાચીન / મધ્યકાલીન છે; આવા બધાને લીધે અર્વાચીન છે, કે આવા આવા ગુણવિશેષોને લીધેઆધુનિક છે.

તો એ જાણવું જરૂરી બને કે પ્રાચીન, મધ્યકાલીન, અર્વાચીન કે આધુનિકના ગુણવિશેષો કયા. બીજી રીતે એમ પુછાય કે પ્રાચીન-તા એટલે શું, મધ્યકાલીન-તા એટલે શું, અર્વાચીન-તા એટલે શું, આધુનિક-તા એટલે શું.

૮–અળવીતરાઇ કે ઊફરાપણા માટે, ચીલાચાલુથી
 પરમ્પરાથી કે ભૂતકાલીનથી મુક્ત થવા, કંઇક એવું સાહસ કરવું પડે, કશીક એવી અજમાયશ, એવો નુસખો, એવો પ્રયોગ, જેથી એ પ્રગટે. આ માટે એક જ શબ્દ વાપરવો હોય તો કહેવાય કે એક જાતની પ્રયોગશીલતાનો આધાર લેવો પડે. પ્રયોગશીલતા આધુનિક સાહિત્ય અને અન્ય લલિત કલાઓની ગુરુચાવી છે. આધુનિક એટલે પ્રયોગશીલ –એવું સાહિત્ય, જેમાં મુક્તતાને માટે પ્રયોગો થતા હોય છે.

સુરેશ જોષી-પ્રમુખ આધુનિક યુગમાં અગાઉના તમામ યુગો કરતાં તાજપ, નવીનતા, અ-પૂર્વતા, આકર્ષકતા, સૌન્દર્ય, અળવીતરાઇ, ઊફરાપણું, સાહસ કે પ્રયોગશીલતા સૌથી વધુ માત્રામાં અને વ્યાપક સ્વરૂપે જોવા મળી. લગભગ હરેક આધુનિક સાહિત્યકારે પ્રયોગને માટે નાનીમોટી ઉધમાત કરી છે. આપણે કેટલાક પ્રયોગવિશેષોનો અંદાજ મેળવીએ :
આ મુદ્દાના સમર્થનમાં આપણે લાભશંકર ઠાકર જેવા સમર્થ અછાન્દસકારની રચનાઓના રસાનુભવ લેવા જોઇએ.

૭ — સાહિત્યપ્રકારોની સીમાઓનો લોપ :

સાહિત્યપ્રકારોની વ્યાખ્યાઓ સ્પષ્ટ થઇ ગઇ હોય અને બધું એમાં ફિટ બેસે એવું લખાતું હોય એ બરાબર, પણ સાહિત્યપ્રકારો પ્રાણ વિનાના ઢાંચા બની ગયા હોય ત્યારે શું ? એ સંજોગોમાં—

ચાર-પાંચ પાનની જાણીતી મર્યાદામાં નહીં પુરાઇ જનારી, બલકે પોતાની જરૂરિયાતે ઘણાં પાનાં લગી વિસ્તરનારી છતાં એકમેવ અસર આપનારી ટૂંકીવાર્તા યોગ્ય લાગે. કિશોર જાદવ જેવા વાર્તાકારની દીર્ઘ રચનાઓમાં એ યોગ્યતાને પ્રમાણી શકાય. ઘટનાને જોરે ચાલનારી ચીલાચાલુ ઢબથી સામે છેડે જઇ ઘટનાતત્ત્વનો હ્રાસ તાકતી ટૂંકીવાર્તા આકર્ષક નીવડે.

આનું અપ્રતિમ નિદર્શન તો સુરેશ જોષીની વાર્તાસૃષ્ટિ છે. એમની એક મુલાકત જેવી અનેક રચનાઓમાં ઘટનાને વિશેનું વાર્તાકારનું એ પ્રયોગશીલ મનોવલણ એક આગવા ઉપકરણ રૂપે કામયાબ નીવડતું અનુભવાશે.

ચાર ચાર ભાગમાં વિસ્તરેલી નવલકથા મોટે ભાગે બહારી સંસારમાં જ વિલસી હોય, એને સ્થાને મનુષ્યના આન્તરજગતમાં ઊતરતી અને નાનકડા કદમાં બંધાયેલી લઘુનવલ યોગ્ય કહેવાય.

રાજવી કે પારિવારિક સંદર્ભોમાં જન્મતી કરુણ પરિસ્થતિઓને લક્ષમાં લઇને લખાયેલી ટ્રેજેડીઝ કે એથી જુદા અભિગમે લખાયેલી કૉમેડીઝને બદલે ટ્રેજિ-કૉમિક જેવી સંમિશ્ર ભાતમાં વિકસતું નાટક આપણા જમાનાને અનુરૂપ ગણાય. એનું અનુત્તમ દૃષ્ટાન્ત છે, બૅકેટનું વેઇટિન્ગ ફોર ગોદો. આપણે ત્યાં લાભશંકર ઠાકર, સુભાષ શાહ, મુકુન્દ પરીખ, ચિનુ મોદી વગેરેએ રચેલાં ઍબ્સર્ડ કહેવાયેલાં નાટકોને યાદ કરી શકાય. આદિલ મન્સૂરીના પૅન્સિલની કબર અને મીણબત્તી નાટકની ભૂરકી આ ક્ષણે યાદ આવે છે.

આધુનિક સાહિત્યકલામાં સાહિત્યપ્રકારોની દૃઢ સીમાઓનો લોપ, બલકે, સાહિત્યપ્રકારોની સમજભરી ભેળસેળ થઇ, તેથી પણ સર્જકતાને વિધ વિધની મૉકળાશો મળી. સુરેશ જોષી અને આપણા અનેક આધુનિકોની લઘુનવલોમાં, ટૂંકીવાર્તાઓમાં કે નિબન્ધોમાં ઘણી બધી કાવ્યાત્મકતા છે. કાવ્યકૃતિમાં હોય એ જાતનાં કલ્પનોથી ઘડાયેલું વિચાર-દ્રવ્ય છે. કેટલીયે વાર્તાઓ ને કેટલાય નિબન્ધો ગદ્યકાવ્ય લાગે.

જીવન અર્થપૂર્ણ છે, સઘળું પૂર્વનિશ્ચિત અને અફર છે એમ કહેનારા પરમ્પરાગત સાહિત્યને સ્થાને અનિશ્ચિતિ અને ભંગુરતાની વાત માંડનારું સાહિત્ય જ આધુનિક લાગે એમાં શી નવાઇ ? એટલે જ આધુનિક કાવ્યસાહિત્ય અને કથાસાહિત્યમાં રજૂ થયેલો મનુષ્ય જીવનની અર્થશૂન્યતા, હતાશા અને વિસંવાદિતાનો શિકાર બનેલો સવિશેષ જણાય છે. એ એના તમામ બાહ્ય સંદર્ભોથી વિલગ અને પોતાના આન્તરજીવનમાં એટલે જ ખૂંતી ગયેલો દેખાય છે. એની એવી છબિ ગુજરાતી સાહિત્ય-વિશ્વમાં અનોખી હતી ને તેથી, એટલી જ રસપ્રદ નીવડેલી છે.

અવકાશ મળે છે. એ એમનો હમદર્દ બની શકે. ગુણો પર પ્રકાશ પાડે. પણ ખાસ તો શોધી બતાવે છે કે દુર્બોધતા માટે જવાબદાર વાચકો છે કે સર્જકો. વાચકોની રુચિના વિકાસને સારુ વિવેચન નોંધપાત્ર રચનાઓના આસ્વાદ કરાવે. અને સર્જકોની સામે વિશ્વસાહિત્યની ઉત્તમ રચનાઓના અનુવાદ મૂકીને બતાવે કે શું ખૂટે છે, શી મર્યાદાઓ છે.

આધુનિક સાહિત્યના વિવેચકોમાં કેટલાંક નોંધપાત્ર નામો

અવલોકન, સમીક્ષા, આસ્વાદ, અનુવાદ, સાહિત્યિક પત્રકારત્વ, પરિસંવાદ, કાર્યશિબિર, વ્યાખ્યાન કે વ્યાખ્યાનમાળા વગેરે દિશાઓમાં વિવેચન અને આધુનિકતાપરક વિમર્શ-પરામર્શ વિકસી શકે. કહી શકાય કે આપણા આધુનિક સાહિત્યને આ પ્રકારની બહુમુખી વિવેચનાનો સાથ-સહકાર સાંપડ્યો હતો. એ વિવેચકોમાં નોંધપાત્ર જે મનાયા તેમાંનાં કેટલાંક નામો આ પ્રમાણે છે : સુરેશ જોષી, રાધેશ્યામ શર્મા, પ્રમોદકુમાર પટેલ, ચન્દ્રકાન્ત ટોપીવાળા, સુમન શાહ, શિરીષ પંચાલ, વગરે.



સંદર્ભ
(1) સુમન શાહ "આધુનિક ગુજરાતી સાહિત્ય"- શીર્ષકથી 'ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટયૂટ ફૉર સ્પેસ ઍપ્લિકેશન્સ ઍન્ડ જીઓ-ઇન્ફર્મેટિક્સ, ગાંધીનગર'ના ઉપક્રમે તારીખ ૨૧/૦૧/૨૦૧૩ના રોજ આપેલા ઑનલાઇન વ્યાખ્યાનનું લેખ-સ્વરૂપ 
(2)ગુજરાતીનોટસ. Com 

મંગળવાર, 2 સપ્ટેમ્બર, 2025

કવિતા પઠન

૧૯૯૯માં, પેરિસમાં યોજાયેલા યુનેસ્કોના ૩૦મા સત્રમાં, દર વર્ષે ૨૧ માર્ચને વિશ્વ કવિતા દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અભિવ્યક્તિ અને કલાના આ માધ્યમને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રાચીન કાળથી, કવિતાઓ ફક્ત માનવ મનને જ નહીં પરંતુ સમાજના વિવિધ મુદ્દાઓને કલાત્મક રીતે વ્યક્ત કરવાનો એક મજબૂત માર્ગ રહ્યો છે. ભારતમાં, ઋષિઓ અને સંતોએ કવિતાઓ અને શ્લોકોમાં ઘણી બધી વાતો કહી છે, ચોપાઈ અને દોહામાં ઘણું સાહિત્ય સાચવવામાં આવ્યું છે. 
આ ક્રમમાં, યુનેસ્કો માને છે કે પ્રાદેશિક ભાષાઓને કવિતાઓ દ્વારા પણ બચાવી શકાય છે. ૨૧ માર્ચનો આ દિવસ માનવ સભ્યતામાં કવિતાના રૂપમાં હાજર ભાષાઓની વિવિધતાનો ઉજવણી છે. કવિતાઓએ હંમેશા તેમના સમયની સાક્ષી આપી છે, માનવ મનની સૂર ગાયી છે અને લોકોને જોડવાનું કામ કર્યું છે. અનેક ચળવળોથી લઈને તહેવારો સુધી, કવિતાઓ એક અવાજ તરીકે બહાર આવે છે.

सन् 1999 में पेरिस में हुए यूनेस्को के 30वें अधिवेशन में तय किया गया कि हर साल 21 मार्च को विश्व कविता दिवस के रूप में मनाया जाएगा। ऐसा अभिव्यक्ति व कला के इस माध्यम को बढ़ावा देने के लिए किया गया था। कविताएं प्राचीन काल से ही न ही सिर्फ़ मानव मन को बल्कि समाज के विभिन्न मुद्दों को कलात्मक ढंग से कहने का एक ठोस तरीका रही हैं। भारत में ऋषि-मुनियों ने काव्य व छंदों में कितनी ही बातें कहीं हैं, कितना साहित्य चौपाई और दोहे में संजोया गया है। 

इसी क्रम में यूनेस्को का मानना है कि कविताएं के माध्यम से आंचलिक भाषाओं को भी बचाया जा सकता है। 21 मार्च का यह दिन कविता के रूप में मानव सभ्यता के भीतर मौजूद भाषाओं की विविधता का उत्सव है। कविताओं ने सदा से ही अपने समय की गवाही दी है, मानव मन के राग गाए हैं और लोगों को जोड़ने का काम किया है। कितने ही आंदोलनों से लेकर पर्वों तक कविताएं ही एक स्वर के रूप में बाहर आती हैं।
કવિતા પઠન, અથવા કવિતા વાંચન, કવિતાને મૌખિક રીતે જાહેરમાં રજૂ કરવાની કળા છે, જેમાં કવિના શબ્દો અને લાગણીઓ શ્રોતાઓ સુધી પહોંચાડવામાં આવે છે, ઘણીવાર લયબદ્ધ અને નાટકીય રીતે, જેના માટે સ્વર, લય અને વિરામનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ શ્રોતાઓને કવિતાઓ દ્વારા વ્યક્ત થતી લાગણીઓ, વિચારો અને સુંદરતાનો આનંદ માણવાનો અને અનુભવ કરાવવાનો છે.
મૌખિક કવિતામાં અવાજ એક સક્રિય, ભૌતિક વસ્તુ છે. તેને વક્તા અને શ્રોતા, કલાકાર અને શ્રોતા બંનેની જરૂર હોય છે. તે એક ભૌતિક રચના છે જે જીવંત સંબંધમાં ખીલે છે. અવાજ એ એક પદ્ધતિ છે જેના દ્વારા "કવિનો અવાજ" જીવંત થાય છે.
 [1] કવિતા મોટેથી વાંચવાથી વાચક કવિતાને સમજી શકે છે અને પછી તે કવિતાનો "અવાજ" બની જાય છે. 
[2] કવિતા એક સ્વર કલા હોવાથી, વક્તા પોતાનો અનુભવ તેમાં લાવે છે, તેને તેની પોતાની સંવેદનાઓ અનુસાર બદલી નાખે છે,
 [3] સ્વર, ધ્વનિનો અર્થ સમજવાનો વિષય; પીચ અને તાણ દ્વારા નિયંત્રિત, કવિતાઓ અદ્રશ્ય ઇટાલિક વિરોધાભાસથી ભરેલી હોય છે. 
[4] કવિતા મોટેથી વાંચવાથી "વિરામ" પણ કવિતાના તત્વ તરીકે સ્પષ્ટ થાય છે. 
કવિતા પાઠ એ જાહેર મૌખિક વાંચન અથવા કવિતાનું પ્રદર્શન છે. મોટેથી કવિતા વાંચવાથી વાચકને કવિતા દ્વારા પોતાનો અનુભવ વ્યક્ત કરવાની અને પોતાની લાગણીઓને અનુરૂપ કવિતામાં ફેરફાર કરવાની તક મળે છે. વાચક સ્વર અને તાણનો ઉપયોગ કરે છે, અને વિરામ સ્પષ્ટપણે દેખાય છે.
કવિતા પઠનની પ્રક્રિયા અને તત્વો

મૌખિક પ્રસ્તુતિ:

કવિ પઠનમાં, કવિ અથવા વાચક કવિતા મોટેથી વાંચે છે, જેથી શ્રોતાઓ તે કવિતા સાંભળી અને અનુભવી શકે.

લાગણીઓનો સંચાર:

વાચક પોતાની લાગણીઓ અનુસાર કવિતાની લાગણીઓ વ્યક્ત કરે છે અને શ્રોતાઓને તે લાગણી સાથે જોડાવાની તક આપે છે.

લય અને સ્વર:

કવિતાના અર્થ અને લાગણીઓને ઊંડાણપૂર્વક સમજવા અને વ્યક્ત કરવા માટે સ્ત્રોત, લય, ધબકારા અને સ્વરના ઉતાર-ચઢાવનો નોંધપાત્ર ઉપયોગ થાય છે. વાંચન કૌશલ્ય:

વાચક વિરામનો સ્પષ્ટ રીતે ઉપયોગ કરે છે અને શબ્દોના અર્થોને યોગ્ય રીતે રજૂ કરે છે.

કવિતા પઠનનો ઉદ્દેશ

આનંદ અને પ્રશંસા:

કવિતા પઠનનો મુખ્ય ઉદ્દેશ શ્રોતાઓને કવિતા સાથે સંકળાયેલ આનંદ અને પ્રશંસાનો અનુભવ કરાવવાનો છે.

પ્રેરણા અને ચેતના:

આ પઠન શ્રોતાઓને નવી ચેતના અને પ્રેરણા પ્રદાન કરે છે અને તેમના હૃદયની લાગણીઓને પ્રગટ કરે છે.

સાહિત્યિક હેતુની પરિપૂર્ણતા:

તેનો મહત્વપૂર્ણ ઉદ્દેશ કવિની રચના અને તેમાં છુપાયેલી લાગણીઓ અને વિચારોને શ્રોતાઓ સુધી પહોંચાડવાનો અને કવિતા લખવાના હેતુને અર્થપૂર્ણ બનાવવાનો છે.
કાવ્ય પઠન, અથવા કવિતા વાંચન, જાહેરમાં મૌખિક રીતે કવિતા રજૂ કરવાની કળા છે, કવિના શબ્દો અને લાગણીઓને શ્રોતાઓ સુધી પહોંચાડવાની, ઘણીવાર લયબદ્ધ અને નાટકીય રીતે સ્વર, લય અને વિરામનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ શ્રોતાઓને કવિતાઓ દ્વારા વ્યક્ત થતી લાગણીઓ, વિચારો અને સુંદરતાનો આનંદ માણવાનો અને અનુભવ કરાવવાનો છે.

કવિતા પાઠનની પ્રક્રિયા અને તત્વો

મૌખિક પ્રસ્તુતિ:

કવિતા પાઠમાં, કવિ અથવા વાચક કવિતા મોટેથી વાંચે છે, જેથી શ્રોતાઓ તે કવિતા સાંભળી અને અનુભવી શકે.

લાગણીઓનો સંચાર:

વાચક પોતાની લાગણીઓ અનુસાર કવિતાની લાગણીઓ વ્યક્ત કરે છે અને શ્રોતાઓને તે લાગણી સાથે જોડાવાની તક આપે છે.

લય અને સ્વર:

કવિતાના અર્થ અને લાગણીઓને ઊંડાણપૂર્વક સમજવા અને વ્યક્ત કરવા માટે સ્ત્રોત, લય, ધબકારા અને સ્વરના ઉતાર-ચઢાવનો નોંધપાત્ર ઉપયોગ થાય છે.

વાચક વિરામનો સ્પષ્ટ ઉપયોગ કરે છે અને શબ્દોના અર્થોને યોગ્ય રીતે રજૂ કરે છે.

કવિતા પાઠનો હેતુ

આનંદ અને પ્રશંસા:

કવિતા પાઠનો મુખ્ય હેતુ શ્રોતાઓને કવિતા સાથે સંકળાયેલ આનંદ અને પ્રશંસાનો અનુભવ કરાવવાનો છે.

પ્રેરણા અને ચેતના:

આ પાઠ શ્રોતાઓને નવી ચેતના અને પ્રેરણા પ્રદાન કરે છે અને તેમના હૃદયની લાગણીઓને પ્રગટ કરે છે.

સાહિત્યિક હેતુની પરિપૂર્ણતા:

કવિની રચના અને તેમાં છુપાયેલી લાગણીઓ અને વિચારોને શ્રોતાઓ સુધી પહોંચાડવાનો અને કવિતા લખવાના હેતુને અર્થપૂર્ણ બનાવવાનો પણ એક મહત્વપૂર્ણ હેતુ છે.

કવિતા પાઠના પ્રકારો

સરળ કાર્યક્રમો:

તે કાફે અથવા પુસ્તકની દુકાનોમાં નાના સ્ટેજ પર યોજાય છે, જ્યાં ઘણા કવિઓ તેમની કવિતાઓ વાંચે છે.

પ્રસિદ્ધ કવિ સંમેલનો:

મોટા સ્થળે પ્રતિષ્ઠિત કવિ સંમેલનોનું પણ આયોજન કરવામાં આવે છે.

કવિતા સ્લેમ:

આ એક પ્રકારની સ્પર્ધાઓ છે જ્યાં કવિઓ તેમની કવિતાઓ રજૂ કરે છે અને તેમના પર પ્રતિસાદ મેળવે છે, જે 1980 ના દાયકાથી લોકપ્રિય છે.